Last Update : 23-April-2012, Monday

 

યુનિ.ના ક્લોથીંગ એન્ડ ટેક્સટાઈલ વિભાગનુ સંશોધન
અખરોટ અને હળદરના પ્લાન્ટસના ઉપયોગથી કપડાના કલર બનાવ્યા

પ્રાધ્યાપકો અને વિદ્યાર્થીઓએ ૮ જેટલા પ્લાન્ટસમાંથી અલગ અલગ રંગોના સેંકડો શેડ્સ તૈયાર કર્યાઃખાદીગ્રામોદ્યોગ માટે ઈકો ફ્રેન્ડલી કલરના કપડા પણ બનાવ્યા

(પ્રતિનિધિદ્વારા) વડોદરા,શુક્રવાર
આજથી વર્ષો પહેલા કૃત્રિમ રંગોનુ અસ્તિત્વ ન હતુ ત્યારે પણ લોકો કુદરતી રંગોનો(ડાઈ) ઉપયોગ કરીને રંગેલા વસ્ત્રો પરિધાન કરતા હતા.આજે કૃત્રિમ ડાઈ બનાવવા માટે થતા રસાયણોના ઉપયોગે પ્રદુષણના પ્રશ્નો ઉભા કર્યા છે ત્યારે ફેકલ્ટી ઓફ ફેમીલી એન્ડ કોમ્યુનીટી સાયન્સના ક્લોથીંગ એન્ડ ટેક્સટાઈલ ડીપાર્ટમેન્ટના સંશોધકોએ પ્લાન્ટસમાંથી કપડા માટેના રંગો બનાવવાની વર્ષો પહેલાની પરંપરા જાળવી રાખી છે.લગભગ સાત જેટલા પ્લાન્ટસમાંથી વિવિધ રંગોના સેંકડો શેડ્સ તૈયાર કરનારા આ ડીપાર્ટમેન્ટે તાજેતરમાં અખરોટના વૃક્ષની છાલ અને પાંદડામાંથી પણ રંગ બનાવ્યા છે.આ સંશોધનને અમેરીકામાં પણ બીરદાવવામાં આવ્યુ છે.
ડીપાર્ટમેન્ટના હેડ પ્રા.અંજલિ કરોલીયા કહે છે કે છેલ્લા કેટલાય વર્ષોથી ડીપાર્ટમેન્ટ આ ક્ષેત્રમાં કામ કરી રહ્યુ છે.૨૦૦૬ થી અત્યાર સુધીમાં ડીપાર્ટમેન્ટની વિદ્યાર્થીનીઓ અલગ અલગ ૭ કરતા વધારે પ્લાન્ટસમાંથી કપડા માટેના ઈકો ફ્રેન્ડલી કલર તૈયાર કરી ચુકી છે.આ કલર કૃત્રિમ કલરો જેવા જ છે.કલર ટકાઉ પણ એટલા જ છે.લાંબા ઈકોફ્રેન્ડલી કલર લાંબા સમય સુધી કપડા પર કૃત્રિમ કલરની જેમ જ ટકી રહે છે.તેમને એક બીજાની સાથે મીક્સ કરીને અમે સેંકડો શેડ તૈયાર કરવામાં પણ સફળતા મેળવી છે.
૨૦૦૮માં ડીપાર્ટમેન્ટે શહેરના ખાદી ગ્રામોદ્યોગ ભંડાર સાથે મળીને ઈકો ફ્રેન્ડલી કલરમાંથી કપડા તૈયાર કરવાનો અખતરો પણ સફળતા પૂર્વક કર્યો હતો.ડીપાર્ટમેન્ટના પ્રાધ્યાપકોના માગદર્શન હેઠળ વિદ્યાર્થીનીઓએ એક ડઝન જેટલા ખાદી સિલ્કના કુર્તા પર હળદર અને મજીઠાના પ્લાન્ટસમાંથી તૈયાર કરેલા રંગોનો ઉપયોગ કર્યો હતો.આ કુર્તા ચપોચપ વેચાઈ પણ ગયા હતા.આમ ઈકો ફ્રેન્ડલી કલરવાળા કપડા લોકોને ગમે છે તે પણ સાબીત થયુ છે. જોકે ઈકો ફ્રેન્ડલી કલર તૈયાર કરવામાં સમય વધારે જતો હોવાથી આ કપડા કૃત્રિમ રંગથી તૈયાર થયેલા કપડા કરતા થોડો મોંઘા પડે છે.
સામાન્ય રીતે કૃત્રિમ કલર વડે કપડા રંગવાનુ કામ એક જ તબક્કામાં પુરુ થઈ જાય છે જ્યારે ઈકો ફ્રેન્ડલી કલરને કપડા પર ચઢવા માટે ૩ તબક્કામાંથી પસાર થવુ પડે.રંગ કપડા પર ટકી રહે તે માટે મોડેન્ટીંગ નામની કાર્યવાહી કરવામાં આવે છે.આ માટે સામાન્ય રીતે કોપર જેવી ધાતુનો ઉપયોગ થાય છે.જ્યારે ડીપાર્ટમેન્ટના સંશોધકોએ આનો પણ કુદરતી ઉપાય શોધી કાઢ્યો છે.તેઓ ચાની વપરાયેલી ભુકીનો ઉપયોગ કરી રહ્યા છે.
ક્લોથીંગ એન્ડ ટેક્સટાઈલ વિભાગે આ જ પ્રોજેક્ટને મોટા પાયે કાર્યરત કરવા માટે યુજીસી પાસે સ્પેશ્યલ આસીસ્ટન્ટ સ્કીમ હેઠળ ૭૦ લાખની ગ્રાંટની માંગણી કરી છે.જો યુજીસી આ પ્રોજેક્ટ મંજુર કરે તો ડીપાર્ટમેન્ટના સત્તાધીશાએ કપડા રંગવાના ઉદ્યોગોમાં કાર્યરત કારીગરોને કુદરતી રંગો બનાવવાની અને તેના ઉપયોગની તાલીમ આપવાની યોજના પણ બનાવી છે.

ક્યા પ્લાન્ટમાંથી કયા કલર તૈયાર કરાયા
આમ તો સંખ્યાબંધ વનસ્પતિઓ એવી છે જેમાંથી રંગ એટલે કે ડાઈ બનાવી શકાય છે.પંરતુ પ્લાન્ટની ઉપલબ્ધતા,તેમાંથી સરળતાથી રંગ બનાવવાની પ્રક્રિયા અને તમાંથી મળતી કલરની ક્વોન્ટીટીને ધ્યાનમાં રાખીને વનસ્પતિની પસંદગી કરી હતી.આવા ૮ પ્લાન્ટસમાંથી ડીપાર્ટમેન્ટના સંશોધકોને અલગ અલગ રંગ બનાવવામાં સફળતા મળી છે.

પ્લાન્ટ

 

રંગ

મજીઠ

 

મરૃણ અને કેસરી

મહેંદી

 

લીલો અને ઘેરો કથ્થરી

કેસુડો

 

પીળો અને કથ્થઈ

રતનજ્યોત

 

રાખોડી

કાથો

 

ગુલાબી,કથ્થરી

અખરોટ

 

લીલો

હળદર

 

પીળો


અમેરીકાની વિદ્યાર્થીનીઓને પણ ઈકો ફ્રેન્ડલી કલરની તાલીમ
નેબ્રાસ્કા યુનિવર્સીટીની વિદ્યાર્થીનીઓને તાલીમ આપવા યુનિવર્સીટીના પ્રાધ્યાપકને આમંત્રણ અપાયુ

અમેરીકામાં પણ ક્લોથીંગ એન્ડ ટેક્સટાઈલ ડીપાર્ટેમેન્ટે બનાવેલા ઈકો ફ્રેન્ડલી કલર્સને બીરદાવવામાં આવ્યા છે.આ કલર કેવી રીતે બનાવી શકાય તે શીખવાડવા માટે અમેરીકાની નેબ્રાસ્કા યુનિવર્સીટી દ્વારા પ્રા.અંજલિ કરોલીયાને આમંત્રણ આપવામાં આવ્યુ હતુ.તેમણે યુનિવર્સીટીની વિદ્યાર્થીઓને એક સેમીસ્ટર સુધી આ માટેની તાલીમ આપી હતી.
આ ઉપરાંત અખરોટના પ્લાન્ટસમાંથી બનાવેલા રંગ અંગેના તેમના રીસર્ચ આર્ટીકલને ટેક્સટાઈલ સોસાયટી ઓફ અમેરીકાની જર્નલમાં પણ પ્રસિધ્ધ કરવામાં આવ્યો છે.

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
એઈડ્સગ્રસ્ત કેદીઓના ત્રાસનો મહિલા કેદીનો આક્ષેપ
ચાર ધામની યાત્રાનો પ્રારંભ ૨૪ એપ્રિલથી
સુકમાના અપહૃત કલેક્ટર સલામત
એર ઈન્ડિયાની આગામી છ વર્ષમાં દેવામાંથી બહાર નીકળવા યોજના
આગામી પ્રમુખ તરીકે બિનરાજકીય વ્યક્તિની પસંદગી કરવી જોઈએ ઃ પવાર
અમેરિકા-ફિલિપાઈન્સની સંયુક્ત કવાયત સામે ચીનની ચેતવણી

આગામી છ મહિનામાં ડીઝલના ભાવ અંકુશ મુક્ત કરાશે ઃ કૌશિક બસુ

નડાલે સતત આઠમી વખત મોન્ટે કાર્લો ટાઇટલ જીત્યું
ટેબલટેનિસમાં સૌમ્યજીત અને અંકિતાનો ઓલિમ્પિકમાં પ્રવેશ
આજથી ઓસ્ટ્રેલિયા અને વેસ્ટ ઇન્ડિઝ વચ્ચે આખરી ટેસ્ટ
ભૂતપૂર્વ વર્લ્ડ ચેમ્પિયન સેમેન્યા લંડન ઓલિમ્પિક માટે ક્વોલિફાય

આજે રાજસ્થાન સામે બેંગ્લોર પરાજયનો બદલો લેવા આતુર

દીપડા સાથે બાથભીડી ભાઈએ બચાવ્યો મોટાભાઈનો જીવ
સાસરિયાનાં ત્રાસથી કંટાળેલી યુવાન પરિણીતાનો ગળાફાંસો

અમેરિકામાં મૂકબધિરો એન્જિનિયર ડોકટર કે જજ પણ બની શકે છે

 
 

Gujarat Samachar Plus

આઈરીશ યુવાન બ્રાયન ગૌફની અનોખી ટિફિન સેવા
ફરવાના ફંડામાં લોકર શોઘતા પરિવારો
એસ.ટીના કન્સેેશન પાસની પ્રોસેસ ટ્રાન્સપરન્ટ બનાવી
જંગલની અંઘારી રાતે આકાશનો અદ્દભૂત નજારો
કેરીના રસની મીઠાસમાં સેક્રિન અને સિન્થેટિક કલરની કડવાશ
 

Gujarat Samachar glamour

‘મારા ઘણા મિત્રો હોમોસેક્સ્યુઅલ છે!’ મલ્લિકા
ઐશ્વર્યા-અમિતાભ પ્રથમવાર એક જાહેરાતમાં સાથે ચમકશે!
માઘુરીને ‘માસ્ટર દીનાનાથ વિશેષ’ એવોર્ડ અપાશે!
રજનીકાન્ત રોકાણકારોને નુકશાન ભરપાઈ કરી આપશે!
રશિયામાં બોલીવુડની ફિલ્મો ફરીથી દર્શાવાની માંગણી કરાઈ
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

એન.આર.ઈન્સીટ્યુટ ડાન્સ પાર્ટી

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved