Last Update : 23-April-2012, Monday

 

આઈરીશ યુવાન બ્રાયન ગૌફની અનોખી ટિફિન સેવા

વૈષ્ણવ જન તો તેને રે કહીએ જે...

- અમદાવાદમાં રહેતા આઈરીશ બ્રાયન ગૌફ છેલ્લા બે વર્ષથી શહેરના સ્લમ વિસ્તાર રામદેવપીરના ટેકરા પર રહેતા નિરાધાર લોકોને ટીફીન પહોચાડીને સેવાનું કાર્ય કરે છે. બ્રાયન રોજ ૧૫ જેટલાં ગરીબ પરિવારોને નિઃશુલ્ક ટિફિન સેવા આપે છે.

વાડજ વિસ્તારમાં આવેલા રામદેવપીરના ટેકરા પર એક મકાનમાં બે નિરાધાર વૃદ્ધો કોઇકની રાહ જોઇ રહ્યા છે. પહેલા તો એવું લાગ્યુ કે તેમના દિકરાની રાહ જોઇ રહ્યા હશે, એટલામાં બહારથી કોઇકે બારણું ખટખટાવ્યું વૃદ્ધા ઉભા થઇને બારણું ખોલ્યું તો ત્યાં એક વિદેશી યુવક ખાદીના વસ્ત્રો પહેરીને હાથમાં એક થેલો લઇને ઉભો હતો, વૃદ્ધાએ કહ્યું આવી ગયો બેટા.. ત્યાં જ પેલા વિદેશી યુવક જાણે કો તેમનો દિકરો ન હોય તેવી રીતે બોલ્યો થોડું મોડુ થઇ ગયું દાદી મને માફ કરજો લો આ ટીફીન જમી લો, ગરમ ગરમ છે, આ દ્રશ્ય પરથી પહેલી નજરે એવું લાગ્યું કે જાણે કોઇ દિકરો પોતાના વૃદ્ધ માતા પિતાને વ્હાલ કરીને જમાડતો હોય.. પણ વાત એમ છે કે આયરલેન્ડનો ગ્રાફીક્સ ડિઝાઇન બ્રાયન ગૌફ છેલ્લા બે વર્ષથી શહેરના સ્લમ વિસ્તારમાં રહેતા નિરાધાર વૃદ્ધોને ઘરે ઘરે જઇને ટીફીન પહોચાડે છે,આ અંગે બ્રાયન ગૌફ કહે છે કે હું ૨૦૦૬ માં અમદાવાદ શહેરની મુલાકાતે આવ્યો હતો, અહીયા હું ગાંધી આશ્રમમાં રોકાયો હતો, એક દિવસ ગાંધી આશ્રમ મારે એક રઘુભાઇ સાથે મુલાકાત થઇ તેઓ નિરાધાર વૃદ્ધોને ટીફીન આપીને અનોખી સેવા કરે છે, હું આ જાણીને ખુબ ખુશ થયો કારણ કે આ પ્રકારની સેવા દ્વારા નિરાધાર લોકોને ભોજન આપી શકાય એ પહેલી વાર જોયુ અને ત્યાર પછી હું રધુ સાથે એક દિવસ રામદેવપીરના ટેકરાની મુલાકાતે ગયો ત્યાં વૃદ્ધોને જાયો બાદ મનેં થયું કે ખરેખર આ જ સાચી માનવસેવા છે, ત્યારથી હું રોજ આ નિરાધાર લોકોને ટીફીન પહોચાડીને તેમની સેવા કરુ છું, આમ તો જીવનમાંં કરવા જેવા ઘણાં સેવા કાર્યો છે પણ કોઇકના પેટમાં અનાજનો કોડીયો પહોચાડવાની સેવા કરવાનો લ્હાવો અનેરો છે. હવે તો આ નિરાધાર વૃદ્ધો મને પોતાનો દિકરો સમજવા લાગ્યા છે, માતા-પિતા અને દિકરા વચ્ચે કેવા સંબંધો હાય છે તે મનેં અહી આવીને આ ટિફિન સેવા દ્વારા સમજાયું.
આમ તો મારુ કામ ગ્રાફીક ડિઝાઇનીંગનું છે પણ હવે મને એવું લાગે છે કે ખરેખર મારો પ્રોફેશન તો ટિફિન ડીલીવરીનો છે, કારણ કે સ્કુલ કે કોલેજમાં એન્જિનીયર, ડોક્ટર કે ડિઝાયનર બનીને સારી આવક મેળવવાની તાલિમ આપે છે પણ એક સારો સમાજ સેવક કેવી રીતે બની શકાય અને માનવસેવા એટલે શું? એ શીખવામાં આવતું નથી, મારો વ્યવસાય ગ્રાફીક ડિઝાઇનનો છે, પણ મને જેટલો આનંદ ટિફિન સેવાથી મળે છે એટલો આનંદ મારા પ્રોફેશન થકી નથી મળતો.
આ અંગે રઘુભાઇ મકવાણા કહે છે કે પહેલા હું એકલો નિરાધાર લોકોને ટિફિન પહોચાડતો હતો પણ હવે બ્રાયન ગૌફ મારો સાથીદાર બની ગયો છે, તે મનેં આ સેવાના કામમાં મદદ કરી રહ્યો છે. છેલ્લા બે વર્ષથી અમે બન્ને સાથે જ નિરાધાર લોકોને ટીફીન દ્વારા ભોજન પહોચાડીએ છીએ. રોજ ૧૨ વાગે એટલે અમે બન્ને એક થેલામાં ટીફીન ભરીને નિકળી પડીએ છીએ, રોજ ૧૫ કરતાં પણ વધારે નિરાધાર લોકોને ટીફીન પહોચાડીને જ જમીએ છીએ. શહેરમાં ટિફિન સેવાનું કામ તો ઘણાં લોકો કરે છે. પરંતુ એક વિદેશી નાગરીક તરીકે બ્રાયનને આ પ્રકારનો વિચાર ઘણાં સેવાભાવીઓ માટે પ્રેરણારૂપ છે. અગાઉ પણ અમદાવાદમાં અનેક ફોરેનર્સ સેવા ભાવથી આ શહેર સાથે સંકળાયેલા છે. જેમાં ફાઘર વાલેસથી માંડીને છેલ્લે અમદાવાદના મકાનોને રિનોવેટ કરનાર પિએર કાદોનો સમાવેશ થાય છે.

 

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
એઈડ્સગ્રસ્ત કેદીઓના ત્રાસનો મહિલા કેદીનો આક્ષેપ
ચાર ધામની યાત્રાનો પ્રારંભ ૨૪ એપ્રિલથી
સુકમાના અપહૃત કલેક્ટર સલામત
એર ઈન્ડિયાની આગામી છ વર્ષમાં દેવામાંથી બહાર નીકળવા યોજના
આગામી પ્રમુખ તરીકે બિનરાજકીય વ્યક્તિની પસંદગી કરવી જોઈએ ઃ પવાર
અમેરિકા-ફિલિપાઈન્સની સંયુક્ત કવાયત સામે ચીનની ચેતવણી

આગામી છ મહિનામાં ડીઝલના ભાવ અંકુશ મુક્ત કરાશે ઃ કૌશિક બસુ

નડાલે સતત આઠમી વખત મોન્ટે કાર્લો ટાઇટલ જીત્યું
ટેબલટેનિસમાં સૌમ્યજીત અને અંકિતાનો ઓલિમ્પિકમાં પ્રવેશ
આજથી ઓસ્ટ્રેલિયા અને વેસ્ટ ઇન્ડિઝ વચ્ચે આખરી ટેસ્ટ
ભૂતપૂર્વ વર્લ્ડ ચેમ્પિયન સેમેન્યા લંડન ઓલિમ્પિક માટે ક્વોલિફાય

આજે રાજસ્થાન સામે બેંગ્લોર પરાજયનો બદલો લેવા આતુર

દીપડા સાથે બાથભીડી ભાઈએ બચાવ્યો મોટાભાઈનો જીવ
સાસરિયાનાં ત્રાસથી કંટાળેલી યુવાન પરિણીતાનો ગળાફાંસો

અમેરિકામાં મૂકબધિરો એન્જિનિયર ડોકટર કે જજ પણ બની શકે છે

 
 

Gujarat Samachar Plus

આઈરીશ યુવાન બ્રાયન ગૌફની અનોખી ટિફિન સેવા
ફરવાના ફંડામાં લોકર શોઘતા પરિવારો
એસ.ટીના કન્સેેશન પાસની પ્રોસેસ ટ્રાન્સપરન્ટ બનાવી
જંગલની અંઘારી રાતે આકાશનો અદ્દભૂત નજારો
કેરીના રસની મીઠાસમાં સેક્રિન અને સિન્થેટિક કલરની કડવાશ
 

Gujarat Samachar glamour

‘મારા ઘણા મિત્રો હોમોસેક્સ્યુઅલ છે!’ મલ્લિકા
ઐશ્વર્યા-અમિતાભ પ્રથમવાર એક જાહેરાતમાં સાથે ચમકશે!
માઘુરીને ‘માસ્ટર દીનાનાથ વિશેષ’ એવોર્ડ અપાશે!
રજનીકાન્ત રોકાણકારોને નુકશાન ભરપાઈ કરી આપશે!
રશિયામાં બોલીવુડની ફિલ્મો ફરીથી દર્શાવાની માંગણી કરાઈ
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

એન.આર.ઈન્સીટ્યુટ ડાન્સ પાર્ટી

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved