Last Update : 26-March-2012,Monday
 

કોમોડિટી કરંટ

હડતાળનું નુકશાન અખાત્રીજમાં સરભર કરવા જ્વેલર્સોની કસરત ઃ વાયદા ઉપર પ્રતિબંધના બદલે માર્જીન વધારાનું નરમ વલણ


આજકાલ આંતરરાષ્ટ્રીય બજારમાં ડોલરની વધી રહેલી મજબૂતાઈને કારણે બુલિયન સહિત વિવિધ કોમોડિટી બજારોમાં સારી એવી પ્રત્યાવર્તી અસરો જોવા મળી રહી છે. ભારતમં પણ ઘણા સમયથી બુલિયન માર્કેટ મોટે ભાગે સ્થિર જોવા મળી રહ્યું છે. ડોલરની મજબૂતાઈ ૫૨ થી વધીને ૫૪ ઉપરાંત થાય તો ખાસ કરીને બુલિયન માર્કેટમાં માઠી અસર પડવાની શકયતાઓ વધી જાય છે. આ સંજોગોમાં સોનાના હાલના ૨૮૫૦૦ની આસપાસના ભાવોમાં ગાબડુ પડીને ૨૭૦૦૦ની અંદરના લેવલે તેમજ ચાંદીમાં બજાર ૫૬૪૦૦નું લેવલ તોડીને ૫૦૦૦૦ ની નીચે જઇ મંદીના વાદળો ફરીથી ઘેરાય તેવા નિષ્ણાતોના અનુમાનો છે.
જો કે હાલમાં ભારતમાં આવી રહેલા અખાત્રીજના તહેવારમાં જવેલર્સ વર્તુળમાં ભારે ઉત્સાહ છે. માર્ચ માસમાં સોનાના ટેકાના વધેલા ભારણનો વિરોધમાં લાંબા દિવસો સુધી બજારો બંધ રહેતાં થયેલા નુકશાનને ભરપાઇ કરવા બુલિયન માર્કેટે કમર કસી છે. જવેલર્સોએ વિવિધ ડિસકાઉન્ટ તથા સ્કીમોના માઘ્યમથી મહત્તમ ઘરાકી ખેંચવા પ્રયાસ હાથ ધર્યા છે. હાજર બજારમાં સારી ઘરાકી નીકળવાની અપેક્ષા છે. અખાત્રીજ નિમિત્તે વર્લ્ડ ગોલ્ડ કાઉન્સીલે પણ ભારતમાં સોનાના સિક્કાના વેચાણમાં છ ટકાનું ડિસકાઉન્ટ જાહેર કરેલ છે. સાથે સાથે પેપર ગોલ્ડના કારોબારમાં ગોલ્ડ ઈ્‌ખ પણ સક્રિય બનેલ છે.
ભારતમાં ૨૦૦૭ થી લોન્ચ થયેલ ગોલ્ડ ઈ્‌ખ નો કારોબાર નોંધપાત્ર રીતે સિદ્ધિઓ હાંસલ કરી છે. ગત વર્ષના ૩૭૬૫ કરોડના ગોલ્ડ ઈ્‌ખ ના કારોબારમાં વર્ષ દરમ્યાન ૧૫૩ ટકાના ઉછાળા સાથે ૯૫૧૬ કરોડનો તોતીંગ કારોબાર હાંસલ કર્યો છે. ગત વર્ષે અખાત્રીજના દિવસે ગોલ્ડ ઈ્‌ખ નો શજીઈ માં ૮૪૬ કરોડનો કારોબાર નોંધાયો હતો. જેથી આ વર્ષે અખાત્રીજના દિવસે નોંધપાત્ર વધારો થાય તેવી અપેક્ષા છે.
દરમ્યાન છેલ્લા કેટલાક સમયથી ભારતીય એગ્રી કોમોડીટીમાં કેટલીક ચીજોમાં નોંધપાત્ર વધ ઘટના કારણે ભારે ચર્ચામાં રહી છે. એગ્રી કોમોડિટીમાં ચાલતી ભારે સટ્ટાખોરીની પ્રવૃત્તિઓની વ્યાપક ફરિયાદોને પગલે કેન્દ્ર સરકાર પણ ખૂબ જ ગંભીરતાપૂર્વક આગળ વધી રહી છે. વાયદા પંચના માઘ્યમથી કેન્દ્રનું કન્ઝુમર એફેર્સ મંત્રાલય સતત વોચ રાખી રહ્યું છે. ગવાર સીડ તથા ગવાર ગમના પ્રતિબંધ બાદ અન્ય આઠેક કોમોડિટી ચણા, બટાટા, સોયાબીન, મેન્થા ઓઈલ, સોયા ઓઇલ, રાયડો, મરી તથા ઇલાયચીમાં થતી મોટી વધઘટની ફરિયાદને પગલે તેના ઉપર પણ પ્રતિબંદ લાદવાની માંગ ઉઠી હતી. જે સંદર્ભે કેન્દ્ર સરકારે વાયદા કારોબારને આંચ આવે નહિ તે માટે નરમ વલણ દાખવી રહ્યું છે. ઉપરોકત ચીજો ઉપર પ્રતિબંધ લાદવાને બદલે તેના ઉપર માર્જીન વધારા અને ઉભા સોદાની ઓપન પોઝીશન લીમીટોના ઘટાડા જેવા પગલાં લઇને કોમોડિટી બજારને કંટ્રોલ કરવાનો પ્રયાસ હાથ ધર્યો છે. ઉપરોકત કોમોડિટીમાં શંકાસ્પદ લાગતા વ્યવહારોનો અભ્યાસ કરવા માટે સરકારને સલાહકાર સમિતિની રચના કરીને તેના રિપોર્ટના આધારે ક્રમશઃ આગળ વધવાનો સરકારે પ્લાન ઘડયો છે. તાજેતરમાં રાજસ્થાન સરકારે વ્યકિત દીઠ સ્ટોક મર્યાદા નક્કી કરવાની ભલામણ કરી બજારને નિયંત્રિત કરવાની વાત કરી છે. ખાંડ અને ઘઉંની જેમ અન્ય શંકાસ્પદ લાગતી ચીજોની પણ સ્ટોક મર્યાદા જાહેર કરવાની ભલામણ કરવામાં આવી છે. સ્ટોક લીમીટથી સટ્ટાખોરીમાં ઘટાડો થાય છે. તથા એકસપાયરી ડિલેવરી પોઝીશન ઉપર પણ વાયદા પંચ વોચ રાખી શકે છે. શંકાસ્પદ આઠેક કોમોડિટી પૈકી બટાટા ચણા એસેન્સીયલ ચીજોમાં આવે છે. ચણા, રાયડો કઠોળ તથા તેલીબીયાં આવે છે. વાયદા તથા હાજર બજારો સાથે તાલ મીલાવી સરકાર આગળ વધવા મથામણ કરી રહી છે. હાલમાં નવી કમીટીના રિપોર્ટ ઉપર વાયદા પંચ નવા પગલાં જાહેર કરે તેમ છે. જો કે જે કોમોડીટીમાં લીમીટ નથી તેમાં હોલ્ડીંગ વઘ્યું હોવાનું ચર્ચામાં છે. આ બાબતે વાયદા પંચ સતત નજર રાખી રહ્યું છે. જો કે વાયદા પંચના તાજેતરના પગલાંને કારણે એગ્રી કોમોડીટી બજારો સાંકડી વધ-ઘટે જોવા મળી રહ્યા છે. પ્રતિ કિવન્ટલે રાયડો ૩૮૦૦ થી ૪૦૦૦, ચણા ૩૭૦૦ થી ૩૮૦૦, બટાટા ૮૦૦ થી ૯૦૦ તથા સોયાબીન ૩૧૦૦ થી ૩૩૦૦, હળદળ ૩૪૦૦ થી ૩૬૦૦ તથા મરી ૩૬૦૦૦ થી ૩૯૫૦૦ ની રેન્જ બાઉન્ડ સ્થિતિમાં છે. હાજર બજાર ઊંઝામાં જીરાની આવક ઓછી થવાની સામે વિદેશી માંગ વધતાં જીરા હાજર બજાર ૨૦૫૦ થી વધીને ૨૨૮૦ની રેન્જમાં અને વાયદો પ્રતિ કિલોએ ૧૨૦ થી ઉછળીને ૧૨૪ ની સપાટીએ તેજી તરફી રહ્યો છે. મોટે ભાગે ૨૫૦૦ રૂ. ની આસપાસ ભાવે ખેડૂતોની માલ વેચાણની ગ્રંથિને પરિણામે ખેડૂતોની વેચવાલી અટકી રહી છે. ઊંઝા માર્કેટમાં હાલમાં ત્રીસેક હજાર બોરીની આસપાસ ખેડૂત આવકો ધારણા કરતાં ઓછી આવી રહી છે. જીરાની આવક સામે ઘરાકી જળવાઈ રહે તો જીરા હાજર બજાર ૨૫૦૦/- તથા વાયદો ૧૩૫ ઉપરાંતની ઉંચી સપાટીએ તેજી તરફી રહે તેવી વકી છે. જીરાની સમાંતર ઊંચી બજારમાં વરીયાળી તથા ઇસબગોલની આવક પણ નોંધપાત્ર રહી છે.
(અહેવાલ ઃ જયવદન ગાંધી, ઊંઝા)

 
 

Gujarat Samachar Plus

વાસ્તવિક જીવનમાં નેકને છે, પ્રેગનેન્સીની સ્ટ્રોંગ 'કહાની'
સોરી બાપુ... ખરાબ અક્ષરો અધૂરા ભણતરની નિશાની નથી રહ્યા...
શહેરની પ્રાચીન સ્ટ્રીટલાઇટ, પીર મહંમદ લાઇબ્રેરીમાં અકબંધ છે
અદિતી ગોવિત્રીકર કહે છે, બાળકો મારી ફર્સ્ટ પ્રાયોરિટી છે
 

Gujarat Samachar Plus

ચોગ્ગા-છગ્ગાની રમઝટને વઘુ ૧૫ લાખ ક્રિકેટ ક્રેઝી માણશે
ગરમીની સીઝનમાં મેંગો માસ્કથી લાવો ત્વચામાં નિખાર
સફળતાનો આધાર સારા લોકેશન પર રહેલો છે
તમારા કોસ્મેટિક્સની સારસંભાળ કેવી રીતે કરશો?
 
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

ગાંધીનગરમાં ભીષણ આગ

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved