Last Update : 23-April-2012, Monday

 
એર ઈન્ડિયાની આગામી છ વર્ષમાં દેવામાંથી બહાર નીકળવા યોજના
ચાલુ વર્ષે એરલાઇન્સે કેન્દ્ર સરકાર રૃા. ૬,૭૫૦ કરોડની સહાય કરશે
(પીટીઆઈ) નવીદિલ્હી, તા. ૨૨
ભારત સરકાર હસ્તકની માંદી પડેલ નાગરિક વિમાન સેવા, એર-ઇન્ડિયાને તેની આમૂલ પરિવર્તન યોજનાના ભાગરૃપે ૨૦૨૧ સુધીમાં રૃા. ૩૦,૦૦૦ કરોડ ઇક્વિટી ભંડોળમાં મળનાર છે. પરંતુ તે દરમિયાન માત્ર પાંચ થી છ વર્ષમાં જ એર-ઇન્ડિયા તેની તમામ ખોટ સાફ કરી નાખશે તેવી આશા રાખવામાં આવે છે. તેમ સત્તાવાર સાધનોએ આજે જણાવ્યું હતું.
ચાલુ નાણાંકીય વર્ષે જ આ એરલાઇન્સને રૃા. ૬,૭૫૦ કરોડ જેટલું અમફ્રન્ટ-ઇક્વિટી-ઇન્ફયુઝન મળનાર છે. સાથે એવી આશા પણ રખાય છે કે અત્યારે વાર્ષિક રૃા. ૧,૭૦૦ કરોડની ખોટ ખાઈ રહેલી આ એરલાઇન્સની ખોટ, આગામી પાંચ વર્ષમાં ઘટીને માત્ર રૃા. ૨૩ કરોડ જ થઈ જશે અને ૨૦૧૮ સુધીમાં તો તે નાણાંકીય રીતે સદ્ધર બની જશે તેમ એર-ઇન્ડિયાના ટોચના અધિકારીઓ જણાવે છે.
આ અંદાજે તે ગણતરીએ બાંધવામાં આવ્યા છે કે, એરલાઇન્સના ટર્નએરાઉન્ડ પ્લાન (ટીએપ) અને ફાયનાન્શ્યલ રિસ્ટ્રુકયરિંગ પ્લાન (એફઆરપી)ને સરકારે મંજૂરી આપી દીધી છે, અને તેનો યોજના બદ્ધ રીતે અમલ પણ કરવામાં આવશે.
૨૦૧૨ થી ૨૦૨૧ સુધીમાં રૃા. ૩૦,૨૩૧ કરોડ જેટલાં વધુ ઇક્વિટી ભંડોળો આપવા માટે સરકારે નિર્ણય કર્યો છે. સરકારે ૧૦ દિવસ પૂર્વે એર-ઇન્ડિયાની એન્જિનિયરિંગ અને ગ્રાઉન્ડ હેન્ડલિંગ સર્વિસીઝને બે વ્હાલવી-ઍન્ડ-સબ્સીડીયરીઝ તરીકે સ્થાપવા માટે મંજૂરી આપતાં હવે, અત્યારનો એમ્પોલયી-એરક્રાફટનો રેશિયો ૨૨૪ થી ઘટી ૧૦૦ બની જશે.
આ ઉપરાંત એર-ઇન્ડિયાને તેના લેણદારો જેવા કે, નાણાંકીય સંસ્થાઓ, બેન્કો, એલઆઇસી અને ઇપીએફઓ જેવી સંસ્થાઓને રૃા. ૭,૪૦૦ કરોડનાં નૉન-કન્વર્ટિબલ ડીબેન્ચર્સ (એનસીડી) આપશે. આ યોજના એર-ઇન્ડિયાએ તેની વર્કીંગ-હોસ્પિટલ માટે લીધેલી રૃા. ૨૧,૨૦૦ કરોડની લોનની ચુકવણીના ભાગરૃપે છે.
આ એરલાઇન્સ ઉપર અત્યારે રૃા. ૬૫,૫૦૦ કરોડનું દેવું છે. જેમાં રૃા. ૨૧,૨૦૦ કરોડ વર્કીંગ કેપિટલ રૃપે રૃા. ૨૨,૦૦૦ વિમાનો ખરીદવા માટે લાંબા ગાળાની લોન, રૃા. ૪,૬૦૦ કરોડ વેન્ડર્સડયુઝ વિમાનો કે ભાગો વેચનારના બાકી લેણા તથા કુલ એકત્રિત ખોટ રૃા. ૨૦,૩૨૦ કરોડ સમાવિષ્ટ છે.

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
એઈડ્સગ્રસ્ત કેદીઓના ત્રાસનો મહિલા કેદીનો આક્ષેપ
ચાર ધામની યાત્રાનો પ્રારંભ ૨૪ એપ્રિલથી
સુકમાના અપહૃત કલેક્ટર સલામત
એર ઈન્ડિયાની આગામી છ વર્ષમાં દેવામાંથી બહાર નીકળવા યોજના
આગામી પ્રમુખ તરીકે બિનરાજકીય વ્યક્તિની પસંદગી કરવી જોઈએ ઃ પવાર
અમેરિકા-ફિલિપાઈન્સની સંયુક્ત કવાયત સામે ચીનની ચેતવણી

આગામી છ મહિનામાં ડીઝલના ભાવ અંકુશ મુક્ત કરાશે ઃ કૌશિક બસુ

નડાલે સતત આઠમી વખત મોન્ટે કાર્લો ટાઇટલ જીત્યું
ટેબલટેનિસમાં સૌમ્યજીત અને અંકિતાનો ઓલિમ્પિકમાં પ્રવેશ
આજથી ઓસ્ટ્રેલિયા અને વેસ્ટ ઇન્ડિઝ વચ્ચે આખરી ટેસ્ટ
ભૂતપૂર્વ વર્લ્ડ ચેમ્પિયન સેમેન્યા લંડન ઓલિમ્પિક માટે ક્વોલિફાય

આજે રાજસ્થાન સામે બેંગ્લોર પરાજયનો બદલો લેવા આતુર

દીપડા સાથે બાથભીડી ભાઈએ બચાવ્યો મોટાભાઈનો જીવ
સાસરિયાનાં ત્રાસથી કંટાળેલી યુવાન પરિણીતાનો ગળાફાંસો

અમેરિકામાં મૂકબધિરો એન્જિનિયર ડોકટર કે જજ પણ બની શકે છે

 
 

Gujarat Samachar Plus

આઈરીશ યુવાન બ્રાયન ગૌફની અનોખી ટિફિન સેવા
ફરવાના ફંડામાં લોકર શોઘતા પરિવારો
એસ.ટીના કન્સેેશન પાસની પ્રોસેસ ટ્રાન્સપરન્ટ બનાવી
જંગલની અંઘારી રાતે આકાશનો અદ્દભૂત નજારો
કેરીના રસની મીઠાસમાં સેક્રિન અને સિન્થેટિક કલરની કડવાશ
 

Gujarat Samachar glamour

‘મારા ઘણા મિત્રો હોમોસેક્સ્યુઅલ છે!’ મલ્લિકા
ઐશ્વર્યા-અમિતાભ પ્રથમવાર એક જાહેરાતમાં સાથે ચમકશે!
માઘુરીને ‘માસ્ટર દીનાનાથ વિશેષ’ એવોર્ડ અપાશે!
રજનીકાન્ત રોકાણકારોને નુકશાન ભરપાઈ કરી આપશે!
રશિયામાં બોલીવુડની ફિલ્મો ફરીથી દર્શાવાની માંગણી કરાઈ
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

એન.આર.ઈન્સીટ્યુટ ડાન્સ પાર્ટી

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved