Last Update : 26-March-2012,Monday
 

હોમલોન ધારકોને રિઝર્વ બેંકનું નઝરાણું

 

ફ્‌લોટંિગ રેટ હોમ લોનની ફોરક્લોઝર ફી નાબૂદ

 

પોતાની લોન જ્યાં સસ્તી પડતી હોય એવી અન્ય બેંકમાં લોનને તબદીલ કરવાનું ગ્રાહકો માટે સરળ બનશે

પોતાના સ્વપનોનું એક ઘર બનાવવાની આશા દરેકને હોય છે અને તેને પૂરી કરવા માટે તેઓ બેંકો અને નાણાં સંસ્થાઓ પાસેથી ધિરાણ મેળવે છે. સંસ્થાઓ અને બેંકો ફિકસ્ડ અને ફ્‌લોટિગ રેટ એમ પ્રકારની હોમ લોન આપે છે. ફ્‌લોટંિગ રેટમાં વ્યાજદર બદલાતો રહે છે ત્યારે ફિક્સ્ડ સ્કીમમાં તે પહેલેથી જ નિશ્ચિત હોય છે. આથી, ફ્‌લોટંિગ રેટે લોન લેનારા લોકોએ રિઝર્વ ૂૂબેંક ઓફ ઈન્ડિયા (આરબીઆઈ)ના તાજેતરના ફેંસલાથી ખુશ થવા જેવું છે. આરબીઆઈએ ફ્‌લોટંિગ રેટ ધરાવતીહોમ લોનના પ્રીપેમેન્ટ ચાર્જીસને નાબૂદ કર્યાં છે તેથી આવા લોનધારકો તેમને જ્યાં સસ્તુ લાગશે ત્યાં એક બેંકમાં લોન પહેલાં ભરીને બીજી બેંક પાસેથી લોન લઈ શકશે.
રિઝર્વ બેંકના આ પગલાંથી માત્ર વ્યાજના દરો નીચા આવશે એટલું જ નહીં, પણ બેંકો ફ્‌લોટંિગ રેટ સાથે જોડાયેલી લોનના પ્રીપેમેન્ટ (અવધિપૂર્વેની ચૂકવણી) ઉપર કોઈ ચાર્જ લઈ શકશે નહીં. બેઝ રેટ પ્રમાણે ફ્‌લોટંિગ રેટમાં વ્યાજદરનો વધારો કે ઘટાડો બેંકો કરે છે.
બેંકોએ આપેલી ૮૦ ટકા લોન આવા ફ્‌લોટંિગ રેટ સાથે જોડાયેલી છે. વ્યાજના દરોમાં થતી વધઘટ સામે પોતાને સુરક્ષિત રાખવા માટે બેંકો આવી ફ્‌લોટંિગ ઈન્ટરેસ્ટ રેટ સ્કીમ પર વધારે ઘ્યાન કેન્દ્રિત કરે છે.
રિઝર્વ બેંકે તેની વાર્ષિક નાણાં નીતિની સમીક્ષામાં તેના મુખ્ય દરને ૫૦ બેઝિસ પોઈન્ટ ઘટાડ્યો હતો. આઈસીઆઈસીઆઈ બેંક, આઈડીબીઆઈ બેંક, પંજાબ નેશનલ બેંક અને સિન્ડિકેટ બેંક જેવી પ્રત્યેક બેંકે તેમના પ્રાઈમ લેન્ડંિગ રેટ્‌સમાં (પીએલઆર) ૦.૨૫ ટકાનો ઘટાડો કર્યો છે. રિઝર્વ બેંકે સાફ કહ્યુ છે કે ફ્‌લોટંિગ ઈન્ટરેસ્ટ રેટના ધોરણે લેવાયેલી હોમ લોન ઉપર સામાન્ય રીતે ઓળખાતી પ્રીપેમેન્ટ ચાર્જીસ અથવા તો લોનને અવધિ પહેલાં ભરપાઈ કરવા બદલ લેવાતી રકમને વસુલવાની કોઈ જ છૂટ તે બેંકોને આપશે નહીં.
ગયા વર્ષે સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા (સેબી)ના ભૂતપૂર્વ વડા એમ. દામોદરનના વડપણ હેઠળની સમિતિએ લોનના પ્રીપેમેન્ટ ઉપર બેંકો દ્વારા લેવાતા ચાર્જીસને બંધ કરાવવાનું સૂચન કર્યું હતું. ભૂતકાળમાં લોનધારકો પણ મઘ્યસ્થ બેંકને આવી જ વિનંતિ કરી હતી.
ઈન્ટરેસ્ટ રેટ જ્યારે નીચા ઉતર્યા હોય ત્યારે હયાત ૠણધારકોને નીચા વ્યાજ દરનો લાભ આપવામાં બેંકો ખચકાતી હોવાથી લોનધારકોના મોટા વર્ગમાં બેંકો દ્વારા લેવાતી આવી ફોરક્લોઝર ફી બાબતે મોટો અસંતોષ પ્રવર્તતો હોવાનું સમતિને જણાયુ હતું.
વિશ્વ્લેષકો કહે છે કે ફ્‌લોરક્લોઝર ચાર્જીસ લેવાની પદ્ધતિ એક પ્રકારે ગ્રાહકને મળતા બીજા સસ્તા સ્ત્રોત તરફ જવાથી રોકવાની ચાલ છે. પ્રીપેમેન્ટ ચાર્જીસને કારણે બોરોવર બીજે જવામાં વિચાર કરે છે. અત્યારે હોમ લોન ધારક અવધિ પૂરી થાય તેના પહેલાં તેની લોનને ભરપાઈ કરવા માગતો હોય તો બેંકો તેની પાસેથી મુદ્દલની રકમના એકથી ૩ ટકા ફી વસુલે છે.
જોકે,પ્રીપેમેન્ટ ચાર્જીસ દૂર થતાં હવે ઓછા વ્યાજદરનો વિકલ્પ મળે તો તેમાં તબદીલ થવાનું લોન ધારક માટે આસાન બનશે. અગત્યનો મુદ્દો એમ પણ છે કે તેને કારણે બેંકોમાં આંતરિક સ્પર્ધા વધશે.
મઘ્યસ્થ બેંકે ભારપૂર્વક દર્શાવ્યુ છે કે પ્રીપેમેન્ટ ચાર્જીસ દૂર થવાથી બેંકોના નવા અને ચાલુ ગ્રાહકો વચ્ચેનો ભેદભાવ દૂર થશે અને બેંકો વચ્ચે સ્પર્ધા વધવાથી વ્યાજના દરો જ્યારે ઘટશે ત્યારે ફ્‌લોટંિગ રેટ હોમ લોનની કંિમત પણ વાજબી બનશે. તાજેતરના ભૂતકાળમાં ફ્‌લોટંિગ રેટ હોમ લોનના પ્રીપેમેન્ટ પર લેવાતી પેનલ્ટીને ઘણી બેંકોએ સ્વૈછિકપણે નાબૂદ કર્યો હતો તેમ છતાં આ સંદર્ભે સમગ્ર બેંકંિગ સિસ્ટમાં એકરૂપતાની ખાતરી રાખવાનું જરૂરી છે.
આ બાબતે બેંકરોનું કહેવું એમ છે કે આવો પ્રીપેમેન્ટ ચાર્જ લેવાથી તેઓ તેમની એસેટ-લાયાબિલિટીને વધારે સારી રીતે સંભાળી શકે છે અને ૠણ લેનારને અન્ય બેંક પાસે જવાથી રોકી શકે છે. સામાન્ય રીતે બેંકો તેના લોન ધારકને પહેલાં ત્રણથી પાંચ વર્ષ સુધી બીજે જવા દેતી નથી અને પ્રીપેમેન્ટ નહીં કરવા શરત રાખે છે કેમ કે, તેનાથી બેંકની એસેટ-લાયાબિલિટીની સ્થિતિ બગડે છે.
જોકે આ એક અથવા ત્રણ વર્ષ પછી લોન ધારક બીજી હોમ લોન ના લે તેમ જ તેના ખુદના સંસાધનોમાંથી લોનની ચુકવણી કરે એવી શરતે ગ્રાહકોને પ્રીપેમેન્ટ કરવાની પરવાનગી આપે છે.
અત્યારે ગ્રાહક જો તેના ગજવમાંથી રકમ ચુકવે અને લોનની ભરપાઈ કરવા માટે બીજી કોઈ બેંક પાસેથી નવી લોનના લેતો હોય તો અમુક બેંકો તેની પાસેથી કોઈ પ્રીપેમેન્ટ ચાર્જીસ લેતી નથી. અમુક કિસ્સામાં ગ્રાહક જો તેણે લીધેલી લોનના પહેલા બેથી ત્રણ વર્ષમાં મુદ્દલની ૨૫ ટકા રકમ ચુકવે તો તેના ફોરક્લોઝર પર કેટલીક બેંકો ચાર્જીસ લેતી નથી. જો કે તેનાથી વઘુના સમયગાળા પછી લોનને પહેલી ચુકવવા જાવ તો બેંક પ્રમાણે ૧-૩ ટકા સુધીનો ચાર્જ લાગતો હતો.
હકિકતમાં તો ૠણધારક જો તેના ખુદના ફંડમાંથી લોનની ચુકવણી કરતો હોય તો તેની પાસેથી કોઈ પ્રીપેમેન્ટ ચાર્જીસ નહીં લેવા માટે પબ્લિકસ સેક્ટર બેંકો, નેશનલ હાઉસંિગ બેંક અને ઈન્ડિયન બેંક્સ એસોસિયેશન વગેરેને સરકારે ગયા વર્ષે કહ્યુ હતું. હાઉસંિગ લોન ઉપર જો કોઈ પ્રીપેમેન્ટ પેનલ્ટી લેવી હોય તો તે વાજબી અને પારદર્શી હોવી જોઈએ, નહીં કે તે સેવા પૂરી પાડવાના સરેરાશ ખર્ચની માફક હોય.
અંહી ખુદના ભંડોળનો અર્થ એમ કરાયો છે કે ૠણધારક તેના ખુદના સાધનોમાં નાણાં લાવે અને કોઈ બેંક અથવા તો બિન બેંકંિગ નાણાં સંસ્થાઓ પાસેથી ફંડ ના લાવ્યો હોવો જોઈએ.
સંપૂર્ણ રકમને પુનઃચુકતે કરવામાં આવે ત્યારે બીજી એક બાબતને ઘ્યાનમાં રાખવી જોઈએ કે તમે તેના ઉપર મળનારા કરવેરાના કેટલા લાભને ગુમાવશો. તેની પણ ગણતરી કરી લેવી જોઈએ. સમયાવધિ પૂર્વેની ચુકવણી વ્યાજ અને મુદ્દલ ઉપરના કરલાભોને ઘટાડશે.
ઈન્કમ ટેક્સ એક્ટની સેક્શન ૨૪(બી) સ્વ માલિકીની મિલકત માટે કરપાત્ર આવક ઉપર રૂા. ૧.૫૦ લાખ સુધીના વ્યાજની ચુકવણીન બાદ આપે છે.સેક્શન ૮૦(સી) બીજા રોકાણો સહિત રૂા. ૧ લાખ સુધીના મુદ્‌લને આવકમાંથી બાદ આપે છે. આથી, મોટાભાગના કિસ્સામાં પ્રીપેમેન્ટનો કોઇ અર્થ સરતો નથી.
ફાઈનાન્સિયલ પ્લાનર્સના કહેવા પ્રમાણેે વ્યાજના દરો ઉંચા જતા હોય એવા સમયે લોનનું આંશિક પ્રીપેમેન્ટ કરવાનુંસારુ છે કેમ કે તેનાથી સમયાવધિઘટશે અને મન્થલી ઈનસ્ટોલમેન્ટ પણ ઓછુ થશે. ઈમરજન્સી માટે થોડી રકમ અલગ રાખ્યા પછી લોન ધારકે તેના આગવા સાધનમાંથી લોનની પુનઃચુકવણી કરવી જોઈએ.
હોમ લોનની રકમ સામાન્ય રીતે મોટી હોય છે. લોનના સમયગાળા પ્રારંભિક વર્ષોમાં તેને પુનઃચુક્તે કરવાનું લોકો પસંદ કરતા હોય છે. પરંતુ, એનાલિસ્ટો કહે છે કે હોમ લોનમાં એક એસેટનું સમર્થન છે જેમાં લાંબા ગાળામાં મિલકતના ભાવ વધવાના છે તેમ જ તેની સામે લોન પૂરી કરવાનો બોજ ક્રમશઃ ઘટવાનો છે તેમ જ તેની સામે વ્યક્તની આવક વધવાની છે. ઉંમર તમારા પક્ષમાં હોય તો રાહ જોવાનું ડહાપણભર્યું છે કેમ કે રૂા. ૧.૫૦ લાખથી વધારેનો કરલાભ મળી શકવાનો નથી. પરંતુ, કમાણી કરવાના વર્ષો ઓછા હોય અથવા તો ઉંમર વઘુ હોય તો શકય એટલી ઝડપે લોનને પૂરી કરી દેવાનું સલાહભર્યું છે.

 
 

Gujarat Samachar Plus

વાસ્તવિક જીવનમાં નેકને છે, પ્રેગનેન્સીની સ્ટ્રોંગ 'કહાની'
સોરી બાપુ... ખરાબ અક્ષરો અધૂરા ભણતરની નિશાની નથી રહ્યા...
શહેરની પ્રાચીન સ્ટ્રીટલાઇટ, પીર મહંમદ લાઇબ્રેરીમાં અકબંધ છે
અદિતી ગોવિત્રીકર કહે છે, બાળકો મારી ફર્સ્ટ પ્રાયોરિટી છે
 

Gujarat Samachar Plus

ચોગ્ગા-છગ્ગાની રમઝટને વઘુ ૧૫ લાખ ક્રિકેટ ક્રેઝી માણશે
ગરમીની સીઝનમાં મેંગો માસ્કથી લાવો ત્વચામાં નિખાર
સફળતાનો આધાર સારા લોકેશન પર રહેલો છે
તમારા કોસ્મેટિક્સની સારસંભાળ કેવી રીતે કરશો?
 
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

ગાંધીનગરમાં ભીષણ આગ

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved