Last Update : 26-March-2012,Monday
 

આગ લાગે ત્યારે જ કૂવો ખોદવા પાછળનું કારણ શું ?

 

- ચાલુ ખાતાની ખાધને એડજસ્ટ નહીં કરાય તો અર્થતંત્રમાં ઘટાડાનો બીજો રાઉન્ડ શરૂ થશે.

 

 

- રૂપિયા પર અપેક્ષા કરતા વઘુ દબાણ આવતા અર્થતંત્ર પર નેગેટીવ અસર થઈ છે.

 

 

 

- હૂંડિયામણ બજાર માટે રિઝર્વ બેંકે જરૂરી તમામ પગલા ભરવા જરૂરી છે.

 

 

 

- પ્રવર્તમાન સંજોગોમાં સરકારે અર્થતંત્રના તમામ મોરચે ઘ્યાન રાખવું જરૂરી છે.

 

 

આ શબ્દો છે અર્થતંત્ર સાથે સંકળાયેલ અભ્યાસી વર્ગના, અર્થશાસ્ત્રીઓના આ તમામ વાક્યો પર ઘ્યાનથી નજર ફેરવીએ તો પ્રતિકૂળ બાબત શી છે તે જાણવાની તાલાવેલી થાય તે સ્વાભાવિક બાબત છે. આમ છતાં, આપણી સરકાર, નીતિના ઘડવૈયાઓ અથવા તો લાગતા વળગતા તમામ છેલ્લા ત્રણ-ચાર વર્ષથી પ્રતિકૂળ સ્થિતિ પર ઢાંકપિછોડો કરતા હોય તેમ જણાય છે અને હવે આ સ્થિતિ એટલી સ્ફોટક બની છે કે જો તાકીદના પગલાં નહીં ભરાય તો અભણ અર્થતંત્રને મોટાપાયે સહન કરવાનો વારો આવશે.
૨૦૦૮માં અમેરિકાની લેહમેન બ્રધર્સના પતન બાદ ચૂકવણીની તુલા ખાધના ઝોનમાં છે. થોડા સમય અગાઉ રિઝર્વ બેંક દ્વારા આ અંગેનો રિપોર્ટ જારા કરાયા બાદ આ સમગ્ર ચિત્ર પરથી પડદો ઊંચકાયો છે અને પરિસ્થિતિ કેટલી ગંભીર બની છે તેનો અંદાજ આવ્યો છે. કરન્ટ એકાઉન્ટ ડેફિસ્ટિ એટલે કે ચાલુ ખાતાની ખાધ જીડીપીના એટલે કે ગ્રોસ ડોમેસ્ટીક પ્રોડક્ટ્‌સના ચાર ટકાને વટાવી ગી છે. અભ્યાસી વર્ગના માનવા મુજબ ચાલુ ખાતાની ખાધ માટે ૩ ટકા એ લક્ષ્મણ રેખા છે. આમ છતાં, આ મહત્ત્વની સપાટી ક્રોસ થઈ ગઈ હોવા છતાં કોઈના પેટનું પાણી હલતું નથી તે મહત્ત્વની બાબત છે.
આ બાબતનો અર્થ એ થયો કે આપણી આર્થિક સ્થિતિ ખરાબ છે. ભૂતકાળમાં એટલે કે ૨૦૦૮માં અમેરિકાથી ઉદ્‌ભવેલી વૈશ્વિક મહામંદી વેળાએ આપણી જે હાલત હતી તેના કરતા પણ અત્યારે પરિસ્થિતિ વઘુ ગંભીર છે આમ છતાં, સરકાર સબ સલામત હૈની બાંગો પોકારે રાખે છે. તાજેતરના ભૂતકાળમાં વેરાની આવકમાં ઘટાડો, સરકાર દ્વારા જારી થતા વિવિધ ઇન્ડેક્સ તેમજ કોર્પોરેટ ક્ષેત્રની શિથિલતા જગજાહેર હોવા છતાં સરકાર આર્થિક વૃદ્ધિની વાતો કરે છે. ફલાણા દેશથી આગળ છીએ, આમ છે, તેમ છે. આવી કેટકેટલીય જાહેરાતો સરકાર કરતી જ રહે છે, પરંતુ જે મહત્ત્વની બાબત છે તે વિદેશી વેપારની ખરાબ થતી તુલાની તો કોઈ વાત જ કરતી નથી. ભૂતકાળના સમયની સરખામણીએ આજે તમામ સ્તરે ચિત્ર વિસ્તૃત બન્યું હોવાના કારણે અર્થતંત્ર પરની પ્રતિકૂળતામાં પણ વધારો જ થયો છે તેથી આ મુદ્દાને લઈને સર્જાયેલી ગંભીરતા પણ એટલી જ વિકરાળ બની ચૂકી છે.
અર્થતંત્ર અને નાણાંક્ષેત્રના વિદ્વાનોના જણાવ્યા મુજબ ભૂતકાળમાં આપણા અર્થતંત્રની સ્થિતિ હોય તેના કરતા વઘુ ખરાબ સ્થિતિ હાલ જોવા મળે છે. અગાઉ વૈશ્વિક અર્થતંત્રોની પ્રતિકૂળતાઓની અસર હતી પણ તેનું પ્રમાણ નીચું હતું. જ્યારે આ છેડે તો ત્યાં છીંક પણ આવે તો અહીંયા બઘું હચમચી જાય તેવી સ્થિતિનું નિર્માણ થયું છે. અન્ય વિવિધ સ્તરે ભૂતકાળ કરતાં આપણે અમુક સ્તરે પ્રગતિ નોંધાવી છે, પરંતુ ચૂકવણીની તુલાના આંકડા અન્ય તમામ સાનુકૂળતાને ઢાંકી દે છે. બે દાયકા પહેલાં ચાલુ રાખવાની ખાધ જીડીપીના ચાર ટકાની નજીક હતી પરંતુ તેની સામેના અવરોધોનું પ્રમાણ નીચું હતું. જ્યારે આજે તો અવરોધ સિવાય કશું દેખાતું જ નથી. જે જોતા આગામી સમયમાં કોઈ મહા મુસીબતના એંધાણ જોવા મળે તો નવાઈ નહીં.... !
આપણા અર્થતંત્ર પર માત્ર ઘરઆંગણાની પ્રતિકૂળતાઓ જ અસર કરે છે તેમ નથી. વૈશ્વિક પ્રતિકૂળતાઓની પણ આપણા અર્થતંત્ર પર સીધી જ અસર થાય છે. ઘરઆંગણે મોંઘવારી, વિવિધ કાચા માલ સામાનના ભાવમાં વધારો, બજારમાં હરીફાઈ જેવા પરિબળોની અસર જોવા મળે છે તો બીજી તરફ યુરોપીયન દેશો તેમજ અમેરિકાના અર્થતંત્રની મંદ પડેલી ચાલના કારણે નિકાસ વૃદ્ધિનો દર પણ ધીમો પડ્યો છે.
મહત્ત્વની બાબત તો એ છે કે નિકાસમાં ઘટાડા સામે ૪૮૯ બિલિયન યુએસ ડોલરના આયાત બિલમાં ફકત ક્રૂડ ઓઈલ અને સોનાના એકલાના ૪૪ ટકાના હિસ્સા સાથે નાણાંકીય વર્ષ ૨૦૧૧-૧૨ દરમિયાન ભારતની વેપાર ખાધ કોઈપણ સમયની સૌથી વધારે એવી ૧૮૫ બિલિયન ડોલરે પહોંચી છે,જેથી અર્થતંત્ર માટે ‘ગંભીર’ પડકાર ઉભો થયો છે. આયાતોની સામે કુલ ૩૦૩.૭ ડોલરની નિકાસ થઈ છે.
વાણિજ્ય મંત્રાલયે જાહેર કરેલા આંકડાઓ અનુસાર પાછલા નાણાંકીય વર્ષે નિકાસ ૨૧ ટકા વધીને ૩૦૩.૭ બિલિયન ડોલર થઈ હતી. માર્ચમાં જોકે નિકાસ સા ટકા ઘટીને ૨૮.૭ બિલિયન ડોલર થઈ હતી.
તે મહિને કુલ ૪૨.૬ બિલિયન ડોલરની આયાત થતાં ૧૩.૯ બિલિયન ડોલરની વેપાર ખાધ રહી હતી તેમ વાણિજ્ય સચિવ રાહુલ ખુલ્લરે જણાવ્યું હતું.
તેમણે કહ્યુ હતું કે ચાલુ નાણાંકીય વર્ષે વેપાર ખાધની પરિસ્થિતિ વધારે વણસી શકે છે. વર્તમાન સ્થિતિમાં પણ નિકાસમાં ૨૮ ટકાનો વિકાસ જાળવી રાખવાનું જરૂરી છે.
તેમણે એવો પ્રશ્ન કર્યો હતો કે, ‘જો લેણદેણની તુલા(બેલેન્સ ઓફ પેમેન્ટ-બીઓટી) જ્યાં હતી ત્યાં જ રહેવાની હોય તો આપણી નિકાસ ૨૮ ટકાના દરે વધે તેમ જરૂરી છે અને તે અશક્ય છે, આપણે તેમ કરી શકતા નથી...૨૫-૩૦ ટકાના વિકાસના ઢોલનગારા આપણે ક્યાં જઈને વગાડીશું ? જ્યારે અમેરિકામાં રિકવરીનાં સંકેતો છે ત્યારે યુરોપનો દેખાવ સારો નથી.’
રિઝર્વ બેંક માટે પણ સૌથી વઘુ બીઓટી ચંિતાનો વિષય છે. ચાલુ ખાતાની ઘટને પૂરી કરવાની કામગીરીએ મોટો પડકાર ઉભો કર્યો છે તેમ રિઝર્વ બેંકે ૧૭મી એપ્રિલની તેની ક્રેડિટ પોલિસી રિવ્યુમાં કહ્યું હતું.
સોના અને ક્રૂડ ઓઈલની કંિમતમાં ૨૦૧૧-૧૨ જેટલી ઝડપે વધારો નહીં થાય એવી આશા તેમણે વ્યક્ત કરી હતી. અત્યારે બંને કોમોડિટીના ભાવ ઉંચા છે તેથી માગ ઘટશે.
વર્ષ પ્રતિ વર્ષના ધોરણે સોના-ચાંદીની આયાત ૪૪.૪ ટકા વધીને ૬૧.૫ બિલિયન ડોલર થઈ હતી ત્યારે ક્રૂડની આયાત ૪૬.૯ ટકા વધીને ૧૫૫.૬ બિલિયન ડોલર થઈ હતી.
એન્જિનિયરંિગ, પેટ્રોલિયમ અને જેમ્સ-જ્વેલરીની નિકાસ અનુક્રમે ૧૬.૯ ટકા,૩૮.૫ ટકા અને ૧૩.૩ ટકા વધીને ૫૮.૨ બિલિયન, ૫૭.૫ બિલિયન અને ૪૫.૯ બિલિયન ડોલર થઈ હતી.

ભારતીય અર્થતંત્રનો વૃદ્ધિ દર ત્રણ વર્ષ પહેલાં ૯ ટકા ઉપર હતો તે આજે ઘટીને ૬.૬ ટકા થઈ ગયો છે. આર્થિક સ્તરે વિવિધ મોરચે પીછેહઠ થઈ રહી છે. વિવિધ આંકડા એટલે કે ફુગાવા, ઉત્પાદનના આંકડા અર્થતંત્રની નબળાઈની ચાડી ખાય છે. ઘરઆંગણાની સાથોસાથ વૈશ્વિક પ્રતિકૂળતાઓ પણ આપણા અર્થતંત્રને સીધી અસર કરતા હોઈ આગામી સમયમાં દેશની આર્થિક સ્થિતિ વઘુ વણસશે વઘુ કથળશે તેમાં શંકાને કોઈ સ્થાન નથી. આમ છતાં સબ સલામત હૈની બાંગો પોકારવાનો કોઈ અર્થ ખરો ? લેઈટ અસ વેઈટ.... આગામી સમયમાં આ પરિસ્થિતિ ક્યાં સુધી પહોંચે છે તે જાણવા માટે રાહ જોવી પડશે. લેઇટ અસ વેઇટ એન્ડ વૉચ.

 
 

Gujarat Samachar Plus

વાસ્તવિક જીવનમાં નેકને છે, પ્રેગનેન્સીની સ્ટ્રોંગ 'કહાની'
સોરી બાપુ... ખરાબ અક્ષરો અધૂરા ભણતરની નિશાની નથી રહ્યા...
શહેરની પ્રાચીન સ્ટ્રીટલાઇટ, પીર મહંમદ લાઇબ્રેરીમાં અકબંધ છે
અદિતી ગોવિત્રીકર કહે છે, બાળકો મારી ફર્સ્ટ પ્રાયોરિટી છે
 

Gujarat Samachar Plus

ચોગ્ગા-છગ્ગાની રમઝટને વઘુ ૧૫ લાખ ક્રિકેટ ક્રેઝી માણશે
ગરમીની સીઝનમાં મેંગો માસ્કથી લાવો ત્વચામાં નિખાર
સફળતાનો આધાર સારા લોકેશન પર રહેલો છે
તમારા કોસ્મેટિક્સની સારસંભાળ કેવી રીતે કરશો?
 
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

ગાંધીનગરમાં ભીષણ આગ

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved