Last Update : 23-April-2012, Monday

 
 

ફાઇનલમાં નડાલે યોકોવિચને ૬-૩, ૬-૧થી હરાવ્યો
નડાલે સતત આઠમી વખત મોન્ટે કાર્લો ટાઇટલ જીત્યું

યોકોવિચની સાત વિજયની કૂચનો અંત


મોન્ટે કાર્લો,તા.૨૨
ક્લે કોર્ટ કિંગ નડાલે ફાઇનલમાંયોકોવિચને ૬-૩, ૬-૧થી હરાવીને મોન્ટે કાર્લો ક્લે કોર્ટ ટાઇટલ જીતી લીધુંહતુ. આ સાથે વર્લ્ડ રેન્કિગમાં બીજો ક્રમાંક ધરાવતા નડાલે સતત આઠમી વખત મોન્ટે કાર્લો માસ્ટર્સમાં ચેમ્પિયનશીપ મેળવી હતી. જ્યારે યોકોવિચની સતત સાત વિજયની કૂચનો ફાઇનલમાં અંત આવ્યો હતો.
સ્પેનીશ બુલ નડાલે મોન્ટે કાર્લો ટાઇટલ જીતીને ક્લે કોર્ટ પર પોતાની સર્વોપરિતા સાબિત કરી હતી. નડાલ ગત વર્ષના ફ્રેન્ચ ઓપન બાદ પ્રથમ ટાઇટલ જીત્યો હતો. આ જીત સાથે તેણે ફ્રેન્ચ ઓપન ટાઇટલ જાળવી રાખવાની પ્રબળ દાવેદારી રજુ કરી હતી અને ચાલુ વર્ષે ઓસ્ટ્રેલિયન ઓપનની ફાઇનલમાં મળેલી હારનો બદલો લઇ લીધો હતો. મોન્ટે કાર્લો અગાઉ અમેરિકન હાર્ડ કોર્ટ ટુર્નામેન્ટ દરમિયાન નડાલને ઘુંટણના દુઃખાવાની તકલીફ ફરી શરૃ થઇ હતી, જેના કારણે તેની રમત પર પણ તેની અસર જોવા મળતી હતી. જો કે ક્લે કોર્ટની સિઝન શરૃ થાય તે પહેલા તેણે પહેલા જેવી ફિટનેસ મેળવી લીધી છે.
અગાઉ ટોપ સીડ યોકોવિચે સેમિ ફાઇનલમાં ચેક રીપબ્લીકના બર્ડિચ સામે ૪-૬, ૬-૩, ૬-૨થી વિજય મેળવ્યો હતો. જ્યારે નડાલે ફ્રાન્સના નવમો ક્રમાંક ધરાવતા સિમોંને સીધા સેટોમાં ૬-૪, ૬-૪થી પરાજય આપ્યો હતો. આ સાથે નડાલે મોન્ટે કાર્લોમાં સતત ૪૧મી મેચ જીતી હતી. નડાલ અંહી ૨૦૦૫થી એક પણ મેચ હાર્યો નથી.
યોકોવિચના દાદાનું તાજેતરમાં જ સર્બિયામાં અવસાન થયું હતુ. દાદાના અવસાનના સમાચારને કારણે શોકમગ્ન બનેલા યોકોવિચે વધુ ગંભીરતા સાથેની રમત દર્શાવી હતી અને ફાઇનલમાં પ્રવેશ મેળવ્યો હતો. યોકોવિચ અને નડાલ વચ્ચે છેલ્લે ઓસ્ટ્રેલિયન ઓપનની ફાઇનલમાં મુકાબલો થયો હતો, જે આશરે છ કલાક જેટલો ચાલ્યો હતો.
મોન્ટે કાર્લો માર્સ્ટર્સમા ટોચના ચારમાંથી ત્રણ ખેલાડીઓએ જ ભાગ લીધો હતો. ત્રીજો ક્રમાંક ધરાવતો સ્વીત્ઝર્લેન્ડનો ફેડરર હાલમાં આરામ કરી રહ્યો છે. જ્યારે મરેને શરૃઆતના રાઉન્ડમાં જ અપસેટનો શિકાર બનવું પડયું હતુ.

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
એઈડ્સગ્રસ્ત કેદીઓના ત્રાસનો મહિલા કેદીનો આક્ષેપ
ચાર ધામની યાત્રાનો પ્રારંભ ૨૪ એપ્રિલથી
સુકમાના અપહૃત કલેક્ટર સલામત
એર ઈન્ડિયાની આગામી છ વર્ષમાં દેવામાંથી બહાર નીકળવા યોજના
આગામી પ્રમુખ તરીકે બિનરાજકીય વ્યક્તિની પસંદગી કરવી જોઈએ ઃ પવાર
અમેરિકા-ફિલિપાઈન્સની સંયુક્ત કવાયત સામે ચીનની ચેતવણી

આગામી છ મહિનામાં ડીઝલના ભાવ અંકુશ મુક્ત કરાશે ઃ કૌશિક બસુ

નડાલે સતત આઠમી વખત મોન્ટે કાર્લો ટાઇટલ જીત્યું
ટેબલટેનિસમાં સૌમ્યજીત અને અંકિતાનો ઓલિમ્પિકમાં પ્રવેશ
આજથી ઓસ્ટ્રેલિયા અને વેસ્ટ ઇન્ડિઝ વચ્ચે આખરી ટેસ્ટ
ભૂતપૂર્વ વર્લ્ડ ચેમ્પિયન સેમેન્યા લંડન ઓલિમ્પિક માટે ક્વોલિફાય

આજે રાજસ્થાન સામે બેંગ્લોર પરાજયનો બદલો લેવા આતુર

દીપડા સાથે બાથભીડી ભાઈએ બચાવ્યો મોટાભાઈનો જીવ
સાસરિયાનાં ત્રાસથી કંટાળેલી યુવાન પરિણીતાનો ગળાફાંસો

અમેરિકામાં મૂકબધિરો એન્જિનિયર ડોકટર કે જજ પણ બની શકે છે

 
 

Gujarat Samachar Plus

આઈરીશ યુવાન બ્રાયન ગૌફની અનોખી ટિફિન સેવા
ફરવાના ફંડામાં લોકર શોઘતા પરિવારો
એસ.ટીના કન્સેેશન પાસની પ્રોસેસ ટ્રાન્સપરન્ટ બનાવી
જંગલની અંઘારી રાતે આકાશનો અદ્દભૂત નજારો
કેરીના રસની મીઠાસમાં સેક્રિન અને સિન્થેટિક કલરની કડવાશ
 

Gujarat Samachar glamour

‘મારા ઘણા મિત્રો હોમોસેક્સ્યુઅલ છે!’ મલ્લિકા
ઐશ્વર્યા-અમિતાભ પ્રથમવાર એક જાહેરાતમાં સાથે ચમકશે!
માઘુરીને ‘માસ્ટર દીનાનાથ વિશેષ’ એવોર્ડ અપાશે!
રજનીકાન્ત રોકાણકારોને નુકશાન ભરપાઈ કરી આપશે!
રશિયામાં બોલીવુડની ફિલ્મો ફરીથી દર્શાવાની માંગણી કરાઈ
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

એન.આર.ઈન્સીટ્યુટ ડાન્સ પાર્ટી

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved