Last Update : 26-March-2012,Monday
 

સંવેદના કદાચ માણસ એ પૃથ્વી પરનું સૌથી વઘુ નબળુ પ્રાણી છે

 


માણસ કરતાં પ્રાણીઓ વઘુ શક્તિશાળી
પાંદડા કોરી ખાતી લીલી ઈયળ તેના શરીરના વજન કરતાં ૫૦ ગણુ વઘુ વજન ઉંચકી શકે છે ઃ ૬૬૦ પાઉન્ડના વજન સાથે વાઘ ૧૧ ફૂટ ઉપર પહોંચી શકે છે

પ્રાણીઓ માનવ જાત પર હુમલો કરવાનું શરૂ કરે તો વિચારો શું થાય? એટલે જ માણસે શસ્ત્રો બનાવ્યા છે અને સતત તેનો શિકાર કરવા વિચારે છે

પૃથ્વી પર કદાચ સૌથી નબળું કોઈ પ્રાણી હોય તો તે માનવજાત છે. એટલે જ કદાચ આપણે મશીન અને શસ્ત્રો પર આધાર રાખી રહ્યા છીએ. તેમજ જેમ જેમ વર્ષો પસાર થઈ રહ્યાં છે એમ એમ આપણી લાઈફ સ્ટાઈલ અને ભેળસેળીયા ખોરાકના કારણે આપણાં શરીર વિવિધ રોગોના ઘર બની રહ્યાં છે. મજબૂત પ્રાણીઓ પર નજર કરશો તો લાગશે કે ભગવાનના આશિર્વાદ તેમના પર ઉતર્યા છે, તેમના દિલ ચોખ્ખા હોય છે અને પૃથ્વી પર કબજો જમાવવાની તેમની કોઈ ઇચ્છા નથી હોતી. જોકે તેમનામાં રહેલી શક્તિ જોતા એમ લાગે છે કે તે આવી ઈચ્છા કરી શકે છે. નોર્થ અમેરિકાના પશ્ચિમ વિસ્તારોમાં બ્રાઉન કલરના મોટા રીંછ મળી આવે છે. તેઓ કોઈ માટે જોખમરૂપ નથી. તેના સંવનન કાળ દરમ્યાન તે ઝરણાં પાસે અને તળાવો નજીક વઘુ જોવા મળે છે. ત્યાંની માછલીઓ તે આરોગે છે. દર બે વર્ષે માદા બે નાના બચ્ચાંઓને જન્મ આપે છે અને જ્યાં સુધી તે મોટા ના થાય ત્યાં સુધી પોતાની સાથે રાખે છે અને રક્ષણ કરે છે. જોકે આ વિસ્તારમાં આવતા ૧૩ વર્ષની ઉપરના સ્પોર્ટસમેન તેમને ઠાર મારે છે. આ લોકો દુર તેમની કાર પાછળ છુપાઈ રહે છે અને દૂરથી રીંછનો શિકાર કરે છે. રીંછ તેના વજનની માત્રાથી ૮૦ ટકા વજન ઉંચકી શકે છે. તેમનું વજન ૧૫૦૦ પાઉન્ડ હોય છે અને તે ૧૨૦૦ પાઉન્ડ વજન ઉંચકી શકે છે.
જો હું મારા વજનના પાંચ કિલો જેટલું વજન ઉંચકી શકું છું તો હું ફીટ-તંદુરસ્ત ગણાઉં છું. જે મારા શરીરના વજન કરતાં પાંચમા ભાગ જેટલું હોય છે. દક્ષિણ અમેરિકામાં મોટો અને બિનઝેરી ગ્રીન એનેકોન્ડા જોવા મળે છે. તે વિશ્વમાં સૌથી મોટો સાપ છે. તેના શરીરના વજન જેટલી જ વસ્તુને ભરડામાં લઈને ભીંસીને મોતને ઘાટ ઉતારી શકે છે. જે અંદાજે ૫૫૦ પાઉન્ડ વજનનું હોઈ શકે છે. મસલ અને ભરડાની દ્રષ્ટિએ તાકાતવાન એવું આ પ્રાણી નદી કે તળાવના કિનારે મળી આવે છે અને ખૂબ ખોરાક લે છે. તે પોતાના શરીર કરતાં વઘુ વજન ધરાવતી ચીજને પણ ભરડામાં લઈ શકે છે.
ભારતમાં બળદ તરીકે ઓળખાતા વિશાળ પ્રાણીને ગાડું ખેંચવામાં વપરાય છે. હકીકત એ છે કે આજે પણ ૭૦ ટકા લોકો તેનો ઉપયોગ કરે છે અને તે માલ-સામાન પણ ખેંચે છે. તેનો ઉપયોગ જમીન ખેડવામાં, પરિવહનના સાધન તરીકે, બીયાનું પીલાણ કરવામાં, સંિચાઈ માટે પાણી ખેંચવા સહિતના કામોમાં વપરાય છે. બળદની જોડી આર્થાત્‌ બે બળદના ગળા પર લાકડી મુકીને ગાડા સાથે બાંધવામાં આવે છે, તેમના નાકના મજબૂત મસલથી તે ગાડાને ખેંચે છે. તે તેમના વજન કરતાં દોઢ ગણું વજન ખેંચી શકે છે અને ખાડા-ટેકરા વચ્ચેથી પસાર થઈ શકે છે. તેમનું વજન ૧૩૦૦ પાઉન્ડ હોય છે પરંતુ તે ૨૦૦૦ પાઉન્ડનું વજન ઉંચકી શકે છે.
એવી જ રીતે વાઘ તેના ૬૬૦ પાઉન્ડના વજન સાથે ૧૧ ફૂંટ ઊંચો કૂદકો મારી શકે છે. તેના શરીર કરતાં લગભગ બમણું વજન ઉંચકીને તે ૧૦ ફૂટની વાડ કૂદી શકે છે!! વાઘ, નાની ગાયને તેના જડબા વચ્ચે દબાવીને ઝાડ પર પણ ચઢી શકે છે. ગીધ તેના શરીર કરતાં ચાર ગણા વજનવાળી વસ્તુ ઉડતી વખતે ઉંચકી શકે છે. ૧૦૦ પાઉન્ડ વજન સુધીના સસ્તન પ્રાણીઓમાં કોઈ ચિત્તાની તોલે આવી શકે એમ નથી. તે માત્ર માણસ કરતાં સાત ગણી તાકાતે કોઈ વસ્તુ ખેંચી શકે છે એવું નથી પણ તેના શરીર કરતાં દશ ગણા મોટા પ્રાણી પર ત્રાટકી શકે છે.
વાંદરાઓની જાતમાં ગોરીલાઓ સૌથી મોટા હોય છે જે મઘ્ય અમેરિકામાં જોવા મળે છે. ગોરીલાના ડીએનએ મનુષ્ય જેવા જ ૯૫ અને ૯૯ ટકા વચ્ચે હોય છે તે લોકો માનવ જાતની તદ્દન નજીકના મનાય છે. બે ચિપાન્ઝીની જાતિ પરથી તે જાણવા મળે છે. તેમ છતાં પણ આપણે તેનો શિકાર કરતાં અટકતાં નથી, તેના પર પ્રયોગો કરતાં કે તેને ખાતાં અચકાતાં નથી. જોતે આપણા જેવી જ વિનાશની વૃત્તિ ધરાવતા હોય તો શું થાય તે જોઈએ.
તે તેમના શરીરના વજન કરતા દશ ગણું વજન ઉંચકી શકે છે. તેમનું વજન ૪૫૦ પાઉન્ડ હોય છે અને તે ૪૬૦૦ પાઉન્ડ એટલે કે ૩૦ પુખ્ત વયના માણસો જેટલું વજન ઉંચકી શકે છે. ગેરીલાઓના હાથમાં લાંબા મસલ્સ હોય છે. તેમના હાથની તાકાતનો તે વૃક્ષો તોડવા, ઝાડ-પાન ભેગા કરવા અને સંરક્ષણનો સમય આવે ત્યારે કરે છે.
પાંદડા કોરી ખાતી કીડીઓની ૪૭ જાત હોય છે. તે દક્ષિણ અને મઘ્ય અમેરિકામાં જોવા મળે છે. આ કીડીઓ પણ આપણા કરતાં શક્તિશાળી હોય છે. આ કીડીઓ તેના વજન કરતાં ૫૦ ગણુ વઘુ વજન ઉંચકી શકે છે. વિચારો કે નાનું બાળક ટ્રક ઉંચકતું હોય એવું લાગે !! પાંદડા કોરી ખાતી (લીલી ઇયળ) કીડીઓનું જીવન લગભગ માણસ જેવું હોય છે તે પૃથ્વી પર માણસો વચ્ચે સૌથી વઘુ રહેતું પ્રાણી છે. તે આપણી માફક રહે છે. ખોરાક ભેગો કરે છે, લડત ઉપાડે છે, તેમને નોકરો હોય છે, પોતાના બચ્ચાંની સાર-સંભાળ રાખે છે, બ્રિજ અને ઑવરબ્રિજ બનાવે છે. વિચારો કે તે આપણા કરતાં અડધી સાઇઝની હોત તો આપણે તેની સેવા કરવી પડત !!
પૃથ્વી પર રહેતી સસ્તન પ્રાણીની સૌથી મોટી જાત હાથી છે. તેમને કુદરત તરફથી કોઈ જોખમ નથી હોતું. પરંતુ તેમના દાંત-હાથી દાંતની દાણચોરીના કારણે તેમનો નાશ થઈ રહ્યો છે. તેઓ માનવ જાત જેટલો જ બુદ્ધિશાળી હોય છે, કેટલાક કેસોમાં તો વઘુ બુદ્ધિશાળી હોય છે પરંતુ તે માયાળુ અને સંવેદનશીલ હોય છે જે આપણા માટે લાભદાયી છે. હાથીનું વજન ૧૨ હજાર પાઉન્ડ હોય છે અને ૨૦ હજાર પાઉન્ડ જેટલું વજન અર્થાત્‌ ૧૩૦ પુખ્ત ઉંમરના માણસો જેટલું વજન ખેંચી શકે છે. વિચારો કે જો તે આપણા પર આક્રમણ કરવા ધારે તો શું થાય ?? જોકે વિશ્વના સૌથી વઘુ શક્તિશાળી પ્રાણી તરીકેનું ટાઇટલ ડંગ બીટેલ પાસે છે. જ્યારે પુખ્ત ઉંમરનો માણસ ૯૫૦૦૦ કિલોગ્રામ વજન ખેંચી શકે ત્યારે તે બીટેલની સરખામણી કરી શકે છે. ડંગ બીટેલ તેના શરીરના વજન કરતા ૧૧૪૦ ગણું વઘુ વજન ખેંચી શકે છે. આ જાતિમાં આવતા આગળ શીંગડાવાળો ગેંડો શક્તિશાળી પ્રાણીની યાદીમાં બીજા નંબરે આવે છે, તે તેના વજન કરતાં ૮૫૦ ગણું વઘુ વજન ઉંચકે છે.
સૌથી વઘુ તાકાત ધરાવતા પ્રાણીઓમાં બ્લ્યુ વ્હેલ ટોપ પર છે. તે વેજીટેરીયન છે અને ક્યારેય માણસ જાત પર હુમલો નથી કરતી. મીઠા પાણીમાં રહેતો મગર, સંિહ કરતાં પણ ત્રણ-ચાર ગણી તાકાતથી જડબું દબાવે છે. આ જડબું દબાવવાનો ફોર્સ એટલો બધો હોય છે કે જાણે તમારા માથા પર કાર પડે અને જે ફોર્સ અનુભવાય એટલો હોય છે. વિજ્ઞાનીઓ એવી દલીલ કરે છે કે વિશ્વનું શક્તિશાળી પ્રાણી કોપપોડ છે જે માંડ એક મી.મી. લાંબુ હોય છે. તે વિશ્વનું સૌથી ઝડપી અને સૌથી વઘુ આજ્ઞાન્કિત પ્રાણી પણ છે. દરિયામાં, તાજા પાણીના વહેણમાં તે મળી આવે છે. માછલીઓ, વ્હેલ, દરિયાઈ પક્ષીઓ વગેરે તેનો કોળીયો કરી જાય છે. તે પણ માછલીઓ, શાર્ક, દરિયાઈ પ્રાણીઓ સાથે જોડાયેલા હોય છે. આંખના આંસુના ટીપા જેવો તેમનો આકાર હોય છે.........., તેમનો ભાગી છૂટવા માટેનો જમ્પ મજબૂત અને અસરકારક હોય છે. તે દર સેકન્ડે અડધો મીટર જેટલો જમ્પ મારે છે, તે સેકન્ડના ગણત્રીના ભાગમાં મજબૂત જમ્પ મારે છે, માણસે તૈયાર કરેલી મોટર કરતાં પણ તે વઘુ મજબૂત હોય છે.
આપણે માત્ર તાકાતથી જ રામ કેવી રીતે બની શકીએ ?

 
 

Gujarat Samachar Plus

વાસ્તવિક જીવનમાં નેકને છે, પ્રેગનેન્સીની સ્ટ્રોંગ 'કહાની'
સોરી બાપુ... ખરાબ અક્ષરો અધૂરા ભણતરની નિશાની નથી રહ્યા...
શહેરની પ્રાચીન સ્ટ્રીટલાઇટ, પીર મહંમદ લાઇબ્રેરીમાં અકબંધ છે
અદિતી ગોવિત્રીકર કહે છે, બાળકો મારી ફર્સ્ટ પ્રાયોરિટી છે
 

Gujarat Samachar Plus

ચોગ્ગા-છગ્ગાની રમઝટને વઘુ ૧૫ લાખ ક્રિકેટ ક્રેઝી માણશે
ગરમીની સીઝનમાં મેંગો માસ્કથી લાવો ત્વચામાં નિખાર
સફળતાનો આધાર સારા લોકેશન પર રહેલો છે
તમારા કોસ્મેટિક્સની સારસંભાળ કેવી રીતે કરશો?
 
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

ગાંધીનગરમાં ભીષણ આગ

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved