સરખેજ પોલીસની ગ્રામ્ય એલ.સી.બી.એ અસંખ્ય મોટરસાયકલની ચોરીનો ભેદ ખોલીને ધંધુકાના કુલદીપસિંહ ઉર્ફે લાલો અજિતસિંહ ડાભીની ધરપકડ કરી ૨૦ મોટરસાયકલોની ચોરીનો ભેદ ખોલી નાખ્યો છે. સરખેજ બાવળા રોડ પર ઉજાલા ચોકડી પાસે વોચ રાખીને મોટરસાયકલ રોકતા ચાલક માહિતી છુપાવતા પોલીસે તેની ધરપકડ કરતા ૨૦ મોટરસાયકલોની ચોરીનો ભેદ ખુલ્યો છે. આમ આરોપીની સઘન પુછપરછ અને તપાસ પછી ૨૦ ચોરાઈ ગયેલ બાઈકોને જપ્ત કરવામાં આવેલ છે. આમાં હોન્ડા, સ્પ્લેન્ડર, પેશન, સીડી ડીલક્ષ, બજાજ ડીસકવર જેવા બાઈકોની ચોરીનો ભેદ ખુલ્યો છે. આ મોટરસાયકલોની ચોરી રાજકોટ, તારાપુર, ખંભાત, વડોદરા, જસદણ, વીંછીયા વિસ્તારોમાંથી ચોરી હતી.(તસ્વીરો ઃ ગૌતમ મહેતા)