Last Update : 26-March-2012,Monday
 

કરૂણાથી મ્હેકતી વેચાણવેરા સમાધાન યોજના - ૨૦૧૨

 

માનવતાની ગંગોત્રી
કવિશ્રી ઉમાશંકરભાઈ જોષીએ તેમની એક અમર કવિતામાં ગાયું છે કે
‘‘દીન ને પીડિત, રક્તચૂસાયલ, માનવી મોતને બાઝે,
તેને તું ? અમર ચેતના પાજે’’
સદર ઉક્તિને અનુરૂપ, આર્થિક મુશ્કેલીમાં પીડાતા - પીસાતા ઘણા વેપારીઓને, વસુલાતમાં વેરો, વ્યાજને દંડમાં માફી બક્ષીને મૂંઝાયેલ વેપારીઓને અમર ચેતના પાવાનું કામ, માનનીય નાણાંમંત્રી મહોદયશ્રી વજુભાઈ વાળાએ કર્યું છે.
મહાત્મા ગાંધીજી કહેતા હતા કે ‘‘્‌રી સૈનંર્ ક રેસચહ ંૈહગહીજજ જર્રેનગ હીપીિ ગિઅ ેૅ’’ એટલે કે ‘‘માનવતાનું ઝરણું ક્યારે ય સૂકાવું જોઇએ નહિ (તે સદાય વહેતું રહેવું જોઈએ’’)
‘‘વેચાણવેરા સમાધાન યોજના - ૨૦૧૨’’ જાહેર કરીને રાજ્ય સરકારે માનવતાનું અમૃત પીરસ્યું છે - ધન્યવાદ
ગુજરાતમાં તારીખ ૧-૪-૨૦૦૬ પહેલાં વેચાણવેરાનો કાયદો અમલમાં હતો. તારીખ ૩૧-૩-૨૦૦૬ સુધીમાં જુના વેચાણવેરા કાયદા તળે વેરો, વ્યાજ તથા દંડની ઘણી મોટી રકમ સંડોવતા, બાકી વસુલાતના કેસો મોટી સંખ્યામાં પડતર છે.
ગુજરાત રાજ્યના માનનીય શ્રી વજુભાઈ વાળાએ ગુજરાત રાજ્યનું અંદાજપત્ર રજુ કરતી વેળા, વેચાણવેરા સમાધાન યોજના અંગે જે જાહેરાત કરેલી તેને અનુરૂપ ‘‘વેચાણવેરા સમાધાન યોજના-૨૦૧૨’’ બહાર પડી ગઈ છે.
આ યોજનાનો વેપારી આલમે ખાસ લાભ લેવા જેવો છે. ફક્ત વેરાની રકમ જ ભરવાની અને વ્યાજ તથા દંડની રકમની માફી મળે, તો મુશ્કેલીમાં મૂકાયેલ વ્યક્તિને માટે ખૂબ જ મોટી રાહત થાય, તે નિઃસંશય છે.
જો સમાધાન યોજના નક્કી કરવામાં આવી છે તેની વિગતો નીચે મુજબ છે.
યોજનાની વિગતો
(૧) સમયગાળો ઃ આ યોજનાનો અમલ તારીખ ૧-૪-૨૦૧૨થી તારીખ ૩૦-૯-૨૦૧૨ સુધીનો નક્કી કરવામાં આવ્યો છે. એટલે કે જે વેપારીને આ યોજનાનો લાભ લેવો હોય તેને તા. ૩૦-૯-૨૦૧૨ સુધીમાં લાભ લઈ લેવો પડશે.
(૨) કેટલી રકમ બાકી હશે તો લાભ મળશે ?
આ યોજનાની જોગવાઈ મુજબ રૂપિયા ૧ કરોડ સુધી જે કિસ્સામાં વેરાની કુલ રકમ બાકી હશે, એ કેસમાં આ યોજનાનો લાભ મળી શકશે, પરંતુ જે કેસમાં બાકી વેરાની કુલ રકમ રૂા. ૧ કરોડથી વઘુ હશે તેવા કિસ્સામાં આ યોજનાનો લાભ મળશે નહિ.
આ યોજનાના જુદા જુદા પાસા નીચે મુજબ છે.
રૂા. ૨૦,૦૦૦ સુધી સંપૂર્ણ માફી
આ યોજનામાં એક બહુ જ સુંદર રાહત આપવામાં આવી છે. જે કિસ્સામાં, તારીખ ૩૧-૩-૨૦૧૨ના રોજ વેરાની બાકી કુલ રકમ રૂા. ૨૦,૦૦૦/- સુધીની હશે તો એવા કિસ્સામાં વેરાની તમામ રકમ તથા જે કાંઈ વ્યાજ તથા દંડની રકમ થાય તે બધી સંપૂર્ણ માફ થશે.
આ લાભ લેવા માટે કોઈ અરજી કરવાની જરૂર નથી.
વ્યાજ તથા દંડની માફી
નીચે જણાવેલ સંજોગોમાં વ્યાજ તથા દંડની રકમ માફ કરવામાં આવશે.
(અ) આકારણી, ફેર આકારણી અને રીવિઝન આદેશ ઃ
તારીખ ૩૧-૩-૨૦૧૨ સુધીમાં જે કોઈ આદેશ થયા હોય તે મુજબ વેપારી પૂરેપૂરી રકમ ભરપાઈ કરી આપે તો વ્યાજ તથા દંડની રકમ માફ કરવામાં આવશે.
(બ) અપીલ કરી હોય તેવા કિસ્સામાં ઃ
કોઈ આદેશ સામે વેપારીએ અપીલ કરી હોય તો તેવા કિસ્સામાં પણ આ યોજનાનો લાભ લઈ શકાશે, પરંતુ તે માટે આકારણી આદેશ મુજબની વેરાની પૂરેપૂરી રકમ ભરપાઈ કરી દેવી પડશે, અને આ યોજનાનો લાભ માટે અરજી કરતા પહેલાં, અપીલ પાછી ખેંચી લેવી પડશે. આવા કિસ્સામાં પણ વ્યાજ તથા દંડની રકમ માફ કરવામાં આવશે.
વેપારી એ કોઈ રકમ ભરી દીધી
હોય તો ?
એવું પણ બની શકે કે કોઈ આદેશ મુજબ કોઈ બાકી રહેતી રકમ પેટે કોઈ રકમ ભરી દીધી હોય તો આ યોજનાનો લાભ કેવી રીતે મળે ?
જે વેપારીએ તારીખ ૩૧-૩-૨૦૧૨ અગાઉ અંશતઃ રકમ ભરી હોય, અને વેરાની બાકી રહેતી રકમ યોજનાના સમયગાળા દરમ્યાન ભરી દેવામાં આવે તો અગાઉ ભરેલી રકમ તથા આ યોજના તળે ભરેલ રકમનો કુલ સરવાળો વેરાની રકમ જેટલો થાય તો વ્યાજ તથા દંડની રકમ સંપૂર્ણ માફ કરવામાં આવશે.
રૂપિયા ૧ કરોડ સુધીની ગણત્રી કેવી રીતે કરવાની ?
આ યોજનાનો લાભ લેવા લાગતા વેપારીઓએ તારીખ ૩૧-૩-૨૦૧૨ના રોજ વેચાણ વેરાની કુલ બાકી વસુલાતની રકમની ગણત્રી કરવાની રહેશે. જે જે વર્ષની વેચાણવેરાની રકમ બાકી હશે તે બધી તથા અન્ય તમામ કાયદાઓની બાકી રકમ એકત્ર ગણીને કુલ્લે રૂપિયા ૧ કરોડ સુધી વેરાની રકમ બાકી રહેતી હશે, તેમને આ યોજનાનો લાભ મળી શકશે.
કયા કયા કાયદા તળેની બાકી માટે લાભ મળશે ?
(૧) ગુજરાત વેચાણવેરા અધિનિયમ ૧૯૬૯ (૨) કેન્દ્રિય વેચાણ વેરા અધિનિયમ, ૧૯૫૬ (૩) એન્ટ્રી ટેક્સ કાયદો (પ્રવેશ પર કાયદો) અને (૪) શેરડી ખરીદ વેરા કાયદા હેઠળની આકારણીઓ અન્વયે બાકી રહેતી વસુલાતને આ યોજનાનો લાભ મળી શકશે. આ યોજનાનો લાભ લેવા માટે નિયત નમૂનામાં બે અરજી ઘટક કચેરીને કરવાની છે.

 
 

Gujarat Samachar Plus

વાસ્તવિક જીવનમાં નેકને છે, પ્રેગનેન્સીની સ્ટ્રોંગ 'કહાની'
સોરી બાપુ... ખરાબ અક્ષરો અધૂરા ભણતરની નિશાની નથી રહ્યા...
શહેરની પ્રાચીન સ્ટ્રીટલાઇટ, પીર મહંમદ લાઇબ્રેરીમાં અકબંધ છે
અદિતી ગોવિત્રીકર કહે છે, બાળકો મારી ફર્સ્ટ પ્રાયોરિટી છે
 

Gujarat Samachar Plus

ચોગ્ગા-છગ્ગાની રમઝટને વઘુ ૧૫ લાખ ક્રિકેટ ક્રેઝી માણશે
ગરમીની સીઝનમાં મેંગો માસ્કથી લાવો ત્વચામાં નિખાર
સફળતાનો આધાર સારા લોકેશન પર રહેલો છે
તમારા કોસ્મેટિક્સની સારસંભાળ કેવી રીતે કરશો?
 
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

ગાંધીનગરમાં ભીષણ આગ

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved