Last Update : 23-April-2012, Monday

 
ગુજરાત યુનિ.એ એક્સટર્નલમાં સેમેસ્ટર સીસ્ટમ દાખલ કરી પણ
એમ.એ.-એમ.કોમમાં પરીક્ષાની તૈયારી માટે પુસ્તકો જ નથી !

તા.૩જીએ શરૃ થતી પરીક્ષા વિદ્યાર્થીઓએ વાંચ્યા વિના આપવી પડશે નેટ પર વારંવાર કોર્સ બદલાતાં બજારમાં પણ પુસ્તકો મળતાં નથી

અમદાવાદ,રવિવાર
ગુજરાત યુનિવર્સિટીમાં સેમેસ્ટર સીસ્ટમ દાખલ કરીને સત્તાવાળાઓ ધરખમ ફેરફાર કર્યા હોવાનો આનંદ લઇ રહ્યા છે. બીજીબાજુ સેમેસ્ટર સીસ્ટમના કારણે વિદ્યાર્થીઓની હાલત ન ઘરનો ન ઘાટનો તેવી થઇ ગઇ છે. સેમેસ્ટર સીસ્ટમમાં એક્સટર્નલ તરીકે પરીક્ષા આપવા ઇચ્છતાં વિદ્યાર્થીઓ પાસે ફોર્મ ભરાવતી વખતે સીલેબસના નામે માત્ર અમુક પુસ્તકોના નામનો ઉલ્લેખ કરી દેવામાં આવે છે. વધુ માહિતી માટે યુનિવર્સિટીની વેબસાઇટ જોવાની સૂચના આપી દેવાતી હોય છે. આગામી તા.૩જીથી પરીક્ષા શરૃ થઇ રહી છે ત્યારે યુનિવર્સિટીની વેબસાઇટ પર મુકવામાં આવેલા કોર્સમાં દર સપ્તાહે ફેરફાર કરી દેવામાં આવતાં વિદ્યાર્થીઓએ કયા પુસ્તકો વાંચવા અને કયાંથી ખરીદવા તેની પણ કોઇ સમજ પડતી નથી.
પ્રાપ્ત વિગતો અનુસાર સામાન્ય રીતે યુનિવર્સિટી દ્વારા જાહેર કરવામાં આવતાં કોર્સ અને સીલેબસના આધારે ખાનગી પ્રકાશનો દ્વારા પુસ્તકો બહાર પાડવામાં આવતાં હોય છે. મોટાભાગના વિદ્યાર્થીઓ આ પ્રકાશનોમાંથી પુસ્તકો ખરીદીને પરીક્ષાની તૈયારી કરતાં હોય છે. છેલ્લા કેટલાય વર્ષોથી આ પ્રકારની પધ્ધતિ ચાલી આવે છે. યુનિવર્સિટી દ્વારા હવે એક્સટર્નલમાં પણ સેમેસ્ટર સીસ્ટમ દાખલ કરી દેવામાં આવી છે. રેગ્યુલર અભ્યાસક્રમમાં હજુસુધી સેમેસ્ટર સીસ્ટમ સફળ થઇ શકી નથી ત્યારે એક્સટર્નલમાં દાખલ કરી દેવાતાં ભારે મુશ્કેલી ઉભી થઇ છે. ઘરે બેસીને પરીક્ષા આપવા ઇચ્છતાં વિદ્યાર્થીઓ જયારે એક્સટર્નલ તરીકે ફોર્મ ભરવા આવે ત્યારે તેમને સીલેબસના નામે કેટલાક પુસ્તકોની યાદી પકડાવી દેવામાં આવે છે.
વિદ્યાર્થીઓ કહે છે યુનિવર્સિટીએ આપેલી યાદી લઇને જયારે પુસ્તક પ્રકાશનોમાં જઇએ ત્યારે ખબર પડે છે કે પુસ્તકો જ બહાર પડયા નથી. કેટલાક પ્રકાશનોએ માત્ર બે કે ત્રણ પુસ્તકો બહાર પાડવાની હિંમત કરી શકયા છે. આ અંગે ખાનગી પ્રકાશનોનો સંપર્ક કરતાં તેઓ કહે છે યુનિવર્સિટી દ્વારા સતત સીલેબસમાં ફેરફાર કરવામાં આવતો રહે છે. આગામી તા.૩જીએ પરીક્ષા છે ત્યારે આજે એટલે કે તા.૨૧મીએ પણ અંગ્રેજી-ગુજરાતી જેવા વિષયના સીલેબસમાં ફેરફાર કરાયો છે. આ સ્થિતિમાં પુસ્તકો બહાર પાડવાની હિંમત કોણ કરી શકે ? યુનિવર્સિટીની વેબસાઇટ પર દરસપ્તાહે હિન્દી,ગુજરાતી, અંગ્રેજી,ઇકોનોમિક્સ,સાયકોલોજી જેવા વિષયના કોર્સમાં ફેરફાર થતો રહે છે. કદાચ કોઇ પ્રકાશન પુસ્તકો છાપે તો પણ તે બજારમાં આવે તે પહેલા સીલેબસમાં ફેરફાર કરી દેવામાં આવતો હોય છે. આ સ્થિતિમાં હવે એક્સટર્નલના વિદ્યાર્થીઓએ પુસ્તક વિના જ પરીક્ષા આપવી પડે તેવી સ્થિતિ સર્જાઇ છે.

 

 

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
એઈડ્સગ્રસ્ત કેદીઓના ત્રાસનો મહિલા કેદીનો આક્ષેપ
ચાર ધામની યાત્રાનો પ્રારંભ ૨૪ એપ્રિલથી
સુકમાના અપહૃત કલેક્ટર સલામત
એર ઈન્ડિયાની આગામી છ વર્ષમાં દેવામાંથી બહાર નીકળવા યોજના
આગામી પ્રમુખ તરીકે બિનરાજકીય વ્યક્તિની પસંદગી કરવી જોઈએ ઃ પવાર
અમેરિકા-ફિલિપાઈન્સની સંયુક્ત કવાયત સામે ચીનની ચેતવણી

આગામી છ મહિનામાં ડીઝલના ભાવ અંકુશ મુક્ત કરાશે ઃ કૌશિક બસુ

નડાલે સતત આઠમી વખત મોન્ટે કાર્લો ટાઇટલ જીત્યું
ટેબલટેનિસમાં સૌમ્યજીત અને અંકિતાનો ઓલિમ્પિકમાં પ્રવેશ
આજથી ઓસ્ટ્રેલિયા અને વેસ્ટ ઇન્ડિઝ વચ્ચે આખરી ટેસ્ટ
ભૂતપૂર્વ વર્લ્ડ ચેમ્પિયન સેમેન્યા લંડન ઓલિમ્પિક માટે ક્વોલિફાય

આજે રાજસ્થાન સામે બેંગ્લોર પરાજયનો બદલો લેવા આતુર

દીપડા સાથે બાથભીડી ભાઈએ બચાવ્યો મોટાભાઈનો જીવ
સાસરિયાનાં ત્રાસથી કંટાળેલી યુવાન પરિણીતાનો ગળાફાંસો

અમેરિકામાં મૂકબધિરો એન્જિનિયર ડોકટર કે જજ પણ બની શકે છે

 
 

Gujarat Samachar Plus

આઈરીશ યુવાન બ્રાયન ગૌફની અનોખી ટિફિન સેવા
ફરવાના ફંડામાં લોકર શોઘતા પરિવારો
એસ.ટીના કન્સેેશન પાસની પ્રોસેસ ટ્રાન્સપરન્ટ બનાવી
જંગલની અંઘારી રાતે આકાશનો અદ્દભૂત નજારો
કેરીના રસની મીઠાસમાં સેક્રિન અને સિન્થેટિક કલરની કડવાશ
 

Gujarat Samachar glamour

‘મારા ઘણા મિત્રો હોમોસેક્સ્યુઅલ છે!’ મલ્લિકા
ઐશ્વર્યા-અમિતાભ પ્રથમવાર એક જાહેરાતમાં સાથે ચમકશે!
માઘુરીને ‘માસ્ટર દીનાનાથ વિશેષ’ એવોર્ડ અપાશે!
રજનીકાન્ત રોકાણકારોને નુકશાન ભરપાઈ કરી આપશે!
રશિયામાં બોલીવુડની ફિલ્મો ફરીથી દર્શાવાની માંગણી કરાઈ
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

એન.આર.ઈન્સીટ્યુટ ડાન્સ પાર્ટી

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved