Last Update : 22-April-2012, Sunday

 

અમદાવાદ:હપ્તાખાઉ પોલીસે દારૂ-ભઠ્ઠી ધમધમાવી

- લોકમંચ કાર્યક્રમમાં ઉગ્ર આક્રોશ

 

- પોલીસ સહિતના સત્તાવાળાઓ સામે ફરિયાદ

અમદાવાદ,રવિવાર
નાગરિકોની પાયાની અને મૂળભૂત સમસ્યાઓને એકમંચ પર રજૂ કરવાની અને તેના નિરાકરણ માટેનું પ્લેટફોર્મ પૂરૂં પાડતાં જાહેર લોકમંચ કાર્યક્રમનું અમદાવાદ શહેરમાં આજે સાપ્રથમવાર આયોજન કરવામાં આવ્યું હતું. શહેરના નરોડા વિસ્તારમાં યોજાયેલા લોકમંચ કાર્યક્રમમાં ખૂબ મોટી સંખ્યામાં એકત્ર થયેલી જનતાએ લોકફરિયાદો સ્વરુપમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન, પોલીસ અને રાજય સરકાર સહિતના સત્તાવાળાઓના અણઘડ વહીવટ અને મનસ્વી નીતિ સામે ઉગ્ર આક્રોશ ઠાલવ્યો હતો. જાહેર કાર્યક્રમમાં હપ્તાખાઉ પોલીસના કારણે પૂર્વ વિસ્તારમાં ખુલ્લેઆમ દારૂની ભઠ્ઠીઓ ધમધમી રહી હોવાના, અમ્યુકોના આરોગ્યવિભાગના અધિકારીઓ દ્વારા નાના અને મઘ્યમવર્ગના વેપારીઓ પાસેથી તોડ કરાતો હોવાના અને આ વિસ્તારોના સ્થાનિક કોર્પોરેટરો અને રાજકારણીઓની સાંઠગાંઠના કારણે ઉત્તર ઝોનમાં બેફામ ભ્રષ્ટાચારે માઝા મૂકી હોવાના ગંભીર આક્ષેપો રજૂ કરવામાં આવ્યા હતા.
શહેરના નરોડા વિસ્તારમાં સંિઘુ સોશ્યલ હોલ ખાતે આજે જાગેગા ગુજરાત સંઘર્ષ સમિતિ અને આમ આદમી જનસહાય કેન્દ્ર નામની સ્વૈચ્છિક સંસ્થાઓના ઉપક્રમે યોજાયેલા લોકમંચ કાર્યક્રમમાં ઉપસ્થિત નાગરિકોએ પોતાની ફરિયાદો, પ્રશ્નો અને સમસ્યાઓ લેખિત અને ફોર્મસ્વરુપમાં સુપ્રત કર્યા હતા. નાગરિકોના આ પ્રશ્નો બંને સંસ્થાઓ દ્વારા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન, શહેર પોલીસ કમિશનર, ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ અને રાજય સરકારના ઉચ્ચ સત્તાવાળાઓ સમક્ષ રજૂ કરવામાં આવશે અને આ અંગે સત્તાવાળાઓ તરફથી કોઇ સમાધાનકારી ઉકેલ નહી આવે તો જરુર પડયે ન્યાયતંત્રનો સહારો લેવાની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે. વઘુમાં, આગામી દિવસોમાં શહેરના અન્ય વિસ્તારોમાં પણ આ પ્રકારના લોકમંચ કાર્યક્રમોનું તબક્કાવાર આયોજન કરવામાં આવશે અને નાગરિકોના પ્રશ્નો અને સમસ્યાઓને વાચા આપવામાં આવશે.
આજના કાર્યક્રમ દરમ્યાન નરોડા, સરદારનગર, કુબેરનગર, બંગલો એરિયા સહિતના વિસ્તારોના મહિલાઓ, યુવાનો અને જાગૃત નાગરિકોએ એકત્ર થઇ જે ઉત્તર ઝોનના આ વિસ્તારોના પાયાના પ્રશ્નો અને લોક ફરિયાદ રજૂ કર્યા હતા તેમાં, વારંવારની રજૂઆતો છતાં બુટલેગરો સાથેની મિલીભગતના કારણે આ વિસ્તારોમાં દારૂની ભઠ્ઠીઓ ધમધમી રહી છે અને કેટલાય પરિવારો તેના ખપ્પરમાં હોમાઇ રહ્યા છે, મીઠાઇ-ફરસાણના નાના અને મઘ્યમવર્ગના વેપારીઓ-દુકાનદારો પાસેથી અમ્યુકોના આરોગ્ય વિભાગના અધિકારીઓ દ્વારા છાશવારે થતા તોડ, ઉપરાંત જીઆઇડીસી વિસ્તારમાં બિસ્કીટ, ચોકલેટ, રેવડી, સાકરિયા બનાવતા વેપારીઓ અને ફેકટરીવાળાઓને જીપીસીબીના અધિકારીઓ દ્વારા થતી હેરાનગતિ, કુબેરનગર રેલ્વેક્રોસીંગની સ્થિતિ ૧૯૪૯થી જૈસે થે છે અને તેના પરિણામે સર્જાતો ટ્રાફિક ચક્કાજામ, એએમટીએસના રુટ નં-૧૨૯ સહિતની બસો બંધ કરી દેવાના પગલે સ્થાનિક નાગરિકોને ખાસ કરીને વિદ્યાર્થીઓને પડી રહેલી હાલાકી, આ વિસ્તારોમાં પાણી અને ડ્રેનેજની સુવિધા નહી હોવાછતાં કોર્પોરેશન સત્તાવાળાઓ દ્વારા જારી કરાયેલી બી.યુ.પરમીશન સહિતની સંખ્યાબંધ ફરિયાદો અને પ્રશ્નો નાગરિકોએ લેખિતમાં અને ફોર્મ સ્વરુપમાં જમા કરાવ્યા હતા. આ તમામ પ્રશ્નો એક આવદેનપત્ર સાથે આગામી દિવસોમાં સંબંધિત સત્તાવાળાઓને રજૂ કરાશે.
જાગેગા ગુજરાત સંઘર્ષ સમિતના નેજા હેઠળ શહેરના અન્ય વિસ્તારોમાં પણ તબક્કાવાર રીતે આ પ્રકારના જાહેર લોકમંચ કાર્યક્રમોનું આયોજન હાથ ધરાનાર છે.

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
ક્લાસિક ક્રિકેટરોનો જમાનો ગયો,IPL ક્રિકેટની કતલ કરનારાઓને પેદા કરશે
ઓસ્ટ્રેલિયા અને વિન્ડિઝ વચ્ચેની બીજી ટેસ્ટ મેચ ડ્રોમાં પરિણમી
પ્રિતી ઝીન્ટાને રોષ સાથે નારાજગી વ્યક્ત કરવા બદલ દંડ થઇ શકે
બહેરિનમાં ફોર્સ-ઇન્ડિયાની ફોર્મ્યુલા વન ટીમની નજીક પેટ્રોલ બોંબ ફાટયો

લેજન્ડરી ગોલ્ફર જેક નિકલસનું અમેરિકાની સંસંદ સન્માન કરશે

પાકિસ્તાનમાં પ્રવાસી વિમાન તૂટી પડયું ઃ ૧૨૭નાં મોત

પાકિસ્તાનમાં રૃ. ૭ અબજના ડ્રગ કૌભાંડમાં વડા પ્રધાનના પુત્રની સંડોવણી

સેન્ટ્રલ સેલ્સ ટેક્સના વળતર મુદ્દે પણ નવીન, મમતા અને જયા એક
અણ્ણા હઝારે - બાબા રામદેવે હાથ મેળવ્યા ઃ ૩ જૂને ઉપવાસ કરશે
યેદીપુરપ્પાના સબંધીઓ સામે સી.બી.આઈ. તપાસનો હુકમ
બાળકીના જન્મથી નારાજ પતિએ પત્નીને ઝેર આપ્યું
જન.વી.કે. સિંહનું નિવેદન નોંધતી સીબીઆઈ
રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના અપેક્ષીત નબળા પરિણામ પૂર્વે શેરોમાં વેચવાલી
સસ્પેન્ડેડ કંપનીઓને લગતા બીએસઈના નિયમોને પડકારાયા
જવેલર્સ સાથે સખતાઈ નહીં વર્તવા નાણાં મંત્રાલયની એકસાઈઝ વિભાગને સૂચના
 
 

Gujarat Samachar Plus

આઈરીશ યુવાન બ્રાયન ગૌફની અનોખી ટિફિન સેવા
ફરવાના ફંડામાં લોકર શોઘતા પરિવારો
એસ.ટીના કન્સેેશન પાસની પ્રોસેસ ટ્રાન્સપરન્ટ બનાવી
જંગલની અંઘારી રાતે આકાશનો અદ્દભૂત નજારો
કેરીના રસની મીઠાસમાં સેક્રિન અને સિન્થેટિક કલરની કડવાશ
 

Gujarat Samachar glamour

‘મારા ઘણા મિત્રો હોમોસેક્સ્યુઅલ છે!’ મલ્લિકા
ઐશ્વર્યા-અમિતાભ પ્રથમવાર એક જાહેરાતમાં સાથે ચમકશે!
માઘુરીને ‘માસ્ટર દીનાનાથ વિશેષ’ એવોર્ડ અપાશે!
રજનીકાન્ત રોકાણકારોને નુકશાન ભરપાઈ કરી આપશે!
રશિયામાં બોલીવુડની ફિલ્મો ફરીથી દર્શાવાની માંગણી કરાઈ
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

એન.આર.ઈન્સીટ્યુટ ડાન્સ પાર્ટી

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved