Last Update : 23-April-2012, Monday

 

અભિરામનગરની ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો
બારડોલીમાં બેંક કર્મચારીના મકાનની ઘરફોડમાં ૩ તરૃણ સહિત ૭ ઝડપાયા

બાબેન કાલીબસ્તી અને રેલવેસ્ટેશન નજીક ઝૂંપડપટ્ટીની બે તસ્કર ટોળકીએ ભેગા થઇ સુદીપ પટેલના ઘરમાંથી બે વખત ચોરી કરી હતી
બારડોલી, રવિવાર
બારડોલી ખાતે અભિરામનગરમાં બેંક કર્મચારીના મકાનમાં થયેલી રૃ।.૮૦,૦૦૦ની ચોરીનો ભેદ પોલીસે ઉકેલી ૩ તરૃણ સહિત ૭ શખ્સોની ધરપકડ કરી છે. બાબેન કાલીબસ્તી અને રેલ્વેસ્ટેશન નજીક ઝુપડપટ્ટીની ૨ તસ્કર ટોળકીએ ભેગા થઇ બેંક કર્મચારીના મકાનમાં બે વખત ચોરી કરી હતી. પોલીસ રોકડા તથા મુદ્દામાલ મળી રૃ।.૧૫૦૦૦ કબ્જે કરવામાં સફળ રહી છે.
પોલીસ સુત્રો પાસેથી પ્રાપ્ત વિગત મુજબ અભિરામનગરમાં એ-૨૮ નંબરના મકાનમાં સુરત ડિસ્ટ્રીકટ કો-ઓ બેંક લિ.માં નોકરી કરતા સુદીપકુમાર રતિલાલભાઇ પટેલ રહે છે. ગત શનિ-રવિની રજામાં સુદીપ પટેલ મકાનને તાળુ મારી પરિવાર સાથે વતન નિઝર ખાતે લગ્નમાં ગયા હતા. ગત મંગળવારે સવારે બારડોલી આવી ઘરનું તાળુ ખોલી ઘરમાં પ્રવેશ કરતા કબાટનો સામાન વેરવિખેર હતો અને મંદિરમાંથી ભગવાનની મૂર્તિઓ પણ ગાયબ હતી. તસ્કરોએ પાછળથી મકાનની અગાસી પર જઇ કેબીનના દરવાજો તોડી નાંખી ઘરમાં પ્રવેશી રૃ।.૮૦,૦૦૦ની મત્તા ચોરી ગયા હતા.
દરમિયાન બારડોલી પીઆઇ એસ.બી.તરડેને ચોક્કસ બાતમી મળતા બારડોલી નજીક બાબેનગામે આવેલી સંજયનગર વસાહત અને અકસાનગરની બાજુની વસાહતમાં રહેતા અશોક ઉર્ફે રામલખન શ્યામભાઇ મોહિતે (ઉ.વ.૨૫) સલમાન સલીમભાઇ શેખ (ઉ.વ.૨૦) દિપક સુર્યાભાઇ ભીલ (ઉ.વ.૧૮), મંગલ બારકુભાઇ પગારે (ઉ.વ.૧૯) અને શેખર દગડુભાઇ પાટીલ (ઉ.વ.૧૫ રાજીવનગર, બાબેન), મીતેશ ઉર્ફે પ્રિતેશ ભાઇદાસ ગામીત (ઉ.વ.૧૫ રહે.વલ્લભવાડીની બાજુમાં ખુલ્લા મેદાનમાં, બારડોલી) અને સુર્યા બાલીપાભાઇ આદિવાસી (ઉ.વ.૧૩, રહે.બાબેન, રેલ્વેફાટક પાસે)ને ઝડપી પાડયા હતા. તમામની પુછપરછ કરતા બંને ટોળકી ભેગી થઇને સલમાન તથા દિપકે બંધ મકાનની ૨-૩ વખત રેકી કરીને નજીકના ભુવનેશ્વરી ગાર્ડનમાં બેસીને ચોરીનો પ્લાન બનાવ્યો હતો.
મકાનની અગાસીમાં જઇ બારણુ તોડી ઘરમાં બે વખત ચોરી કરી કુલ રૃ।.૮૦,૦૦૦ની મત્તા ચોરીની કબુલાત કરી હતી. પોલીસે રૃ।.૧૦૨૦૦ રોકડા અને રૃ।.૪૦૦૦ની મત્તા કબ્જે કરી છે જ્યારે સોનાની ચેઇન અને દાગીના માટે આગળની પુછપરછ શરૃ કરી છે. પોલીસે શેખર પાટીલ મીતેશ ગામીત અને સુર્યાને સગીરવયના હોવાથી જુએનાઇઝ કોર્ટમાં મોકલી આપ્યા છે. જ્યારે અશોક, સલમાન, દિપક અને મંગલને બારડોલી કોર્ટમાં રજૂ કરી રીમાન્ડ મેળવવા તજવીજ હાથ ધરી છે.

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
એઈડ્સગ્રસ્ત કેદીઓના ત્રાસનો મહિલા કેદીનો આક્ષેપ
ચાર ધામની યાત્રાનો પ્રારંભ ૨૪ એપ્રિલથી
સુકમાના અપહૃત કલેક્ટર સલામત
એર ઈન્ડિયાની આગામી છ વર્ષમાં દેવામાંથી બહાર નીકળવા યોજના
આગામી પ્રમુખ તરીકે બિનરાજકીય વ્યક્તિની પસંદગી કરવી જોઈએ ઃ પવાર
અમેરિકા-ફિલિપાઈન્સની સંયુક્ત કવાયત સામે ચીનની ચેતવણી

આગામી છ મહિનામાં ડીઝલના ભાવ અંકુશ મુક્ત કરાશે ઃ કૌશિક બસુ

નડાલે સતત આઠમી વખત મોન્ટે કાર્લો ટાઇટલ જીત્યું
ટેબલટેનિસમાં સૌમ્યજીત અને અંકિતાનો ઓલિમ્પિકમાં પ્રવેશ
આજથી ઓસ્ટ્રેલિયા અને વેસ્ટ ઇન્ડિઝ વચ્ચે આખરી ટેસ્ટ
ભૂતપૂર્વ વર્લ્ડ ચેમ્પિયન સેમેન્યા લંડન ઓલિમ્પિક માટે ક્વોલિફાય

આજે રાજસ્થાન સામે બેંગ્લોર પરાજયનો બદલો લેવા આતુર

દીપડા સાથે બાથભીડી ભાઈએ બચાવ્યો મોટાભાઈનો જીવ
સાસરિયાનાં ત્રાસથી કંટાળેલી યુવાન પરિણીતાનો ગળાફાંસો

અમેરિકામાં મૂકબધિરો એન્જિનિયર ડોકટર કે જજ પણ બની શકે છે

 
 

Gujarat Samachar Plus

આઈરીશ યુવાન બ્રાયન ગૌફની અનોખી ટિફિન સેવા
ફરવાના ફંડામાં લોકર શોઘતા પરિવારો
એસ.ટીના કન્સેેશન પાસની પ્રોસેસ ટ્રાન્સપરન્ટ બનાવી
જંગલની અંઘારી રાતે આકાશનો અદ્દભૂત નજારો
કેરીના રસની મીઠાસમાં સેક્રિન અને સિન્થેટિક કલરની કડવાશ
 

Gujarat Samachar glamour

‘મારા ઘણા મિત્રો હોમોસેક્સ્યુઅલ છે!’ મલ્લિકા
ઐશ્વર્યા-અમિતાભ પ્રથમવાર એક જાહેરાતમાં સાથે ચમકશે!
માઘુરીને ‘માસ્ટર દીનાનાથ વિશેષ’ એવોર્ડ અપાશે!
રજનીકાન્ત રોકાણકારોને નુકશાન ભરપાઈ કરી આપશે!
રશિયામાં બોલીવુડની ફિલ્મો ફરીથી દર્શાવાની માંગણી કરાઈ
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

એન.આર.ઈન્સીટ્યુટ ડાન્સ પાર્ટી

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved