Last Update : 23-April-2012, Monday

 

ત્રણ અકસ્માતમાં એકનું મોત, બે ઘાયલ

ઠાસરાના ઘડીયાસીમમાં ટ્રેક્ટર પલટી ગયું ઃ અભરીપુરામાં ને ટુંડેલમાં બાઈક ચાલકોએ સાઈકલ સવારોને ટક્કર મારી

નડિયાદ,તા.૨૨
ખેડા જિલ્લામાં ત્રણ જુદા-જુદા સ્થળોએ વાહન અકસ્માતનોના બનાવો સર્જાયા હતા. આ બનાવો ઠાસરા, કઠલાલ તથા વસો પંથકમાં બન્યા હતા જેમાં ૧ વ્યક્તિનું બનાવ સ્થળે મોત નિપજ્યું હતું. જ્યારે બે વ્યક્તિઓને ઓછા- વત્તા પ્રમાણમાં ઈજાઓ થઈ હતી. આ બનાવોની જાણ સંબંધિત પોલીસ મથકે કરતા બનાવોની ફરિયાદો નોંધી કાયદાકીય કાર્યવાહી હાથધરાઈ હતી.
વાહન અકસ્માતનાં પ્રથમ બનાવ ઠાસરા પંથકના ઘડીયા સીમમાં આજ રોજ સવારના સુમારે બન્યો હતો. જેમા એક ટ્રેકટર નં. જી.એ.ડી. ૮૫૨૦ ના ચાલકે પોતાનું ટ્રેકટર બેફિકરાઈ તથા ગફલત ભરી રીતે હંકાર્યું હતું. જેમાં નદીના પટમાં ટ્રેકટર પલ્ટી ખવડાવી દેતા ખેતરના શેઢા સાફ સુફી કરતા કનુભાઈ ગોવિંદભાઈનું બનાવ સ્થળે કરૃણ મોત નિપજ્યું હતુ.ં આ બનાવની જાણ ઠાસરા પોલીસ મથકે કરતા બનાવની ફરિયાદ નોંધી કાયદાકીય કાર્યવાહી હાથધરાઈ હતી.
વાહન અકસ્માતનો બીજો બનાવ કઠલાલ પંથકના અભરીપુર ગામે ગઈ તા. ૫મીના રોજ બન્યો હતો. જેમાં એક બાઈકનં. ૯૯૪૦ ના ચાલકે પોતાનું બાઈખ બેફિકરાઈ તથા ગફલત ભરી હીતે હંકાર્યું હતું. આ બનાવમાં રસ્તામાં સાયકલ લઈ જતા ગીરીશભાઈ લાલાભાઈ ચૌહાણને ટક્કર મારી હતી. જેથી તેઓ રોડ પર પટકાતા ઓછા- વત્તા પ્રમાણમાં ઈજાઓ પહોંચી હતી. આ બનાવની જાણ કઠલાલ પોલીસને કરતા બનાવની ફરિયાદ નોંધાઈ હતી.
વાહન અકસ્માતનો ત્રીજો બનાવ વસો પંથકના ટ્રેડેલ સીમ નજીક ગઈ કાલે સાંજના સુમારે બન્યો હતો. જેમાં એક બાઈક નં. જી.જે.૭ ઈ.ડી. ૪૧૪૧ ના ચાલકે પોતાનું બાઈક બેફિકરાઈ તથા ગફલત ભરી રીતે હંકાર્યું હતું. જેમાં રોડ પર પસાર થતા એક રાહદારીને અડફેટે લેતા તેને ઓછા- વત્તા પ્રમાણમાં ઈજાઓ પહોંચી હતી. આ બનાવની જાણ વસો પોલીસને થતા બનાવની ફરિયાદ નોંધી હતી.

વાસદ પાસે મહીમાં ડૂબી જતા અમદાવાદના શખ્સનું મોત
સુંદણ ગામે સાસરે આવ્યો હતો

આણંદ, તા. ૨૨
વાસદ મહીસાગર નદીમાં ૪૨ વર્ષીય વ્યક્તિ નહાવા પડી હતી પરંતુ નદીમાં આજે સવારે ડૂબી જતાં મોત નીપજ્યું હતું. પોલીસ લાશનો કબજો મેળવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર અમદાવાદ બાપુનગર પોલીસ લાઇનમાં રહેતા અમીતભાઈ પ્રતાપભાઈ મહીડા (ઉ.વ.૪૨) ગઈકાલે વાસદ પાસે આવેલ સુંદણ ગામમાં પોતાની સાસરીમાં આવ્યા હતા. આજે સવારે ૯.૦૦ કલાકે તેઓ નદીએ ન્હાવા ગયા હતા. કોઈ કારણોસર નદીમાં ડીબી જવાથી તેનું મોત નીપજ્યું હતું. કેશરીસિંહ શનાભાઈ રાજે નંબર આપતા પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

 

મરીડા અને ખડીયારાપુરામાં મારામારી થતાં પાંચ ઘાયલ
મરીડામાં ઝઘડાના સમાધાન બાબતનો ઝઘડો ખડીયારપુરામાં નાણાં માગતા મારામારી થઈ

નડિયાદ,તા.૨૨
નડિયાદના મરીડા તથા માતરના ખડિયારપુરા ગામે નજીવી બાબતે મામલો બિચ્યો હતો. જેમાં નડિયાદના મરિડામાં અગાઉ કેશ થયેલ બાબતે લાકડી -ધારિયા ઉછર્યુ જેમાં સામ-સામે ફરિયાદ નોંધી ૬ઈસમો વિરુધ ગુનો નોધાયો હતો. જ્યારે ચાર ઘાયલ થતા હતા. જ્યારે માતરના ખડિયારાપુરામાં દલાલી ના પૈસા નહી આપતા મામલો બિચક્યો હોય જેમાં ત્રણ ઈસમોએ ઘારીયાથી ૧ વ્યક્તિને ઘાયલ કરી અન્ય એકને ગડદાપાટુનો માર માર્યો હતો.
નડિયાદના મરીડા ગામે રહતેા ગીરવરસિંહ શીવસિંહ છાસટીયા જેઓ ગઈ કાલે પોતાના ઘરે હતા તે સમયે તેમના ગામના મેલાભાઈ અમરાભાઈ, શૌલેષભાઈ રાહાબાઈ, તથા વિઠ્ઠલભાઈ ત્રણેય ભરવાડ સાથે અગાઉ થયેલ ઝગડામાં કેસ થયો હતો. જેમાં સમાધાન અંગે કહેતા આ ત્રણેય ઈસમો ઉશ્કેરાઈ ગયા હતા. અને ધારિયા તથા લાકડીઓથી હુમલો કરતા ગિરીવરસિંહ, તેમની પત્ની અને ભાઈને ઓછા-વત્તા પ્રમાણમાં ઈજાઓ પહોંચી હતી.
આ બનાવની સામે મેગાભાઈ અમરાભાઈ ભરવાડે ગિરીવરસિંહ તથા અન્ય ત્રણ ઈસમ વિરૃધ્ધ ક્રોસ ફરિયાદ નોધાઈ હતી. જેમાં મેગાભાઈ ગઈ કાલે પોતાના ખેતરે થી પરત આવી રહ્યા હતા. તે સમયે ગિરીવરસિંહને રસ્તામાંથી ખસવાનું કહેતા તેવો ઉશ્કેરાઈ ગયા હતા. અને તેમની સાથે દિલીપસિંહ શિવસિંહ, રમિલાબેન આવી જઈ હુમલો કર્યો હતો. જેમાં મેલાભાઈને ધારિયાથી ધાઝીકતા નડિયા રૃરલ પોલીસ મથકે ઉપરોક્ત ત્રણેય ઈસમો વિરૃધ્ધ ફરિયાદ નોંધાવી હતી.
માતર પંથકના ખડીયારાપુરા ગામે મારામારીનો બિજો બનાવ બન્યો હતો. જેમાં પીરખાન આલમખાન પઠાણ પોતાના ઘરે બેઠા હતા. તે સમયે તેમના ગામમા રહેત જગદીશભાઈ ઝાલાભાઈ , ઝાલાભાઈ હઠીભાઈ, તથા ઝાલાભાઈનો દિકરો તેમના ઘરે દલાલના પૈસાની માંગણી કરી હતી. જે માગણીનો અસ્વિકાર કરતા ઉપરોક્ત ત્રણ ઈસમો ઉશ્કેરાઈ ગયા હતા. અને ધારિયા ધ્વારા હુમલો કરતા છોડાવા પડેલ સમિરખાનને ઈજાઓ પહોંચી હતી. અને પિરખાનને ગરદાપાટુનો મારમાર્યા હતા. આ બનાવની જાણ માતર પોલીસ મથકે કરતા ત્રણ ઈસમો વિરૃધ્ધ ફરિયાદ નોધાઈ હતી.

 

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
એઈડ્સગ્રસ્ત કેદીઓના ત્રાસનો મહિલા કેદીનો આક્ષેપ
ચાર ધામની યાત્રાનો પ્રારંભ ૨૪ એપ્રિલથી
સુકમાના અપહૃત કલેક્ટર સલામત
એર ઈન્ડિયાની આગામી છ વર્ષમાં દેવામાંથી બહાર નીકળવા યોજના
આગામી પ્રમુખ તરીકે બિનરાજકીય વ્યક્તિની પસંદગી કરવી જોઈએ ઃ પવાર
અમેરિકા-ફિલિપાઈન્સની સંયુક્ત કવાયત સામે ચીનની ચેતવણી

આગામી છ મહિનામાં ડીઝલના ભાવ અંકુશ મુક્ત કરાશે ઃ કૌશિક બસુ

નડાલે સતત આઠમી વખત મોન્ટે કાર્લો ટાઇટલ જીત્યું
ટેબલટેનિસમાં સૌમ્યજીત અને અંકિતાનો ઓલિમ્પિકમાં પ્રવેશ
આજથી ઓસ્ટ્રેલિયા અને વેસ્ટ ઇન્ડિઝ વચ્ચે આખરી ટેસ્ટ
ભૂતપૂર્વ વર્લ્ડ ચેમ્પિયન સેમેન્યા લંડન ઓલિમ્પિક માટે ક્વોલિફાય

આજે રાજસ્થાન સામે બેંગ્લોર પરાજયનો બદલો લેવા આતુર

દીપડા સાથે બાથભીડી ભાઈએ બચાવ્યો મોટાભાઈનો જીવ
સાસરિયાનાં ત્રાસથી કંટાળેલી યુવાન પરિણીતાનો ગળાફાંસો

અમેરિકામાં મૂકબધિરો એન્જિનિયર ડોકટર કે જજ પણ બની શકે છે

 
 

Gujarat Samachar Plus

આઈરીશ યુવાન બ્રાયન ગૌફની અનોખી ટિફિન સેવા
ફરવાના ફંડામાં લોકર શોઘતા પરિવારો
એસ.ટીના કન્સેેશન પાસની પ્રોસેસ ટ્રાન્સપરન્ટ બનાવી
જંગલની અંઘારી રાતે આકાશનો અદ્દભૂત નજારો
કેરીના રસની મીઠાસમાં સેક્રિન અને સિન્થેટિક કલરની કડવાશ
 

Gujarat Samachar glamour

‘મારા ઘણા મિત્રો હોમોસેક્સ્યુઅલ છે!’ મલ્લિકા
ઐશ્વર્યા-અમિતાભ પ્રથમવાર એક જાહેરાતમાં સાથે ચમકશે!
માઘુરીને ‘માસ્ટર દીનાનાથ વિશેષ’ એવોર્ડ અપાશે!
રજનીકાન્ત રોકાણકારોને નુકશાન ભરપાઈ કરી આપશે!
રશિયામાં બોલીવુડની ફિલ્મો ફરીથી દર્શાવાની માંગણી કરાઈ
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

એન.આર.ઈન્સીટ્યુટ ડાન્સ પાર્ટી

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved