Last Update : 23-April-2012, Monday

 

આગામી છ મહિનામાં પેટ્રોલની માફક
ડીઝલ ડીકંટ્રોલ થતાં ભાવ ભડકે બળશે

સબસિડીમાં ઘટાડો થવા અને રિટેલમાં FDIનો નિર્ણય લાગુ થવા આર્થિક સલાહકાર કૌશિક બસુનો સંકેત

(પીટીઆઈ) વોશિંગ્ટન, તા. ૨૨
આગામી છએક મહિનાઓમાં જ સબસીડીમાં ઘટાડો થવા ઉપરાંત ડીઝલમાં આંશિક અંકુશ મુક્તિ અને રિટેલમાં એફડીઆઈને આવકારવા જેવા કેટલાક મહત્વના સુધારાઓ હાથ ધરાશે તેમ ભારત સરકારના મુખ્ય આર્થિક સલાહકાર કૌશિક બસુએ અહીં એક ઈન્ટરવ્યુમાં જણાવ્યું હતું. થોડા સમય પૂર્વે અહીંની એક થિંક ટેન્ક સમક્ષ કરેલા નિવેદનથી ભારતમાં હલચલ મચાવી દેનાર આ અર્થશાસ્ત્રીએ આજે પત્રકારોને અહીં જણાવ્યું હતું કે, સૌથી મોટા સુધારાતો જીએસટી (ગૂડઝ એન્ડ સર્વિસ ટેક્ષ) સંબંધી હશે જે ઘણા કઠોર હશે પરંતુ તે સૌના ભલાં માટે જ કરવા પડે તેમ છે. જોકે વર્તમાન શાસન દરમિયાન દરેક તેવું ઈચ્છતા નથી કે આ સુધારાઓ હાથ ધરાય.
આ પૂર્વે બસુએ બુધવારે તેમ કહ્યું હતું કે ૨૦૧૪ની ચૂંટણી સુધી મોટા પાયે કોઈ સુધારા થવાની શક્યતા નથી. આથી ભારતમાં તે વિધાનો સામે ભારે મોટો ઉહાપોહ થઈ ગયો હતો.
આ સાથે કૌશિક બસુએ તેવી પણ ચેતવણી ઉચ્ચારી હતી કે ૨૦૧૪માં બીજી યુરોપીય કટોકટી ઊભી થવા સંભવ છે. આથી તેને પગલે ઊભી થનારી વૈશ્વિક આર્થિક કટોકટી નિવારવા માટે યોગ્ય પગલાં લેવા જરૃરી છે. જે સુધારા હાથ ધરાશે તેમાં હું ધારૃં છું ત્યાં સુધી સબસીડીમાં સુધારા (કાપ) મુખ્ય હશે. નાણાપ્રધાને પણ આ અંગે તેમના બજેટમાં જણાવી દીધું હતું. અમો યુઆઈડી સીસ્ટમનો યોગ્ય રીતે ઉપયોગ કરી સબસીડીમાં થતાં લીકેજને ઘટાડવા પ્રયત્નો કરી રહ્યા છીએ. તેમ કહેતાં સરકારના આર્થિક બાબતો અંગેના મુખ્ય સલાહકારે સ્પષ્ટતઃ જણાવ્યું હતું કે ભારતમાં લિકેજ એટલા મોટા પ્રમાણમાં થઈ રહ્યું છે કે જો તે કાપી શકાય તો આપણે આપણી રાજકોષીય ખાદ્ય પણ કાપી શકીશું. આથી જે મહત્વના સુધારા છે તે કરવા જ પડશે.
મલ્ટી-બ્રાન્ડ રીટેલમાં એફડીઆઈ અંગે તેમણે કહ્યું હતું કે, આ સંબંધે તમો ૧૦૦ ટકા ખાતરી રાખી ન શકો. પરંતુ મને લાગે છે કે તે થઈને જ રહેશે. આથી ભારતના ખેડૂતોને પણ ઘણો લાભ મળશે તેમજ નાના ઉત્પાદકોને પણ લાભ થશે. આથી રોકાણકારોનો પણ વિશ્વાસ વધશે.
રાજકીય દ્રષ્ટિએ જે મુશ્કેલ છે તે છે ડીઝલ-ડીકન્ટ્રોલ તેમ કહેતાં બસુએ જણાવ્યું હતું કે કદાચ તેવું બને કે આંશિક 'ડીકન્ટ્રોલ' કરવામાં આવે. આ બહુ સ્પષ્ટતઃ વ્યાખ્યા કરતો શબ્દ નથી કારણ કે તમો વિવિધ પ્રકારની આંશિક અંકુશ મુક્તિ કરી શકો છો. આપણે આદર્શ રીતે તો તેમ કરવું જોઈએ કે ડીઝલમાં લીટર દીઠ બહુ થોડી રાહત (સબસીડી) નિશ્ચિત કરવી જોઈએ. આથી વપરાશકારોને થોડી રાહત મળી શકે. પરંતુ સાથે તેમાં વૈશ્વિક સ્તરે થતા ભાવના ચઢાવ-ઉતારનું તો ભારતના ભાવ ઉપર પ્રતિબિંબ પડે જ. આ બજારની ક્ષમતા માટે પણ અનિવાર્ય છે તેમ પણ બસુએ અહીં પત્રકારોને જણાવ્યું હતું. નિરીક્ષકો આ અંગે સ્પષ્ટતઃ જણાવે છે કે આ આંશિક ભાવ અંકુશ મુક્તિથી ડીઝલ મોંઘું થશે જ.

 

 

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
એઈડ્સગ્રસ્ત કેદીઓના ત્રાસનો મહિલા કેદીનો આક્ષેપ
ચાર ધામની યાત્રાનો પ્રારંભ ૨૪ એપ્રિલથી
સુકમાના અપહૃત કલેક્ટર સલામત
એર ઈન્ડિયાની આગામી છ વર્ષમાં દેવામાંથી બહાર નીકળવા યોજના
આગામી પ્રમુખ તરીકે બિનરાજકીય વ્યક્તિની પસંદગી કરવી જોઈએ ઃ પવાર
અમેરિકા-ફિલિપાઈન્સની સંયુક્ત કવાયત સામે ચીનની ચેતવણી

આગામી છ મહિનામાં ડીઝલના ભાવ અંકુશ મુક્ત કરાશે ઃ કૌશિક બસુ

નડાલે સતત આઠમી વખત મોન્ટે કાર્લો ટાઇટલ જીત્યું
ટેબલટેનિસમાં સૌમ્યજીત અને અંકિતાનો ઓલિમ્પિકમાં પ્રવેશ
આજથી ઓસ્ટ્રેલિયા અને વેસ્ટ ઇન્ડિઝ વચ્ચે આખરી ટેસ્ટ
ભૂતપૂર્વ વર્લ્ડ ચેમ્પિયન સેમેન્યા લંડન ઓલિમ્પિક માટે ક્વોલિફાય

આજે રાજસ્થાન સામે બેંગ્લોર પરાજયનો બદલો લેવા આતુર

દીપડા સાથે બાથભીડી ભાઈએ બચાવ્યો મોટાભાઈનો જીવ
સાસરિયાનાં ત્રાસથી કંટાળેલી યુવાન પરિણીતાનો ગળાફાંસો

અમેરિકામાં મૂકબધિરો એન્જિનિયર ડોકટર કે જજ પણ બની શકે છે

 
 

Gujarat Samachar Plus

આઈરીશ યુવાન બ્રાયન ગૌફની અનોખી ટિફિન સેવા
ફરવાના ફંડામાં લોકર શોઘતા પરિવારો
એસ.ટીના કન્સેેશન પાસની પ્રોસેસ ટ્રાન્સપરન્ટ બનાવી
જંગલની અંઘારી રાતે આકાશનો અદ્દભૂત નજારો
કેરીના રસની મીઠાસમાં સેક્રિન અને સિન્થેટિક કલરની કડવાશ
 

Gujarat Samachar glamour

‘મારા ઘણા મિત્રો હોમોસેક્સ્યુઅલ છે!’ મલ્લિકા
ઐશ્વર્યા-અમિતાભ પ્રથમવાર એક જાહેરાતમાં સાથે ચમકશે!
માઘુરીને ‘માસ્ટર દીનાનાથ વિશેષ’ એવોર્ડ અપાશે!
રજનીકાન્ત રોકાણકારોને નુકશાન ભરપાઈ કરી આપશે!
રશિયામાં બોલીવુડની ફિલ્મો ફરીથી દર્શાવાની માંગણી કરાઈ
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

એન.આર.ઈન્સીટ્યુટ ડાન્સ પાર્ટી

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 

 

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved