Last Update : 23-April-2012, Monday

 
નારેશ્વરથી રેતીની હજારો ટ્રકો ઉપડે છે પણ પકડાઈ માત્ર ત્રણ

મશીનોથી ભીની રેતી ઉલેચતા નદીમાં ડૂબી જવાના બનાવોનું પ્રમાણ વધ્યું

કરજણ,તા.૨૨
અનેક વિવાદો અને ગ્રામજનોની ઉગ્ર રોષની લાગણી બાદ મોડે મોડે વડોદરા ખાણ ખનિજ વિભાગે નારેશ્વર નજીક નર્મદા નદીમાંથી ભીંની અને ઓવરલોડ રેતી ભરીને જતી ત્રણ ટ્રકો જપ્ત કરી નારેશ્વર આઉટ પોસ્ટ ચોકીમાં મુકાવી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
નારેશ્વરથી રોજીંદા પંદરશોથી વધુ ટ્રકો ધ્વારા રેતીનું વહન કરવામાં આવે છે જેમાં ભીની ઓવરલોડ રેતીના વહનના કારણે રોજીંદા સરકારની લાખો રૃપિયાની આવકને ચુનો ચોપડવામાં આવે છે. અને ખાણ માફીઆઓ દ્વારા નદીના પાણીમાંથી ગેરકાયદે મશીનો વડે ભીંની રેતી ઉલેચવામાં આવતા નદીમાં સ્નાન કરતી વખતે ડુબી જવાના બનાવોની સંખ્યા વધતા સ્થાનિક રહિશોમાં ઉગ્ર રોષ ફેલાયેલો છે. પરંતુ ભ્રષ્ટ વહીવટી તંત્રની ખાણ માફીઆઓ સાથેની મીલીભગતના કારણે ખાણમાફીઆઓ ગુંડાઓ રાખે છે આ ગુંડાઓ ગેરકાયદે શસ્ત્રો સાથે રાખી નારેશ્વર ખાતે લીઝો પર આવતા હોય સ્થાનિક રહિશોને ભય બતાવી રહ્યા છે. આથી મુંગા મોંઢે ખાણ માફીઆઓના ત્રાસ સહન કરતા રહિશો નદીમાં ડૂબી જતા રહિશોના બનાવો બાદ વહીવટી તંત્ર અને ખાણ માફીઆઓ વિરૃધ્ધ અવાજ ઉઠાવતા અને ચોમેરથી ગુજરાત માં ઠેરઠેર સ્થળે ખનન પ્રવૃત્તિ વિરૃધ્ધ અવાજ ઉઠવા પામતા ભ્રષ્ટ ખાણ ખનિજ વિભાગના વડોદરાના અધિકારીઓએ નારેશ્વર ખાતે છાપો મારતા ત્રણ ઓવરલોડ, ભીંની રેતી ભરીને જતી ટ્રકો પકડતા સ્થાનિક રહિશોમાં અનેક અટકળો ચાલી રહી છે. રોજીંદા હજારોની સંખ્યામાં ભીંની અને ઓવરલોડ રેતી ભરીને જતી ટ્રકોમાં ત્રણ જ ટ્રકો પકડવામાં આવે તે ગળે વાત ઉતરતી નથી પરતુ એક લીઝ ધારકે નામ ન આપવાની શરતે જણાવ્યું હતું કે ખાણ ખનિજ વિભાગના અધિકારીઓ વડોદરાથી રેડ કરવાના હોવાની એક દિવસ અગાઉથી ખાણ માફીઆઓને કચેરી ખાતેથી જાણ કરવામાં આવી હતી અને રેડ દરમ્યાન ફક્ત ત્રણ ટ્રકો પકડવામાં આવી હતી.

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
એઈડ્સગ્રસ્ત કેદીઓના ત્રાસનો મહિલા કેદીનો આક્ષેપ
ચાર ધામની યાત્રાનો પ્રારંભ ૨૪ એપ્રિલથી
સુકમાના અપહૃત કલેક્ટર સલામત
એર ઈન્ડિયાની આગામી છ વર્ષમાં દેવામાંથી બહાર નીકળવા યોજના
આગામી પ્રમુખ તરીકે બિનરાજકીય વ્યક્તિની પસંદગી કરવી જોઈએ ઃ પવાર
અમેરિકા-ફિલિપાઈન્સની સંયુક્ત કવાયત સામે ચીનની ચેતવણી

આગામી છ મહિનામાં ડીઝલના ભાવ અંકુશ મુક્ત કરાશે ઃ કૌશિક બસુ

નડાલે સતત આઠમી વખત મોન્ટે કાર્લો ટાઇટલ જીત્યું
ટેબલટેનિસમાં સૌમ્યજીત અને અંકિતાનો ઓલિમ્પિકમાં પ્રવેશ
આજથી ઓસ્ટ્રેલિયા અને વેસ્ટ ઇન્ડિઝ વચ્ચે આખરી ટેસ્ટ
ભૂતપૂર્વ વર્લ્ડ ચેમ્પિયન સેમેન્યા લંડન ઓલિમ્પિક માટે ક્વોલિફાય

આજે રાજસ્થાન સામે બેંગ્લોર પરાજયનો બદલો લેવા આતુર

દીપડા સાથે બાથભીડી ભાઈએ બચાવ્યો મોટાભાઈનો જીવ
સાસરિયાનાં ત્રાસથી કંટાળેલી યુવાન પરિણીતાનો ગળાફાંસો

અમેરિકામાં મૂકબધિરો એન્જિનિયર ડોકટર કે જજ પણ બની શકે છે

 
 

Gujarat Samachar Plus

આઈરીશ યુવાન બ્રાયન ગૌફની અનોખી ટિફિન સેવા
ફરવાના ફંડામાં લોકર શોઘતા પરિવારો
એસ.ટીના કન્સેેશન પાસની પ્રોસેસ ટ્રાન્સપરન્ટ બનાવી
જંગલની અંઘારી રાતે આકાશનો અદ્દભૂત નજારો
કેરીના રસની મીઠાસમાં સેક્રિન અને સિન્થેટિક કલરની કડવાશ
 

Gujarat Samachar glamour

‘મારા ઘણા મિત્રો હોમોસેક્સ્યુઅલ છે!’ મલ્લિકા
ઐશ્વર્યા-અમિતાભ પ્રથમવાર એક જાહેરાતમાં સાથે ચમકશે!
માઘુરીને ‘માસ્ટર દીનાનાથ વિશેષ’ એવોર્ડ અપાશે!
રજનીકાન્ત રોકાણકારોને નુકશાન ભરપાઈ કરી આપશે!
રશિયામાં બોલીવુડની ફિલ્મો ફરીથી દર્શાવાની માંગણી કરાઈ
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

એન.આર.ઈન્સીટ્યુટ ડાન્સ પાર્ટી

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved