Last Update : 23-April-2012, Monday

 
રૃપિયા પાંચ લાખની માગણી કરીને ત્રાસ ગુજારતા હતા
સાસરિયાનાં ત્રાસથી કંટાળેલી યુવાન પરિણીતાનો ગળાફાંસો

ઘરનાં ડ્રોઈંગરૃમમાં પંખા ઉપર દુપટ્ટા વડે ગળાફાંસો ખાઈને જીવાદોરી ટુંકાવી દીધી ઃ નવાપુરા પોલીસે તપાસ શરૃ કરી

(પ્રતિનિધિદ્વારા) વડોદરા,રવિવાર
શહેરનાં આર વી દેસાઈ રોડ પર આવેલી સ્વામી નારાયણ સોસાયટીમાં દહેજ લાલચુ સાસરિયાનાં ત્રાસથી કંટાળેલી યુવાન પરિણીતાએ પંખા ઉપર દુપટ્ટા વડે ગળાફાંસો ખાઈ આપઘાત કરી લેતા હાહાકાર મચી ગયો હતો. આ બનાવની જાણ થતાં જ નવાપુરા પોલીસે પરિણીતાની લાશને પોસ્ટમાર્ટમ અર્થે સયાજી હોસ્પિટલમાં મોકલી આપી હતી. આ બનાવ અંગે પરિણીતાનાં પિતાએ નોંધાવેલી ફરિયાદને આધારે નવાપુરા પોલીસે પતિ અને સાસરિયા વિરૃધ્ધ ગુનો દાખલ કરી તપાસ શરૃ કરી છે.
પોલીસ સૂત્રોમાંથી મળતી વિગતો મુજબ, શહેરનાં આર વી દેસાઈ રોડ પર આવેલી સત્યનારાયણ સોસાયટીમાં રહેતા અને અમૂલ આઈસક્રીમનું પાર્લર ચલાવતા ભરતભાઈ સત્યનારાયણ શર્માનું લગ્ન આઠ વર્ષ અગાઉ રાજસ્થાનનાં અજમેરનાં બ્યુસેકર પડાવ વિસ્તારમાં રહેતા ભાત્રચંદ્ર મદનલાલ શર્માની દીકરી પ્રિતી સાથે થયુ હતુ. લગ્નનાં થોડા વર્ષોમાં જ પ્રતિ એક સંતાનની માતા બની હતી.
બીજી તરફ પ્રિતીને તેના સાસરિયાઓ તરફથી સતત માનસિક અને શારીરીક ત્રાસ અપાતો હતો. તાજેતરમાં તેના સાસરિયાઓએ દહેજ પેટે પાંચ લાખ રૃપિયાની માગણી કરી હતી. જેથી પ્રિતીનાં પિતાએ તેમને બે લાખ રૃપિયા આપ્યા હતા. પરંતુ, ત્રણ લાખ રૃપિયા ઓછા પડતા સાસરિયાઓએ પ્રિતીને વધુ ત્રાસ આપવાનો શરૃ કર્યો હતો. આખરે કંટાળેલી પ્રિતીએ સાસરિયાનાં ત્રાસથી છૂટકારો મેળવવા માટે અંતિમ પગલુ લેવાનો નિર્ણય લીધો હતો.
ગઈકાલે સાંજે પતિ અને અન્ય સાસરિયાઓ કોઈ કામઅર્થે બહાર ગયા હતા. જે દરમિયાન ઘરમાં પ્રિતી એકલી જ હતી. જેથી એકલતાનો લાભ લઈને તેણે ઘરનાં ડ્રોઈંગરૃમમાં પંખા ઉપર દુપટ્ટા વડે ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. મોડીસાંજે તેનો પતિ ઘરે પરત ફર્યો હતો. જ્યાં તેણે પત્નીની ગળેફાંસો ખાધેલી હાલતમાં લટકતી લાશ જોઈ હતી. જેથી પરિવારનાં અન્ય સદસ્યોને તેણે બોલાવ્યા હતા અને તેમની મદદથી પ્રિતીને નીચે ઉતારીને સારવાર માટે ખાનગી દવાખાને લઈ ગયા હતા.
જ્યાં ફરજ પરનાં તબિબોએ તેને મૃત ઘોષિત કરી હતી. આ બનાવની જાણ થતાં જ નવાપુરા પોલીસે અકસ્માત મોત નોંધી તપાસ શરૃ કરી હતી. પોલીસે મૃતક પરિણીતાનું પોસ્ટમાર્ટમ કરાવવા માટે તેના મૃતદેહને સયાજી હોસ્પિટલમાં મોકલી આપ્યો હતો. બીજી તરફ આ બનાવની જાણ થતાં જ પ્રિતીનાં પિયરીયાઓ પણ વડોદરા દોડી આવ્યા હતા. જ્યાં પ્રિતીનાં મૃતદેહને જોઈને તેઓ ચોધાર આંસુએ રડી પડયા હતા.

 

મૃતક પરિણીતાનાં પિતાએ સાસરિયા સામે ફરિયાદ નોંધાવી
પ્રિતી શર્માનાં આપઘાત બાદ તેના પિતા ભાત્રચંદ્ર શર્માએ નવાપુરા પોલીસ મથકે તેના સાસરિયાઓ વિરૃધ્ધ ફરિયાદ નોંધાવી હતી. જેમાં તેમણે નોંધાવ્યુ હતુ કે, પાંચ લાખ રૃપિયાનાં દહેજની માગણી સાથે પ્રિતીનો પતિ તથા સાસરિયાઓ તેને માનસિક તથા શારિરીક ત્રાસ આપતા હતા. જેથી પોલીસે પતિ ભરત શર્મા, સસરા સત્યનારાયણ શર્મા, સાસુ સુમિતા શર્મા અને નણંદ કામીની રોહિતભાઈ આચાર્ય સામે દહેજધારા અંતર્ગત ગુનો દાખલ કરી તપાસ શરૃ કરી છે.

 

પહેલા ગુનો દાખલ કરો પછી જ લાશ લઈ જઈશું..!!
પ્રિતી શર્માનાં આપઘાત બાદ તેના મૃતદેહને પોસ્ટમાર્ટમ માટે સયાજી હોસ્પિટલમાં ખસેડવામા આવ્યો હતો. જ્યાં તેના પિયરીયાઓ તથા સાસરિયા ભેંગા થઈ ગયા હતા. જેને પરિણામે એક તબક્કે મામલો બિચકે તેવી આશંકા ઉભી થઈ હતી. જેથી નવાપુરા પીઆઈ રાઠોડ અને સ્ટાફનાં માણસો ત્યાં ગોઠવાઈ ગયા હતા. જે દરમિયાન મૃતક પ્રિતીનાં પિયરીયાઓએ તેના મૃતદેહને લઈ જતા પહેલા તેના સાસરિયા વિરૃધ્ધ ગુનો દાખલ કરવાની માગણી કરી હતી. જ્યાં સુધી પોલીસ ગુનો દાખલ નહીં કરે ત્યાં સુધી તેઓ મૃતદેહ નહીં લઈ જાય તેવી જાહેરાત કરતા જ ઉત્તેજના વ્યાપી ગઈ હતી. આખરે, નવાપુરા પીઆઈ રાઠોડની સમજાવટ બાદ પિયરીયાઓ માની ગયા હતા અને તેમણે એક તરફ પોલીસ ફરિયાદ નોંધાવી હતી. જ્યારે બીજી તરફ તેની લાશનો કબજો મેળવ્યો હતો. પ્રિતીનાં મૃતદેહને તેના વતનમાં જ અગ્નિદાહ આપવાનો નિર્ણય તેઓએ લીધો હતો. આખરે, પિયરીયાઓ તેના મૃતદેહને અજમેર લઈ ગયા હતા.

 

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
એઈડ્સગ્રસ્ત કેદીઓના ત્રાસનો મહિલા કેદીનો આક્ષેપ
ચાર ધામની યાત્રાનો પ્રારંભ ૨૪ એપ્રિલથી
સુકમાના અપહૃત કલેક્ટર સલામત
એર ઈન્ડિયાની આગામી છ વર્ષમાં દેવામાંથી બહાર નીકળવા યોજના
આગામી પ્રમુખ તરીકે બિનરાજકીય વ્યક્તિની પસંદગી કરવી જોઈએ ઃ પવાર
અમેરિકા-ફિલિપાઈન્સની સંયુક્ત કવાયત સામે ચીનની ચેતવણી

આગામી છ મહિનામાં ડીઝલના ભાવ અંકુશ મુક્ત કરાશે ઃ કૌશિક બસુ

નડાલે સતત આઠમી વખત મોન્ટે કાર્લો ટાઇટલ જીત્યું
ટેબલટેનિસમાં સૌમ્યજીત અને અંકિતાનો ઓલિમ્પિકમાં પ્રવેશ
આજથી ઓસ્ટ્રેલિયા અને વેસ્ટ ઇન્ડિઝ વચ્ચે આખરી ટેસ્ટ
ભૂતપૂર્વ વર્લ્ડ ચેમ્પિયન સેમેન્યા લંડન ઓલિમ્પિક માટે ક્વોલિફાય

આજે રાજસ્થાન સામે બેંગ્લોર પરાજયનો બદલો લેવા આતુર

દીપડા સાથે બાથભીડી ભાઈએ બચાવ્યો મોટાભાઈનો જીવ
સાસરિયાનાં ત્રાસથી કંટાળેલી યુવાન પરિણીતાનો ગળાફાંસો

અમેરિકામાં મૂકબધિરો એન્જિનિયર ડોકટર કે જજ પણ બની શકે છે

 
 

Gujarat Samachar Plus

આઈરીશ યુવાન બ્રાયન ગૌફની અનોખી ટિફિન સેવા
ફરવાના ફંડામાં લોકર શોઘતા પરિવારો
એસ.ટીના કન્સેેશન પાસની પ્રોસેસ ટ્રાન્સપરન્ટ બનાવી
જંગલની અંઘારી રાતે આકાશનો અદ્દભૂત નજારો
કેરીના રસની મીઠાસમાં સેક્રિન અને સિન્થેટિક કલરની કડવાશ
 

Gujarat Samachar glamour

‘મારા ઘણા મિત્રો હોમોસેક્સ્યુઅલ છે!’ મલ્લિકા
ઐશ્વર્યા-અમિતાભ પ્રથમવાર એક જાહેરાતમાં સાથે ચમકશે!
માઘુરીને ‘માસ્ટર દીનાનાથ વિશેષ’ એવોર્ડ અપાશે!
રજનીકાન્ત રોકાણકારોને નુકશાન ભરપાઈ કરી આપશે!
રશિયામાં બોલીવુડની ફિલ્મો ફરીથી દર્શાવાની માંગણી કરાઈ
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

એન.આર.ઈન્સીટ્યુટ ડાન્સ પાર્ટી

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved