Last Update : 26-March-2012,Monday
 

જોક્સ જંકશન

 

 

જોક્સ જંકશન
બેંતાળીસ ડીગ્રીમાં બફાયેલા ‘ફુલ’ જોક્સ
ન્યુ જનરેશન
સ્ટુડીયોમાં ફોટો પાડતી વખતે ફોટોગ્રાફરે ટીનુ ટેણીયાને કહ્યું ઃ ‘એય, મારી બાજુ જો. આ કેમેરામાંથી કબૂતર નીકળશે.’
ટીનું ટેણિયો ઃ ‘‘એ લલ્લુ ! ફોક્સ એડજસ્ટ કર ! પોટ્રેટ મોડ યુઝ કર ! હાઈ રિઝોલ્યુશનમાં સારો ફોટો પાડજે ! ડોબા, મારે ફેસબુકમાં મુકવાનો છે...સારો નહિ આવે તો પૈસા નહીં આપું !....બોલ્યા, કબૂતર નીકળશે...’’
* * *
રેડ લાઈટ
સન્તા ઘોડા પર બેસીને શહેરમાં રખડતો હતો. એક ચાર રસ્તે રેડ લાઈટ ચાલુ હતી છતાં ઘોડો નીકળી ગયો.
ટ્રાફીક પોલીસવાળો સીટી વગાડતો પાછળ દોડ્યો. સન્તાએ ઘોડાની પૂંછડી ઊંચી કરીને કીઘું ‘‘લે...લિખ નંબર !’’
* * *
અભિમાન
છોકરો ઃ તમે છોકરીઓ આટલી બ્યુટીફૂલ કેમ હો છો ?
છોકરી ઃ કારણ કે ભગવાને અમને એમના પોતાના હાથે બનાવી છે.
છોકરો ઃ જા જા ! વાત તો એવી રીતે કરે છે કે જાણે છોકરાઓને તો નેટ પરથી ડાઉનલોડ કર્યા હોય !
* * *
થોડા દિવસ પહેલાં આખા ગુજરાતમાં ઘૂળિયું વાતાવરણ કેમ હતું ?
- કારણ કે રજનીકાન્ત એનું કબાટ સાફ કરતો હતો !
* * *
ધાર્મિક પ્રપોઝ
છોકરી આગળ પ્રપોઝ મારવાની બેસ્ટ ધાર્મિક પદ્ધતિ આ મુજબ છે...
ફક્ત ત્રણ સવાલો પૂછવાના છે.
(૧) મમ્મીની માને મરાઠીમાં શું કહેવાય ?
(૨) રામના મોટા પુત્રનું નામ શું હતું ?
(૩) સ્વામીનારાયણનું તિલક અંગ્રેજીના કયા અક્ષર જેવું હોય છે ?
જવાબ ઃ (૧) આઇ (૨) લવ (૩) યુ !!
* * *
બન્તાની માગણી
બન્તાએ ચંદીગઢના એરપોર્ટ પર જઈને ધરણા કર્યા.
એની માગણી હતી કે ચંદીગઢ એરપોર્ટનું નામ ‘‘બન્તાક્રુઝ’’ રાખવામાં આવે...કારણ કે એના દોસ્ત સન્તાના નામ પરથી મુંબઈમાં ‘સન્તાક્રુઝ’ એરપોર્ટ હોય તો ચંદીગઢમાં ‘બન્તાક્રુઝ’ કેમ ના હોય ?
* * *
સેઈમ-ટુ-સેઈમ
મુંબઈ ઇન્ડિયન્સની ટીમ અને ભારત સરકાર વચ્ચે શું સરખાપણું છે ?
- બન્નેના કેપ્ટન સરદારજી છે પણ ચલાવનારી મહિલાઓ છે !
* * *
ઝરદારીનું વચન
પાકિસ્તાનના પ્રેસિડેન્ટ ઝરદારીએ આપણા વડાપ્રધાન મનમોહનસંિહને વચન આપ્યું છે કે....
‘‘આતંકવાદને રોકવા માટે અમે એટલા જ કડક પગલાં લઈશું. જેટલા તમે ભ્રષ્ટાચારને રોકવા માટે લઈ રહ્યા છો ! હો હો હો હો...’’
* * *
મલંિગાના વાળ
શ્રીલંકાના ફાસ્ટ બોલર મલંિગાની મા એને કહે છે ‘‘બેટા, અત્યારે ને અત્યારે વાળ કપાવવા ચાલ !’’
મલંિગા ઃ ‘‘પણ અત્યારે ને અત્યારે કેમ ?’’
મા ઃ ‘‘જુનાં પીત્તળનાં વાસણો ઘસવાનાં છે પણ સ્ક્રબર મળતું નથી !’’
* * *
ન્યાયમૂર્તિ મૂંઝવણમાં
એક જુના મંદિરની સામે જ એક બુટલેગરે દારૂનો અડ્ડો ખોલી કાઢ્‌યો. મંદિરના પૂજારીઓએ એને બહુ સમજાવ્યો પણ બુટલેગર માનતો જ નહોતો.
આખરે મંદિરના પૂજારીઓએ સવાર-સાંજ ભગવાનને પ્રાર્થના કરવા માંડી કે ‘‘હે ભગવાન ! આ દારૂના અડ્ડાને અહીંથી હટાવો !’’
એક રાત્રે એ દારૂના અડ્ડા ઉપર આકાશમાંથી જોરદાર વીજળી પડી અને અડ્ડો ભાંગીને ભૂક્કો થઈ ગયો.
અડ્ડાના માલિકે કોર્ટમાં ફરિયાદ કરી કે ‘‘મંદિરના પૂજારીઓએ ડાયરેકટલી અથવા ઇન-ડાયરેક્ટલી મારી પ્રોપર્ટી ખતમ કરાવડાવી છે.’’
પૂજારીઓએ બચાવ કર્યો કે ‘‘અડ્ડાને ખતમ કરવામાં અમારી કોઈ સંવોડણી છે જ નહિ.’’
આખરે જજસાહેબે મુંઝાઈને કહેવું પડ્યું કે ‘‘જુઓ, આ કેસમાં ન્યાય કરવો ખૂબ જ મુશ્કેલ છે કારણ કે મંદિરના પૂજારીઓ પ્રાર્થનાની તાકાતને માનવા તૈયાર નથી અને બુટલેગરને એમાં જ વિશ્વાસ છે !’’
* * *
નવી એડ.
માઉન્ટન ડયુની નવી એડ.
કમ, લેટ અસ ડુ...
સમથંિગ ડેન્જરસ...
લેટ અસ સીટ
એન્ડ...સ્ટડી !!!
- ડર સબ કો લગતા હૈ, પર ડર કે આગે ‘રિઝલ્ટ’ હૈ !
* * *
એ ક્ષણ...
જીંદગીની સૌથી ઓકવર્ડ ક્ષણ કઈ છે ?
- તમે સ્મશાનમાં છો, તમારા મોબાઈલમાં રીંગ વાગે છે, અને રીંગટોન છે ઃ ‘‘ઇટ્‌સ અ ટાઇમ ટુ ડિસ્કો !!’’
* * *

SMS BUMPER
Good Day is not created by God.
Good Day is not made by your parents.
Good Day cannot be made by you also.
Bcoz...
Good Day is created by Britania !
Tin Tin Tidin....

 

 

Gujarat Samachar Plus

વાસ્તવિક જીવનમાં નેકને છે, પ્રેગનેન્સીની સ્ટ્રોંગ 'કહાની'
સોરી બાપુ... ખરાબ અક્ષરો અધૂરા ભણતરની નિશાની નથી રહ્યા...
શહેરની પ્રાચીન સ્ટ્રીટલાઇટ, પીર મહંમદ લાઇબ્રેરીમાં અકબંધ છે
અદિતી ગોવિત્રીકર કહે છે, બાળકો મારી ફર્સ્ટ પ્રાયોરિટી છે
 

Gujarat Samachar Plus

ચોગ્ગા-છગ્ગાની રમઝટને વઘુ ૧૫ લાખ ક્રિકેટ ક્રેઝી માણશે
ગરમીની સીઝનમાં મેંગો માસ્કથી લાવો ત્વચામાં નિખાર
સફળતાનો આધાર સારા લોકેશન પર રહેલો છે
તમારા કોસ્મેટિક્સની સારસંભાળ કેવી રીતે કરશો?
 
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

ગાંધીનગરમાં ભીષણ આગ

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved