Last Update : 23-April-2012, Monday

 

મહુધાના તળાવમાં કુંભવેલ અને ગંદકીથી દુર્ગંધ અને મચ્છરો

પાલિકાની સદંતર બેદરકારીને કારણે નજીક રહેતા હજારો રહીશો પરેશાન

નડિયાદ,તા.૨૨
મહુધા ખાતે કઠલાલ તરફ જતા ફીણાવ ભાગોળ વિસ્તારમાં આવેલા રાણીયા, ખાણીયા તળાવમાં છેલ્લા કેટલાય સમયથી અસહ્ય ગંદકી અને કુંભવેલનું સામ્રાજ્ય જોવા મળે છે. અસહ્ય ગંદકી અને કંુભવેલને કારણે મચ્છરોનો ઉપદ્રવ વધ્યો હોવાથી નગરજનોની ફરિયાદ છે. ગંદકીથી ભયાનક દુર્ગંધ ફેલાય છે. જેથી આજુ બાજુ વસવાટ કરતા રહીશો ભારે હાલાકી અનુભવી રહ્યા છે. ગંદકી અને દુર્ગંધના કારણે હાલાકી અનુભવી રહ્યા છે. ગંદકી અને દુર્ગંઘના કારણે રોગચાળો ફાટી નિકળે તેવી ભીતિ સેવાય છે.
મહુધાથી કઠલાલ તરફ જતા ફીણાવ ભાગોળના તળાવોમાંથી ફેલાતી અસહ્ય દુઃગંથી આ રસ્તેથી પસાર થતા રાહદારીઓ અને વાહન ચાલકો ભારે મુશ્કેલી અનુભવે છે. સ્થાનિક નાગરિકોનો જણાવ્યા અનુસાર નગરપાલિકાની બેકાળજી અને સફાઈની અનિયમિતતાથી દિવસે ને દિવસે ગંદકી વધતી જાય છે.
તળાવના કિનારા ઉપર જ મરેલા પશુઓના હાડકા તેમજ અન્ય અવયવોનો ગમે ત્યાં નિકાલ કરવામાં આવે છે.જેની કારણે પુષ્કળ પ્રમાણમાં દુર્ગંધ ફેલાય છે. નગરજ નોના જણાવ્યા અનુસાર સરકાર ધ્વારા તળાવોની સાફસફાઈ માટે ગ્રાંટની પણ ફાળવણી કરવામાં આવતી હોય છે. પરંતુ સ્થાનીક સતાધીશો અને વહીવટદારોની અણઆવડતથી આ ગ્રાંટનો સદ્ઉપયોગ કરવાના બદલેે દુર્વ્યય કરાતો હોવાના આક્ષેપો થઈ રહ્યા છે. મહુધા ખાતે ફિણાવ ભાગોળ વિસ્તારમાં આવેલ તળાવોમાં ભરાતા પાણીના નિકાલ માટે ગરનાળા બનાવીને પાણીના નિકાલ વ્યવસ્થા કરવામાં આવી છે. પરંતુ ગરનાળાની આસપાસ જ મોટા પ્રમામમાં કચરો જામ થવાથી પાણીનું વહન થઈ શક્તુ નથી. નગરપાલિકા દ્વારા આખા ગામની સફાઈનો કચરો અને ડોર-ટુ-ડોર ઉધરાવેલ કચરો પણ તળાવના કિનારા ઉપર જ નાંખવામાં આવે છે. આવી ગંદકીના કારણે રોગચાળાનો ભય સેવાય છે.સ્થાનિક પ્રજાજનો ધ્વારા તળાવની જાળવણી માટે સફાઇની કામગીરી કરવામાં આવે અને ઉગી નીકળેવી જંગલી વનસ્પતિનો કાયમી ધોરણે નાશ કરવામા આવે તેવી માંગ કરવામાં આવી છે.

 

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
એઈડ્સગ્રસ્ત કેદીઓના ત્રાસનો મહિલા કેદીનો આક્ષેપ
ચાર ધામની યાત્રાનો પ્રારંભ ૨૪ એપ્રિલથી
સુકમાના અપહૃત કલેક્ટર સલામત
એર ઈન્ડિયાની આગામી છ વર્ષમાં દેવામાંથી બહાર નીકળવા યોજના
આગામી પ્રમુખ તરીકે બિનરાજકીય વ્યક્તિની પસંદગી કરવી જોઈએ ઃ પવાર
અમેરિકા-ફિલિપાઈન્સની સંયુક્ત કવાયત સામે ચીનની ચેતવણી

આગામી છ મહિનામાં ડીઝલના ભાવ અંકુશ મુક્ત કરાશે ઃ કૌશિક બસુ

નડાલે સતત આઠમી વખત મોન્ટે કાર્લો ટાઇટલ જીત્યું
ટેબલટેનિસમાં સૌમ્યજીત અને અંકિતાનો ઓલિમ્પિકમાં પ્રવેશ
આજથી ઓસ્ટ્રેલિયા અને વેસ્ટ ઇન્ડિઝ વચ્ચે આખરી ટેસ્ટ
ભૂતપૂર્વ વર્લ્ડ ચેમ્પિયન સેમેન્યા લંડન ઓલિમ્પિક માટે ક્વોલિફાય

આજે રાજસ્થાન સામે બેંગ્લોર પરાજયનો બદલો લેવા આતુર

દીપડા સાથે બાથભીડી ભાઈએ બચાવ્યો મોટાભાઈનો જીવ
સાસરિયાનાં ત્રાસથી કંટાળેલી યુવાન પરિણીતાનો ગળાફાંસો

અમેરિકામાં મૂકબધિરો એન્જિનિયર ડોકટર કે જજ પણ બની શકે છે

 
 

Gujarat Samachar Plus

આઈરીશ યુવાન બ્રાયન ગૌફની અનોખી ટિફિન સેવા
ફરવાના ફંડામાં લોકર શોઘતા પરિવારો
એસ.ટીના કન્સેેશન પાસની પ્રોસેસ ટ્રાન્સપરન્ટ બનાવી
જંગલની અંઘારી રાતે આકાશનો અદ્દભૂત નજારો
કેરીના રસની મીઠાસમાં સેક્રિન અને સિન્થેટિક કલરની કડવાશ
 

Gujarat Samachar glamour

‘મારા ઘણા મિત્રો હોમોસેક્સ્યુઅલ છે!’ મલ્લિકા
ઐશ્વર્યા-અમિતાભ પ્રથમવાર એક જાહેરાતમાં સાથે ચમકશે!
માઘુરીને ‘માસ્ટર દીનાનાથ વિશેષ’ એવોર્ડ અપાશે!
રજનીકાન્ત રોકાણકારોને નુકશાન ભરપાઈ કરી આપશે!
રશિયામાં બોલીવુડની ફિલ્મો ફરીથી દર્શાવાની માંગણી કરાઈ
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

એન.આર.ઈન્સીટ્યુટ ડાન્સ પાર્ટી

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved