Last Update : 23-April-2012, Monday

 
કરમદડી, ઈણાજ અને વડોદરા ડોડીયા ગામે
આદમખોર દિપડો, બે દિપડી અને બે બચ્ચા પાંજરામાં કેદ

ઈણાજમાં દિપડી અને બે બચ્ચાને સિફતપૂર્વક પકડવા જતાં આર.એફ.ઓ. ઘાયલ, કરમદડીના નરભક્ષી દિપડાને આજીવન કારાવાસ

વેરાવળ, ધારી, તા.૨૨
સોરઠમાં માનવીઓ ઉપર દિપડાના પ્રાણઘાતક હુમલાના બનાવો વધવાનાં પગલે વનતંત્રએ સક્રિય થઈને એક જ રાતમાં ધારીના કરમદડી ગામેથી આદમખોર દિપડાને પાંજરે પુરીને આજીવન કારાવાસમાં ધકેલી દીધો છે. જ્યારે વેરાવળના વડોદરા ડોડીયા ગામેથી એક દિપડી તેમજ ઈણાજ ગામેથી એક દિપડી અને બે બચ્ચાને ઝડપી લઈને સાસણના એનિમલ કેર સેન્ટરમાં મોકલી દીધા છે.
વેરાવળના ઈણાજ ગામે ગત ૧૯મી માર્ચે દિપડા જેવા રાની પશુએ એક બાળકીને ફાડી ખાધી હતી. જેના પગલે વન વિભાગે બે પાંજરા ગોઠવ્યા હતા. આ દરમિયાન ગત રાત્રે એકાદ વાગ્યાના અરસામાં એક પાંજરામાં દોઢ વર્ષનો બાળ-દિપડો પુરાઈ ગયાની જાણ થતાં રેન્જ ફોરેસ્ટ ઓફિસર વી.એસ. અપારનાથી સહિતની ટીમ દોડી ગઈ હતી. તપાસ કરતા ઈણાજની સીમમાં રૃડાભાઈ વાળાની વાડીએ ગોઠવેલા પાંજરામાં બાળ-દિપડો પુરાયેલો હતો અને એક બાળ-દિપડી તો પાંજરાની ઉપર ચડી ગઈ હતી. જ્યારે સાતેક વર્ષની દિપડી પાંજરાની આસપાસ ચક્કર લગાવતી હતી. પરિણામે વનતંત્રની ટીમે હાકલા-પડકારા કરીને અને પ્રકાશ રેલાવીને બાળ-દિપડી અને તેની માતાને ત્યાંથી દૂર રખાયેલા બીજા પાંજરા તરફ હડસેલ્યા હતા. જ્યાં એકાદ કલાક બાદ બાળ-દિપડી પણ એ બીજા પાંજરામાં પુરાઈ ગઈ હતી. હજુ માતા દિપડી બાકી હોવાથી વનતંત્રની ટીમે સિફતપૂર્વક બન્ને બચ્ચાને એક પાંજરામાં લઈ લીધા હતા. જે કામગીરી દરમિયાન બાળ-દિપડાએ આર.એફ.ઓ. અપારનાથીને જમણા પગમાં પંજો મારી દેતાં ઈજા પહોંચી હતી. આમ છતાં કામગીરી ચાલુ રાખીને ખાલી થયેલા પાંજરા તરફ દિપડીને આકર્ષિત કરવાનાં પ્રયાસો ચાલુ રાખ્યા હતા. અંતે વહેલી સવારે પાંચેક વાગ્યે એ સાતેક વર્ષની દિપડી પણ પાંજરે પુરાઈ જતાં ત્રણેયને સાસણના એનિમલ કેર સેન્ટરમાં મોકલી દેવાયા હતા.
બીજી તરફ વેરાવળના વડોદરા ડોડીયા ગામે પણ વનતંત્રએ અગાઉ જગમલભાઈ ડોડીયાની વાડીએ ગોઠવેલા પાંજરામાં ગત રાત્રે બે વાગ્યાના અરસામાં ત્રણ વર્ષની એક દિપડી કેદ થઈ જતાં સાસણ ખાતે મોકલી અપાઈ હતી.
ગીર પૂર્વની દલખાણીયા રેન્જમાં આવતા કરમદડી ગામની ભાગોળે રહેતા સંતોકબેન માધાભાઈ ચીરવાડીયા (ઉ.વ. ૬૦) ઉનાળાના દિવસો હોવાથી ખુલ્લી હવામાં ઘરના ફળીયામાં ખાટલો ઢાળી સુતા હતા, દરમ્યાન વહેલી સવારે જંગલ વિસ્તારમાંથી ધસી આવેલા એક આદમખોર દિપડાએ ફાડી ખાધા હતા. માત્ર એક જ દિવસના અંતરે બનેલા નરભક્ષણના બીજા બનાવથી હચમચી ઉઠેલા વનખાતાએ બનાવના સ્થળ સહીત દિપડાના સગડ જોવા મળતા હતા, એ સ્થળો પર પાંજરા ગોઠવ્યા હતા. વનખાતાના ડીએફઓ અનસુમન શર્માની સુચના અનુસંધાને એસીએફ જે.કે. ધામી, ફોરેસ્ટર એન.આર. વેગડા, ગાર્ડ એચ.જે. સરવૈયા અને કે.પી. નંદાણીયાએ ચાર પાંજરા ગોઠવ્યા હતા. પાંજરા પર ઘાસ અને પાંદડા નાંખી ઝુંપડાનો આકાર આપેલો હતો. દરમ્યાન વહેલી સવારે ૪-૦૦ વાગ્યાના સુમારે સ્થળ પર સુંઘતો સુંઘતો ધસી આવેલો દિપડો આબાદ રીતે પાંજરામાં સપડાયો હતો. જેને જસાધાર એનિમલ કેર સેન્ટરમાં ખસેડવામાં આવ્યો છે. જ્યાંથી જુનાગઢ સક્કરબાગ પ્રાણી સંગ્રહાલયમાં આજીવન કારાવાસમાં ધકેલી દેવામાં આવશે. અત્રે ઉલ્લેખનિય છે કે લાઈનપરામાં બે દિવસ થવા છતાં આદમખોર દિપડો ન ફસાતા ત્યાં વધુ પાંજરા ગોઠવવામાં આવનાર છે.

 

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
એઈડ્સગ્રસ્ત કેદીઓના ત્રાસનો મહિલા કેદીનો આક્ષેપ
ચાર ધામની યાત્રાનો પ્રારંભ ૨૪ એપ્રિલથી
સુકમાના અપહૃત કલેક્ટર સલામત
એર ઈન્ડિયાની આગામી છ વર્ષમાં દેવામાંથી બહાર નીકળવા યોજના
આગામી પ્રમુખ તરીકે બિનરાજકીય વ્યક્તિની પસંદગી કરવી જોઈએ ઃ પવાર
અમેરિકા-ફિલિપાઈન્સની સંયુક્ત કવાયત સામે ચીનની ચેતવણી

આગામી છ મહિનામાં ડીઝલના ભાવ અંકુશ મુક્ત કરાશે ઃ કૌશિક બસુ

નડાલે સતત આઠમી વખત મોન્ટે કાર્લો ટાઇટલ જીત્યું
ટેબલટેનિસમાં સૌમ્યજીત અને અંકિતાનો ઓલિમ્પિકમાં પ્રવેશ
આજથી ઓસ્ટ્રેલિયા અને વેસ્ટ ઇન્ડિઝ વચ્ચે આખરી ટેસ્ટ
ભૂતપૂર્વ વર્લ્ડ ચેમ્પિયન સેમેન્યા લંડન ઓલિમ્પિક માટે ક્વોલિફાય

આજે રાજસ્થાન સામે બેંગ્લોર પરાજયનો બદલો લેવા આતુર

દીપડા સાથે બાથભીડી ભાઈએ બચાવ્યો મોટાભાઈનો જીવ
સાસરિયાનાં ત્રાસથી કંટાળેલી યુવાન પરિણીતાનો ગળાફાંસો

અમેરિકામાં મૂકબધિરો એન્જિનિયર ડોકટર કે જજ પણ બની શકે છે

 
 

Gujarat Samachar Plus

આઈરીશ યુવાન બ્રાયન ગૌફની અનોખી ટિફિન સેવા
ફરવાના ફંડામાં લોકર શોઘતા પરિવારો
એસ.ટીના કન્સેેશન પાસની પ્રોસેસ ટ્રાન્સપરન્ટ બનાવી
જંગલની અંઘારી રાતે આકાશનો અદ્દભૂત નજારો
કેરીના રસની મીઠાસમાં સેક્રિન અને સિન્થેટિક કલરની કડવાશ
 

Gujarat Samachar glamour

‘મારા ઘણા મિત્રો હોમોસેક્સ્યુઅલ છે!’ મલ્લિકા
ઐશ્વર્યા-અમિતાભ પ્રથમવાર એક જાહેરાતમાં સાથે ચમકશે!
માઘુરીને ‘માસ્ટર દીનાનાથ વિશેષ’ એવોર્ડ અપાશે!
રજનીકાન્ત રોકાણકારોને નુકશાન ભરપાઈ કરી આપશે!
રશિયામાં બોલીવુડની ફિલ્મો ફરીથી દર્શાવાની માંગણી કરાઈ
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

એન.આર.ઈન્સીટ્યુટ ડાન્સ પાર્ટી

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved