Last Update : 23-April-2012, Monday

 

નડિયાદમાં ટ્રાફિકની સમસ્યા ગંભીર છતાં સિગ્નલો જ નથી

દબાણો હટાવી રસ્તા ખુલ્લા કરાતા નથી વધુ ટ્રાફિકથી સર્જાતા અકસ્માતો

નડિયાદ,તા.૨૨
નડિયાદ શહેરમાં ટ્રાફિકથી ધમધમતા સંતરામ સર્કલ, સ્ટેશનરોડ તથા સરદાર પટેલ ભવન વગેરે જેવા વિસ્તારોમાં ટ્રાફિક સિગ્નલનો અભાવ છે. પરિણામે રોજેરોજ વાહન ચાલકો ધ્વારા ટ્રાફિક નિયનનું ઉલ્લંધન થાય છે. ઉપરાંત અકસ્માતના નાના-મોટા બનાવો બનવાથી કેટલાકના મોત તો કેટલાકને ઈજાઓ પણ થાય છે. શહેરમાં ગંભીર બનતી ટ્રાફિક સમસ્યા ઉકેલવા માટે ટ્રાફિક સિગ્નલો અને બમ્પ મુકવાની સાથોસાથ કોઈની પણ શેહશરમ રાખ્યા સિવાય અડચણરૃપ બનેલા કાચા-પાકા દબાણો દૂર કરી રસ્તાઓ પહોળા કરવાની માંગ ઉઠી છે.
શહેરના હાર્દસમા સ્ટેશનરોડ થી સંતરામ સર્કલ થઈ આગળ પારસ સર્કલ અને મહા ગુજરાત તથા મિલરોડ થી સરદાર પટેલ ભવન થઈ રોજ નાના-મોટા અનેક વાહનો પસાર થાય છે. આ જ રીતે કોલેજ રોડ, વાણિયાવડ સર્કલ, કિડની હોસ્પિટલથી નાનાકુંભનાથ રોડ તથા પેટલાદ ફાટક વગેરે જેવા માર્ગો પણ ટુ, થ્રી અને ફોર વ્હીલના વાહનોથી દિવસ-રાત ધમધમતા હોય છે. આમ છતાં આ માર્ગા પર ટ્રાફિક સિગ્નલ અને ક્યાંક બમ્પનો અભાવ જોવા મળે છે. નડિયાદ પાલિકાના પૂર્વ કાઉન્સિલર જશવંતભાઈ શાહના જણાવ્યા મુજબ કેટલાક વર્ષા પહેલાં સ્ટેશન તથા સંતરામ રોડ પરના માર્ગો પર ટ્રાફિક સિગ્નલ લગાવવામાં આવ્યા હતા. પરંતુ તે સમયે લાઈટો બંધ થવાની સમસ્યા મુખ્ય હતી. આવા વખતે આ સિગ્નલો બંધ થઈ જતા હોવાથી તે નિરર્થક સાહિત થતા હતા. પરંતુ અત્યારની બદલાયેલી સ્થિતિ લાઈટો વારંવાર બંધ થતી નથી. બીજી તરફ વાહનોની સંખ્યા વધતા ટ્રાફિક પણ વધ્યો છે. હાલમાં આ ટ્રાફિકના નિયમન માટે સ્ટેશન, સંતરામરોડ તેમજ અન્ય કોઈ સ્થળે ટ્રાફિકના સિગ્નલ નથી. ઘણા વાહન ચાલકો ટ્રાફિક પોલીસ કે નિયમોની પરવા કર્યા વિના આડેધડ દોડાદોડ કરે છે. આના કારણે અવારનવાર સર્જાતા અકસ્માતના બનાવોમાં કોઈને જાન ગુમાવવો પડે છે, તો ઘણાંને ઈજાઓ પણ પહોંચે છે. શહેરમાં રોજ અનેક બાળકો ચાલતા શાળાએ અવરજવર કરે છે. તેમજ સિનિયર સિટિઝનો અને મહિલાઓ પણ પસાર થતી હોય છે. જેઓને ટ્રાફિકના કારણે રસ્તા ઓ ઓળગવામાં અને ચાલતા પસાર થવામાં ભારે હાલાકી વેઠવી પડે છે. તેમજ સતત ટ્રાફિકના કારણે અકસ્માત થવાનો ભય પણ સતાવે છે. શહેરના ઘણા રસ્તાઓ લગભગ ૪૦ થી ૬૦ ફૂટ જેટલા પહોળા છે. આ રસ્તાઓ પર કાચા-પાકા દબાણો થવાથી પણ ટ્રાફિકમાં અડચણ સર્જાતા સમસ્યા ગંભીર બની છે. નડિયાદની વસતિ આશરે ત્રણ લાખની છે. આ શહેરમાંથી નેશનલ અને સ્ટેટ હાઈવે તરફ જવા માટે પણ રોજ અનેક વાહનો પસાર થાય છે. આ સંજોગોમાં ટ્રાફિક સમસ્યાનો ઝડપી નિકાલ લાવવા માટે પોલીસ માર્ગ-મકાન તથા નગરપાલિકાનો તંત્ર ધ્વારા યોગ્ય પગલાં ભરવામાં આવે તેવી માંગ પ્રબળ બની છે.

 

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
એઈડ્સગ્રસ્ત કેદીઓના ત્રાસનો મહિલા કેદીનો આક્ષેપ
ચાર ધામની યાત્રાનો પ્રારંભ ૨૪ એપ્રિલથી
સુકમાના અપહૃત કલેક્ટર સલામત
એર ઈન્ડિયાની આગામી છ વર્ષમાં દેવામાંથી બહાર નીકળવા યોજના
આગામી પ્રમુખ તરીકે બિનરાજકીય વ્યક્તિની પસંદગી કરવી જોઈએ ઃ પવાર
અમેરિકા-ફિલિપાઈન્સની સંયુક્ત કવાયત સામે ચીનની ચેતવણી

આગામી છ મહિનામાં ડીઝલના ભાવ અંકુશ મુક્ત કરાશે ઃ કૌશિક બસુ

નડાલે સતત આઠમી વખત મોન્ટે કાર્લો ટાઇટલ જીત્યું
ટેબલટેનિસમાં સૌમ્યજીત અને અંકિતાનો ઓલિમ્પિકમાં પ્રવેશ
આજથી ઓસ્ટ્રેલિયા અને વેસ્ટ ઇન્ડિઝ વચ્ચે આખરી ટેસ્ટ
ભૂતપૂર્વ વર્લ્ડ ચેમ્પિયન સેમેન્યા લંડન ઓલિમ્પિક માટે ક્વોલિફાય

આજે રાજસ્થાન સામે બેંગ્લોર પરાજયનો બદલો લેવા આતુર

દીપડા સાથે બાથભીડી ભાઈએ બચાવ્યો મોટાભાઈનો જીવ
સાસરિયાનાં ત્રાસથી કંટાળેલી યુવાન પરિણીતાનો ગળાફાંસો

અમેરિકામાં મૂકબધિરો એન્જિનિયર ડોકટર કે જજ પણ બની શકે છે

 
 

Gujarat Samachar Plus

આઈરીશ યુવાન બ્રાયન ગૌફની અનોખી ટિફિન સેવા
ફરવાના ફંડામાં લોકર શોઘતા પરિવારો
એસ.ટીના કન્સેેશન પાસની પ્રોસેસ ટ્રાન્સપરન્ટ બનાવી
જંગલની અંઘારી રાતે આકાશનો અદ્દભૂત નજારો
કેરીના રસની મીઠાસમાં સેક્રિન અને સિન્થેટિક કલરની કડવાશ
 

Gujarat Samachar glamour

‘મારા ઘણા મિત્રો હોમોસેક્સ્યુઅલ છે!’ મલ્લિકા
ઐશ્વર્યા-અમિતાભ પ્રથમવાર એક જાહેરાતમાં સાથે ચમકશે!
માઘુરીને ‘માસ્ટર દીનાનાથ વિશેષ’ એવોર્ડ અપાશે!
રજનીકાન્ત રોકાણકારોને નુકશાન ભરપાઈ કરી આપશે!
રશિયામાં બોલીવુડની ફિલ્મો ફરીથી દર્શાવાની માંગણી કરાઈ
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

એન.આર.ઈન્સીટ્યુટ ડાન્સ પાર્ટી

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved