Last Update : 23-April-2012, Monday

 

મહારાષ્ટ્રમાં પક્ષીઓની પાંચ પ્રજાતિઓ લુપ્ત થવાના આરે

આ પંખીઓ ભયગ્રસ્ત બનવા પાછળના મુખ્ય કારણો શિકાર, જંતુનાશકોનો વધુ પડતો વપરાશ અને નષ્ટ થતા જતા આવાસ
મુંબઈ તા. ૨૨
મહારાષ્ટ્રમાં હાલ પક્ષીઓની પાંચ પ્રજાતિઓ એવી છે કે જે લુપ્ત થવાના આરે છે. ઇન્ટરનેશનલ યુનિયન ફોર કન્ઝર્વેશન ઓફ નેચર(આઇયુસીએન) રેડ લીસ્ટના મત પ્રમાણે ભારતમાં અત્યારેં પક્ષીઓની ૧૪ પ્રજાતિઓ અત્યંત ભયગ્રસ્ત છે. તેમાંથી સાત પ્રજાતિઓ મહારાષ્ટ્રમાં જોવા મળે છે.
મહારાષ્ટ્રમાં લુપ્ત થવાના આરે આવેલી પક્ષીઓની પ્રજાતિમાં વાઇટ રમ્પ્ડ વલ્ચર(સફેદ પૂંઠવાળા ગીધ), ઇન્ડીયન વલ્ચર(ભારતીય ગીધ), રેડ હેડેડ વલ્ચર(લાલ માથાવાળા ગીધ), ફોરેસ્ટ આઉલેટ(જંગલી ઘુવડ) અને સોશ્યેલબલ લેપવિંગ(ટિટોડી)નો સમાવેશ થાય છે.
આઇસીયુએનએ જણાવ્યું હતું કે 'ત્રણ કારણોને લીધે આ પ્રજાતિ ભયમાં મૂકાઈ છે. તેમનો શિકાર પુષ્કળ પ્રમાણમાં થાય છે. જંતુનાશકોનોે ભરપુર ઉપયોગ કરવામાં આવી રહ્યો છે, જે તેમના માટે જીવલેણ નિવડી રહ્યો છે અને આ પ્રજાતિઓ તેમનું પ્રાકૃતિક નિવાસસ્થાન ગુમાવી રહી છે.'
વિખ્યાત પક્ષીવિદ્ સતિષ પાંડેએ કહ્યું હતું કે 'ભયગ્રસ્ત યાદીમાં મૂકાયેલા પંખીઓ લુપ્ત થઈ રહ્યા હોવાનું મુખ્ય કારણ તેમણે ગુમાવલો વસવાટ છે.'
નેશનલ બોર્ડ ઓફ વાઇલ્ડલાઇફ હેઠળ રચાયેલી આ સમિતિએ લુપ્ત થવાના આરે આવેલી પ્રજાતિઓને ફરીથી ભયમુક્ત બનાવવા માટેની ગાઇડલાઇન તૈયાર કરી છે. આ દિશાનિર્દેશમાં ભયગ્રસ્ત પ્રજાતિઓની જાળવણીના પ્રયાસો તથા બહેતર આવાસ વ્યવસ્થાને પ્રધાન્ય આપવામાં આવ્યું છે.
ધ ગ્રેટ ઇન્ડીયન બસ્ટર્ડ ફાઉન્ડેશનના ડિરેક્ટર પ્રમોદ પાટિલે કહ્યું હતું કે 'ભારતમાં જે રીતે ધ ગ્રેટ ઇન્ડીયન બસ્ટર્ડને ભયમુક્ત કરવામાં આવ્યા એ જ પ્રમાણે પગલાં લઈ પક્ષીઓની અન્ય ભયગ્રસ્ત પ્રજાતિઓને પણ બચાવવી જોઇએ. આવાસની વ્યવસ્થાની સાથોસાથ સ્થાનિક સમુદાયને સંરક્ષણની કામગીરીમાં જોતરીને જ પક્ષીઓની પ્રજાતિઓને ફરીથી ભયમુક્ત કરી શકાય.'
બોમ્બે નેચરલ હિસ્ટરી સોસાયટી(બીએનએચએસ) તથા ઇન્ડીયન બર્ડ કન્ઝર્વેશન નેટવર્કના મહત્વના કાર્યક્રમોના અધ્યક્ષ રાજુ કાસામ્બેએ જણાવ્યું હતું કે '૨૦૧૨માં વિશ્વમાં ભયગ્રસ્ત થયેલા પંખીઓ વિશે બીએનએચએસએ માહિતી આપી છે. વિશ્વના પક્ષીઓ માટે આઇસીયુએનએ આપેલા રેડ લીસ્ટ સ્ટેટસનું પુનઃમૂલ્યાંકન કરવામાં આવી રહ્યું છે. આ દસ્તાવેજ મહત્વનો છે અને એ પ્રમાણે અગ્રતા આપીને જાળવણીના પગલાં લઈ શકાય છે.'
 

 

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
એઈડ્સગ્રસ્ત કેદીઓના ત્રાસનો મહિલા કેદીનો આક્ષેપ
ચાર ધામની યાત્રાનો પ્રારંભ ૨૪ એપ્રિલથી
સુકમાના અપહૃત કલેક્ટર સલામત
એર ઈન્ડિયાની આગામી છ વર્ષમાં દેવામાંથી બહાર નીકળવા યોજના
આગામી પ્રમુખ તરીકે બિનરાજકીય વ્યક્તિની પસંદગી કરવી જોઈએ ઃ પવાર
અમેરિકા-ફિલિપાઈન્સની સંયુક્ત કવાયત સામે ચીનની ચેતવણી

આગામી છ મહિનામાં ડીઝલના ભાવ અંકુશ મુક્ત કરાશે ઃ કૌશિક બસુ

નડાલે સતત આઠમી વખત મોન્ટે કાર્લો ટાઇટલ જીત્યું
ટેબલટેનિસમાં સૌમ્યજીત અને અંકિતાનો ઓલિમ્પિકમાં પ્રવેશ
આજથી ઓસ્ટ્રેલિયા અને વેસ્ટ ઇન્ડિઝ વચ્ચે આખરી ટેસ્ટ
ભૂતપૂર્વ વર્લ્ડ ચેમ્પિયન સેમેન્યા લંડન ઓલિમ્પિક માટે ક્વોલિફાય

આજે રાજસ્થાન સામે બેંગ્લોર પરાજયનો બદલો લેવા આતુર

દીપડા સાથે બાથભીડી ભાઈએ બચાવ્યો મોટાભાઈનો જીવ
સાસરિયાનાં ત્રાસથી કંટાળેલી યુવાન પરિણીતાનો ગળાફાંસો

અમેરિકામાં મૂકબધિરો એન્જિનિયર ડોકટર કે જજ પણ બની શકે છે

 
 

Gujarat Samachar Plus

આઈરીશ યુવાન બ્રાયન ગૌફની અનોખી ટિફિન સેવા
ફરવાના ફંડામાં લોકર શોઘતા પરિવારો
એસ.ટીના કન્સેેશન પાસની પ્રોસેસ ટ્રાન્સપરન્ટ બનાવી
જંગલની અંઘારી રાતે આકાશનો અદ્દભૂત નજારો
કેરીના રસની મીઠાસમાં સેક્રિન અને સિન્થેટિક કલરની કડવાશ
 

Gujarat Samachar glamour

‘મારા ઘણા મિત્રો હોમોસેક્સ્યુઅલ છે!’ મલ્લિકા
ઐશ્વર્યા-અમિતાભ પ્રથમવાર એક જાહેરાતમાં સાથે ચમકશે!
માઘુરીને ‘માસ્ટર દીનાનાથ વિશેષ’ એવોર્ડ અપાશે!
રજનીકાન્ત રોકાણકારોને નુકશાન ભરપાઈ કરી આપશે!
રશિયામાં બોલીવુડની ફિલ્મો ફરીથી દર્શાવાની માંગણી કરાઈ
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

એન.આર.ઈન્સીટ્યુટ ડાન્સ પાર્ટી

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 

 

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved