Last Update : 23-April-2012, Monday

 

લંડનના વર્ક વિઝા આપવાના બહાને રેલ્વે કર્મચારીના ૯ લાખ પડાવ્યા

વલસાડના બુકીંગ ક્લાર્કે પુત્ર અને અન્ય ૩ છોકરાના વિઝા માટે લંડનના એક મળી ૪ જણાને તબક્કાવાર નાણાં ચુકવા છતાં ત્રણ વર્ષે પણ વિઝા ન મળ્યા

વલસાડ, રવિવાર
લંડનસ્થિત એક શખ્સ સહિત કુલ ચાર વ્યક્તિઓએ યુ.કે.ના વર્ક પરમીટર વીઝા આપવાના બહાને તબક્કાવાર કુલ રૃ।.૯.૦૬ લાખ ઉઘરાવી ૩ વર્ષ બાદ પણ વીઝા ન આપી છેતરપીંડી કરી હોવાની વલસાડના રેલ્વે કર્મચારીએ પોલીસ ફરિયાદ નોંધાવી છે. રેલ્વે કર્મચારીના પુત્ર અને સંબંધીઓના અન્ય ૩ સંતાનો મળી કુલ ૪ વ્યક્તિઓ માટે આ રેલ્વે કર્મચારીએ વર્ક પરમીટ વીઝા કઢાવવા પૈસા આપ્યા હતાં.
વલસાડના નાની મહેતવાડમાં રહેતા અને છેલ્લા ૩૦ વર્ષથી પશ્ચિમ રેલ્વેમાં કર્મચારી તરીકે ફરજ બજાવતા જ્યોતિન્દ્ર જયંતિભાઇ ભટ્ટને તેમના જ ફળિયામાં રહેતા હરીશ નાનુભાઇ દેસાઇ નામના લંડન ખાતે રહેતા આસીફ પટેલ સાથે પરિચય કરાવ્યો હતો. અને આસીફ પટેલ, યુ.કેના વર્ક પરમીટ વીઝાનું કામકાજ કરતો હોય, વીઝા લેવા માટે સંપર્ક કરવા જણાવ્યું હતું. જ્યોતિન્દ્ર ભટ્ટે તેના પુત્ર નીરવ ભટ્ટ, તેના શાળાનો છોકરો વિશાલ જનક ભટ્ટ, તથા અન્ય સંબંધીના છોકરાઓ કીરણભટ્ટ તથા નીરજ ભટ્ટ મળી કુલ ૪ છોકરાઓના યુ.કે.ના વર્ક પરમીટ વીઝા માટે આસીફ પટેલ જોડે વાતચીત કરી હતી. હરીશ નાનુભાઇ દેસાઇએ લંડન સ્થિત આસીફ પટેલ પર વિશ્વાસ મૂકવા જણાવ્યું હતું. હરીશ દેસાઇ ફરીયાદીના ફળિયાના અને વર્ષોથી પરિચયમાં હોય તેમના વિશ્વાસે, પ્રથમ આ વર્ક પરમીટ વીઝા માટે જ્યોતિન્દ્ર ભટ્ટે, ઔરંગાબાદ સ્થિત લતીફ દાઉદ પટેલ નામની વ્યક્તિના આઇ.સી.આઇ.સી.આઇ બેંકના ખાતામાં, પ્રત્યેક છોકરાના રૃ।.૩૯ હજાર મળી કુલ રૃ।.૧.૫૬ લાખ વર્ષ-૨૦૦૮ની સાલમાં જમા કરાવ્યા હતાં. ત્યાર બાદ લંડનના આશીફ પટેલની સૂચનાથી ભરૃચ સ્થિત શીરાઝ આંગડીયા મારફતે તબક્કાવાર રૃ।.૧.૫૮ લાખ તથા રૃ।.૧.૧૮ લાખ રોકડા, લંડન મોકલાવ્યા હતાં.
વર્ષ ૨૦૦૮માં થયેલા આ નાણાકીય વ્યવહારો બાદ પણ જ્યોતિન્દ્ર ભટ્ટના પુત્ર સહિત અન્ય ત્રણેય છોકરાને વર્ક પરમીટ વીઝા મળ્યા ન હતાં. અંદાજીત ૨.૫ વર્ષની રાહ જોયા બાદ પણ વીઝા ન મળતા જ્યોતિન્દ્ર ભટ્ટ લંડન ખાતે આસીફનો સંપર્ક કરતાં ફી વધી ગઇ હોવાનું જણાવી, પ્રત્યેક છોકરા દીઠ બીજા રૃ।.૮૦ હજાર ભરવા જણાવતાં, ફરીયાદી તથા તેમના સંબંધીઓએ શીરાઝ આંગડીયા મારફત બીજા રૃ।.૩.૨૦ લાખ અને ખર્ચના રૃ।.૩૯ હજાર લંડન મોકલ્યા હતાં. આ સમયે આસીફે પૈસા ભરો કે તરત જ વીઝા મળી જશેનો વિશ્વાસ આપ્યો હતો.
આમ, ૩ વર્ષમાં તબક્કાવાર રૃ।.૯.૦૬ લાખ ભરવા છતાં, વીઝા પ્રાપ્ત ન થતાં જ્યોતિન્દ્ર ભટ્ટે આજરોજ વલસાડ સીટી પોલીસ મથકે લંડન સ્થિત આશીફ પટેલ, વલસાડ નાની મહેતવાડના હરીશ દેસાઇ, ઔરંગાબાદના લતીફ દાઉદ પટેલ અને ભરૃચના શિરાઝ ઇસ્માઇલ પટેલ વિરૃધ્ધ પોલીસ ફરીયાદ નોંધાવી છે.

 

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
એઈડ્સગ્રસ્ત કેદીઓના ત્રાસનો મહિલા કેદીનો આક્ષેપ
ચાર ધામની યાત્રાનો પ્રારંભ ૨૪ એપ્રિલથી
સુકમાના અપહૃત કલેક્ટર સલામત
એર ઈન્ડિયાની આગામી છ વર્ષમાં દેવામાંથી બહાર નીકળવા યોજના
આગામી પ્રમુખ તરીકે બિનરાજકીય વ્યક્તિની પસંદગી કરવી જોઈએ ઃ પવાર
અમેરિકા-ફિલિપાઈન્સની સંયુક્ત કવાયત સામે ચીનની ચેતવણી

આગામી છ મહિનામાં ડીઝલના ભાવ અંકુશ મુક્ત કરાશે ઃ કૌશિક બસુ

નડાલે સતત આઠમી વખત મોન્ટે કાર્લો ટાઇટલ જીત્યું
ટેબલટેનિસમાં સૌમ્યજીત અને અંકિતાનો ઓલિમ્પિકમાં પ્રવેશ
આજથી ઓસ્ટ્રેલિયા અને વેસ્ટ ઇન્ડિઝ વચ્ચે આખરી ટેસ્ટ
ભૂતપૂર્વ વર્લ્ડ ચેમ્પિયન સેમેન્યા લંડન ઓલિમ્પિક માટે ક્વોલિફાય

આજે રાજસ્થાન સામે બેંગ્લોર પરાજયનો બદલો લેવા આતુર

દીપડા સાથે બાથભીડી ભાઈએ બચાવ્યો મોટાભાઈનો જીવ
સાસરિયાનાં ત્રાસથી કંટાળેલી યુવાન પરિણીતાનો ગળાફાંસો

અમેરિકામાં મૂકબધિરો એન્જિનિયર ડોકટર કે જજ પણ બની શકે છે

 
 

Gujarat Samachar Plus

આઈરીશ યુવાન બ્રાયન ગૌફની અનોખી ટિફિન સેવા
ફરવાના ફંડામાં લોકર શોઘતા પરિવારો
એસ.ટીના કન્સેેશન પાસની પ્રોસેસ ટ્રાન્સપરન્ટ બનાવી
જંગલની અંઘારી રાતે આકાશનો અદ્દભૂત નજારો
કેરીના રસની મીઠાસમાં સેક્રિન અને સિન્થેટિક કલરની કડવાશ
 

Gujarat Samachar glamour

‘મારા ઘણા મિત્રો હોમોસેક્સ્યુઅલ છે!’ મલ્લિકા
ઐશ્વર્યા-અમિતાભ પ્રથમવાર એક જાહેરાતમાં સાથે ચમકશે!
માઘુરીને ‘માસ્ટર દીનાનાથ વિશેષ’ એવોર્ડ અપાશે!
રજનીકાન્ત રોકાણકારોને નુકશાન ભરપાઈ કરી આપશે!
રશિયામાં બોલીવુડની ફિલ્મો ફરીથી દર્શાવાની માંગણી કરાઈ
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

એન.આર.ઈન્સીટ્યુટ ડાન્સ પાર્ટી

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved