Last Update : 26-March-2012,Monday
 

ફુગાવાના દરની ભીતરના આટાપાટા

 

 

- ફુગાવાના દરની ગણતરી માટે નવો ઓલ ઈન્ડિયા કન્ઝ્યુમર પ્રાઈસ ઈન્ડેક્સ અમલી

 

આઈઆઈપી સહિતના વિવિધ અંદાજોની ગણતરીમાં થતાં ગોટાળાઓને સરકારે ટાળવા પડશે
ફેબુ્રઆરીમાં ખરેખર નવ રચિત ઓલ ઈન્ડિયા ક્નઝ્યુમર પ્રાઈસ ઈન્ડેક્સ (સીપીઆઈ) અમલી બન્યો હતો.જાન્યુઆરી ૨૦૧૨ના આ સંયુક્ત સીપીઆઈના આંકડાઓને જાહેર કરવામાં આવ્યા ત્યારે પહેલીવાર આપણી પાસે તે જાન્યુઆરી ૨૦૧૧ની સાથે તેને સરખાવી શકાય તેમ બન્યુ હતું. વિકસિત દેશોમાં ફુગાવાની ગણતરી કરવામાં તમામ રિટેલ પ્રાઈસનો ઉપયોગ થાય છે અને આપણે અપનાવેલી નવી પદ્ધતિની સાથે તે અર્થતંત્રોની વધારે નજીક પહોંચ્યા છીએ.
ફુગાવાની ગણતરીથી વાસ્તવિક ચિત્ર મળતુ નથી. તે અડધો હિસ્સો બતાવે છે. કિંમતો વધતી હોવા છતાં ઘણીવાર ગોદામોમાં અનાજ સડતુ હોય છે અને ફુગાવામાં તેનુ પ્રતિબિંબ હોતુ નથી. તાજેતરમાં માર્ચ મહિના માટે સરકારે જ્યારે ઈન્ડેક્સ ઓફ ઈન્ડસ્ટ્રીયલ પ્રોડક્શન (આઈઆઈપી)ના આંકડાઓ જાહેર કર્યા ત્યારે તેની સાથે તેણે જાન્યુઆરીના આઈઆઈપીના આંકડાઓને ૬.૮થી ઘટાડીને ૧.૧ ટકા કર્યા હતાં. ગણતરીમાં ભૂલ થઈ હોવાનો ખુલાસો સ્ટેટેસ્ટિકલ ડિપાર્ટમેન્ટે કર્યો હતો.
ભૂતકાળમાં એક્સપોર્ટ સહિતના આવા અંદાજોની ગણતરીમાં ભૂલ થઈ હતી. વારંવાર આવી ત્રુટી રહી જતી હોવાથી સરકારી આંકડાઓ પરથી લોકોનો વિશ્વાસ ડગી ગયો છે તેથી આવી ક્ષતિઓને નિવારવા માટે સરકારે કોઈ વ્યવસ્થા ઉભી કરવી પડશે.
માર્ચ મહિનામાં સરકારે ફેબુ્રઆરીનો પ્રાઈસ ડેટા જાહેર કર્યો હતો. જાન્યુઆરી કરતાં અખિલ ભારત સ્તરે ફુગાવો ૮.૮૩ ટકા થયો હોવાનું જણાવાયુ હતું.
ગ્રમીણ વિસ્તારો કરતાં શહેરી વિસ્તારોમાં થયેલો કિંમત વધારો એક ટકો ઉંચો હતો. પરંતુ, શહેરી અને ગ્રામીણ એમ બંને વિસ્તારોમાં અનાજના ભાવ ૨ ટકા આસપાસ વધ્યા હતાં. દૂધ, દૂધની બનાવટો, ઈંડા, તેલો વગેરે જેવી ચીજોમાં ભાવ વધારો કેન્દ્રિત થયેલો હતો અને તેના ભાવોમાં ૧૦ ટકા જેટલો વધારો થયો હતો.
ભાવ વધારાની આવી તરાહ વિષે મોટા ભાગના નેતાઓ એમ કહેતા હોય છે કે તે વધતી જતી સમૃદ્ધિની સાથે લોકોના રોજિંદા આહારવિહારમાં આવેલા બદલાવનું પ્રતિબિંબ છે. અનાજ અને કઠોળ જેવી આવશ્યક ચીજોના ભાવ સરેરાશ ૩ ટકાની રેન્જમાં વધે ઘટે છે તેથી લોકોની ખાવાપીવાની આદત બદલાઈ છે અને તેમનો ટેસ્ટ વધારે સોફિસ્ટિકેટેડ બન્યો છે.
જોકે, આ સીપીઆઈ એમ સૂચવતો હોવાનું લાગે છે કે તે ગ્રામીણ અને શહેરી વિસ્તારોમાં કિંમતો વધી છે એટલું જ નહીં પણ, તે 'આવશ્યક' વપરાશની બદલાયેલી વ્યાખ્યાને દર્શાવે છે.
મધ્યમ અને ઉંચી આવક ધરાવતા લોકો સમૃદ્ધિના નિર્દેશક હોય એવા ભોજન તરફ વળ્યાં છે તેમ માની લઈએ. પરંતુ, છેવાડાના સ્તરે અથવા તો વધેલી ગરીબ પ્રજા પાસે ખરીદવાના પૂરતા પૈસા નહીં હોવાને કારણે અનાજ કઠોળની માગમાં અને કિંમતમાં ઘટાડો થઈ શક્યો છે તેમ પણ કહી શકાય અને ખરેખર જો તે સાચુ છે તો આ હકિકત ઘણી બિહામણી છે. તેનો અર્થ એમ પણ થઈ શકે છે કે સમાજમાં પ્રજાના બે વર્ગ વચ્ચેનું અંતર વધી રહ્યું છે.
તેનાથી વધારે સ્પર્શતા પ્રશ્નો કદાચ આવા હશે. ડેરી પ્રોડક્ટ્સ, શાકભાજી અને ફળફળાદિના વિશ્વમાં એક મોટા દેશ તરીકેની છાપ ભારતની છે ત્યારે દૂધ, ઈંડા અને શાકભાજી જેવી ચીજવસ્તુઓની કિંમતો વધી કેવી રીતે શકે ? ખરેખર શું પુરવઠા કરતા માગ એટલી હદે વધી ગઈ છે કે કિંમત ઝડપથી વધીને બે આંકમાં પહોંચી જાય?
તેના ઘણા બધાં જવાબો હશે પરંતુ, હકિકત એમ છે કે આવા ૨૦-૪૦ ટકા ઉત્પાદનો સડી જાય છે. પુરવઠા માટે યોગ્ય વ્યવસ્થાનો અભાવ અને સ્ટોક જમા રાખવા જતાં આવા ઉત્પાદનો નાશ પામે છે અથવા તો બગડી જાય છે અને વપરાશકાર ઉપયોગથી વંચિત રહે છે. આમ, ઉત્પાદન વધારે હોવા છતાંય કિંમતો ઉંચી રહે છે. પુરવઠાની બિનકાર્યક્ષમ વ્યવસ્થા કિંમતોને ઉપર રાખે છે અને ગરીબ વર્ગની પહોંચથી આવા પ્રોટિનથી સમૃદ્ધ આહારથી દૂર રાખે છે. આવી ચીજોની ઉંચી કિંમત આવક પર દેખિતી રીતે જ અસર કરે છે.
ફુગાવાની દૃષ્ટિએ વિપુલ ઉત્પાદનના મોટા લાભને આવી પુરવઠાની બિનકાર્યક્ષમ વ્યવ્સથા નુકસાનમાં લાવે છે.ફુગાવો ફકત માગ અને પુરવઠાના સમીકરણના પરિણામનું ધારાધોરણ નથી પરંતુ, તે ક્વોલિટી ઓફ સપ્લાય ચેઈન (સુધારો કે ઘટાડો)ના પરિણામ છે કે જે કિંમતોને વધારવા પાછળ જવાબદાર હોય છે.
દેખિતી રીતે જ આ દલીલ કદાચ વાજબી લાગે છે. પરંતુ, ફુગાવાને માપવામાં આવા કોઈ ગુણાત્મક ધારાધોરણો નથી, તેમાં ઉત્પાદનને લાગતો સડો અને બગાડની ગણતરી હોતી નથી. જો તેને સામેલ કરવામાં આવે તો સરકારે આઈઆઈપી કરતાં ઉલ્ટું, ફુગાવાના આંકને સુધારીને નીચે લાવવો પડે. પુરવઠો નહીં પહોંચવાને કારણે ફુગાવામાં જેટલા પોઈન્ટ વધ્યા હોય તેને પાછી કાઢી નાખવા પડે.
આનો અર્થ એમ છે કે કિંમતોમાં વધારા માટે નીતિના ઘડવૈયાઓ જ્યારે ખરાબ ચોમાસાનો વાંક કાઢે છે ત્યારે તેઓ આપણને અર્ધસત્ય જ કહે છે. સિક્કાની બીજુ બાજુ બતાવતા નથી. વાસ્તવમાં તો પુરવઠાની અપૂરતી વ્યવસ્થા ફુગાવા પર દબાણ વધારે છે.
એક તરફ ગરીબ પ્રજા અનાજપાણી મેળવવા વલખાં મારે છે ત્યારે સરકારી ગોદામોમાં અનાજ સડી જતુ હોય છે અને આ મુદ્દે સુપ્રીમ કોર્ટે પણ સરકારની ઝાટકણી કાઢી હતી.

 

 

Gujarat Samachar Plus

વાસ્તવિક જીવનમાં નેકને છે, પ્રેગનેન્સીની સ્ટ્રોંગ 'કહાની'
સોરી બાપુ... ખરાબ અક્ષરો અધૂરા ભણતરની નિશાની નથી રહ્યા...
શહેરની પ્રાચીન સ્ટ્રીટલાઇટ, પીર મહંમદ લાઇબ્રેરીમાં અકબંધ છે
અદિતી ગોવિત્રીકર કહે છે, બાળકો મારી ફર્સ્ટ પ્રાયોરિટી છે
 

Gujarat Samachar Plus

ચોગ્ગા-છગ્ગાની રમઝટને વઘુ ૧૫ લાખ ક્રિકેટ ક્રેઝી માણશે
ગરમીની સીઝનમાં મેંગો માસ્કથી લાવો ત્વચામાં નિખાર
સફળતાનો આધાર સારા લોકેશન પર રહેલો છે
તમારા કોસ્મેટિક્સની સારસંભાળ કેવી રીતે કરશો?
 
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

ગાંધીનગરમાં ભીષણ આગ

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved