Last Update : 23-April-2012, Monday

 
એકપણ શાળાએ ડીઈઓની મંજૂરી લીધી નથી
વેકેશનમાં પણ કેટલીક સ્કૂલોએ ધો. ૧૦માં ભણાવવાનું શરૃ કર્યું
હજુ હમણાં જ પરીક્ષાના ટેન્શનમાંથી મુક્ત થયેલા વિદ્યાર્થીઓને ફરીથી 'ટકા'નો તણાવ
અમદાવાદ, રવિવાર
ઘો. ૧૦ અને ધો. ૧૨ ની વાર્ષિક પરીક્ષા માર્ચમાં પૂરી થયા બાદ એપ્રિલ મહિનામાં શાળાકીય પરીક્ષાઓ સંપન્ન થઇ છે. જો કે હજુ મોટાભાગની પરીક્ષાઓનાં પરિણામો આવવાના પણ બાકી છે, ત્યારે આવા સમયમાં અમદાવાદની કેટલીક શાળાઓએ ધો. ૧૦ના અભ્યાસક્રમો શરૃ કરી દીધાં છે. જેને કારણે તાજેતરમાં જ હજુ પરીક્ષાના ભારમાંથી મુકત થયેલા વિદ્યાર્થીઓને પુનઃ પરીક્ષામાં ટકા લાવવાનું ટેન્શન ઉભું થયું છે.
શાળાઓમાં વિદ્યાર્થીઓ આખુ વર્ષ ભણીને વેકેશનની રજાની રાહ જોતા હોય છે. એમાં પણ ૪૨ ડીગ્રી તાપમાં ઉનાળું વેકેશન મહત્વનું ગણાય છે. સળંગ દોઢેક મહિનાની લાંબી રજા દરમિયાન પરિવાર સાથે વિદ્યાર્થીઓ બહાર ગામ ફરવાનું પણ પ્લાનીંગ કરતા હોય છે. તો ઘણા વિદ્યાર્થીઓ ક્રિકેટ, ચેસ, ડાન્સ, પેઇન્ટીંગ કે અન્ય સ્પોર્ટસ એકિટવીટીની કારકિર્દી કેવી રીતે ઘડવી તેની ટ્રેનીંગ લે છે. રજાના આ દિવસો તેઓ મનભરીને માણી લે છે. કારણ કે ત્યાર બાદ તેઓને ફરીથી આખું વર્ષ ભણવું પડતું હોય છે.
આશ્ચર્યની વાત છે કે અમદાવાદની કેટલીક શાળાઓએ વેકેશન શરૃ થયા બાદ તુરંત જ ધો. ૧૦નો અભ્યાસક્રમ ચાલુ કરી દીધો છે. અમુક શાળાએ વિદ્યાર્થીને લેખિતમાં આપી દીધું છે. તેમજ ધો. ૧૦માં ફરજિયાત હાજરી આપવાનું જણાવી દીધું છે. હાજર નહીં રહી શકનારા વિદ્યાર્થીઓને મેડીકલ સર્ટીફીકેટ આપવાની તાકીદ પણ કરાઇ છે. આ અંગે કેટલાક જાગૃત વાલીઓએ શાળામાં જઇને વાંધો ઉઠાવ્યો હતો. પરંતુ શાળા દ્વારા 'તમારે તમારા સંતાનને ભણાવવો હોય તો મકલવો પડશે અથવા બીજે મુકી દો' એવો જવાબ અપાયો હતો.
સંતાનોની કારકિર્દીને ધ્યાનમાં રાખીને વાલીઓ પણ પોતાનો ગુસ્સો દબાવીને શાંતીથી બેઠા છે. જયારે બીજી બાજુ સૂત્રો કહે છે કે રજાના દિવસોમાં જિલ્લા શિક્ષણાધિકારીની મંજૂરી સિવાય વિદ્યાર્થીઓને બોલાવી શકાતા જ નથી. ભૂકંપ જેવી કુદરતી આપત્તીમાં જો કોઇ દુર્ઘટનામાં બને તો જવાબદારી જે તે શાળા સંચાલકની થઇ જાય છે પરંતુ તેઓ હાથ ઉંચા કરી દેતા હોય છે. આ અંગે ડીઈઓ આર.આઈ. પટેલ કહે છે કે ધો. ૧૦ના વર્ગો ચાલુ કરવાની મંજૂરી એક પણ શાળાએ લીધી નથી. હાલમાં વેકેશન પડી ગયું હોઈ, આ રીતે વર્ગો ચલાવી શકાય નહીં. વિદ્યાર્થીઓને રજાના દિવસોમાં ભણતરનો ભાર ન આપી શકાય. કેટલીક શાળાઓએ આ રીતે ધો. ૧૦ ચાલુ કરી દીધાનું અમારા ધ્યાન પર આવ્યું નથી છતાં અમે તપાસ કરીશું અને જો કોઇ વાલીની ફરિયાદ આવશે તો પણ તપાસ કરી આગળની કાર્યવાહી કરીશું.

 

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
એઈડ્સગ્રસ્ત કેદીઓના ત્રાસનો મહિલા કેદીનો આક્ષેપ
ચાર ધામની યાત્રાનો પ્રારંભ ૨૪ એપ્રિલથી
સુકમાના અપહૃત કલેક્ટર સલામત
એર ઈન્ડિયાની આગામી છ વર્ષમાં દેવામાંથી બહાર નીકળવા યોજના
આગામી પ્રમુખ તરીકે બિનરાજકીય વ્યક્તિની પસંદગી કરવી જોઈએ ઃ પવાર
અમેરિકા-ફિલિપાઈન્સની સંયુક્ત કવાયત સામે ચીનની ચેતવણી

આગામી છ મહિનામાં ડીઝલના ભાવ અંકુશ મુક્ત કરાશે ઃ કૌશિક બસુ

નડાલે સતત આઠમી વખત મોન્ટે કાર્લો ટાઇટલ જીત્યું
ટેબલટેનિસમાં સૌમ્યજીત અને અંકિતાનો ઓલિમ્પિકમાં પ્રવેશ
આજથી ઓસ્ટ્રેલિયા અને વેસ્ટ ઇન્ડિઝ વચ્ચે આખરી ટેસ્ટ
ભૂતપૂર્વ વર્લ્ડ ચેમ્પિયન સેમેન્યા લંડન ઓલિમ્પિક માટે ક્વોલિફાય

આજે રાજસ્થાન સામે બેંગ્લોર પરાજયનો બદલો લેવા આતુર

દીપડા સાથે બાથભીડી ભાઈએ બચાવ્યો મોટાભાઈનો જીવ
સાસરિયાનાં ત્રાસથી કંટાળેલી યુવાન પરિણીતાનો ગળાફાંસો

અમેરિકામાં મૂકબધિરો એન્જિનિયર ડોકટર કે જજ પણ બની શકે છે

 
 

Gujarat Samachar Plus

આઈરીશ યુવાન બ્રાયન ગૌફની અનોખી ટિફિન સેવા
ફરવાના ફંડામાં લોકર શોઘતા પરિવારો
એસ.ટીના કન્સેેશન પાસની પ્રોસેસ ટ્રાન્સપરન્ટ બનાવી
જંગલની અંઘારી રાતે આકાશનો અદ્દભૂત નજારો
કેરીના રસની મીઠાસમાં સેક્રિન અને સિન્થેટિક કલરની કડવાશ
 

Gujarat Samachar glamour

‘મારા ઘણા મિત્રો હોમોસેક્સ્યુઅલ છે!’ મલ્લિકા
ઐશ્વર્યા-અમિતાભ પ્રથમવાર એક જાહેરાતમાં સાથે ચમકશે!
માઘુરીને ‘માસ્ટર દીનાનાથ વિશેષ’ એવોર્ડ અપાશે!
રજનીકાન્ત રોકાણકારોને નુકશાન ભરપાઈ કરી આપશે!
રશિયામાં બોલીવુડની ફિલ્મો ફરીથી દર્શાવાની માંગણી કરાઈ
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

એન.આર.ઈન્સીટ્યુટ ડાન્સ પાર્ટી

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved