Last Update : 23-April-2012, Monday

 
જી-૨૦ દેશો આઇએમએફને ૪૦૦ અબજ ડોલરની સહાય કરશે
યુરોપને દેવા કટોકટીમાંથી બહાર કાઢવામાં આ નાણાંનો ઉપયોગ કરાશે
વોશીંગ્ટન, તા. ૨૨
આંતર રાષ્ટ્રીય નાણા ભંડોળને ૪૦૦ અબજ ડોલરે પહોંચાડવા જી-૨૦ના તમામ દેશો કટિબદ્ધ થયા છે. જોકે બ્રાઝિલે નાણા ભંડોળ સાથે આ નાણાં સંસ્થામાં જે તે દેશના મતાધિકારને વધારવાની પણ હિમાયત કરી હતી.
આઇ.એમ.એફ. દ્વારા તેમનાં નાણાં ભંડોળને વધારીને ૪૦૦ અબજ ડોલર કરી આપવાની હિમાયત કરવામાં આવી હતી જેથી તેમની ધિરાણ ક્ષમતા બમણી થઈ શકે. આઇએમએફની એવી દલીલ હતી કે જો યુરોપની દેવા કટોકટી વધુ ઘેરી બને તો તેને સહાયરૃપ થવા કે તે સંકટને નિવારવા માટે તેમની પાસે પુરતી નાણાક્ષમતા હોવી જરૃરી છે. આ પ્રસ્તાવ પર જી-૨૦ દેશોના પ્રતિનિધિઓ સંમત થાય તેવી શક્યતા ઉજ્જવળ બની છે.
યુરોપીય યુનિયનના આર્થિક અને નાણાકીય સલાહકાર ઓલી રેહને જણાવ્યું હતું કે, અમે ૪૦૦ અબજ અમેરિકન ડોલર કે તેનાથી વધારે ભંડોળ એકત્રીત થાય તેમ ઇચ્છતા હતા. અને મને વિશ્વાસ છે કે જી-૨૦ દેશોની આજની બેઠકમાં અમે તે લક્ષ્યાંક સુધી પહોંચી જઈશું. જી-૨૦ દોશોના આ મુદ્દા અંગે જાણકારી ધરાવતા એક અધિકારીએ જણાવ્યું હતું કે આ સંદર્ભે જી-૨૦ના વિકસીત અને વિકાસશીલ તમામ દેશોના પ્રતિનિધિઓ સહમત છે અને નાણાકીય સંસાધનોને ૪૦૦ અબજ પહોંચાડી દેવાશે.
રશિયાએ પણ ખાતરી ઉચ્ચારી હતી કે આઇ.એમ.એફ.ના વડા ક્રિસ્ટીના લાગાર્ડેના ૪૦૦ અબજ ડોલરના લક્ષ્યને પૂર્ણ કરી દેવાશે. અગાઉ તેમણે જણાવ્યું હતું કે આઇ.એમ.એફે. યુરોપ અને જાપાન પાસેથી ૩૦૦ ડોલર ભંડોળ મેળવવાની ખાત્રી મેળવેલી છે. રશિયાના નાયબ નાણામંત્રી સર્ગેઈ સ્ટોચર્કે કહ્યું હતું કે, 'ટૂંકમાં જી-૨૦ દેશો તેમના ભંડોળની આખરી રકમની જાહેરાત કરશે. આ રકમ આઇ.એમ.એફ.ના વડાને સંતુષ્ટ કરી દે તેટલી હશે. આઇ.એમ.એફ.ના ભંડોળને બમણું કરવામાં રશિયા, ચીન અને બ્રાઝિલના ફાળાને મહત્ત્વનો માનવામાં આવે છે. આઇ.એમ.એફ. પાસે પણ યુરોપના નાણાકીય કટોકટીમાંથી પસાર થઈ રહેલા રાષ્ટ્રોને સહાયરૃપ થવા માટે પોતાની પાસે પૂરતું ભંડોળ હોવું જરૃરી હતું તેના સંદર્ભે ભંડોળ વધારવાનું લક્ષ્ય રાખવામાં આવ્યું હતું.'

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
એઈડ્સગ્રસ્ત કેદીઓના ત્રાસનો મહિલા કેદીનો આક્ષેપ
ચાર ધામની યાત્રાનો પ્રારંભ ૨૪ એપ્રિલથી
સુકમાના અપહૃત કલેક્ટર સલામત
એર ઈન્ડિયાની આગામી છ વર્ષમાં દેવામાંથી બહાર નીકળવા યોજના
આગામી પ્રમુખ તરીકે બિનરાજકીય વ્યક્તિની પસંદગી કરવી જોઈએ ઃ પવાર
અમેરિકા-ફિલિપાઈન્સની સંયુક્ત કવાયત સામે ચીનની ચેતવણી

આગામી છ મહિનામાં ડીઝલના ભાવ અંકુશ મુક્ત કરાશે ઃ કૌશિક બસુ

નડાલે સતત આઠમી વખત મોન્ટે કાર્લો ટાઇટલ જીત્યું
ટેબલટેનિસમાં સૌમ્યજીત અને અંકિતાનો ઓલિમ્પિકમાં પ્રવેશ
આજથી ઓસ્ટ્રેલિયા અને વેસ્ટ ઇન્ડિઝ વચ્ચે આખરી ટેસ્ટ
ભૂતપૂર્વ વર્લ્ડ ચેમ્પિયન સેમેન્યા લંડન ઓલિમ્પિક માટે ક્વોલિફાય

આજે રાજસ્થાન સામે બેંગ્લોર પરાજયનો બદલો લેવા આતુર

દીપડા સાથે બાથભીડી ભાઈએ બચાવ્યો મોટાભાઈનો જીવ
સાસરિયાનાં ત્રાસથી કંટાળેલી યુવાન પરિણીતાનો ગળાફાંસો

અમેરિકામાં મૂકબધિરો એન્જિનિયર ડોકટર કે જજ પણ બની શકે છે

 
 

Gujarat Samachar Plus

આઈરીશ યુવાન બ્રાયન ગૌફની અનોખી ટિફિન સેવા
ફરવાના ફંડામાં લોકર શોઘતા પરિવારો
એસ.ટીના કન્સેેશન પાસની પ્રોસેસ ટ્રાન્સપરન્ટ બનાવી
જંગલની અંઘારી રાતે આકાશનો અદ્દભૂત નજારો
કેરીના રસની મીઠાસમાં સેક્રિન અને સિન્થેટિક કલરની કડવાશ
 

Gujarat Samachar glamour

‘મારા ઘણા મિત્રો હોમોસેક્સ્યુઅલ છે!’ મલ્લિકા
ઐશ્વર્યા-અમિતાભ પ્રથમવાર એક જાહેરાતમાં સાથે ચમકશે!
માઘુરીને ‘માસ્ટર દીનાનાથ વિશેષ’ એવોર્ડ અપાશે!
રજનીકાન્ત રોકાણકારોને નુકશાન ભરપાઈ કરી આપશે!
રશિયામાં બોલીવુડની ફિલ્મો ફરીથી દર્શાવાની માંગણી કરાઈ
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

એન.આર.ઈન્સીટ્યુટ ડાન્સ પાર્ટી

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved