Last Update : 22-April-2012, Sunday

 

કાર્યકરનો સવાલ, નરેન્દ્રભાઈ ભાજપના પણ...

- કાર્યકરોએ દબાયેલી લાગણી વ્યક્ત કરી

 

- ગુજરાતમાં ભાજપ છે ખરો ?

અમદાવાદ, રવિવાર
ચૂંટણી સમયે ભાજપને કાર્યકરો યાદ આવે છે. અને તેમાં પણ જૂના કાર્યકરોને પણ પાંચ વર્ષે આદર સાથે બોલાવવામાં આવે છે. પરંતુ કાર્યકરો તેમની અવગણનાનો હિસાબ ચૂંટણી સમયે સરભર કરી લે છે. આવી ઘટના તાજેતરમાં યોજાતા ગરીબ કલ્યાણ મેળા પછીની સંગઠનની બેઠકમાં દરેક સ્થાનો પર બનતા ભાજપના પ્રદેશ અગ્રણીઓએ આંચકો અનુભવ્યો છે.
સૌરાષ્ટ્રમાં એક જિલ્લામાં પ્રભારીમંત્રી અને પ્રદેશના હોદ્દેદારો ૩૦૦ જેટલાં કાર્યકરોની રાતના બેઠક યોજી હતી. ડીનર પાર્ટી બાદ બેઠક શરૂ થઈ હતી. પ્રથમ પ્રદેશના હોદ્દેદારો આગામી ચૂંટણીને પડકાર રૂપ ગણાવીને કાર્યકરોને વઘુ સમય પક્ષ માટે ફાળવવા અનુરોધ કર્યો. ત્યારબાદ મંત્રીએ મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીના નિર્ણયોના ભરપેટ વખાણ કરીને જિલ્લાની તમામ બેઠકો ભાજપને જીતાડી આપવા સરકારી ભાષામાં આદેશ કર્યો.
આ બેઠકમાં કાર્યકરોને જે કંઈ સુચન કરવા હોય તે માટે તક આપવામાં આવે છે. પરંતુ આ તબક્કો આવે એ પહેલાં જ એક પીઢ કાર્યકરે મંત્રીને બોલતા રોક્યા અને કહ્યું કે, ‘‘એક મિનિટ, પહેલ અને એક પ્રશ્નનો ઉત્તર આપો.’’
કાર્યકર અને મંત્રી વચ્ચે થયેલા સવાલો અને જવાબો કંઈક આ મુજબ હતા.
કાર્યકર ઃ અમારે સરકાર શા માટે અને કોના માટે લાવવાની છે ?
મંત્રી ઃ ભાજપ માટે કેમ ?
કાર્યકર ઃ ગુજરાતમાં ભાજપ છે ખરો ?
મંત્રી ઃ કેમ ! તમે ભાજપમાં છો, હું ભાજપમાં છું. અરે આપણા નરેન્દ્રભાઈ ભાજપના છે. તો સરકાર ભાજપની જ કહેવાયને !
કાર્યકર ઃ ના, સરકાર ભાજપની ના કહેવાય. નરેન્દ્રભાઈ ભાજપના ખરા, પણ સરકાર ભાજપની નથી. એ તો ઉદ્યોગપતિઓ અને અધિકારીઓની છે. આમાં તમને તો અનુભવ હશે. સરકાર ભાજપની હોય એવું તમને ક્યાં લાગ્યું ?
પ્રદેશ હોદ્દેદારો આ ચર્ચાને રોકી, પરંતુ બેઠકમાં વાતાવરણ આખુ પલટાઈ ગયું. બે કલાક ચાલનારી બેઠક ૪૫ મિનિટમાં આટોપી દેવામાં આવી.
આવા બનાવો મોટાભાગના જિલ્લામાં બનવા લાગતા હવે પ્રદેશ મોવડીઓ આ પ્રકારે કાર્યકરોની બેઠકો યોજવી કે નહીં તે અંગે દ્વિધામાં છે.
એક અગ્રણી સાથે વાતચીત થતાં તેમણે કહ્યું કે એકાદ બે બોલકા કાર્યકરોને કારણે અન્ય કાર્યકરોમાં પડેલી લાગણી પણ બહાર આવવા લાગે છે અને તેનાથી નુકશાન વઘુ છે.

 

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
ક્લાસિક ક્રિકેટરોનો જમાનો ગયો,IPL ક્રિકેટની કતલ કરનારાઓને પેદા કરશે
ઓસ્ટ્રેલિયા અને વિન્ડિઝ વચ્ચેની બીજી ટેસ્ટ મેચ ડ્રોમાં પરિણમી
પ્રિતી ઝીન્ટાને રોષ સાથે નારાજગી વ્યક્ત કરવા બદલ દંડ થઇ શકે
બહેરિનમાં ફોર્સ-ઇન્ડિયાની ફોર્મ્યુલા વન ટીમની નજીક પેટ્રોલ બોંબ ફાટયો

લેજન્ડરી ગોલ્ફર જેક નિકલસનું અમેરિકાની સંસંદ સન્માન કરશે

પાકિસ્તાનમાં પ્રવાસી વિમાન તૂટી પડયું ઃ ૧૨૭નાં મોત

પાકિસ્તાનમાં રૃ. ૭ અબજના ડ્રગ કૌભાંડમાં વડા પ્રધાનના પુત્રની સંડોવણી

સેન્ટ્રલ સેલ્સ ટેક્સના વળતર મુદ્દે પણ નવીન, મમતા અને જયા એક
અણ્ણા હઝારે - બાબા રામદેવે હાથ મેળવ્યા ઃ ૩ જૂને ઉપવાસ કરશે
યેદીપુરપ્પાના સબંધીઓ સામે સી.બી.આઈ. તપાસનો હુકમ
બાળકીના જન્મથી નારાજ પતિએ પત્નીને ઝેર આપ્યું
જન.વી.કે. સિંહનું નિવેદન નોંધતી સીબીઆઈ
રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના અપેક્ષીત નબળા પરિણામ પૂર્વે શેરોમાં વેચવાલી
સસ્પેન્ડેડ કંપનીઓને લગતા બીએસઈના નિયમોને પડકારાયા
જવેલર્સ સાથે સખતાઈ નહીં વર્તવા નાણાં મંત્રાલયની એકસાઈઝ વિભાગને સૂચના
 
 

Gujarat Samachar Plus

આઈરીશ યુવાન બ્રાયન ગૌફની અનોખી ટિફિન સેવા
ફરવાના ફંડામાં લોકર શોઘતા પરિવારો
એસ.ટીના કન્સેેશન પાસની પ્રોસેસ ટ્રાન્સપરન્ટ બનાવી
જંગલની અંઘારી રાતે આકાશનો અદ્દભૂત નજારો
કેરીના રસની મીઠાસમાં સેક્રિન અને સિન્થેટિક કલરની કડવાશ
 

Gujarat Samachar glamour

‘મારા ઘણા મિત્રો હોમોસેક્સ્યુઅલ છે!’ મલ્લિકા
ઐશ્વર્યા-અમિતાભ પ્રથમવાર એક જાહેરાતમાં સાથે ચમકશે!
માઘુરીને ‘માસ્ટર દીનાનાથ વિશેષ’ એવોર્ડ અપાશે!
રજનીકાન્ત રોકાણકારોને નુકશાન ભરપાઈ કરી આપશે!
રશિયામાં બોલીવુડની ફિલ્મો ફરીથી દર્શાવાની માંગણી કરાઈ
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

એન.આર.ઈન્સીટ્યુટ ડાન્સ પાર્ટી

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved