Last Update : 23-April-2012, Monday

 
ફોસ્ટામાં બંને જૂથ આક્રમકઃ SMSનો મારો શરૃ કરાયો

ચૂંટણીની નોબત આવશે તો ઘણાનો એકડો નીકલી જશેઃ ફોસ્ટાનું બંધારણ જ લડાઇ-ઝઘડાનું મુખ્ય મૂળ પુરવાર થયું છે

(પ્રતિનિધિ દ્વારા) સુરત, રવિવાર
ફેડરેશન ઓફ સુરત ટેક્ષટાઇલ ટ્રેડર્સ એસો. (ફોસ્ટા)માંની આંતરિક લડાઇ પરાકાષ્ટાએ પહોંચી છે. ચૂંટણીના વિખવાદ વચ્ચે ફોસ્ટા બહિષ્કારની અમુકની ઝુંબેશને કારણે બંને જૂથોમાં ઘર્ષણ વધ્યું છે. જો કે, હવે શોર્ટમેસેજીસ (એસએમએસ)થી વેપારીઆલમને ઢંઢોળવાના પ્રયત્નો મિટીંગ પૂર્વે શરૃ થયાં છે.
ફોસ્ટામાં બે ઉભા ફાડચાં થયાં પછી બંને વચ્ચે યુધ્ધ બરાબર જામ્યું છે. વેપારીઓને ભ્રમિત કરવા સહિત એકબીજાને ઉઘાડા પાડવાની હરકતોને કારણે વાતાવરણમાં ગરમાટો આવી ગયો છે. બંને જૂથો (લઘુમતિ અને બહુમતિ ગૃપ) રોજેરોજ નવાં નવાં કિમીયાઓ અજમાવીને વેપારીઆલમને સચ્ચાઇ બતાવવાનો પોતપોતાની રીતે પ્રયાસ કરી રહ્યાં છે. જો કે, આ લડાઇ હવે ખુબ આગળ વધી ગઇ છે.
આંતરિક વિખવાદને કારણે બંને જૂથો બાખડી રહ્યાં છે, તેને કારણે અત્યાર સુધી બહાર નહીં આવેલી હકીકતો પ્રકાશમાં આવી છે. સામાન્ય વેપારીને તો આ લડાઇમાં કોઇ રસ જ નથી પણ માર્કેટ એસો.ના પ્રતિનિધિઓને કારણે સૌને આમાં ખેંચાવું પડયું છે. સામાન્ય વેપારી તો ઇચ્છે છે કે, ખોટા માણસો ખુલ્લા પડે અને તે બહાને કચરો સાફ થઇ જાય. જો ચૂંટણીની નોબત આવશે, તો ઘણાંનો એકડો નીકળી જશે, એમ કાપડજગત સાથે સંકળાયેલાઓ કહે છે.
ફોસ્ટાનું સુકાન કોનાં હાથમાં હોવું જોઇએ તેનો અધિકાર માત્રને માત્ર વેપારીઓને છે. પણ વેપારીઓ ઇચ્છે તે પ્રમાણે અહીં થતું નથી. માર્કેટ એસો.ના પ્રતિનિધિઓ ડિરેકટરો કોણ હોવા જોઇએ તે નક્કી કરે છે અને જે જૂથની બહુમતિ હોય તેના હાથમાં બાજી રહે છે. વાસ્તવમાં તો ફોસ્ટાનું બંધારણ જ આ બધી લડાઇ-ઝઘડાનું મૂળ સાબિત થયું હોવાથી, ખાસ તો ચૂંટાયેલા પ્રતિનિધિઓને એકસમાન તક મળે એવી વ્યવસ્થા જ લોકશાહીનું પ્રતિબિંબ હોવાથી વેપારીઆલમના હિતમાં સુધારા-વધારા ખુબ જરૃરી હોવાનો સૂર વેપારીઆલમનો છે.
અત્યારે તો લઘુમતિ અને બહુમતિ જૂથ વેપારીઆલમને પોતપોતાની રીતે ઢંઢોળવાના પ્રયત્નો કરી રહ્યાં છે. ફોસ્ટાના બહિષ્કારની એક જૂથની ઝુંબેશ સામે છુપાયેલા ચહેરાઓ વિરૃદ્ધની ઝુંબેશ જરૃરી હોવાનો બીજા જૂથનો સૂર છે. અત્યારે તો તા. ૨૪મીની માર્કેટ એસો.ના પ્રતિનિધિઓની જાહેર સભા પહેલાં શોર્ટમેસેજીસ વહેતાં કરીને વેપારીઆલમને જાગૃત કરી રહ્યાં છે.
વેપારીઓમાં ફરતા SMS
* ફોસ્ટા કા બહિષ્કાર કર સંગઠનકો કમજોર ઔર ખતમ કરને કે બજાય ઉન છીપે ચહેરોકા વિરોધ કરે જો ૧૧ વર્ષોસે વ્યાપારિક હિતોકો અનદેખા કરી ફોસ્ટાકો પર્સનલ સ્ટેટ્સકે લીયે યુઝ કરતે હૈ.
* ફોસ્ટા કેઆપસી વિવાદોકો દેખતે હુએ ૩૧ કે હી ચુનાવ હો. જીસમે કપડે કે ટ્રેડર્સ હી હો. આજ કે હાલાત દેખતે હુએ ફોસ્ટાકા બહિષ્કાર કરે. અબ જાગરૃક હોવા પડેગા.

 
 
 

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
એઈડ્સગ્રસ્ત કેદીઓના ત્રાસનો મહિલા કેદીનો આક્ષેપ
ચાર ધામની યાત્રાનો પ્રારંભ ૨૪ એપ્રિલથી
સુકમાના અપહૃત કલેક્ટર સલામત
એર ઈન્ડિયાની આગામી છ વર્ષમાં દેવામાંથી બહાર નીકળવા યોજના
આગામી પ્રમુખ તરીકે બિનરાજકીય વ્યક્તિની પસંદગી કરવી જોઈએ ઃ પવાર
અમેરિકા-ફિલિપાઈન્સની સંયુક્ત કવાયત સામે ચીનની ચેતવણી

આગામી છ મહિનામાં ડીઝલના ભાવ અંકુશ મુક્ત કરાશે ઃ કૌશિક બસુ

નડાલે સતત આઠમી વખત મોન્ટે કાર્લો ટાઇટલ જીત્યું
ટેબલટેનિસમાં સૌમ્યજીત અને અંકિતાનો ઓલિમ્પિકમાં પ્રવેશ
આજથી ઓસ્ટ્રેલિયા અને વેસ્ટ ઇન્ડિઝ વચ્ચે આખરી ટેસ્ટ
ભૂતપૂર્વ વર્લ્ડ ચેમ્પિયન સેમેન્યા લંડન ઓલિમ્પિક માટે ક્વોલિફાય

આજે રાજસ્થાન સામે બેંગ્લોર પરાજયનો બદલો લેવા આતુર

દીપડા સાથે બાથભીડી ભાઈએ બચાવ્યો મોટાભાઈનો જીવ
સાસરિયાનાં ત્રાસથી કંટાળેલી યુવાન પરિણીતાનો ગળાફાંસો

અમેરિકામાં મૂકબધિરો એન્જિનિયર ડોકટર કે જજ પણ બની શકે છે

 
 

Gujarat Samachar Plus

આઈરીશ યુવાન બ્રાયન ગૌફની અનોખી ટિફિન સેવા
ફરવાના ફંડામાં લોકર શોઘતા પરિવારો
એસ.ટીના કન્સેેશન પાસની પ્રોસેસ ટ્રાન્સપરન્ટ બનાવી
જંગલની અંઘારી રાતે આકાશનો અદ્દભૂત નજારો
કેરીના રસની મીઠાસમાં સેક્રિન અને સિન્થેટિક કલરની કડવાશ
 

Gujarat Samachar glamour

‘મારા ઘણા મિત્રો હોમોસેક્સ્યુઅલ છે!’ મલ્લિકા
ઐશ્વર્યા-અમિતાભ પ્રથમવાર એક જાહેરાતમાં સાથે ચમકશે!
માઘુરીને ‘માસ્ટર દીનાનાથ વિશેષ’ એવોર્ડ અપાશે!
રજનીકાન્ત રોકાણકારોને નુકશાન ભરપાઈ કરી આપશે!
રશિયામાં બોલીવુડની ફિલ્મો ફરીથી દર્શાવાની માંગણી કરાઈ
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

એન.આર.ઈન્સીટ્યુટ ડાન્સ પાર્ટી

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved