Last Update : 26-March-2012,Monday
 

છ મહિનામાં વિવાદ ના ઉકેલાય તો આર્બીટ્રેશનને સોંપાશે
નાણા પ્રધાનનું નાક દબાવતો વોડાફોન સામેનો ટેક્સ વિવાદ

 


ભારત-નેધરલેન્ડ વચ્ચે થયેલા દ્વિપક્ષીય રોકાણ કરાર હેઠળ સરકારને નોટીસ
એક તરફ મહામંદીના સંકેતો મળી રહ્યા છે, બીજી તરફ મોંઘવારીની માત્રા વધી રહી છે પરંતુ આ બધી સમસ્યાઓ વચ્ચે વિદેશના રોકાણકારો ભારતની આર્થિક નીતિઓને પોઝીટીવ નથી ગણી રહ્યા એ ટેન્શન નાણા પ્રધાનની ઉંઘ બગાડી રહ્યું છે.
વોડાફોન સામેનો ટેક્સ વિવાદ નાણાપ્રધાનનું નાક દબાવી રહ્યો છે. વૈશ્વિક રોકાણકારો પણ વોડાફોનની સાથે હોઈ સરકાર પર પ્રેશર વધી રહ્યું છે. વોડાફોનના વિવાદનો અંત કેવો આવે છે તે પર વિશ્વના રોકાણકારોની નજર છે. છેલ્લી માહિતી અનુસાર વોડાફોનના કેસમાં ભારત કૂણુ વલણ બતાવે છે.
૨૦૦૭માં વોડાફોન હચ કંપની સાથે કરેલો ૧૧.૨ અબજ ડોલરનો સોદો વિવાદનું કેન્દ્ર બન્યો છે. ભારત- નેધરલેન્ડ વચ્ચેનો ઇનવેસ્ટમેન્ટ દ્વિપક્ષીય કરાર એમ કહે છે કે એક બીજાના દેશમાં કે ક્ષેત્રોમાં સીઘું કે આડકતરૂં રોકાણ કરે તો તે કરાર હેઠળ આવી જાય છે. જો કે આ મુદ્દે કોઇ વિવાદ થાય તો તેને મંત્રણાથી ઉકેલવો અને જો છ મહિનાની નોટીસ છતાં કોઇ ઉકેલ ના આવે તો આર્બીટ્રેશન (લવાદ) આગળ રજૂ કરવો.
ભારતની પ્રજાને આશ્ચર્ય એ વાતનું છે કે વિવિધ ટેક્સ દ્વારા પ્રજાના ખિસ્સામાંથી પૈસા ખેંચી લેતી સરકાર વોડાફોન સામે કોઇ કડકાઈ બતાવી શકતી નથી. જો સરકાર ૨૦૧૨નું બજેટ છે એવી દરખાસ્તો સાથે જ પાસ કરાવી દે તો વોડાફોનને મોટી રકમ ભરવી પડે એમ છે.
ભારત-નેધરલેન્ડ વચ્ચે ઇન્વેસ્ટમેન્ટ અંગે થયેલા દ્વિપક્ષીય કરારને આગળ ધરીને સરકારને નોટીસ આપવામાં આવી છે. સુપ્રીમ કોર્ટે વોડાફોનની તરફેણમાં ચુકાદો આપતાં સરકાર ફીકસમાં મુકાઈ છે.
સરકારને ટેન્શન વોડાફોનના વિવાદનું નથી પણ તેની આડકતરી અસરોનું છે. જો સરકાર અક્કડ વલણ અપનાવશે તો વિશ્વના રોકાણકારો ભારતમાં કરેલું રોકાણ પાછું ખેંચવા લાગશે. જેના કારણે બેરોજગારી અને મોંઘવારી વધશે. આજે આ બંને સળગતા મુદ્દા છે. જો વિદેશના રોકાણકારો રોકાણ પર બ્રેક મારે તો પણ તેની સીધી અસર આ બંને સળગતા મુદ્દા પર થાય એમ છે.
નાણા પ્રધાને બજેટમાં જે દરખાસ્તો મુકી છે તેની પાછળનું મુખ્ય કારણ ટેક્સના માળખામાં રહી જતી ઇનડાયરેકટ ટ્રાન્સફર અટકાવવાનું છે. આમ આ ફેરફાર મહત્વનો છે. મોટી કંપનીઓ ઇનડાયરેકટ રસ્તાઓ અપનાવીને ટેકસના કાયદામાં છીંડા શોધતી હતી.
ખરેખર જોવા જઈએ તો આ મોટી કંપનીઓને સરકારે પડકારી છે, તેમનો આઇડયા પકડાઈ જતાં તે કંપનીઓ ખળભળી ઉઠી છે. જે નવા સુધારા આવી રહ્યા છે તે અનુસાર પાછલી તારીખથી અમલ કરવાની વાત છે. જો નવા સુધારા સાથેનું બજેટ પસાર થાય તો ઇનડાયરેકટ ટ્રાન્સફરનો લાભ ઉઠાવતી કંપનીઓને જંગી રકમ ભરવાની આવે !
વોડાફોન ઇન્ટરનેશનલ હોલ્ડીંગ દ્વિપક્ષીય કરારને આગળ ધરીને સમગ્ર વિવાદ પોતાની તરફેણમાં રહે એમ ઇચ્છે છે. દ્વિપક્ષીય ટેક્સ કરારને નેધરલેન્ડે ઉપયોગ કરાવવાના પ્રયાસ પણ કર્યા હતા પરંતુ તે બહુ ફાવ્યા નહોતા.
કાયદાના નિષ્ણાતો એમ કહે છે કે ભારત-નેધરલેન્ડ વચ્ચેના દ્વિપક્ષીય કરાર હેઠળ પણ જો કોઇ સમાધાન નહીં થાય અને જો આર્બીટ્રેશનમાં પણ ભારત હારી જશે અને વોડાફોન ઇન્ટરનેશનલ હોલ્ડીંગ્સને વળતર આપવામાં નિષ્ફળ જશે તો વિદેશમાં રહેલી ભારતની મિલકતો પર તે ટાંચ લાવી શકે છે.
અહીં એક કેસનો ઉલ્લેખ જરૂરી છે કે જો ઇન્વેસ્ટમેન્ટ ફર્મ સામેનો કેસ આર્જેન્ટીના હારી જતાં અમેરિકાએ આર્જેન્ટીનાની અમેરિકા ખાતેની ૩.૧ અબજ ડોલરની મિલ્કત ટાંચમાં લેવાના આદેશ આપ્યા હતા.
ખરેખર તો ભારતે નેધરલેન્ડ સાથેના ઇન્વેસ્ટમેન્ટ કરારની સમીક્ષા કરવાની જરૂર છે. જેથી ટેક્સ લાદવાના કોઇ પગલા અંગે પીછેહઠ ના કરવી પડે !

 
 

Gujarat Samachar Plus

વાસ્તવિક જીવનમાં નેકને છે, પ્રેગનેન્સીની સ્ટ્રોંગ 'કહાની'
સોરી બાપુ... ખરાબ અક્ષરો અધૂરા ભણતરની નિશાની નથી રહ્યા...
શહેરની પ્રાચીન સ્ટ્રીટલાઇટ, પીર મહંમદ લાઇબ્રેરીમાં અકબંધ છે
અદિતી ગોવિત્રીકર કહે છે, બાળકો મારી ફર્સ્ટ પ્રાયોરિટી છે
 

Gujarat Samachar Plus

ચોગ્ગા-છગ્ગાની રમઝટને વઘુ ૧૫ લાખ ક્રિકેટ ક્રેઝી માણશે
ગરમીની સીઝનમાં મેંગો માસ્કથી લાવો ત્વચામાં નિખાર
સફળતાનો આધાર સારા લોકેશન પર રહેલો છે
તમારા કોસ્મેટિક્સની સારસંભાળ કેવી રીતે કરશો?
 
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

ગાંધીનગરમાં ભીષણ આગ

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved