Last Update : 23-April-2012, Monday

 

વન મિનિટ પ્લીઝ

રાષ્ટ્રીય
રાષ્ટ્રીય
(1) છતિસગઢના સુકમા જીલ્લાના કલેકટર એલેક્સ પોલ મેનનનું અપહરણ કરનારા માઓવાદીઓને ઓળખી કઢાયા હોવાનો પોલીસે દાવો કર્યો છે. પોલીસે ગ્રામ સ્વરાજ અભિયાનમાં હાજર રહેલા અન્ય અધિકારીઓની પણ પૂછપરછ કરી હતી.
(2) પશ્ચિમ બંગાળના મુખ્યપ્રધાન મમતા બેનરજીના કાર્ટૂનનો વિવાદ હજુ શમ્યો નથી ત્યાં મિદનાપોર મેડિકલ કોલેજના પ્રાધ્યાપકે બેનરજીને બદનામ કરતા કાર્ટૂન ફરતા કરવા બદલ બે વ્યક્તિ સામે ફરિયાદ દાખલ કરી છે. આ નવા કાર્ટૂનમાં મમતા બેનરજીને માથા વગરના દર્શાવાયા છે.
(3) નવી દિલ્હીના અતિઉચ્ચ સલામતીવાળા વિસ્તારમાં ૧૩મી ફેબુ્રઆરીના રોજ ઈઝરાયેલી દૂતની કાર પર થયેલા બોમ્બ હુમલામાં 'ટીએનટી' પ્રકારના વિસ્ફટોકો વપરાયા હોવાનું સીએફએસએલનું કહેલું છે. ઉલ્લેખનીય છે કે આ હુમલામાં ઈઝરાયેલી દૂત ટેલ યેહોશુઆને ગંભીર ઈજા પહોંચી હતી.
(4) મુંબઈના મુલુંડ વિસ્તારની ખાનગી શાળામાં છેલ્લા બે દિવસથી ઘૂસી ગયેલા દીપડાને પકડવામાં અંતે સફળતા મળી છે. વન વિભાગે હાથ ધરેલા ઓપરેશનમાં ૨૦ કલાક બાદ આ દીપડાને પકડી લેવાયો હતો. ઉલ્લેખનીય છે કે દીપડાની ઉંમર પાંચ વર્ષની છે અને તે સંજય ગાંધી નેશનલ પાર્કમાંથી ભાગી છૂટયા બાદ આ શાળામાં ઘૂસી ગયો હતો.
(5) ઓડિશામાં બીજેડીના ધારાસભ્ય ઝિણા હિકાકાના અપહરણને મુદ્દે માઓવાદીઓના જૂથોમાં મતભેદો હોવાનું બહાર આવ્યું છે. કેટલાક બળવાખોરો હિક્કાની મુક્તિના બદલામાં ચાસી મુલિયા આદિવાસી સંઘના તમામ સભ્યોને જેલમાંથી છોડી મુકવાની માગણી કરી રહ્યાં છે. જ્યારે બાકીના બળવાખોરો હિકાકાના ભાવિનો નિર્ણય લોકઅદાલત પર છોડવા માગે છે.
(6) ટુ-જી સ્પેક્ટ્રમ કૌભાંડના સંદર્ભે એન્ફોર્સમેન્ટ વિભાગે ડીએમકેના સાંસદ કનિમોઝિને ૨૬મી એપ્રિલે હાજર થવાના સમન્સ બજાવ્યા છે. જો કે કનિમોઝિ તેના બદલે પ્રતિનિધિને પણ હાજર કરી શકશે.
(7) અગ્નિ-પાંચની સફળતા બાદ ભારત હવે ફરીથી ઉપયોગમાં લઈ શકાય તેવા રોકેટ વિકસાવવા તરફ વધી રહ્યું છે. આ યોજના અંતર્ગત ડીઆરડીઓ આગામી વર્ષે સ્વદેશી બનાવટના જેટ એન્જિનનું પરીક્ષણ કરશે.
(8) દેશના નવા રાષ્ટ્રપતિ 'બિન રાજકીય' હોવા જોઈએ તેવું કૃષિપ્રધાન શરદ પવારનું માનવું છે. જોકે એનસીપીએ રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર તરીકે પી.એ. સંગ્માનું નામ આગળ ધર્યું હોવાનું તેમણે નકારી કાઢ્યું હતું.
(9) ગઠબંધનના રાજકારણે સુધારાની પ્રક્રિયા ધીમી પાડી હોવાની નાણાપ્રધાન પ્રણવ મુખરજીની ટિપ્પણીનો જવાબ આપતા ભાજપના નેતા રવિશંકર પ્રસાદે જણાવ્યું હતું કે નેતાગીરી તેમજ શાસનના મુદ્દે બહુ મોટી ખાધ છે અને યુપીએના ઘટક પક્ષોમાં વિશ્વાસનો પણ અભાવ છે.
(10) ભ્રષ્ટાચારના મુદ્દે લડી રહેલી ટીમ અણ્ણાએ તેની કોર કમિટિમાંથી મુફ્તિ શમીમ કાઝમીની હકાલપટ્ટી કરી છે. બેઠકનું ઓડિયો રેકોર્ડિંગ કરતા પકડાતા કાઝમી સામે આ પગલું ભરાયું હતું. જોકે ટીમ અણ્ણાએ સમગ્ર ઝૂંબેશને રાજકીય રંગ આપ્યો હોવાથી તેઓ પોતે જ ટીમને છોડી રહ્યા હોવાનો કાઝમીએ દાવો કર્યો હતો.

 

આંતરરાષ્ટ્રીય
(1) ઇંગ્લૅન્ડમાં સોમવારે એક અનોખી યોજના જાહેર કરવામાં આવશે. જે અંતર્ગત દરેક કૂતરા પર માઇક્રોચીપ લગાવવી અનિવાર્ય બની જશે. આ ચિપની મદદથી 'ખૂંખાર' કૂતરાના માલિકોની ભાળ મેળવવી શક્ય બનશે. બીજી બાજુ કૂતરા કરડે ત્યારે ચીપવાળા કૂતરાના માલિકો પર કેસ કરવો પણ સરળ બનશે... ટૂંકમાં ચીપ પહેરાવાશે કૂતરાને પણ મુશ્કેલીમાં મુકાશે માલિકો !
(2) યુરોપીય દેશ નેધરલેન્ડમાં લિબરલ પક્ષની સરકાર સામે મુશ્કેલીઓ વધી રહી છે. આવા સંજોગોમાં સરકાર પડે તો દેશમાં ફરીથી સામાન્ય ચૂંટણીઓ યોજાય તેવી શક્યતા છે. ઉલ્લેખનીય છે કે સરકાર બજેટમાં કાપ અંગે સમર્થન એકત્ર કરી શકી નથી અને આ મુદ્દે ત્રણ મુખ્ય પક્ષો વચ્ચે બેઠક પણ નિષફળ રહી છે.
(3) કટોકટીગ્રસ્ત સીરિયામાં ૩૦૦ સૈન્ય નિરીક્ષકોની નિમણૂક કરવાના પક્ષમાં સંયુક્ત રાષ્ટ્રની સલામતી પરિષદે મતદાન કર્યું છે. આ નિરીક્ષકો ત્રણ મહિના સુધી સીરિયામાં રહીને ત્યાંના યુદ્ધ વિરામની સ્થિતિની સમીક્ષા કરશે અને સાથે સરકારની શાંતિ યોજનાનો યોગ્ય અમલ કરવામાં મદદરૃપ થશે.
(4) લંડનની મહારાણી એલિઝાબેથે બ્રિટન પર સૌથી લાંબા સમય સુધી કરેલા શાસન સંદર્ભે ચાલી રહેલા કાર્યક્રમોમાં બ્રિટનના ભૂતપૂર્વ રાણી વિક્ટોરિયાની કેટલીક દુર્લભ તસવીરો અને પત્રોનું પણ પ્રદર્શન યોજાયું છે. આ પ્રદર્શન એલિઝાબેથના શાસનના ૬૦ વર્ષ પૂરા થવા નિમિત્તે યોજાયું છે.
(5) ચીન અને રશિયાએ 'યેલો સી'ના કાંઠે સંયુક્ત સૈન્ય કવાયત હાથ ધરી છે. બીજી બાજુ દક્ષિણ ચીન સમુદ્રમાં અમેરિકા અને ફિલિપાઇન્સ વચ્ચે સંયુક્ત સૈન્ય અભ્યાસ ચાલી રહ્યો છે. ત્યારે ચીન અને રશિયાનું આ પગલું ઘણું મહત્ત્વનું માનવામાં આવે છે.
(6) અમેરિકાના બોસ્ટન વિશ્વવિદ્યાલયમાં અભ્યાસ કરતા ભારતીય વિદ્યાર્થી શેષાદ્રિ રાવના શંકાસ્પદ સંજોગોમાં થયેલા મૃત્યુના સંદર્ભે બોસ્ટન પોલીસને કેટલાક ચાવીરૃપ પુરાવા હાથ લાગ્યા છે. આ ઘટના અંગે સઘન પોલીસ તપાસ ચાલી રહી છે. જો કે, પોલીસે હાથ લાગેલા પુરાવા અંગે વધુ વિગતો આપવાનું ટાળ્યું હતું.
(7) આર્મસ્ટર્ડમમાં બે મુસાફર ટ્રેનો વચ્ચે થયેલા ગમખ્વાર અકસ્માત અંગે તપાસ હાથ ધરવામાં આવી છે. આ દુર્ઘટનામાં અનેક લોકોને ઇજા પહોંચી હતી. જેમાંથી ઘણાની સ્થિતિ ગંભીર છે.
(8) દક્ષિણ સુદાનના સૈન્યએ સુદાનના મુખ્ય હેગ્લિઝ ઓઇલ ક્ષેત્રમાંથી દળોને સંપૂર્ણપણે પાછા ખેંચી લીધા છે. જો કે ઉત્તર સુદાન દ્વારા આ ક્ષેત્રમાં થયેલ બોમ્બમારાની દક્ષિણ સુદાને ભારોભાર ટીકા કરી છે.
(9) ઉત્તર કોરિયામાં સશસ્ત્ર દળોએ એક માલગાડી પર બોમ્બ હુમલો કર્યો હતો ઇડલિબ પ્રાન્તમાં બનેલી આ ઘટનામાં ટ્રેનને મોટા પાયે નુકસાન થયું છે અને ટ્રેનના તમામ ૬ કર્મચારીઓને ગંભીર ઇજા પહોંચી હતી. ઉલ્લેખનીય છે કે, આતંકવાદીઓએ પાટાની બાજુમાં બોમ્બ મૂક્યો હતો જેના કારણે રેલવેના પાટા પણ ઉખડી ગયા હતા.
(10) થાઇલૅન્ડના ૭૭માંથી ૪૨ પ્રાંતોને ૬ દુષ્કાળગ્રસ્ત જાહેર કરાયા છે. આપદા નિવારણ વિભાગના સૂત્રોએ જણાવ્યું હતું કે, છેલ્લા એક મહિનાથી ઉભી થયેલી દુષ્કાળની સ્થિતિથી આ વિસ્તારના ૧ લાખ જેટલા ખેડૂતોને અસર પડી છે.

 

 

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
એઈડ્સગ્રસ્ત કેદીઓના ત્રાસનો મહિલા કેદીનો આક્ષેપ
ચાર ધામની યાત્રાનો પ્રારંભ ૨૪ એપ્રિલથી
સુકમાના અપહૃત કલેક્ટર સલામત
એર ઈન્ડિયાની આગામી છ વર્ષમાં દેવામાંથી બહાર નીકળવા યોજના
આગામી પ્રમુખ તરીકે બિનરાજકીય વ્યક્તિની પસંદગી કરવી જોઈએ ઃ પવાર
અમેરિકા-ફિલિપાઈન્સની સંયુક્ત કવાયત સામે ચીનની ચેતવણી

આગામી છ મહિનામાં ડીઝલના ભાવ અંકુશ મુક્ત કરાશે ઃ કૌશિક બસુ

નડાલે સતત આઠમી વખત મોન્ટે કાર્લો ટાઇટલ જીત્યું
ટેબલટેનિસમાં સૌમ્યજીત અને અંકિતાનો ઓલિમ્પિકમાં પ્રવેશ
આજથી ઓસ્ટ્રેલિયા અને વેસ્ટ ઇન્ડિઝ વચ્ચે આખરી ટેસ્ટ
ભૂતપૂર્વ વર્લ્ડ ચેમ્પિયન સેમેન્યા લંડન ઓલિમ્પિક માટે ક્વોલિફાય

આજે રાજસ્થાન સામે બેંગ્લોર પરાજયનો બદલો લેવા આતુર

દીપડા સાથે બાથભીડી ભાઈએ બચાવ્યો મોટાભાઈનો જીવ
સાસરિયાનાં ત્રાસથી કંટાળેલી યુવાન પરિણીતાનો ગળાફાંસો

અમેરિકામાં મૂકબધિરો એન્જિનિયર ડોકટર કે જજ પણ બની શકે છે

 
 

Gujarat Samachar Plus

આઈરીશ યુવાન બ્રાયન ગૌફની અનોખી ટિફિન સેવા
ફરવાના ફંડામાં લોકર શોઘતા પરિવારો
એસ.ટીના કન્સેેશન પાસની પ્રોસેસ ટ્રાન્સપરન્ટ બનાવી
જંગલની અંઘારી રાતે આકાશનો અદ્દભૂત નજારો
કેરીના રસની મીઠાસમાં સેક્રિન અને સિન્થેટિક કલરની કડવાશ
 

Gujarat Samachar glamour

‘મારા ઘણા મિત્રો હોમોસેક્સ્યુઅલ છે!’ મલ્લિકા
ઐશ્વર્યા-અમિતાભ પ્રથમવાર એક જાહેરાતમાં સાથે ચમકશે!
માઘુરીને ‘માસ્ટર દીનાનાથ વિશેષ’ એવોર્ડ અપાશે!
રજનીકાન્ત રોકાણકારોને નુકશાન ભરપાઈ કરી આપશે!
રશિયામાં બોલીવુડની ફિલ્મો ફરીથી દર્શાવાની માંગણી કરાઈ
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

એન.આર.ઈન્સીટ્યુટ ડાન્સ પાર્ટી

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 

 

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved