Last Update : 23-April-2012, Monday

 
કેરીના રસની મીઠાસમાં સેક્રિન અને સિન્થેટિક કલરની કડવાશ

- કેરીન કરતાં સસ્તા ભવે મળતો કેરીનો રસ હેલ્થ માટે હાનિકારક છે. તેમાં કેરીના રસ કરતાં વઘુ ખાંડની ચાસણી, સેક્રિન, સિન્થેટિક ડાઈ કલર ઉમેરીને તૈયાર કરવામાં આવે છે.

 

ગરમીની મોસમ શરૂ થઇ ગઇ અને સાથે સાથે મેઘરાજાના પણ વધામણાં થઇ ગયાં, ઉનાળું આવે ત્યારે એક જ વસ્તુ યાદ આવે તે છે ‘કેરી’. કેરીની પાછળ શહેરજનો એટલાં તો પાગલ છે કે છેક વલસાડ, જુનાગઢથી કેરીની પેટીઓ ગાડીઓમાં જઇને ભરી આવે છે અને આખું સિઝન કેરીનો રસ પીવે છે. જ્યાં સુધી ઘરમાં કેરીનો રસ તૈયાર કરીને પીવો તો તે હેલ્થમાં બેસ્ટ છે પરંતુ જો બહારથી લાવીને પીવો તો શાયદ તમારી હેલ્થ પર અસર કરી શકે છે અને પેટની તકલીફો, મોંની તકલીફ થવાની સંભાવના વઘુ રહે છે. અમદાવાદ શહેરમાં કેરીની ૧૨થી વઘુ જાતો આવે છે, જેમાં સાઉથ ઇન્ડિયામાંથી આવતી કેરી ‘ગોલા કેરી’,‘તોતા કેરી’ સસ્તી હોય છે, બજારમાં મળતા કેરીના રસમાં આજ બે કેરીનો રસ વઘુ વેંચાતો હોય છે. તેમાં ખાંડની ચાસણી અને દૂધ નાંખીને રસ કાઢવામાં આવે છે, જો કે આ કેરી સ્વાદમાં ફિક્કી હોવાથી તેમાં ખાંડ કે સેક્રિન નાંખીને ગળપણ લાવવામાં આવે છે. જે હેલ્થ માટે નુકસાનકારક છે. જો કે આટલું પૂરતુ નથી પરંતુ શહેરના એવા પણ વેપારીઓ છે કે જેઓ આ બન્ને કેરીમાંથી તૈયાર થતાં રસમાં કલર પકડાવવા માટે કેમિકલયુક્ત કલર નાખે છે. જે કલર શરીરમાં ઇન્ફેકશન લાવી શકે છે. આ અંગે પબ્લીક હેલ્થ લેબોરેટરીના ઓફિસર અતુલ સોની કહે છે કે શહેરમાં સસ્તી કેરીઓનો રસ નાના વેપારીઓ વઘુ વેચતાં હોય છે, આપણે જોઇએ છીએ કે બજારમાં કેરીનો ભાવ આસમાને હોય છે છતાં કેરીનો રસ અમુક વેપારીઓ શા માટે સસ્તો વેચતાં હોય છે એટલે જે તેમાં સાઉથની સસ્તી કેરીઓનો રસ કાઢીને વેચતાં હોય છે અને તેમાં ખાંડની ચાસણી, સેક્રિન, સિન્થેટિક ડાઈ કલરનો વઘુ ઉપયોગ થાય છે, જો આ રસ વારંવાર પીવામાં આવે તો હેલ્થ પર ગંભીર અસરો થઇ શકે છે. છેલ્લાં ત્રણ વર્ષથી વાતાવરણમાં આવેલાં અચાનક બદલાવે પણ કેરીના પાકને માઠી અસર પહોંચાડી છે. અતિશય ગરમી, અચાનક વરસાદે કેરીના સ્વાદમાં કડવાશ ભેળવી દીધી છે. હાલ જે બજારમાં કેરીઓ મળે છે, તે પાવડરથી પકવેલી છે. જે સ્વાદમાં પણ ખૂબ ખાટી છે, જો અમદાવાદીઓને કેરીની સાચી મજા માણવી હશે તો થોડી રાહ જોવી પડશે, ૧૫ મે પછી જે કેરીઓ બજારમાં આવશે તે ઓરિજનલ સ્વાદીષ્ટ કેરીઓ હશે તેવું જણાવતાં કેરી પકાવતા ખેડુત વિનોદભાઈ મહાલા કહે છે કે કેરી જ એક માત્ર એવું ફળ છે, જેની સાથે મોટી રોજગારી જોડાઇ છે. આ તા માર્ચ મહિનામાં કેરી આવવી જ જોઇએ તેવું શહેરના અમૂક વેપારીઓ માનતાં હોય છે, આ કેરી હેલ્થ માટે પણ હાનિકારક હોય છે. ઉનાળાનું એકમાત્ર રાજા ફળ કેરી જોજો તમારી હેલ્થ માટે હાનિકારક ન બની જાય એટલે સસ્તા ભાવે મળતા કેરીનો રસ ખાવાની ભૂલ ન કરતાં...
કેરી ક્યારે આવશે તે કોઈને ખબર નથી પણ કાર્બન નાંખીને કેરીને એક જ જૂજ દિવસમાં પકવતા કાર્બનના કારોબારીઓનો શહેરમાં તોટો નથી. કેરીની રાડા રાડ નાંખતા પરિવારોએ પણ હવે થોડી ઘીરજ રાખવી જરૂરી છે. કારણ કે સિઝન પહેલાં મળતી કેરીઓ સ્વાસ્થ્ય માટે ઘણી ખતરનાક છે.
હમણાં જ મ્યુનિસિપલ કોર્પોરેશને શહેરના ફ્રુટ માર્કેટમાંથી ૩૫૦ કિલો કેરીનો જથ્થો કાર્બન સાથે પકડ્યો જે ખરેખર નગણ્ય કહી શકાય આખા શહેરના મોટાભાગના કેરીના કાર્ટુન માથી જો કાર્બનની પડીકીઓ નીકળતી હોય તો તેની સામે માત્ર ૩૫૦ કિલો કેરી એક આશ્ચર્ય જન્માવે છે. આપણાં આરોગ્યની તકેદારી આપણે જ રાખવી પડશે એ સ્વીકારી લેવું જોઈએ.

 

 

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
એઈડ્સગ્રસ્ત કેદીઓના ત્રાસનો મહિલા કેદીનો આક્ષેપ
ચાર ધામની યાત્રાનો પ્રારંભ ૨૪ એપ્રિલથી
સુકમાના અપહૃત કલેક્ટર સલામત
એર ઈન્ડિયાની આગામી છ વર્ષમાં દેવામાંથી બહાર નીકળવા યોજના
આગામી પ્રમુખ તરીકે બિનરાજકીય વ્યક્તિની પસંદગી કરવી જોઈએ ઃ પવાર
અમેરિકા-ફિલિપાઈન્સની સંયુક્ત કવાયત સામે ચીનની ચેતવણી

આગામી છ મહિનામાં ડીઝલના ભાવ અંકુશ મુક્ત કરાશે ઃ કૌશિક બસુ

નડાલે સતત આઠમી વખત મોન્ટે કાર્લો ટાઇટલ જીત્યું
ટેબલટેનિસમાં સૌમ્યજીત અને અંકિતાનો ઓલિમ્પિકમાં પ્રવેશ
આજથી ઓસ્ટ્રેલિયા અને વેસ્ટ ઇન્ડિઝ વચ્ચે આખરી ટેસ્ટ
ભૂતપૂર્વ વર્લ્ડ ચેમ્પિયન સેમેન્યા લંડન ઓલિમ્પિક માટે ક્વોલિફાય

આજે રાજસ્થાન સામે બેંગ્લોર પરાજયનો બદલો લેવા આતુર

દીપડા સાથે બાથભીડી ભાઈએ બચાવ્યો મોટાભાઈનો જીવ
સાસરિયાનાં ત્રાસથી કંટાળેલી યુવાન પરિણીતાનો ગળાફાંસો

અમેરિકામાં મૂકબધિરો એન્જિનિયર ડોકટર કે જજ પણ બની શકે છે

 
 

Gujarat Samachar Plus

આઈરીશ યુવાન બ્રાયન ગૌફની અનોખી ટિફિન સેવા
ફરવાના ફંડામાં લોકર શોઘતા પરિવારો
એસ.ટીના કન્સેેશન પાસની પ્રોસેસ ટ્રાન્સપરન્ટ બનાવી
જંગલની અંઘારી રાતે આકાશનો અદ્દભૂત નજારો
કેરીના રસની મીઠાસમાં સેક્રિન અને સિન્થેટિક કલરની કડવાશ
 

Gujarat Samachar glamour

‘મારા ઘણા મિત્રો હોમોસેક્સ્યુઅલ છે!’ મલ્લિકા
ઐશ્વર્યા-અમિતાભ પ્રથમવાર એક જાહેરાતમાં સાથે ચમકશે!
માઘુરીને ‘માસ્ટર દીનાનાથ વિશેષ’ એવોર્ડ અપાશે!
રજનીકાન્ત રોકાણકારોને નુકશાન ભરપાઈ કરી આપશે!
રશિયામાં બોલીવુડની ફિલ્મો ફરીથી દર્શાવાની માંગણી કરાઈ
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

એન.આર.ઈન્સીટ્યુટ ડાન્સ પાર્ટી

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved