Last Update : 22-April-2012, Sunday

 

ટ્‌વેન્ટી-૨૦ ક્રિકેટ ટૂર્નામેન્ટ ઉપર ઘૂમ સટ્ટો
અમદાવાદ ‘ક્રિકેટ સટ્ટાબાજો’નું કેન્દ્રઃ વઘુ છ ‘બૂકી’ ઝડપાયા

પાલડીમાંથી લેપટોપ, મોબાઈલ સાથે બે અને બોડકદેવ, વટવામાંથી સટ્ટો લેતા ૪ પકડાયા

અમદાવાદ, રવિવાર
ટ્‌વેન્ટી-૨૦ ક્રિકેટ લીગ ઉપર ઘૂમ સટ્ટો રમાઈ રહ્યો છે અને અમદાવાદ ક્રિકેટ સટ્ટાનું કેન્દ્ર બની ગયું હોય તેમ એક પછી એક સટ્ટેબાજો પકડાઈ રહ્યાં છે. પાલડીમાંથી બે, બોડકદેવમાંથી એક અને વટવામાંથી ૩ મળી પોલીસે વઘુ છ બૂકીઓને પકડી પાડયા છે. ટ્‌વેન્ટી-૨૦ ટૂર્નામેન્ટ ચાલુ થયા પછી એક ડઝનથી વઘુ બૂકીઓ પકડાઈ ચૂક્યા છે છતાં સટ્ટાખોરી ચાલુ જ છે. જો કે, આ માટે છાનેખૂણે પોલીસ સાથેની ગોઠવણ કારણભૂત હોવાની પણ ચર્ચા થઈ રહી છે.
ડી.જી.પી. વિજીલન્સ સ્કવોડે રવિવારે સાંજે પાલડીમાં પરિમલ ક્રોસીંગ પાસે શાંતમ્‌ રેસિડન્સીમાં દરોડો પાડી અમિત ગીરીશભાઈ પટેલને ક્રિકેટનો સટ્ટો નોંધતા પકડી પાડયા છે. ડી.જી. સ્કવોડના પી.આઈ. એન.ડી. ચૌહાણે કહ્યું કે- મુંબઈ અને પંજાબ વચ્ચેની ટ્‌વેન્ટી-૨૦ મેચમાં સટ્ટો નોંધતા અમિત પટેલને રૂા. ૨૩,૦૦૦ ઉપરાંત લેપટોપ, ટીવી, ૧૦ મોબાઈલ ફોન સહીત ૮૩,૮૦૦ના મુદ્દામાલ સાથે પકડી પાડયો છે. આ શખ્સ અમદાવાદમાંથી સટ્ટો બૂક કરી વિરેન્દ્ર નામની વ્યક્તિ પાસે કપાત કરાવતો હોવાની વિગતો મળતાં વઘુ તપાસ હાથ ધરાઈ છે.
વટવા પોલીસે નારોલના રંગોલીનગર, લક્ષ્મીનગરના એક મકાનમાં દરોડો પાડયો હતો. મણિનગરમાં રહેતા કમલેશ પ્રભુદાસ પંચાલ ઉપરાંત તેના બે માણસો રાહુલ રમેશભાઈ પરમાર અને છગન પાલાભાઈ જાદવને ટ્‌વેન્ટી-૨૦ મેચ ઉપર સટ્ટો બૂક કરતા પકડી પાડયા હતા. રૂા. ૯૪,૦૦૦ ઉપરાંત ૧૬ મોબાઈલ ફોન, ટીવી, લેપટોપ સહીતનો મુદ્દામાલ કબજે કરાયો હોવાનું વટવા પોલીસે જણાવ્યું હતું.
એલીસબ્રિજ પોલીસે શનિવારે પાલડીની ફતેપુરા પોસ્ટ ઓફીસ સામે સુખશાંતિ કોમ્પલેક્સમાં ‘કલ્પવૃક્ષ’ નામે ખાનગી વિમાકંપનીનું કામ કરતા મેહુલભાઈ લલિતભાઈ શાહની ઓફીસ ઉપર દરોડો પાડયો હતો. પી.આઈ. બી.કે. પુરોહીતે કહ્યું કે- વાસણામાં રહેતા મેહુલ શાહ ચેન્નઈ અને રાજસ્થાન વચ્ચેની મેચમાં સટ્ટા બુકીંગ કરતા પકડાયો છે. આરોપી પાસેથી પાંચ મોબાઈલ ફોન, એક ટીવી, એક લેપટોપ અને રૂા. ૪૦૦૦ સહીત કુલ ૪૬,૯૬૦નો મુદ્દામાલ કબજે કરાયો છે.
જ્યારે, વસ્ત્રાપુર પોલીસે શનિવારે બોડકદેવમાં સુપર પ્લાઝા કોમ્પલેક્સ પાસે જાહેરમાં ક્રિકેટનો સટ્ટો લેતા દિપક મેઘરામલ ખબરાણીને પકડી પાડયો છે. પી.એસ.આઈ. નઈમખાન પઠાણે કહ્યું કે- દિલ્હી અને પૂણે વચ્ચેની મેચમાં લાઈવ ટેલીકાસ્ટથી રસ્તા ઉપર જ સટ્ટો લેતા પકડાયેલા દિપક ખબરાણી પાસેથી રૂા. ૨૦,૦૦૦ અને મોબાઈલ ફોન કબજે કરાયા છે.
આઈ.પી.એલ.ની ટ્‌વેન્ટી-૨૦ ટૂર્નામેન્ટ શરૂ થયા પછી અમદાવાદમાં અર્ધો ડઝનથી વઘુ સટ્ટેબાજો પકડાઈ ચૂક્યા છે. આમ છતાં, સટ્ટાખોરી ચાલુ રહેતા અમદાવાદ ક્રિકેટ સટ્ટાનું કેન્દ્ર બની ગયું હોવાની ચર્ચા થઈ રહી છે.

 

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
ક્લાસિક ક્રિકેટરોનો જમાનો ગયો,IPL ક્રિકેટની કતલ કરનારાઓને પેદા કરશે
ઓસ્ટ્રેલિયા અને વિન્ડિઝ વચ્ચેની બીજી ટેસ્ટ મેચ ડ્રોમાં પરિણમી
પ્રિતી ઝીન્ટાને રોષ સાથે નારાજગી વ્યક્ત કરવા બદલ દંડ થઇ શકે
બહેરિનમાં ફોર્સ-ઇન્ડિયાની ફોર્મ્યુલા વન ટીમની નજીક પેટ્રોલ બોંબ ફાટયો

લેજન્ડરી ગોલ્ફર જેક નિકલસનું અમેરિકાની સંસંદ સન્માન કરશે

પાકિસ્તાનમાં પ્રવાસી વિમાન તૂટી પડયું ઃ ૧૨૭નાં મોત

પાકિસ્તાનમાં રૃ. ૭ અબજના ડ્રગ કૌભાંડમાં વડા પ્રધાનના પુત્રની સંડોવણી

સેન્ટ્રલ સેલ્સ ટેક્સના વળતર મુદ્દે પણ નવીન, મમતા અને જયા એક
અણ્ણા હઝારે - બાબા રામદેવે હાથ મેળવ્યા ઃ ૩ જૂને ઉપવાસ કરશે
યેદીપુરપ્પાના સબંધીઓ સામે સી.બી.આઈ. તપાસનો હુકમ
બાળકીના જન્મથી નારાજ પતિએ પત્નીને ઝેર આપ્યું
જન.વી.કે. સિંહનું નિવેદન નોંધતી સીબીઆઈ
રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના અપેક્ષીત નબળા પરિણામ પૂર્વે શેરોમાં વેચવાલી
સસ્પેન્ડેડ કંપનીઓને લગતા બીએસઈના નિયમોને પડકારાયા
જવેલર્સ સાથે સખતાઈ નહીં વર્તવા નાણાં મંત્રાલયની એકસાઈઝ વિભાગને સૂચના
 
 

Gujarat Samachar Plus

આઈરીશ યુવાન બ્રાયન ગૌફની અનોખી ટિફિન સેવા
ફરવાના ફંડામાં લોકર શોઘતા પરિવારો
એસ.ટીના કન્સેેશન પાસની પ્રોસેસ ટ્રાન્સપરન્ટ બનાવી
જંગલની અંઘારી રાતે આકાશનો અદ્દભૂત નજારો
કેરીના રસની મીઠાસમાં સેક્રિન અને સિન્થેટિક કલરની કડવાશ
 

Gujarat Samachar glamour

‘મારા ઘણા મિત્રો હોમોસેક્સ્યુઅલ છે!’ મલ્લિકા
ઐશ્વર્યા-અમિતાભ પ્રથમવાર એક જાહેરાતમાં સાથે ચમકશે!
માઘુરીને ‘માસ્ટર દીનાનાથ વિશેષ’ એવોર્ડ અપાશે!
રજનીકાન્ત રોકાણકારોને નુકશાન ભરપાઈ કરી આપશે!
રશિયામાં બોલીવુડની ફિલ્મો ફરીથી દર્શાવાની માંગણી કરાઈ
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

એન.આર.ઈન્સીટ્યુટ ડાન્સ પાર્ટી

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved