Last Update : 23-April-2012, Monday

 

વડોદરા:પિસ્તોલનું ટ્રિગર દબાવતાં બાળકીનું મોત

- લોડેડ પિસ્તોલ સાથે રમતા હતા

 

- મકાનમાં બાળકીનાં લોહિનું ખાબોચિયુ ભરાઈ ગયુ

(પ્રતિનિધિદ્વારા) વડોદરા,રવિવાર
શહેરનાં તરસાલી વિસ્તારમાં આવેલા શરદનગરનાં ૭૮૬ નંબરનાં મકાનમાં નવ વર્ષની બાળકી તથા તેનો નાનો ભાઈ પિતાની લાયસન્સ વાળી લોડેડ પિસ્તોલ સાથે રમત રમતા હતા. તે સમયે અચાનક ટ્રિગર દબાઈ જતા તેમાંથી ધડાકાભેંર વછૂટેલી ગોળી બાળકીનાં લમણામાં ઘુસી ગઈ હતી. આ સાથે બાળકી લોહિલુહાણ થઈને ઢળી પડી હતી અને તેનું પ્રાણપંખેરૃ ઉડી ગયુ હતુ. આ બનાવ અંગે મકરપુરા પોલીસે અકસ્માત મોત નોંધી તપાસ શરૃ કરી છે.
સૂત્રોમાંથી મળતી વિગતો મુજબ, શહેરનાં તરસાલી વિસ્તારમાં આવેલા શરદનગરનાં ૭૮૬ નંબરનાં મકાનમાં પત્ની અને બે સંતાનો સાથે રહેતા શ્યામસુંદર સિંગ મકરપુરા આર્મી યુનિટમાં નાયક તરીકેની ફરજ બજાવે છે. તેમણે પોતાની સુરક્ષાનાં કારણસર બંદૂકનું લાયસન્સ મેળવ્યુ હતુ અને તેને આધારે એક ઈન્ડિયન બનાવટની ૭.૬૫ એમએમની પિસ્તોલ ખરીદી હતી. આ પિસ્તોલ તે ઘરમાં જ રાખતા હતા અને ઘરનાં પ્રત્યેક સદસ્યને તેની જાણ હતી.
તાજેતરમાં તેમના પિતા ધાર્મિક યાત્રાએ જવા માટે પુત્રનાં ઘરે આવ્યા હતા. આજે બપોરે તેમને દ્વારકા જવાનું હતુ. જેથી શ્યામસુંદર અને તેમની પત્ની તેમની સાથે વડોદરા રેલવે સ્ટેશન ગયા હતા. તે સમયગાળા દરમિયાન શ્યામસુંદરની નવ વર્ષની દીકરી સોનિયા ઉર્ફે સાનિયા અને ચાર વર્ષનો દીકરો ઓમ ઘરમાં એકલા હતા. બંનેની સુરક્ષાનાં હેતૂસર શ્યામસુંદરે ઘરનાં દરવાજાની જાળીને બહારથી તાળુ માર્યુ હતુ અને બારી વાટે ચાવી બાળકોને આપી દીધી હતી. માતા-પિતા બહાર જતાની સાથે જ બહેન સોનિયા તેના ભાઈ ઓમને સાથે લઈને ટીવી જોવા બેઠી હતી. બેડરૃમનાં પલંગ ઉપર બેસીને બંને જણા ટીવી પર કાર્ટુન જોતા હતા. જે દરમિયાન સોનિયાએ તેના પિતાની લાયસન્સ વાળી પિસ્તોલ બહાર કાઢી હતી.
ત્યારબાદ રમત-રમતમાં તેણે પોતાના લમણા ઉપર પિસ્તોલનું નાળચુ મુકી દીધુ હતુ. ત્યારપછી તેણે ફિલ્મી ઢબે પિસ્તોલનું ટ્રિગર દબાવી દીધુ હતુ. આ સાથે જ ધડાકાભેંર ગોળી વછૂટીને તેના લમણામાં ઘુસી ગઈ હતી. જેને પરિણામે લોહિલુહાણ બનીને તે ઢળી પડી હતી. બીજી તરફ ગોળીબારનાં ધડાકાનો અવાજ સાંભળીને પાડોશીઓ દોડી આવ્યા હતા. પરંતુ, ઘરનાં દરવાજાને તાળુ મારેલુ હોઈ તેમણે બૂમરાણ મચાવી મુકી હતી. જે દરમિયાન ઘરમાંથી સોનિયાનો નાનો ભાઈ આવ્યો હતો અને તેની પાસેની ચાવીથી દરવાજો ખોલવામાં આવ્યો હતો. ત્યારબાદ પાડોશીઓએ ૧૦૮ એમ્બ્યુલન્સ બોલાવીને લોહિલુહાણ પડેલી સોનિયાને સારવાર માટે સયાજી હોસ્પિટલમાં ખસેડી હતી. જ્યાં ફરજ પરનાં તબિબોએ તેને મૃત ઘોષિત કરી હતી. આ બનાવ જાણ થતાં જ મકરપુરા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. મકરપુરા પોલીસે સોનિયાનાં મોત અંગે અકસ્માત મોત નોંધીને તપાસ શરૃ કરી હતી. ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં લઈને પોલીસે એફએસએલ અને ફિંગર પ્રિન્ટ નિષ્ણાતોની મદદ પણ લીધી હતી.

પુત્રીનાં મોતની ખબર સાંભળીને પિતાએ પોતાના લમણા પર ગોળીબાર કર્યો પણ..!!
માસુમ બાળકી સોનિયાનાં મોતની તપાસ સાયન્ટિફીક ઢબે કરાવવા માટે મકરપુરા પોલીસે એફએસએલનાં અધિકારીઓની મદદ લીધી હતી. સ્થળની તપાસ કરનારા એફએસએલનાં અધિકારી ગોંડલિયાએ જણાવ્યુ હતુ કે, ઘટનાસ્થળ પરથી એફએસએલને ફુટેલી ગોળીઓનાં બે ખોખા મળ્યા હતા. જેથી ઘરમાં બે ગોળીબાર થયા હોવાનું સ્પષ્ટ જણાયુ હતુ. એક ગોળી બાળકી સોનિયાનાં લમણામાં ઘુસી ગઈ હતી અને બીજી ગોળીથી મકાનની સિલીંગ પર નિશાન બની ગયુ હતુ. જેથી તપાસ કરતા માલુમ પડયુ હતુ કે, ગોળીબારમાં દીકરીનાં મોત થયુ હોવાની ખબર સાંભળીને ઘરે આવેલા તેના પિતાને બેડરૃમમાં તેની દીકરીનાં લોહિનું ખાબોચિયુ જોવા મળ્યુ હતુ. જેથી આવેશમાં આવીને તેણે નીચે પડેલી પિસ્તોલ ઉઠાવી હતી અને ત્યારપછી પોતાના લમણા પર મુકીને ટ્રિગર દબાવી દીધુ હતુ. પરંતુ, તેની પત્નીએ સમયસર ધક્કો મારી દેતા પિસ્તોલમાંથી વછૂટેલી ગોળીનું નિશાન ચુકાઈ ગયુ હતુ અને આ ગોળી શ્યામસુંદરનાં લમણાને બદલે સિલીંગમાં વાગી હતી. ઉલ્લેખનીય છે કે, એફએસએલનાં અધિકારીઓને તેની લોડેડ પિસ્તોલમાંથી પાંચ રાઉન્ડ જીવતા કારતૂસો મળ્યા હતા.

 

ફિલ્મોનાં એક્શન સીનની બાળકોનાં માનસ પર વિપરીત અસર
ફિલ્મો અને ટીવીમાં દર્શાવાતા મારામારીનાં દ્રશ્યોની બાળકોનાં માનસ ઉપર કેટલી માઠી અસર પડે છે તેનો ચિતાર રજૂ કરતો કિસ્સો તરસાલીનાં શરદનગરમાં બન્યો હતો. અહીં રહેતી બાળકી સોનિયા અને તેનો નાનોભાઈ ઓમ પિતાની લાયસન્સ વાળી પિસ્તોલથી રમત-રમતા હતા. આ બંને માસુમ બાળકોને ખ્યાલ ન હતો કે, પિસ્તોલમાં સાત જીવતા કારતૂસો મૌજુદ છે. આખરે રમતમાંને રમતમાં અચાનક લોડેડ પિસ્તોલનું ટ્રિગર દબાઈ ગયુ હતુ અને તેમાંથી વછૂટેલી ગોળી વાગી જતા માસુમ સોનિયાનું મોત નીપજ્યું હતુ.

પિતાની બેદરકારી દીકરીનાં મોતનું કારણ બની
મકરપુરા આર્મી યુનિટનાં ૨૩૨ એડી રેજીમેન્ટમાં નાયક તરીકેની ફરજ બજાવતા શ્યામસુંદર સિંગ પાસે વેપન રાખવાનું લાયસન્સ હતુ. આ લાયસન્સનાં આધારે તેણે ઈન્ડિયન બનાવટની ૦.૩૨ એટલે કે, ૭.૬૫ એમએમ પિસ્તોલ ખરીદી હતી. સામાન્ય રીતે લાયસન્સ વાળા હથિયારોમાં કારણ વિના કારતૂસ રાખવા ક્યારેક જોખમી સાબિત થઈ શકે છે. જેથી તેને ખાલી રાખવા હિતાવહ છે. તેમ છતાંય શ્યામસુંદરે તેનાં વેપનમાં સાત કારતૂસો ભરેલી કાર્ટીજ મુકી રાખી હતી. આવી લોડેડ પિસ્તોલને સલામત સ્થળે રાખવાને બદલે તેણે બાળકોનાં હાથમાં આવી જાય તેવી રીતે ઘરમાં ખુલ્લી મુકી દીધી હતી. તેની આ બેદરકારીને કારણે તેની માસુમ દીકરીનું મોત નીપજ્યું હતુ.

 

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
એઈડ્સગ્રસ્ત કેદીઓના ત્રાસનો મહિલા કેદીનો આક્ષેપ
ચાર ધામની યાત્રાનો પ્રારંભ ૨૪ એપ્રિલથી
સુકમાના અપહૃત કલેક્ટર સલામત
એર ઈન્ડિયાની આગામી છ વર્ષમાં દેવામાંથી બહાર નીકળવા યોજના
આગામી પ્રમુખ તરીકે બિનરાજકીય વ્યક્તિની પસંદગી કરવી જોઈએ ઃ પવાર
અમેરિકા-ફિલિપાઈન્સની સંયુક્ત કવાયત સામે ચીનની ચેતવણી

આગામી છ મહિનામાં ડીઝલના ભાવ અંકુશ મુક્ત કરાશે ઃ કૌશિક બસુ

નડાલે સતત આઠમી વખત મોન્ટે કાર્લો ટાઇટલ જીત્યું
ટેબલટેનિસમાં સૌમ્યજીત અને અંકિતાનો ઓલિમ્પિકમાં પ્રવેશ
આજથી ઓસ્ટ્રેલિયા અને વેસ્ટ ઇન્ડિઝ વચ્ચે આખરી ટેસ્ટ
ભૂતપૂર્વ વર્લ્ડ ચેમ્પિયન સેમેન્યા લંડન ઓલિમ્પિક માટે ક્વોલિફાય

આજે રાજસ્થાન સામે બેંગ્લોર પરાજયનો બદલો લેવા આતુર

દીપડા સાથે બાથભીડી ભાઈએ બચાવ્યો મોટાભાઈનો જીવ
સાસરિયાનાં ત્રાસથી કંટાળેલી યુવાન પરિણીતાનો ગળાફાંસો

અમેરિકામાં મૂકબધિરો એન્જિનિયર ડોકટર કે જજ પણ બની શકે છે

 
 

Gujarat Samachar Plus

આઈરીશ યુવાન બ્રાયન ગૌફની અનોખી ટિફિન સેવા
ફરવાના ફંડામાં લોકર શોઘતા પરિવારો
એસ.ટીના કન્સેેશન પાસની પ્રોસેસ ટ્રાન્સપરન્ટ બનાવી
જંગલની અંઘારી રાતે આકાશનો અદ્દભૂત નજારો
કેરીના રસની મીઠાસમાં સેક્રિન અને સિન્થેટિક કલરની કડવાશ
 

Gujarat Samachar glamour

‘મારા ઘણા મિત્રો હોમોસેક્સ્યુઅલ છે!’ મલ્લિકા
ઐશ્વર્યા-અમિતાભ પ્રથમવાર એક જાહેરાતમાં સાથે ચમકશે!
માઘુરીને ‘માસ્ટર દીનાનાથ વિશેષ’ એવોર્ડ અપાશે!
રજનીકાન્ત રોકાણકારોને નુકશાન ભરપાઈ કરી આપશે!
રશિયામાં બોલીવુડની ફિલ્મો ફરીથી દર્શાવાની માંગણી કરાઈ
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

એન.આર.ઈન્સીટ્યુટ ડાન્સ પાર્ટી

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved