Last Update : 23-April-2012, Monday

 

પોન્ટીંગ પર સારા દેખાવનું દબાણ રહેશે
આજથી ઓસ્ટ્રેલિયા અને વેસ્ટ ઇન્ડિઝ વચ્ચે આખરી ટેસ્ટ

સાંજે ૭-૩૦ થી મેચ શરૃ થશે

રોસેયુ,તા.૨૨
ઓસ્ટ્રેલિયા અને વેસ્ટ ઇન્ડિઝ વચ્ચે આવતીકાલથી રોસેયુમાં શ્રેણીની ત્રીજી અને આખરી ટેસ્ટનો પ્રારંભ થશે. ઓસ્ટ્રેલિયા શ્રેણીમાં ૧-૦થી આગળ હોવાથી જો આખરી ટેસ્ટ ડ્રો થાય તો પણ તેઓ શ્રેણી જીતી શકે છે. જ્યારે વેસ્ટ ઇન્ડિઝને શ્રેણીની હારથી બચવા માટે આવતીકાલથી શરૃ થઇ રહેલી ટેસ્ટ જીતવી જ પડશે. ભારતીય સમય પ્રમાણે સાંજે ૭-૩૦થી મેચ શરૃ થશે.
છેલ્લા કેટલાક સમયથી કંગાળ ફોર્મનો શિકાર બનેલા ઓસ્ટ્રેલિયન કેપ્ટન પોન્ટીંગના દેખાવ પર બધાની નજર રહેશે. પોન્ટીંગને તાજેતરમાં જ વન ડે ક્રિકેટમાંથી નિવૃત્તિ જાહેર કરવી પડી હતી અને વિન્ડિઝ સામેની શરૃઆતની બંને ટેસ્ટમાં તેનો દેખાવ ખાસ પ્રભાવશાળી રહ્યો નથી. ડોમિનિકામાં ઓસ્ટ્રેલિયન ટીમે નેટ પ્રેક્ટિસમાં પરસેવો પાડયો હતો. પોન્ટીંગે ટીમના બેટિંગ કોચ લેંગરની સાથે ચર્ચા-વિચારણા કરી હતી. પોન્ટીંગ નેટ સેશનમાં લાંબા સમય સુધી બેટિંગ કરી હતી. ૩૭ વર્ષીય પોન્ટીંગ ડોમિનિકામાં પ્રથમ ટેસ્ટ રમશે. સિડલ અને પેટીન્સન ઇજાગ્રસ્ત બનીને ઓસ્ટ્રેલિયા પરત ફરી ચુક્યા હોવાથી કેપ્ટન ક્લાર્ક પાસે હેરિસ, સ્ટાર્ક, હિલ્ફેન્હોસ જેવા વિકલ્પો ઉપલબ્ધ છે.
બીજી તરફ વેસ્ટ ઇન્ડિઝમાં વિજયનો આત્મવિશ્વાસ દેખાય છે. પ્રથમ ટેસ્ટમાં વેસ્ટ ઇન્ડિઝનો ત્રણ વિકેટથી પરાજય થયો હતો. જ્યારે રોચે તરખાટ મચાવતા વેસ્ટ ઇન્ડિઝે બીજી ટેસ્ટમાં ઓસ્ટ્રેલિયાને મુશ્કેલીમાં મુક્યું હતુ. આખરે મેચ ડ્રો થઇ હતી. હવે તેઓ ડોમિનિકામાં જીતવાનો પ્રયાસ કરશે. સેમીએ ઇશારો કર્યો હતો કે તેઓ ફિડેલ એડવર્ડઝના સ્થાને રામપોલને તક આપી શકે છે. એડવર્ડઝને ઇજા સતાવી રહી છે. શિલીંગફોર્ડના આગમનને કારણે વેસ્ટ ઇન્ડિઝની ટીમ વધુ મજબુત બનીછે.
જો કે વેસ્ટ ઇન્ડિઝના કોચ ગીબ્સને એવી કોમેન્ટ કરી હતી કે, રામપોલ મેચ ફિટ નથી અને તેને ફિટનેસમાં સુધારો કરવાની જરૃર છે. જો કે તે મહેનત કરી રહ્યો છે અને અમે મેચ અગાઉ અંતિમ નિર્ણય લઇશું.
ઓસ્ટ્રેલિયા ઃ ક્લાર્ક (કેપ્ટન), વોટસન (વાઇસ કેપ્ટન), પોન્ટીંગ, વોર્નર, વેડ, બીયર, કોવન, ફોરેસ્ટ, હેરિસ, હિલ્ફેન્હોસ, માઇકલ હસી, લીયોન, નેવીલ, સ્ટાર્ક.
વિન્ડિઝ ઃ સેમી (કેપ્ટન), બરાથ, બાઘ, રોચ, બ્રાથવેઇટ, બ્રાવો, ચંદરપોલ, દેવનારાયણ, ફિડેલ એડવર્ડઝ, ફુડાડીન, કિરોન પોવેલ, રામપોલ, શિલીંગફોર્ડ.

 

 

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
એઈડ્સગ્રસ્ત કેદીઓના ત્રાસનો મહિલા કેદીનો આક્ષેપ
ચાર ધામની યાત્રાનો પ્રારંભ ૨૪ એપ્રિલથી
સુકમાના અપહૃત કલેક્ટર સલામત
એર ઈન્ડિયાની આગામી છ વર્ષમાં દેવામાંથી બહાર નીકળવા યોજના
આગામી પ્રમુખ તરીકે બિનરાજકીય વ્યક્તિની પસંદગી કરવી જોઈએ ઃ પવાર
અમેરિકા-ફિલિપાઈન્સની સંયુક્ત કવાયત સામે ચીનની ચેતવણી

આગામી છ મહિનામાં ડીઝલના ભાવ અંકુશ મુક્ત કરાશે ઃ કૌશિક બસુ

નડાલે સતત આઠમી વખત મોન્ટે કાર્લો ટાઇટલ જીત્યું
ટેબલટેનિસમાં સૌમ્યજીત અને અંકિતાનો ઓલિમ્પિકમાં પ્રવેશ
આજથી ઓસ્ટ્રેલિયા અને વેસ્ટ ઇન્ડિઝ વચ્ચે આખરી ટેસ્ટ
ભૂતપૂર્વ વર્લ્ડ ચેમ્પિયન સેમેન્યા લંડન ઓલિમ્પિક માટે ક્વોલિફાય

આજે રાજસ્થાન સામે બેંગ્લોર પરાજયનો બદલો લેવા આતુર

દીપડા સાથે બાથભીડી ભાઈએ બચાવ્યો મોટાભાઈનો જીવ
સાસરિયાનાં ત્રાસથી કંટાળેલી યુવાન પરિણીતાનો ગળાફાંસો

અમેરિકામાં મૂકબધિરો એન્જિનિયર ડોકટર કે જજ પણ બની શકે છે

 
 

Gujarat Samachar Plus

આઈરીશ યુવાન બ્રાયન ગૌફની અનોખી ટિફિન સેવા
ફરવાના ફંડામાં લોકર શોઘતા પરિવારો
એસ.ટીના કન્સેેશન પાસની પ્રોસેસ ટ્રાન્સપરન્ટ બનાવી
જંગલની અંઘારી રાતે આકાશનો અદ્દભૂત નજારો
કેરીના રસની મીઠાસમાં સેક્રિન અને સિન્થેટિક કલરની કડવાશ
 

Gujarat Samachar glamour

‘મારા ઘણા મિત્રો હોમોસેક્સ્યુઅલ છે!’ મલ્લિકા
ઐશ્વર્યા-અમિતાભ પ્રથમવાર એક જાહેરાતમાં સાથે ચમકશે!
માઘુરીને ‘માસ્ટર દીનાનાથ વિશેષ’ એવોર્ડ અપાશે!
રજનીકાન્ત રોકાણકારોને નુકશાન ભરપાઈ કરી આપશે!
રશિયામાં બોલીવુડની ફિલ્મો ફરીથી દર્શાવાની માંગણી કરાઈ
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

એન.આર.ઈન્સીટ્યુટ ડાન્સ પાર્ટી

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved