Last Update : 26-March-2012,Monday
 

ભારતનો ઈન્ફર્મેશન ટેકનોલોજી ઉદ્યોગ નવા સીમાચિન્હને આંબશે

 

નીતિઓ તરફેણમાં રહે તો આઈટી ઉદ્યોગ મહારથી બને

 

ભારતમાં મોબાઈલ ટેલિફોની ઉદ્યોગ પણ નવા શિખરોને પાર કરશે અને એક સાધનમાં હજુ ઘણી બધી એપ્લિકેશન મળશે

ભારતનો ઈન્ફર્મેશન ટેકનલોજી(આઈટી) ઉદ્યોગ આ વર્ષે ૧૦૦૦ બિલિયન ડોલરની આવકના એક નવા સીમાચિન્હને પાર કરવા માટે સજ્જ છે. આજથી વીસ વર્ષ પહેલાં આઈટી ઉદ્યોગનું કદ માત્ર અડધો બિલિયન ડોલર હતું તેથી આ સીમાચિન્હ પ્રશંસાને યોગ્ય છે. નીતિઓ જો તરફેણમાં રહેશે તો આ ઉદ્યોગ હજુય નવી સિદ્ધિઓને પ્રાપ્ત કરવાની ક્ષમતા ધરાવે છે.
આજે આ ઉદ્યોગ ૨૮ લાખ લોકોને પ્રત્યક્ષ સહિત કુલ એક કરોડ લોકોને તેમની આજિવિકા પૂરી પાડે છે અને સંગઠિત ખાનગી ક્ષેત્રમા તે સૌથી મોટો રોજગારદાતા છે. દેશ માટે વિદેશી હુંડિયામણ કમાઈ આપનારો પણ તે મોટો ઉદ્યોગ છે.
આ સેક્ટરની સફળતાને પ્રસ્તુત આંકડાઓ દર્શાવે છે તેમ છતાં તેની પાસે રહેલી પૂરી ક્ષમતા બહાર આવવાનુ હજુ બાકી છે. સૌ પહેલાં તો આઈટી ઉદ્યોગે વિશ્વમાં ભારત અને ભારતીયોની છાપ બદલી નાખી, હવે તેમને વિજેતા તરીકે દુનિયા જુએ છે. બીજું કે તેણે દેશના ઉચ્ચ શિક્ષણ ખાસ કરીને એન્જિનિયરંિગ અને કોમ્પ્યુટર સાયન્સ જેવા અભ્યાસક્રમોમા પ્રાણ ફૂંક્યો છે. ત્રીજુ કે ગામડાંઓથી માડીને શહેરના લાખો લોકોને આકર્ષક રોજગારી આપી તેમ જ યુવતિઓની ભરતી કરીને જેન્ડર ઈક્વાલિટી આણી. આમ, એક સામાજિક પરિવર્તનમાં તેણે મોટુ યોગદાન આપ્યુ છે.છેલ્લે અને સૌથી અગત્યનું એમ છે કે આ ક્ષેત્રમાં તકોને નિહાળનારા યુવાવર્ગમાં ભવિષ્યનો આશાવાદ કેળવ્યો છે.
ફેમિલી બેકગ્રાઉન્ડ અથવા તો ‘કનેક્શન’ તો જ આગળ અવાય તેમ નથી પરંતુ, શિક્ષણ અને કાર્યોથી સફળતા મળે છે એવો સંદેશો આઈટી ઉદ્યોગે આપ્યો છે. આપણાં પાડેશી દેશોમાં જે બની રહ્યું છે તેના સંદર્ભમાં તો આ મેસેજ ખૂબ અગત્યનો છે.
સફળતા ટકાવવી મુશ્કેલ છે. આવનારા ભવિષ્યમાં ભારતના આઈટી ઉદ્યોગે ટેકનોલોજિકલ, મેનેજરિયલ અને જિઓપોલિટકલ વગેરે જેવાં અનેક પડકારોનો સામનો કરવો પડશે. અન્ય દેશો તરફથી સ્પર્ધા તીવ્ર બનશે અને સપ્લાય સાઈડની મર્યાદાઓ વધશે. વ્યાપારની પ્રતિકૂળતાઓ, માનવ સંસાધનો, ઈન્ફ્રાસ્ટ્રક્ચર વગેરે સમસ્યાઓ પેદા કરશે.
તેની સાથે તકો વધશે. નવી ટેકનોલોજી, પ્રોડક્ટ,પ્રોસેસ અને બિઝનેસ મોડેલમાં નવીનતા, ઉભરતા બજારો અને નવા કામકાજોના ક્ષેત્રે તકો વધશે. રોમાંચિત કરનારી આવી મોટા ભાગની તકો ભારતની અંદર છે. રસપ્રદ એમ છે કે તકોના લાભ અને નફો રળવાની સાથે સામાજિક ઉત્કર્ષમાં પણ તેનુ યોગદાન આવશે.
ભારતમાં ટેકનોલોજીના સમાજલક્ષી ઉપયોગની વિશાળ તકો છે અને તે ફકત કલ્પનાશક્તિથી સીમિત બને છે અને ક્યારે નિયમનકારી અવરોધોથી મર્યાદિત બને છે. સરકારી કામકામાં ખાસ કરીને નાગરિકસેવા સાથે સંકળાયેલા ક્ષેત્રોમાં જવાબદારી, કાર્યક્ષમતા અને વધારે પારદર્શિતાને લાવવામાં ટેકનોલોજીનો કેવો ઉપયોગ થઈ શકે છે તેના ઘણાં દૃષ્ટાંતો નેશનલ ઈ-ગવર્નન્સ પ્રોગ્રામ (એનઈજીપી) પૂરાં પાડે છે.
જન્મ અને મરણનું પ્રમાણપત્ર, જમીનના રેકોર્ડસ, કરવેરાની ચુકવણી, પાસપોર્ટ લેવો અને રિન્યુ કરાવવોવગેરે જેવી કેટલીય સેવાઓ હવે આઈટી-સમર્થિત છે. ૧૦૦,૦૦૦થી વધારે ગામોમાં કોમ્યુનિટી કોમ્પ્યુટર સેન્ટર મારફતે ઘરઆંગણે સેવા મળતી થઈ છે અને ૨,૫૦,૦૦ પંચાયતોમાં ટૂંક સમયમાં દુનિયાભરના દેશો મોબાઈલથી જોડાશે. સાર્વજનિક સેવાઓના વ્યાપને મોબાઈલ મારફતે પહોંચાડી શકાશે.
આઈટી ઉદ્યોગના ૧૦૦ બિલિયન ડોલરના સીમાચિન્હની માફક મોબાઈલ ટેલીફોન પણ એક બિલિયન સેલફોનના આંકડાને પાર કરી જશે. આ પહેલાં તેમની પાસે કશું જ ના હોય તે રીતે ભારતીયો મોબાઈલ ખરીદે છે તેથી ભારતમાં મોબાઈલ ટેલિફોનીએ અભૂતપૂર્વ ઝડપે વિકાસ સાઘ્યો છે.
મોબાઈલ ભલે ગમે તેણે વિકસાવ્યો હશે પણ તે એક સાધનના અનેક ઉપયોગ કરવાનું દુનિયાને ભારતીયોએ શીખવ્યુ છે. દાખલા તરીકે મોબાઈલનો બેટરીથી લઈને ઓડિયોવિડિયો સુધીનો ઉપયોગ કરવોઅને તેનાથી વધારે જે યુનિક ગિફ્‌ટ દુનિયાને ભારતે આપી છે તે છે - ‘મિસ્ડ કોલ’ !
મોબાઈલ એપ્લિકેશન્સમાં તીવ્ર ઝડપે વધારો થઈ રહ્યો છે. સ્માર્ટફોન રાખનાર લોકો વધશે તેની સાથે નવી એપ્લિકેશન-ઉપયોગો પણ વધશે. મોબાઈલ હેન્ડસેટ વધારે ઉપયોગી બનાવવાના રસ્તાઓ વિચારાય છે. દાખલા તરીકે તેન એક એવા મેડિકલ સાધન તરીકે વિકસાવવું કે જેથી તને મારફતે ડેટાને રિયલ ટાઈમમાં વિશ્વ્લેષણ અર્થે મોકલી શકાય.
બીજી પેઢીના ટેલિકોમ નેટવર્ક ઉભા થયાં છે અને ડેટા તથા પિક્ચરની ટ્રાન્સફર ત્વરિત બની છે. આરોગ્ય ઉપરાંતની બીજી અનેક સેવાઓ તેમાં ઉમેરાશે. યુઆઈડીએઆઈ પ્રોગ્રામ હેઠળ લોકોને બાયોમેટ્રિક આઈડી કાર્ડ આપવાનું ભગીરથ કાર્ય હાથ ધરાયું છે.તેની સાથે હજુ વધારે સેવાઓને ઉમેરવાનો અવકાશ છે.
આવા વિકાસ માટે ટેકનોલોજી ઉદ્યોગને સરકારની મજબૂત નીતિ, આર્થિક સહાય, વેપાર માટે યોગ્ય વાતાવરણ અને અમલદારશાહીમાં ઉદારતા વગેરેની જરૂર છે. માત્ર આશ્વાસન આપવાને બદલે સરકારે સાચા અર્થમાં સપોર્ટિવ પોલિસી બનાવવી જોઈએ.

 

 
 

Gujarat Samachar Plus

વાસ્તવિક જીવનમાં નેકને છે, પ્રેગનેન્સીની સ્ટ્રોંગ 'કહાની'
સોરી બાપુ... ખરાબ અક્ષરો અધૂરા ભણતરની નિશાની નથી રહ્યા...
શહેરની પ્રાચીન સ્ટ્રીટલાઇટ, પીર મહંમદ લાઇબ્રેરીમાં અકબંધ છે
અદિતી ગોવિત્રીકર કહે છે, બાળકો મારી ફર્સ્ટ પ્રાયોરિટી છે
 

Gujarat Samachar Plus

ચોગ્ગા-છગ્ગાની રમઝટને વઘુ ૧૫ લાખ ક્રિકેટ ક્રેઝી માણશે
ગરમીની સીઝનમાં મેંગો માસ્કથી લાવો ત્વચામાં નિખાર
સફળતાનો આધાર સારા લોકેશન પર રહેલો છે
તમારા કોસ્મેટિક્સની સારસંભાળ કેવી રીતે કરશો?
 
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

ગાંધીનગરમાં ભીષણ આગ

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved