Last Update : 23-April-2012, Monday

 

૧૫.૮૩ લાખનું ચોરીનું યાર્ન ખરીદનાર સુરતનો એક પકડાયો

સેલવાસની કંપનીનું બ્રાઝીલ જતું યાર્ન પપ્પુ યાદવે વગે કરી સુરતના ખુરશીદને વેચ્યું હતુઃ પપ્પુનો થાણેથી કબ્જો લેવાયો
વાપી, રવિવાર
સેલવાસના રખોલીથી વિદેશી યાર્નનો જથ્થો મોકલવા મુંબઇ પોર્ટ પર રવાના કરાયેલા કન્ટેઇનરમાંથી રૃ।. ૧૫.૮૩ લાખનો જથ્થો સગેવગે કરવાના પ્રકરણમાં પોલીસે મહારાષ્ટ્રના થાણાના એક આરોપીની ટ્રાન્સફર વોરન્ટથી ધરપકડ કરી છે. જ્યારે યાર્નનો જથ્થો લેનાર સુરતના એક શખ્સની ધરપકડ કર્યા બાદ બન્ને આરોપીના સાત દિવસના પોલીસ રિમાન્ડ મેળવ્યા છે. પોલીસે તમામ મુદ્દામાલ કબજે લીધો છે.
સેલવાસના રખોલી ગામે આવેલી આલોક કંપનીમાંથી માર્ચ-૨૦૧૨માં યાર્નનો જથ્થો બ્રાઝિલ મોકલવા મુંબઇના જવાહરલાલ નહેરૃ પોર્ટ ટર્મિનલ ખાતે કન્ટેઇનર (નં. એમએચ-૪૩, યુ-૬૯૦૩) રવાના કરાયું હતું. પરંતુ રસ્તામાં જ ચાલકની મેળાપીપણામાં કન્ટેઇનરમાંથી રૃ।. ૧૫.૮૩ લાખના યાર્નનો જથ્થો સગેવગે કરાયા અંગે ગુનો નોંધાયો હતો. બાદમાં સેલવાસ ક્રાઇમ બ્રાન્ચે ગુના સંદર્ભે તપાસ શરૃ કરી હતી.
બીજી તરફ મહારાષ્ટ્રની થાણા પોલીસે પોતાના વિસ્તારમાં નોંધાયેલા ગુનામાં એક આરોપી સુરેન્દ્રકુમાર ઉર્ફે પપ્પુ લાલજી પ્રસાદ યાદવ (ઉ.વ.૨૭)ની ધરપકડ કર્યા બાદ તેને આલોક કંપનીના કન્ટેઇનરમાંથી માલ-સામાન સગેવગે કર્યાના પ્રકરણમાં પોતાની સંડોવણી હોવાની કબૂલાત કરતાં પોલીસે સેલવાસ પોલીસને જાણ કરી હતી. સેલવાસ પોલીસે સુરેન્દ્રકુમારની ટ્રાન્સફોર વોરન્ટથી ધરપકડ કરી હતી. પ્રાથમિક પૂછપરછમાં આરોપીએ સગેવગે કરાયેલો જથ્થો સુરતના ઉધના ખાતે હેતા ખુરશીદ ગુલામ હુસેન સોલંકી (ઉ.વ.૨૯)ને વેચ્યો હોવાનું જણાવ્યું હતું.
ક્રાઇમ બ્રાન્ચે ઉધનાથી ખુરશીદને ઝડપી પાડી સેલવાસ લાવ્યા હતા. પોલીસે આ પ્રકરણમાં વધુ માહિતી મેળવવાના આધાર ઉપર બન્ને આરોપીને કોર્ટમાં રજૂ કરી સાત દિવસના રિમાન્ડ મેળવ્યા છે. અત્રે ઉલ્લેખનીયછે કે આલોક કંપનીના અન્ય બે કન્ટેઇનરોમાંથી જથ્થો સગેવગે થયાના ગુનામાં પણ સુરેન્દ્રકુમારનો હાથ હોવાનું પોલીસ માની રહી છે. રિમાન્ડ દરમિયાાન આ અંગે સ્પષ્ટ માહિતી બહાર આવી શકશે. ઉધનાથી ઝડપાયેલા શખ્સ પાસેથી તમામ જથ્થો કબ્જે લીધો છે.

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
એઈડ્સગ્રસ્ત કેદીઓના ત્રાસનો મહિલા કેદીનો આક્ષેપ
ચાર ધામની યાત્રાનો પ્રારંભ ૨૪ એપ્રિલથી
સુકમાના અપહૃત કલેક્ટર સલામત
એર ઈન્ડિયાની આગામી છ વર્ષમાં દેવામાંથી બહાર નીકળવા યોજના
આગામી પ્રમુખ તરીકે બિનરાજકીય વ્યક્તિની પસંદગી કરવી જોઈએ ઃ પવાર
અમેરિકા-ફિલિપાઈન્સની સંયુક્ત કવાયત સામે ચીનની ચેતવણી

આગામી છ મહિનામાં ડીઝલના ભાવ અંકુશ મુક્ત કરાશે ઃ કૌશિક બસુ

નડાલે સતત આઠમી વખત મોન્ટે કાર્લો ટાઇટલ જીત્યું
ટેબલટેનિસમાં સૌમ્યજીત અને અંકિતાનો ઓલિમ્પિકમાં પ્રવેશ
આજથી ઓસ્ટ્રેલિયા અને વેસ્ટ ઇન્ડિઝ વચ્ચે આખરી ટેસ્ટ
ભૂતપૂર્વ વર્લ્ડ ચેમ્પિયન સેમેન્યા લંડન ઓલિમ્પિક માટે ક્વોલિફાય

આજે રાજસ્થાન સામે બેંગ્લોર પરાજયનો બદલો લેવા આતુર

દીપડા સાથે બાથભીડી ભાઈએ બચાવ્યો મોટાભાઈનો જીવ
સાસરિયાનાં ત્રાસથી કંટાળેલી યુવાન પરિણીતાનો ગળાફાંસો

અમેરિકામાં મૂકબધિરો એન્જિનિયર ડોકટર કે જજ પણ બની શકે છે

 
 

Gujarat Samachar Plus

આઈરીશ યુવાન બ્રાયન ગૌફની અનોખી ટિફિન સેવા
ફરવાના ફંડામાં લોકર શોઘતા પરિવારો
એસ.ટીના કન્સેેશન પાસની પ્રોસેસ ટ્રાન્સપરન્ટ બનાવી
જંગલની અંઘારી રાતે આકાશનો અદ્દભૂત નજારો
કેરીના રસની મીઠાસમાં સેક્રિન અને સિન્થેટિક કલરની કડવાશ
 

Gujarat Samachar glamour

‘મારા ઘણા મિત્રો હોમોસેક્સ્યુઅલ છે!’ મલ્લિકા
ઐશ્વર્યા-અમિતાભ પ્રથમવાર એક જાહેરાતમાં સાથે ચમકશે!
માઘુરીને ‘માસ્ટર દીનાનાથ વિશેષ’ એવોર્ડ અપાશે!
રજનીકાન્ત રોકાણકારોને નુકશાન ભરપાઈ કરી આપશે!
રશિયામાં બોલીવુડની ફિલ્મો ફરીથી દર્શાવાની માંગણી કરાઈ
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

એન.આર.ઈન્સીટ્યુટ ડાન્સ પાર્ટી

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved