Last Update : 23-April-2012, Monday

 
નવા બંધાતા સંજીવકુમાર ઓડીટોરીયમના
વોચમેનને સાથી વોચમેનના ભાઇએ ઉંઘમાં જ પતાવી દીધો

૨૫ વર્ષના સતેન્દ્ર રાયને ઉંઘમાં જ માથામાં ફટકો મારી મોતને ઘાટ ઉતારી ઋષિકેશ પાઠક ફરાર

(પ્રતિનિધિ દ્વારા) સુરત
પાલ રાજહંસ સિનેમા પાછળ નવા બંધાતા સંજીવકુમાર ઓડીટોરીયમના વોચમેનને ગતરાત્રે ઉંઘમાં જ લાકડાનો ટેકો માથામાં મારી હત્યા કરી રાજહંસ એપાર્ટમેન્ટનો વોચમેન ભાગી છૂટયો હતો. કોઇક બાબતે ઝઘડો થતાં વોચમેનની હત્યા કર્યાની પોલીસને આશંકા છે.
બનાવ અંગે નવી સિવિલ હોસ્પિટલ તેમજ પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ પાલ રાજહંસ સિનેમા પાછળ સંજીવકુમાર ઓડીટોરીયમનું હાલ બાંધકામ ચાલી રહ્યું છે. ત્યાં વોચમેન તરીકે નોકરી કરતા મૂળ મધ્યપ્રદેશના સતેન્દ્ર રાય (ઉ.વ.૨૫)ની આજે મળસ્કે સાડા ચાર વાગ્યાના અરસામાં માથામાં ઇજા સાથે લાશ મળી આવતાં વોચમેન રાજુ બિંદાસિંહ ઠાકુર (રહે. રાજહંસ બિલ્ડીંગ, વોચમેનના રૃમમાં, પાલ)એ અડાજણ પોલીસને જાણ કરી હતી.
બનાવની જાણ થતા સ્થળ ઉપર દોડી ગયેલી અડાજણ પોલીસે તપાસ કરી તો સતેન્દ્રને ઉંઘમાં જ માથાના ભાગે અને ડાબા કાનના ભાગે નવા બાંધકામમાં વપરાતા લાકડાના ટેકા વડે માર મારી ઇજા પહોંચાડી મોતને ઘાટ ઉતારાયો હોવાનું જાણવા મળ્યું હતું.
સતેન્દ્રની હત્યા તેની સાતે જ કામ કરતા વોચમેનના ભાઇ ઋષિકેશ ધીરેન્દ્ર પ્રસાદ પાઠક (રહે. વોચમેન રૃમમાં, બી વીંગ, રાજહંસ બિલ્ડીંગ, પાલ, મૂળ રહે. ખરપટા, તા. તેવોદાર, જી. રીવા, મધ્યપ્રદેશ)એ કરી હતી અને હત્યા બાદ તે ભાગી છૂટયો હતો. પોલીસને આશંકા છે કે બંને વોચમેન વચ્ચે કોઇ બાબતે ઝઘડો થયો હશે અને તેની અદાવતમાં સતેન્દ્રની ઋષિકેશે હત્યા કરી હશે. અડાજણ પોલીસે રાજુ ઠાકુરની ફરિયાદના આધારે ઋષિકેશ વિરુદ્ધ ગુનો નોંધી તેને ઝડપી પાડવા કવાયત હાથ ધરી છે. વધુ તપાસ અડાજણ પી.આઇ. બલોચ કરી રહ્યા છે.

 

 

પૂણામાં બીજામાળેથી પટકાતા ધો. ૬માં ભણતા વિદ્યાર્થીનું મોત
તરૃણ કલકાની માસાને ત્યાં નંદનવન સોસાયટીમાં રમતો હતો ત્યારે નીચે પટકાયો હતો
(પ્રતિનિધિ દ્વારા) સુરત
પૂણામાં ગઇકાલે સાંજે બીજામાળેથી પટકાયેલા ધો. ૬ના વિદ્યાર્થીનું મોત નીપજયું હતું.
નવી સિવિલથી મળેલી વિગત મુજબ વરાછામાં મારૃતીનગર પાસે સંતોષનગરમાં રહેતો ૧૪ વર્ષીય તરૃણ ખોડાભાઇ કલકાની ગઇકાલે સાંજે પૂણા ખાતે નંદનવન સોસાયટીમાં રહેતા તેના માસા મનસુખભાઇના ઘરે રમતો હતો. ત્યારે તે બીજા માળેથી નીચે પટકાયો હતો. તેને નવી સિવિલમાં ખશેડાતા તબીબે મૃત જાહેર કર્યો હતો. તે લંબેહનુમાન રોડની શાળામાં ધો. ૬માં અભ્યાસ કરતો હતો અને તે પરિવારનો એકનો એક પુત્ર હતો. તેના પિતા રત્નકલાકાર છે. અને મૂળ અમરેલીના વતની છે. આ અંગે પૂણા પોલીસે તપાસ હાથ ધરી છે.

 

ગુંદલાવ હાઇવે પાસે ચાલતું ડામર ચોરીનું નેટવર્ક ઃ ૪ પકડાયા
ટેન્કરમાંથી ૧૬ ટન અને ૧૬ ડ્રમમાંથી ૩૨૦૦ કિલો મળી કુલ ૭.૩૪ લાખનો ડામરનો જથ્થો કબ્જે
વલસાડ
વલસાડ એલસીબી અને રૃરલ પોલીસે સંયુક્ત રેડ કરી, નેશનલ હાઇવે નં.૮ પર ગુંદલાવ ચોકડી નજીકથી ડામરની ચોરી કરતાં ચાર શખ્સોની ધરપકડ કરી ટેન્કરમાંથી ૧૯ ટન ડામર અને ૧૬ ડ્રમમાંથી ૩૨૦૦ કિલો ડામર મળી કુલ રૃ।. ૭.૩૪ લાખના ડામર સાથે કુલ રૃ।. ૧૯.૮૬ લાખનો મુદ્દામાલ ઝડપી પાડયો છે.
ચોક્કસ બાતમીના આધારે રૃરલ પોલીસ તથા એલસીબી પોલીસે આજરોજ બપોરે ૨.૩૦ કલાકની આસપાસ ગુંદલાવ ચોકડી નજીક આવેલી એક ટ્રાન્સપોર્ટ કંપની પાસેની ખુલ્લી જગ્યા ખાતે રેડ કરી હતી. આ સ્થળે એક ટેન્કર (નં.જીજે-૬, એક્ષએક્ષ-૫૧૦૩) તથા એક ટેમ્પો (નં. જીજે-૧૭, એક્ષ-૩૯૫૪) તથા ૧૬ ડમર ભરેલા ડ્રમો હતા. ૧૬ ડ્રમોમાં કુલ ૩૨૦૦ કિલો ડામર હતો. જેની કિંમત રૃ।. ૧.૦૫૬ લાખ જેટલી છે. જ્યારે ટેન્કરમાં કુલ ૧૯ ટન ડામર હતો. જેની કિંમત રૃ।. ૬.૨૯ લાખ છે. આમ કુલ રૃ।. ૭.૩૪ લાખની કિંમતનો ડામરનો જથ્થો ઝડપી પાડયો હતો.
ડામરની ચોરી કરી તેને સગેવગે કરનારા ચાર શખ્સોમાં લાલસિંગ દલસુખ બામણીયા, ગીરવત ભારત બારીયા (બંને રહે. પંચમહાલ), ભીમરાજ ઉમેદાજી પુરણીયા (રહે. મોગરાવાડી, પંચવટી સોસાયટી) તથા શેરાવલ્લી ઇબ્રાહીમ શાહ (રહે. ગુંદલાવ)ની પોલીસે ધરપકડ કરી છે.
આ બનાવમાં પોલીસે ડામર-ટેન્કર અને ટેમ્પો મળી કુલ રૃ।. ૧૯.૮૬ લાખો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આ બાબતે રૃરલ પોલીસ મથકે ફરિયાદ નોંધાતાં પો.સ.ઇ. પ્રજાપતિએ વધુ તપાસ હાથ ધરી છે.

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
એઈડ્સગ્રસ્ત કેદીઓના ત્રાસનો મહિલા કેદીનો આક્ષેપ
ચાર ધામની યાત્રાનો પ્રારંભ ૨૪ એપ્રિલથી
સુકમાના અપહૃત કલેક્ટર સલામત
એર ઈન્ડિયાની આગામી છ વર્ષમાં દેવામાંથી બહાર નીકળવા યોજના
આગામી પ્રમુખ તરીકે બિનરાજકીય વ્યક્તિની પસંદગી કરવી જોઈએ ઃ પવાર
અમેરિકા-ફિલિપાઈન્સની સંયુક્ત કવાયત સામે ચીનની ચેતવણી

આગામી છ મહિનામાં ડીઝલના ભાવ અંકુશ મુક્ત કરાશે ઃ કૌશિક બસુ

નડાલે સતત આઠમી વખત મોન્ટે કાર્લો ટાઇટલ જીત્યું
ટેબલટેનિસમાં સૌમ્યજીત અને અંકિતાનો ઓલિમ્પિકમાં પ્રવેશ
આજથી ઓસ્ટ્રેલિયા અને વેસ્ટ ઇન્ડિઝ વચ્ચે આખરી ટેસ્ટ
ભૂતપૂર્વ વર્લ્ડ ચેમ્પિયન સેમેન્યા લંડન ઓલિમ્પિક માટે ક્વોલિફાય

આજે રાજસ્થાન સામે બેંગ્લોર પરાજયનો બદલો લેવા આતુર

દીપડા સાથે બાથભીડી ભાઈએ બચાવ્યો મોટાભાઈનો જીવ
સાસરિયાનાં ત્રાસથી કંટાળેલી યુવાન પરિણીતાનો ગળાફાંસો

અમેરિકામાં મૂકબધિરો એન્જિનિયર ડોકટર કે જજ પણ બની શકે છે

 
 

Gujarat Samachar Plus

આઈરીશ યુવાન બ્રાયન ગૌફની અનોખી ટિફિન સેવા
ફરવાના ફંડામાં લોકર શોઘતા પરિવારો
એસ.ટીના કન્સેેશન પાસની પ્રોસેસ ટ્રાન્સપરન્ટ બનાવી
જંગલની અંઘારી રાતે આકાશનો અદ્દભૂત નજારો
કેરીના રસની મીઠાસમાં સેક્રિન અને સિન્થેટિક કલરની કડવાશ
 

Gujarat Samachar glamour

‘મારા ઘણા મિત્રો હોમોસેક્સ્યુઅલ છે!’ મલ્લિકા
ઐશ્વર્યા-અમિતાભ પ્રથમવાર એક જાહેરાતમાં સાથે ચમકશે!
માઘુરીને ‘માસ્ટર દીનાનાથ વિશેષ’ એવોર્ડ અપાશે!
રજનીકાન્ત રોકાણકારોને નુકશાન ભરપાઈ કરી આપશે!
રશિયામાં બોલીવુડની ફિલ્મો ફરીથી દર્શાવાની માંગણી કરાઈ
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

એન.આર.ઈન્સીટ્યુટ ડાન્સ પાર્ટી

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved