Last Update : 26-March-2012,Monday
 

વધતા ભાવ અને નાણાંભીડ વચ્ચે અટવાતું કાપડ બજાર

- ઉદયન રસિકભાઈ મોદી


કાપડ બજારમાં સામાન્ય રીતે માર્ચ મહિનામાં નાણા ભીડ હોય છે. પરંતુ આ વખતે એપ્રિલ મહિનો ચાલુ થયેલ હોવા છતાં નાણા ભીડ વર્તાય છે. કાપડના ધંધામાં પહેલા વેપાર કરવા લાખની જરૂરિયાત પડતી હવે કરોડની વાત થવા લાગેલ છે. રૂપિયાની કંિમત અને પરશેસીય પાવર ઘટવા લાગેલ છે. ફૂગાવો આંકડા પ્રમાણે ઘટેલ છે. પરંતુ જીવન જરૂરીયાત વસ્તુઓના ભાવ વધેલ છે. વીજળી ખર્ચ મોંઘી થવા લાગેલ છે. કોલસો અને લીગ્નાઇટના વઘુ રૂપિયા ચુકવવા પડે છે. કાપડ બનાવવાના કોસ્ટંિગ ઉંચા ગયેલ છે. સાઉથમાં તેમાં ખાસ કરીને તામીલનાડુમાં પાવર કટ વધારે હોવાના લીધે યાર્નનું ઉત્પાદન ઓછુ થવા લાગેલ છે. અને આના પરિણામે કોટન યાર્નના ભાવો વધેલ છે. હજુ સાઉથમાં ૩-૪ મહિના સુધી પાવર કટની અસર રહેશે તેવું લાગે છે. આના લીધે કાપડના ભાવો નીચા જવા સંભવ નથી. બલ્કે માલો પ્રમાણમાં ઓછા બનતા હોવાના લીધે ધારેલી ડીલીવરી પ્રમાણે માલો ઉત્પાદન થતા નથી. મિલોએ નવા સોદા ભાવ વધારીને કરેલ છે અને જુના ભાવના સોદા અટકાવીને નવા ભાવથી માલો બજારમાં વેચેલ છે. બજારમાં નાણા ભીડના લીધે ગ્રે માલોના પેમેન્ટ બગડવા પામેલ છે. ગ્રેના પેમેન્ટ ૧૨૦ દિવસ સુધી જવા પામેલ છે. ઘી-કાંટા જે અમદાવાદ ગારમેન્ટ મોટુ માર્કેટ છે તેના પેમેન્ટ પણ ૬ મહિના સુધી પહોંચી ગયેલ છે. પેમેન્ટ લેઇટ પડતા કાપડ બજારની સાયકલ પંકચર સાથે ચાલી રહી છે !
કાપડ બજારમાં સ્કુલ યુનિફોર્મ માલોની ડીમાન્ડ શરૂ થવા લાગેલ છે. ડેનિમમાં કામકાજ અને ઓર્ડર સારા છે. ડેનિમમાં લાયક્રા કવોલીટીની ડીમાન્ડ ઘણી સારી છે. શુટીંગ્સ અને શર્ટીંગ્સ બંનેમાં લાયકા કવોલીટીની લેવાલી સારી છે. બેડશીટસમાં સ્ટોક વધવા પામેલ છે. બેડશીટસ કવોલીટીના માલોની ડીમાન્ડ ઘટી જવા પામેલ છે. શર્ટંિગ્સમાં યાર્ન ડાઇડ ચેકસ સારા પ્રમાણમાં ડીમાન્ડમાં છે. મોટા ચેક્સના બદલે નાના-મઘ્યમ ચેક્સમાં ડીમાન્ડ સારી છે. છેલ્લા ૨ વર્ષથી ચેકસના જેટલા માલો બને છે તે ઓર્ડરની સાથે જ બનતા હોય છે. પ્રિન્ટ બજારમાં ઓછુ ચાલે છે. આના લીધે ઘણા પ્રોસેસના કારખાના પાસે કામકાજ ઘટી જવા પામેલ છે. પ્રોસેસીંગ યુનિટોની દશા ખરાબ છે. કલર કેમીકલ્સ અને પગારના ભાવ વધારાના લીધે પ્રોસેસીંગ ચાર્જીસ ઉંચા ગયેલ છે. જે બજાર હજુ પચાવી શકતી નથી. પ્લેન શોર્ટ ચાલે છે. પરંતુ તે યાર્ન ડાઈડમાં ચાલે છે. લીનનની ડીમાન્ડ ઘણી સારી છે. લીનનના ભાવ વધવા છતાં તેની ડીમાન્ડ જળવાઈ રહેવા પામેલ છે. મજૂરીના દરમાં સુલઝર લુમ્સ ઉપર મજૂરી દર ૫૮ પનાના ૨૮ થી ૩૨ પૈસા ચાલી રહેલ છે. રૂટી-સી લૂમ ઉપર મજૂરી દર ૧૧ પૈસા ચાલી રહેલ છે. રૂટી સી ઉપર મોટા પ્રમાણમાં લુમ્સ અરવંિદ મીલથી ચકોરીનું ઉત્પાદન વઘુ થાય છે. રૂટી બી ઉપર મજૂરીનો દર ૯ પૈસા થવા પામેલ છે. રેપીયર લુમ્સ ઉપર મજૂરીનો દર ૩૦ પૈસા થયેલ છે. આ વર્ષે મેટ ડીપાર્ટમેન્ટે વરસાદ માટે સારી આગાહી કરેલ છે. તેના લીધે આગળ બજારનું મોરલમાં સુધારો આવશે. બાકી અત્યારે બજાર નાણા ભીડ, યાર્નના ભાવના ચક્કરમાં ભીંસાતુ જોવા મળે છે.
કાપડના ભાવ ઃ
નીચેના કાપડના ભાવ ગ્રે કવોલીટીના છે. ઉત્પાદન ઘટેલ હોવા છતાં ભાવો ઘટયા નથી. પરંતુ ગ્રેના સોદાના પેમેન્ટ લેઇટ પડેલ છે.
એરજેટ લુમમાં ૬૩ પનો ૪૦/૪૦ ૧૩૨/૭૨ કવોલીટી માં રૂ. ૬૬માં માલો વેચાય છે. એરજેટ ૬૩ પનો ૬૦/૬૦ ૧૩૨/૧૦૮ કવોલીટી રૂ. ૭૦માં સોદા થાય છે. રેપીયર લુમ યાર્ન ડાઇડ શર્ટંિગ્સમાં ૬૧ પનો ૪૦/૪૦ ૧૨૦/૮૦ કવોલીટી રૂ. ૧૦૬ માં માલો વેચાય છે. ૫૮ પનો ફીનીશ રૂ. ૧૩૦માં માલો વેચાય છે. રેપીયર લૂમ્સ ૪૦/૬૦ ૧૩૨/૮૬, કવોલીટી રૂ. ૧૧૫ ગ્રે અને ૧૪૦ ફીનીશમાં માલો વેચાય છે. શીટીંગમાં ૫૦ પનો ૨૦/૨૦ ૫૬/૬૦ ૧૭૦ ગ્રામ વજનમાં રૂ. ૩૧ માં માલો મલે છે. ૫૯ પનો ૨૦/૨૦ ૫૬/૬૦ ૨૦૦ ગ્રામમાં રૂ ૩૫ માં સોદા થયેલ છે. ૫૦ પનો ૨૦/૨૦ ૫૬/૬૦ ૨૦૦ ગ્રામમાં રૂ. ૩૫ માં માલો વેચાય છે. ૬૩ પનો ૨૦/૨૦ ૫૬/૬૦ ૨૫૦ ગ્રામ રૂ. ૪૯માં માલો વેચાય છે. ગારમેન્ટ શર્ટંિગ્સ ની જાતોમાં ૫૮ પનો ૪૦/૪૦ ૧૨૪/૯૬ રૂ. ૬૫ અને ૫૮ પનો ૬૦/૬૦ ૧૩૨/૧૦૮ કવોલીટી રૂ. ૬૬માં માલો મલે છે. યાર્ન ડાઇડમાં ચાલતી જાતોમાં ૪૦/૪૦ ૧૨૦/૭૬, ૫૦/૫૦ ૧૩૨/૮૦, ૬૦/૬૦ ૧૪૪/૮૦ અને ૪૦/૪૦ ૧૧૨/૭૬ રેપીયર લુમ્સ ઉપર ભાવ ૧૧૫ છે. યાર્ન ડાઇડ ચેક્સમાં ૬૧ પનો ૪૦/૪૦ ૧૦૮/૭૬ કવોલીટી રૂ. ૧૦૫ માં સોદા થયેલ છે. પી.સી.માં ૪૬ પનો ૮૦/૭૬ ૫૦ પી.સી. રૂ. ૨૨ માં અને ૪૬ પનો ૮૦/૭૬ ૫૦ પી.સી. ૮૮૦૦ ગ્રામ વજનમાં રૂ. ૨૪માં સોદા થયેલ છે.

 

 

 

Gujarat Samachar Plus

વાસ્તવિક જીવનમાં નેકને છે, પ્રેગનેન્સીની સ્ટ્રોંગ 'કહાની'
સોરી બાપુ... ખરાબ અક્ષરો અધૂરા ભણતરની નિશાની નથી રહ્યા...
શહેરની પ્રાચીન સ્ટ્રીટલાઇટ, પીર મહંમદ લાઇબ્રેરીમાં અકબંધ છે
અદિતી ગોવિત્રીકર કહે છે, બાળકો મારી ફર્સ્ટ પ્રાયોરિટી છે
 

Gujarat Samachar Plus

ચોગ્ગા-છગ્ગાની રમઝટને વઘુ ૧૫ લાખ ક્રિકેટ ક્રેઝી માણશે
ગરમીની સીઝનમાં મેંગો માસ્કથી લાવો ત્વચામાં નિખાર
સફળતાનો આધાર સારા લોકેશન પર રહેલો છે
તમારા કોસ્મેટિક્સની સારસંભાળ કેવી રીતે કરશો?
 
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

ગાંધીનગરમાં ભીષણ આગ

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved