Last Update : 23-April-2012, Monday

 
દોઢ ડાહ્યાની ડાયરી
આપણા નરેન્દ્રભાઇની વિચિત્ર સ્થિતિ

દિલ્હી નહોતું જવું તો પરાણે મોકલ્યા ને જવું છે તો જોરશોરથી વિરોધ
મોદી તો મહોરું છે, વહીવટ તો કોર્પોરેટ હાઉસીઝ ચલાવે છે
પક્ષના કાર્યક્રમોની આદત છૂટી જતાં ફળદુના કાર્યક્રમો ફ્લોપ રહ્યા
અમરસંગભાઇને શૂન્ય મત- પોતે પણ પોતાને મત ન આપ્યો!
રોજગાર મેળાના લાઈવ પ્રસારણ પાછળના રૃા. ૧ કરોડ કેમ ભૂલી ગયા?

અમદાવાદ, રવિવાર
ભાજપના એક મિત્રને એક સમાચાર વાંચીને ભારે દુઃખ થયું. રાષ્ટ્રીય પ્રમુખ નીતિન ગડકરીએ દિલ્હીમાં એક વરિષ્ઠ પત્રકાર સમક્ષ એકરાર કર્યો કે તેમને ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી સાથે બનતું નથી. છ મહિનાથી તો અબોલા (કિટ્ટા) છે.
આ કાર્યકર મિત્રએ કપાળે હાથ મુકીને જાણે ભુવો ધૂણતો હોય એમ માથુ હલાવી કહ્યું ''ખબર નહીં આ બધા નેતાઓ શું કરવા માંગે છે! રાષ્ટ્રીય પ્રમુખને પોતાના પક્ષના જ મુખ્યમંત્રી સાથે બને નહીં, બોલે નહીં એ તો કે ચાલે! આનો અર્થ તો એવો થયો કે ચૂંટણી પછી જ્યારે આપણા નરેન્દ્રભાઇ દિલ્હી જવાનું ગોઠવશે ત્યારે મોટો બમ્પ- કાંટાળી વાડ પ્રમુખ પોતે જ હશે. પ્રમુખે તો અન્ય કોઇ નેતાઓ વચ્ચે અણબનાવ હોય તો સમાધાન કરાવી આપવાનું હોય. અને આ ગડકરીજી તો પોતે જ... ખોટું કહેવાય.''
કાર્યકર મિત્રને સમજાવવાનો પ્રયત્ન કર્યો કે તમે પ્રમુખને કદાચ નજીકથી ઓળખતા નથી, પણ નરેન્દ્રભાઇને તો ઓળખો છો ને? ભૂતકાળમાં જ્યારે શંકરસિંહજી ભાજપમાં હતા. અને કેશુભાઇ મુખ્યમંત્રી બન્યા ત્યારે તેમને બાપુ સાથે પણ અબોલા હતા. તેઓ દિલ્હી ગયા અને રાષ્ટ્રીય મહામંત્રી બન્યા પછી કેશુભાઇ સાથે અબોલા હતા. અત્યારે તેમને દિલ્હીમાં કેટલા નેતાઓ સાથે અબોલા છે એ તો ગડકરીજીની માફક અન્ય નેતાઓ વિશ્વાસુ પત્રકાર પાસે ઓફ ધ રેકર્ડ મનહળવું કરશે ત્યારે ખબર પડશે. વાત રહી દિલ્હી જવાની, તો એ પણ કેવી વિચિત્ર બાબત છે કે જ્યારે ૧૯૭૫માં શંકરસિંહે પ્રથમ બળવો કરી ધારાસભ્યોને ખુજુરાહો લઇ ગયા અને અટલજી સમાધાન માટે આવ્યા, ત્યારે શંકરસિંહની બે શરતો પૈકી એક શરત હતી કે મોદી ગુજરાતમાં નહીં. ત્યારે તેમણે ગુજરાતમાં રહેવું હતું અને અટલજીએ ધરાર તેમને દિલ્હી મોકલ્યા હતા. એટલે તો અટલજી ઉપર આક્ષેપો થયા કે ''ધોતી ત્રણ કરોડમાં વેચાઇ.'' હવે તેમને દિલ્હી જવું છે તો દિલ્હીના નેતાઓને મંજૂર નથી.
વાત રહી પ્રમુખની, કે પ્રમુખે કોઇ સાથે અબોલા ન રખાય. તો આ વાત ગુજરાતના પ્રમુખને પણ લાગુ પડે ને! તેમને પણ કહો કે તેમણે દિલીપ સંઘાણી એક કેબિનેટ મંત્રી છે, તેમની સાથે અબોલા ન રખાય. પોતાની સહકારી મંડળીનું કામ સંઘાણીએ ન કર્યું અને તેમના હરીફનું કામ કર્યું એટલે કાંઇ મંત્રી સાથે કિટ્ટા કરી દેવાતા હશે. પ્રમુખે સમજવું જોઇએ કે પોતાના જ પક્ષની સરકારના મંત્રી પ્રમુખ પાસે કોઇ કામના રૃપિયા લઇ શકે ખરા? પછી કામની અપેક્ષા રાખવી એ ફળદુ સાહેબની ભૂલ જ છે ને! તમે પ્રથમ ગુજરાતના પ્રમુખ અને ગુજરાતના મંત્રી સાથે સુલેહ કરાવો, એ તમે કરી શકો એમ છો. બાકી નરેન્દ્રભાઇની ચિંતા છોડો. તેમને બમ્પ અને કાંટાળી વાડ બધું જ દૂર કરતાં આવડે છે. ગડકરીને પણ જિંદગીભર યાદ રહેશે કે તેમને કોઇ સંઘના પ્રચારક મળ્યા હતા.
મોદી તો મહોરું છે, વહીવટ તો કોર્પોરેટ હાઉસીઝ ચલાવે છે
અમદાવાદમાં નાના મોટા અખબારો અને ન્યુઝ ચેનલોના મળીને લગભગ ૩૦૦થી વધુ પત્રકારો છે. પરંતુ ગુજરાતમાં દિલ્હી મુંબઇ જેવી પ્રેસ ક્લબ ન હતી. પાંચેક વર્ષ પહેલા સરકારમાં વગ ધરાવતા ઉદ્યોગોના પી.આર.ઓ.એ એકત્ર થઇને આવી ક્લબની રચના કરી. અને ક્લબની મેમ્બરશીપ માટેની ફી બહુ જ ઊંચી રાખી. જેથી તેમને જે પ્રકારના પત્રકારોની જરૃર પડે છે તેમને જ તેઓ ક્લબના મેમ્બર બનાવી શકે. પાંચ વર્ષમાં લાખો રૃપિયા એકત્ર કરી લીધા છે. કેમ કર્યા એ જાહેર ચર્ચાનો વિષય નથી. એક વર્ષ થયું ત્યાં જ તેમણે સારા લોકેશનમાં સરખેજ-ગાંધીનગર હાઇવે ઉપર જમીનની માંગણી કરી. મુખ્યમંત્રીને આ ક્લબના સભ્યો કોણ કોણ છે એ ખબર હોવાથી ફાઇલ ક્લિયર કરી ન હતી. કારણ કે તેમાં ગુજરાતીઓ ગણ્યા ગાંઠયા જ હતા. મોટાભાગે અને ક્લબનો કબજો ભોગવટો કરનારા કંપનીઓના પી.આર.ઓ. એડ એજન્સીના પ્રતિનિધિઓ અને અન્ય રાજ્યના ગુજરાતમાં નોકરી માટે બદલી થઇને આવેલા પત્રકારો હતા.
જમીન ક્લિયર કરાવવા આખરે મુખ્યમંત્રીની નબળી કડી પારખું અદાણીનું પી.આર. સંભાળતા મુઢોલકરે ચૂંટણીને આગળ ધરીને મુખ્યમંત્રીને રાજી કરી લીધા છે. અને મુઢોલકર પણ મુખ્યમંત્રીની નબળી કડી હોવાથી શાણા પત્રકારો જાણે છે કે ફાઇલ ક્લિયર કરવામાં વાંધો નહીં આવે.
૧૦ વર્ષમાં ગુજરાતી પત્રકારોની અમદાવાદથી સચિવાલય જતી ગાડી બંધ કર્યા પછી ધરાર ચાલુ ન કરી તેઓ હવે બિનપત્રકારોને પ્રેસ ક્લબના નામે મોંઘા ભાવની જમીન સસ્તામાં આપવા બીડુ ઝડપ્યું છે. પત્રકારો જાણે છે મુખ્યમંત્રી મોદી તો મહોરું છે સરકાર તો કોર્પોરેટ હાઉસો ને તેના પી.આર.ઓ. જ ચલાવતા હોય છે.
રોજગાર મેળાના લાઇવ પ્રસારણ પાછળના રૃા. ૧ કરોડ કેમ ભૂલી ગયા?
ગુજરાત સમાચારમાં ૪ રોજગાર મેળા પાછળ થયેલા ખર્ચના સમાચાર વાંચીને ભાજપના એક કાર્યકરે ફોન પર નબળા પત્રકારત્વ પર નારાજગી વ્યક્ત કરી. ''તમે આવા અધુરા સમાચાર કેમ છાપો છો? માહિતી ન હોય તો અમારા જેવાને પૂછવું જોઇએ ને! તમે ચાર મેળા પાછળ થયેલા રૃા. ૧ કરોડનો ખર્ચ બતાવ્યો છે. પણ અમદાવાદના જ એક કાર્યક્રમને જુદી જુદી ન્યુઝ ચેનલોમાં કાર્યક્રમના લાઇવ પ્રસારણ પાછળ જ રૃા. એક કરોડ ખર્ચાયા છે તે કેમ ધ્યાન બહાર જતું રહ્યું? તમને સમાચારવાળાને આ સમાચારના સમાચારની તો ખબર જ હોવી જોઇએ ને!''
તેમને સોરી, કહી વિગત માંગી તો જવાબ મળ્યો કે ચેનલોને અર્ધો કલાકના સ્લોટ માટે રૃા. પાંચ લાખ નક્કી કર્યા હતા. દોઢ કલાકનો કાર્યક્રમ લાઇવ કરવામાં આયો. બધી જ ચેનલો મળીને રૃા. એક કરોડ તો ટીવીમાં પ્રસિધ્ધિ પાછળ માત્ર અમદાવાદના મેળામાં ખર્ચાયા છે. રોજગારી ખાનગી કંપનીઓ આપે છે, પગાર પણ તે ચૂકવશે અને સરકારે કાર્યક્રમ પાછળ કરોડો ખર્ચી નાખ્યા છે. આટલા રૃપિયામાં કેટલા કર્મચારીઓની ભરતી કરી ને પગાર ચૂકવી શકાય? આવું કંઇક લાવો તો સમાચાર બને.
પક્ષના કાર્યક્રમોની આદત છૂટી જતાં ફળદુના કાર્યક્રમો ફ્લોપ રહ્યા
ભાજપના પ્રદેશ પ્રમુખ આર.સી. ફળદુની કિસાન યાત્રા એક બે સ્થાનો પર જ નહીં, પણ સળંગ ફ્લોપ રહી. સંખ્યા થતી જ ન હતી. આ અંગે ભાજપના એક સૌરાષ્ટ્રના કાર્યકર સાથે વાતચીત ચાલી.
કાર્યકરે આ ફ્લોપ શો માટે બે કારણ રજૂ કર્યા. એક તો ભાજપના હવે તમામ કાર્યક્રમો સરકારી કાર્યક્રમો જ હોય છે. જેથી પક્ષના કાર્યક્રમો યોજવા અને તેને સફળ બનાવવાની આદત- આવડત બધું જ છૂટી ગયું છે. તલાટીથી લઇને કલેકટર અને કોન્સ્ટેબલથી લઇને ડી.એસ.પી. સુધીનો સરકારી સ્ટાફ હવે કાર્યક્રમો યોજવામાં અને તેને સફળ બનાવવામાં માહેર થઇ ગયો અને પક્ષના નેતાઓ બધું ભૂલી ગયા છે.
બીજું કારણ સૌરાષ્ટ્ર માટે એવું છે કે કિસાન યાત્રાના ઈન્ચાર્જ બિનકિસાન બની ગયા. અગાઉ આ યાત્રા માટે ભાજપના કિસાન અગ્રણી શિવલાલભાઇ વેકરિયાનું નામ નક્કી થઇ ગયું હતું. તેમના નામની જાહેરાત પણ થઇ ગઇ હતી. અને છેલ્લી ઘડીએ વિજય રૃપાણીએ વેકરિયાને ધકેલીને પોતે જ રથનો કબજો લઇ લીધો. તેના કારણે પણ પટેલ સમાજમાં નારાજગી હતી. માટે કોઇને આ કાર્યક્રમમાં ઉત્સાહ જ ન હતો.
અમરસંગભાઇને શૂન્ય મત- પોતે પણ પોતાને મત ન આપ્યો!
તાજેતરમાં ગ્રામ પંચાયતોની ચૂંટણીઓ યોજાઇ હતી. આ ચૂંટણીમાં એક વિચિત્ર બાબત પણ ધ્યાનમાં આવી છે. ભાવનગર જિલ્લાના શિહોર તાલુકાના પાંચ તલાવડા ગામમાં એક ઉમેદવાર અમરસંગભાઇને શૂન્ય મત મળ્યા છે.
એવું બને કે આડોશ-પાડોશમાં સારા સંબંધો ન હોય, પણ ઘરના બે ત્રણ મત તો હોય ને! અને માનો કે ઘરમાં પણ તેમને કોઇ પસંદ કરતું ન હોય પણ પોતાનો મત તો મળે ને! આમાં તો એક પણ મત તેમના નામે નીકળ્યો નથી.
કદાચ અમરસંગભાઇને ખબર હશે કે મને કોઇ મત આપવાનું નથી, હું જીતવાનો નથી. તો મારે મારો મત શું કામ બગાડવો. આવું વિચારીને એક સમજદાર મતદારનું દ્રષ્ટાંત પૂરૃં પાડયું હોવું જોઇએ.

 

 

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
એઈડ્સગ્રસ્ત કેદીઓના ત્રાસનો મહિલા કેદીનો આક્ષેપ
ચાર ધામની યાત્રાનો પ્રારંભ ૨૪ એપ્રિલથી
સુકમાના અપહૃત કલેક્ટર સલામત
એર ઈન્ડિયાની આગામી છ વર્ષમાં દેવામાંથી બહાર નીકળવા યોજના
આગામી પ્રમુખ તરીકે બિનરાજકીય વ્યક્તિની પસંદગી કરવી જોઈએ ઃ પવાર
અમેરિકા-ફિલિપાઈન્સની સંયુક્ત કવાયત સામે ચીનની ચેતવણી

આગામી છ મહિનામાં ડીઝલના ભાવ અંકુશ મુક્ત કરાશે ઃ કૌશિક બસુ

નડાલે સતત આઠમી વખત મોન્ટે કાર્લો ટાઇટલ જીત્યું
ટેબલટેનિસમાં સૌમ્યજીત અને અંકિતાનો ઓલિમ્પિકમાં પ્રવેશ
આજથી ઓસ્ટ્રેલિયા અને વેસ્ટ ઇન્ડિઝ વચ્ચે આખરી ટેસ્ટ
ભૂતપૂર્વ વર્લ્ડ ચેમ્પિયન સેમેન્યા લંડન ઓલિમ્પિક માટે ક્વોલિફાય

આજે રાજસ્થાન સામે બેંગ્લોર પરાજયનો બદલો લેવા આતુર

દીપડા સાથે બાથભીડી ભાઈએ બચાવ્યો મોટાભાઈનો જીવ
સાસરિયાનાં ત્રાસથી કંટાળેલી યુવાન પરિણીતાનો ગળાફાંસો

અમેરિકામાં મૂકબધિરો એન્જિનિયર ડોકટર કે જજ પણ બની શકે છે

 
 

Gujarat Samachar Plus

આઈરીશ યુવાન બ્રાયન ગૌફની અનોખી ટિફિન સેવા
ફરવાના ફંડામાં લોકર શોઘતા પરિવારો
એસ.ટીના કન્સેેશન પાસની પ્રોસેસ ટ્રાન્સપરન્ટ બનાવી
જંગલની અંઘારી રાતે આકાશનો અદ્દભૂત નજારો
કેરીના રસની મીઠાસમાં સેક્રિન અને સિન્થેટિક કલરની કડવાશ
 

Gujarat Samachar glamour

‘મારા ઘણા મિત્રો હોમોસેક્સ્યુઅલ છે!’ મલ્લિકા
ઐશ્વર્યા-અમિતાભ પ્રથમવાર એક જાહેરાતમાં સાથે ચમકશે!
માઘુરીને ‘માસ્ટર દીનાનાથ વિશેષ’ એવોર્ડ અપાશે!
રજનીકાન્ત રોકાણકારોને નુકશાન ભરપાઈ કરી આપશે!
રશિયામાં બોલીવુડની ફિલ્મો ફરીથી દર્શાવાની માંગણી કરાઈ
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

એન.આર.ઈન્સીટ્યુટ ડાન્સ પાર્ટી

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved