Last Update : 23-April-2012, Monday

 
રામદેવ સાથે સહિયારું આંદોલન નહીં કરાય
અણ્ણા ટીમમાં ડખો ઃ બેઠકની કાર્યવાહી રેકર્ડ કરવાના મુદ્દે એક સભ્યની હકાલપટ્ટી

ચળવળ મુસ્લિમ વિરોધી થઈ રહી હોવાનો હાંકી કઢાયેલા સભ્ય શમીમ કાઝમીનો આક્ષેપ

નવી દિલ્હી, તા. ૨૨
કાળુ નાણું, ભ્રષ્ટાચાર અને મજબુત જનલોકપાલ બિલ મુદ્દે હવે અણ્ણા હઝારે તેમજ બાબા રામદેવ વચ્ચે સંયુક્ત આંદોલન થશે નહી પણ તે બન્ને સ્વતંત્ર રીતે આંદોલનો ચલાવશે. જોકે બન્નેનો હેતુ સમાન હોવાથી, તેઓ પરસ્પર એકબીજાને સહાયરૃપ થશે. સામે ટીમ અણ્ણાની કોર કમિટીની બેઠકમાં બખેડો ઉભો થતાં તેની કમિટીના એકમાત્ર મુસ્લીમ સદસ્ય મુફ્તી શમીમ કાઝમી ચાલુ બેઠકે બહાર ધસી આવ્યા હતા અને આ આંદોલન મુસ્લિમ વિરોધી બની રહ્યું હોવાથી તેઓ છુટા પડી રહ્યા હોવાનું જણાવ્યું હતું. જ્યારે ટીમ અણ્ણાએ કાઝમી પોતાના મોબાઈલમાં કોર કમિટીની કાર્યવાહીનું રેકોર્ડિંગ કરી રહ્યા હોવાથી તેમને હાંકી કાઢવામાં આવ્યા હોવાનું જણાવ્યું હતું.
ગઈકાલે સંયુક્ત આંદોલન ચલાવવા મુદ્દે અલગ મંતવ્યો વ્યક્ત કર્યા બાદ આજે ટીમ અણ્ણાની બેઠક મળી હતી. તેમાં બાબા રામદેવના કાળા ધન અંગેના આંદોલનને સમર્થન આપવા મુદ્દે સહમતિ સાધી શકાઈ હતી. પણ બાબાના આંદોલનમાં સામેલ થવા પર મતભેદ સર્જાયો હતો. સરવાળે એવું નક્કી થયું હતું કે પરસ્પર સમર્થન આપવામાં આવશે. બાબા રામદેવના આંદોલનમાં જરૃર જણાય ત્યાં અણ્ણા ટેકો આપે અને અણ્ણાના આંદોલનમાં જરૃર પડે ત્યાં બાબા રામદેવ સામેલ થાય તેવું નક્કી થયું હતું.
આ બેઠક દરમ્યાન ટીમ અણ્ણાની કોર કમિટીના સદસ્ય મુફ્તિ શમીમ કાઝમી અચાનક બહાર ધસી આવીને તેઓ આંદોલનમાંથી અલગ પડી રહ્યાનો દાવો કર્યો હતો. તેમણે આક્ષેપ કર્યો હતો કે હવે આ આંદોલન મુસ્લિમ વિરોધી બની રહ્યું છે. કેટલાક સભ્યો જેમકે અરવિંદ કેજરીવાલ અને મનિષ સીસોદીયા એવી રીતે વર્તી રહ્યા છે કે જાણે તેઓ જ 'સર્વસત્તાધીશ' હોય. જોકે બહુ થોડા સમય બાદ બેઠકને અંતે ટીમ અણ્ણાના સદસ્ય કુમાર વિશ્વાસ અને શાઝીઆ ઈલ્મીએ આક્ષેપ કર્યો હતો કે કાઝમી તેમના કોઈ પરીચિત પત્રકાર માટે તેમના મોબાઈલમાં બેઠકની કાર્યવાહીનું રેકોર્ડીંગ કરી રહ્યા હતા. તેઓ યોગ્ય ખુલાસો ન આપી શકતા તેમને આંદોલનથી દૂર રહેવા જણાવી દેવાયું હતું.
દરમ્યાનમાં અણ્ણા ટીમે આજે ૧૪ કેન્દ્રીય મંત્રીઓને, જેમને તેઓ ભ્રષ્ટાચારના આરોપી ગણે છે નોટિસ આપવાનો નિર્ણય કર્યો છે. આ નોટિસ દ્વારા તેઓ આરોપોનો ખુલાસો માગશે અને પછી તેમની સામે કાનૂની પગલાંની માગણી કરતું આંદોલન કરશે. આ ૧૪ મંત્રીઓનાં નામ જોકે જાણવા મળ્યા નથી.
 

 

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
એઈડ્સગ્રસ્ત કેદીઓના ત્રાસનો મહિલા કેદીનો આક્ષેપ
ચાર ધામની યાત્રાનો પ્રારંભ ૨૪ એપ્રિલથી
સુકમાના અપહૃત કલેક્ટર સલામત
એર ઈન્ડિયાની આગામી છ વર્ષમાં દેવામાંથી બહાર નીકળવા યોજના
આગામી પ્રમુખ તરીકે બિનરાજકીય વ્યક્તિની પસંદગી કરવી જોઈએ ઃ પવાર
અમેરિકા-ફિલિપાઈન્સની સંયુક્ત કવાયત સામે ચીનની ચેતવણી

આગામી છ મહિનામાં ડીઝલના ભાવ અંકુશ મુક્ત કરાશે ઃ કૌશિક બસુ

નડાલે સતત આઠમી વખત મોન્ટે કાર્લો ટાઇટલ જીત્યું
ટેબલટેનિસમાં સૌમ્યજીત અને અંકિતાનો ઓલિમ્પિકમાં પ્રવેશ
આજથી ઓસ્ટ્રેલિયા અને વેસ્ટ ઇન્ડિઝ વચ્ચે આખરી ટેસ્ટ
ભૂતપૂર્વ વર્લ્ડ ચેમ્પિયન સેમેન્યા લંડન ઓલિમ્પિક માટે ક્વોલિફાય

આજે રાજસ્થાન સામે બેંગ્લોર પરાજયનો બદલો લેવા આતુર

દીપડા સાથે બાથભીડી ભાઈએ બચાવ્યો મોટાભાઈનો જીવ
સાસરિયાનાં ત્રાસથી કંટાળેલી યુવાન પરિણીતાનો ગળાફાંસો

અમેરિકામાં મૂકબધિરો એન્જિનિયર ડોકટર કે જજ પણ બની શકે છે

 
 

Gujarat Samachar Plus

આઈરીશ યુવાન બ્રાયન ગૌફની અનોખી ટિફિન સેવા
ફરવાના ફંડામાં લોકર શોઘતા પરિવારો
એસ.ટીના કન્સેેશન પાસની પ્રોસેસ ટ્રાન્સપરન્ટ બનાવી
જંગલની અંઘારી રાતે આકાશનો અદ્દભૂત નજારો
કેરીના રસની મીઠાસમાં સેક્રિન અને સિન્થેટિક કલરની કડવાશ
 

Gujarat Samachar glamour

‘મારા ઘણા મિત્રો હોમોસેક્સ્યુઅલ છે!’ મલ્લિકા
ઐશ્વર્યા-અમિતાભ પ્રથમવાર એક જાહેરાતમાં સાથે ચમકશે!
માઘુરીને ‘માસ્ટર દીનાનાથ વિશેષ’ એવોર્ડ અપાશે!
રજનીકાન્ત રોકાણકારોને નુકશાન ભરપાઈ કરી આપશે!
રશિયામાં બોલીવુડની ફિલ્મો ફરીથી દર્શાવાની માંગણી કરાઈ
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

એન.આર.ઈન્સીટ્યુટ ડાન્સ પાર્ટી

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 

 

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved