Last Update : 26-March-2012,Monday
 

લુબ્રીકોટંિગ ગ્રીસ અને કટંિગ ઓઈલ

 


લુબ્રીકોટંિગ ગ્રીસનો ઉપયોગ જુદા જુદા પ્રકારના ઇન્ડસ્ટ્રીઝમાં વર્ષોથી થતો આવ્યો છે. ત્યારે હાલની મોર્ડન ઇન્ડસ્ટ્રીઝમાં ઉચા પ્રકારના ગ્રીસનો ઉપયોગ થઈ રહ્યો છે. જેમાં સોડિયમ, કેલ્શિયમ અને લિથીયમ ગ્રીસનો ઉપયોગ બહોળા પ્રમાણમાં થઈ રહ્યો છે.
આપણા ભારતમાં મલ્ટીનેશનલ કંપનીઓ આવ્યા પછીથી આ પ્રોડક્ટસોમાં સારો એવો સુધારો થયો છે. અને સ્ટાન્ડર્ડ પ્રોડક્ટસો બજારમાં મળતા થયા છે. તેમ તેનો વપરાશ પણ વધતો ગયો છે.
મોર્ડન પ્રકારના ગ્રીસ એનવીરોનમેન્ટલ પદ્ધતિ પ્રમાણેના બનાવવામાં આવી રહ્યાં છે. જે રસ્ટ, વોટર, વ્યુમિડીટી અને ડસ્ટની સામે પૂરેપૂરુ પ્રોટેકશન આપે છે. આ પ્રકારના ગ્રીસ સેમી-સોલિડ અથવા સોલિડ-ફલ્યુડ પ્રકારના હોય છે. ગ્રીસ ત્રણ કમ્પોનેટ પ્રકારના હોય છે. (૧) ફલ્યુડ કમ્પોનેટ, (૨) થીકનર (૩) એડિટીવ અથવા સિન્થેટિક કમ્પોનેટથી બનેલા હોય છે.
ફલ્યુડ કમ્પોનેટ લગભગ મિનરલ બેઇઝ અથવા સિન્થેટિક ફલ્યુડમાંથી બનાવવામાં આવે છે. થીકનર પ્રકારના ગ્રીસ સોપ અથવા નોન-સોપ ના હોય છે. જેમાં કોમ્પલેક સોપ સાથે પોલિયુરિયા ઓરગેનિક કલે અથવા ફયુમ્ડ સિલીકા વર્ડ થીકનસર ગ્રીસ બનાવવામાં આવે છે. એડિટીવ કમ્પોનેટ ગ્રીસમાં મોડીફાઇ ફીલર નાખવામાં આવે છે. સોપ બેઇઝ થીકનર ગ્રીસમાં લોંગ સેઇન કાર્બોકસિલીક એસિડના રીએકશનથી બનાવવામાં આવે છે. જેમાં ૨૫ ટકા સોપ, ૭૦ ટકા મિનરલ ઓઇલ અને ૫ ટકા એડિટીવ નાખવામાં આવે છે. સોડિયમ અને કેલ્શિયમ પ્રકારના ગ્રીસ નાની ઇન્ડસ્ટ્રીઝમાં વધારે પડતા વપરાય છે.
લિથીયમ ગ્રીસ ઃ લિથીયમ ગ્રીસનો વપરાશ હેવી ડયૂટી અને લોંગ લાઇફ બેરંિગ એપ્લીકેશન તરીકે કરવામાં આવે છે. કારણ કે લિથીયમ ગ્રીસનું પરફોમસ ઘણું જ ઉંચુ હોય છે. જેથી પૂરા વર્ડમાં લિથીયમ ગ્રીસનું ઉત્પાદન ખૂબ જ મોટા પ્રમાણમાં થાય છે. હવે ભારતમાં પણ
લિથીયમ ગ્રીસ બનાવવા માટેના કી-ઇનગ્રેડીએન્ટ ઃ બેઇઝ ઓઈલ, લિથીયમ હાઇડ્રોક્સાઈડ, એસિડ ઓઈલ, મિથાઈલ ઇસ્ટર જેવા રસાયણને ૧૫૦ સે.ગ્રેડ તાપમાને રીએકશન આપવામાં આવે છે. જેથી આ રસાયણ ડી-હાઇડ્રેડ બને છે. ત્યારબાદ તેમાં પાણીનો ઉમેરો કરી ૨૦૦ સે. ગ્રેડ તાપમાને રીએકશન આપવામાં આવે છે. છેલ્લે તેને ઠુંડુ પાડવામાં આવે છે. ત્યારબાદ ગ્રાઇન્ડીંગ કરી પેકીંગ કરવામાં આવે છે. જેથી તે વેચાણ માટે યોગ્ય બને છે.
પોલિ યુરિયા ગ્રીસ બનાવવા માટેના કી-ઇનગ્રેડીએન્ટ ઃ ફેટી કોમ્પલેક્સ સોપ બેઇઝ, ક્લે થીકનર, ડાય આઇસોનેટ, મોનો ઇથેનોલ એમાઇન, ડાયઇથેનોલ એમાઇન, આલકાઇલ યુરિયા, આરાઈલ યુરિયા, નો ઉપયોગ કરી પોલિયુરિયા ગ્રીસ બનાવી શકાય છે.
સૌ પ્રથમ પોલિયુરિયાને પલ્વરાઇઝ કરી બેઇઝ ઓઇલ સાથે મેળવવામાં આવે છે તેમજ ઓક્સીડેન્ટ એજન્ટ અને એન્ટીવેર માટે ફોસ્ફરસ તથા રસ્ટઇનહેબીટર તરીકે સોડિયમ નાઇટ્રેટનો ઉપયોગ કરવામાં આવે છે. જેથી પોલિયુરીયા ગ્રીસ બને છે.
કટંિગ ઓઈલ ઃ આપણા દેશમાં નાના મોટા લોખંડના ઘણા કારખાનાઓ છે જે લોકો લેથમશીન ચલાવી મશીન પાર્ટસ બનાવતા હોય છે. જેથી એ લોકોને કટંિગ ઓઇલની જરૂરત રહેતી હોય છે. જ્યારે પણ લોખંડને આકાર અથવા ડાય બનાવવાની હોય, ત્યારે લોખંડના ટૂકડાને લેથ મશીન પર લેવામાં આવે છે. લેથ મશીન સાથે જોડેલ લોખંડની તીક્ષ્ણધારથી લોખંડને સેફ આપવા ઘર્ષણ આપવામાં આવે છે. જેથી લોખંડનો ટૂકડો ઘસાતો જાય છે. ‘‘લોઢુ લોઢાને કાપે’’ એ કહેવત પ્રમાણે.
આ રીતે લોખંડે-લોખંડ ઘસાવાથી ગરમીને કારણે લેથ મશીન સાથે જોડાયેલ તીક્ષ્ણ બ્લેડને નુકસાન ન પહોંચે અને આસાનીથી સેફ મેળવી શકાય તે માટે કટંિગ ઓઈલનો ઉપયોગ કરવામાં આવે છે. જે લોખંડની ગરમી ઓછી કરે છે અને કપાયેલ લોખંડની કરસ (કણી)ઓને દૂર કરે છે. સાથે લોખંડને કાટ લાગવાથી બચાવે છે. કટંિગ ઓઇલ ઇમલશન બેઝ હોય છે. જે પાણીમાં મળવાથી સફેદ બને છે. અને આ સફેદ પાણીનો લોખંડના કારખાનેદારો ઉપયોગ કરે છે.
કટંિગ ઓઈલ બનાવવા માટેના કી-ઇનગ્રેડીએન્ટ ઃ ઓલિક એસિડ, સ્પીન્ડલ ઓઇલ ફીનોલ, ટ્રાય ઇથેનોલ એમાઈન, ઇમલસીફાયર, મિથાઇલ અને પ્રોપાઈલ પેરાબીન વડે કટંિગ ઓઇલ બનાવી શકાય છે.
લાઇસન્સ ઃ ધ લાઇસન્સ અન્ડર ધ ઇન્ડસ્ટ્રીઝ ઍક્ટ એન્ડ ક્લીયરન્સ ફોર્મ પોલ્યુસન કન્ટ્રોલ બોર્ડ ઇઝ એ મસ્ટ.

હોમ લોનની ચુકવણી અને તમે
એપ્રિલ, ૨૦૧૨ના રોજ રૂા. ૩૦ લાખ સુધીની લોનની રકમ માટે ઈએમઆઈ(ઈક્વેટેડ મન્થલી ઈનસ્ટોલમેન્ટ્‌સ) અને ફ્‌લોટંિગ ઈન્ટરેસ્ટ રેટ
૧૦ વર્ષ ૨૦ વર્ષ
ધિરાણકર્તા વ્યાજ(%) ઈએમઆઈ વ્યાજ(%) ઈએમઆઈ
રૂા. ૧ લાખદીઠ રૂા.૧ લાખદીઠ
એક્સિસ બેંક ૧૧.૦૦ ૧૩૭૮ ૧૧.૦૦ ૧૦૩૨
બેંક ઓફ બરોડા ૧૧.૨૫ ૧૩૯૨ ૧૧.૫૦ ૧૦૬૬
બેંક ઓફ ઈન્ડિયા ૧૧.૦૦ ૧૩૭૮ ૧૧.૦૦ ૧૦૩૨
બેંક ઓફ મહારાષ્ટ્ર ૧૦.૮૫ ૧૩૬૯ ૧૧.૧૦ ૧૦૩૯
કોર્પોરેશન બેંક ૧૧.૬૫ ૧૪૧૫ ૧૧.૬૫ ૧૦૭૭
એચડીએફસી* ૧૦.૫૦ ૧૩૪૯ ૧૦.૫૦ ૯૯૮
આઈસીઆઈસીઆઈ બેંક* ૧૦.૫૦ ૧૩૪૯ ૧૦.૫૦ ૯૯૮
આઈડીબીઆઈ બેંક ૧૧.૦૦ ૧૩૭૮ ૧૧.૦૦ ૧૦૩૨
ઈન્ડિયન બેંક ૧૧.૦૦ ૧૩૭૮ ૧૧.૨૫ ૧૦૪૯
જેએન્ડકે બેંક ૧૨.૨૫ ૧૪૪૯ ૧૩.૭૫ ૧૨૨૫
એલઆઈસી હાઉ. ૧૦.૮૦ ૧૩૬૬ ૧૦.૮૦ ૧૦૧૯
ઓબીસી ૧૧.૧૫ ૧૩૮૬ ૧૧.૪૦ ૧૦૬૦
પીએનબી ૧૧.૫૦ ૧૪૦૬ ૧૧.૭૫ ૧૦૮૪
એસબીઆઈ ૧૦.૫૦ ૧૩૪૯ ૧૦.૫૦ ૯૯૮
યુનિયન બેંક ૧૧.૫૦ ૧૪૦૬ ૧૧.૭૫ ૧૦૮૪
કેનેરા બેંક ૧૧.૦૦ ૧૩૭૮ ૧૧.૨૫ ૧૦૪૯
અલાહાબાદ બેંક ૧૨.૨૫ ૧૪૪૯ ૧૨.૭૫ ૧૧૫૪
સિન્ડિકેટ બેંક ૧૨.૦૦ ૧૪૩૫ ૧૨.૫૦ ૧૧૩૬
ઈન્ડિયન ઓવરસીઝ ૧૧.૨૫ ૧૩૯૨ ૧૧.૫૦ ૧૦૬૬
ઈન્ડિયાબુલ્સ ૧૧.૦૦ ૧૩૭૮ ૧૧.૦૦ ૧૦૩૨
સેન્ટ્રલ બેંક ઓફ ઈન્ડિયા ૧૦.૭૫ ૧૩૬૩ ૧૦.૭૫ ૧૦૧૫
* આ ધિરાણકર્તાઓ જ્યા અમુક વર્ષ સુધી વ્યાજ દર ફિક્સ હોય અને તે પછી ફ્‌લોટંિગ ઈન્ટરેસ્ટ રેટ લાગતી સ્કીમ ધરાવે છે.અહીં આપેલા હોમ લોન માત્ર નિર્દેશાત્મક છે અને કસ્ટમરના ક્રેડિટ પ્રોફાઈલ મુજબ તેમાં ફેરફાર થઈ શકે છે.

 
 

Gujarat Samachar Plus

વાસ્તવિક જીવનમાં નેકને છે, પ્રેગનેન્સીની સ્ટ્રોંગ 'કહાની'
સોરી બાપુ... ખરાબ અક્ષરો અધૂરા ભણતરની નિશાની નથી રહ્યા...
શહેરની પ્રાચીન સ્ટ્રીટલાઇટ, પીર મહંમદ લાઇબ્રેરીમાં અકબંધ છે
અદિતી ગોવિત્રીકર કહે છે, બાળકો મારી ફર્સ્ટ પ્રાયોરિટી છે
 

Gujarat Samachar Plus

ચોગ્ગા-છગ્ગાની રમઝટને વઘુ ૧૫ લાખ ક્રિકેટ ક્રેઝી માણશે
ગરમીની સીઝનમાં મેંગો માસ્કથી લાવો ત્વચામાં નિખાર
સફળતાનો આધાર સારા લોકેશન પર રહેલો છે
તમારા કોસ્મેટિક્સની સારસંભાળ કેવી રીતે કરશો?
 
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

ગાંધીનગરમાં ભીષણ આગ

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved