Last Update : 23-April-2012, Monday

 
દેશી- આયાતી ખાદ્યતેલોના ભાવો ઉછળ્યાઃ બ્રાઝીલ સોયામાં નિકાસ અંકુશો મૂકશે એવી ભીતી

અમેરિકામાં સોયાતેલ વાયદો ઓવરનાઈટ ઝડપી વધ્યોઃ ઘરઆંગણે જોકે આવકો વધતાં એરંડા, દિવેલના ભાવોમાં મોટા ગાબડા પડયા

(ગુજરાત સમાચાર કાર્યાલય) મુંબઈ, શનિવાર
મુંબઈ ેતેલ-બિયાં બજારમાં આજે એરંડા વાયદા બજારમાં ભાવો ઝડપી ઘટાડા પર રહ્યા હતા. મુંબઈ એરંડા જૂન વાયદો રૃ.૩૫૫૨ વાળો રૃ.૩૫૩૫ ખુલી નીચામાં રૃ.૩૫૦૧ થઈ છેલ્લે રૃ.૩૫૧૪ બંધ રહ્યા હતા. ૬૦ ટનના વેપારો થયા હતા અને મથકો પાછળ મુંબઈ વાયદામાં આજે માનસ ઉછાળે વેંચવાનું રહ્યુ ંહતું. દરમિયાન, મુંબઈ હાજર એરંડાના ભાવો રૃ.૩૪૫૦ વાળા રૃ.૩૪૦૦ રહ્યા હતા જ્યારે દિવેલના હાજર ભાવો રૃ.૯થી ૧૦ તૂટી કોમર્શિયલના રૃ.૭૧૦, એફએસજીના રૃ.૭૨૦ તથા એફએસજી કંડલાના રૃ.૭૧૮ બોલાઈ રહ્યા હતા. મથકોએ એરંડાની આવકો સારી રહેતાં ભાવો દબાણ હેઠળ રહ્યા હતા. ગુજરાત, સૌરાષ્ટ્ર, કચ્છ બાજુ મળીને આજે એરંડાની આવકો ૮૫થી ૮૭ હજાર ગુણી આવી હતી અને ત્યાં મથકોએ હાજર એરંડાના ભાવો ગામડાના રૃ.૭૦૫થી ૭૦૭ વાળા ઘટી રૃ.૭૦૦થી ૭૦૨ રહ્યા હતા. રાજકોટ વાયદો છેલ્લે રૃ.૩૫૧૬ બોલાઈ રહ્યો હતો. હૈદ્રાબાદ બાજુ આજે ૧૮૦૦થી ૨૦૦૦ ગુણીની આવકો વચ્ચે એરંડાના ભાવો રૃ.૩૦૮૦થી ૩૦૯૦ વાળા ઘટી રૃ.૩૦૫૦ રહ્યા હતા જ્યારે ત્યાં દિવેલના ભાવો રૃ.૬૮૫થી ૬૯૦ વાળા તૂટી રૃ.૬૭૦થી ૬૭૨ રહ્યાના સમાચારો હતા. દરમિયાન, શિકાગો સોયાતેલ વાયદો ઓવરનાઈટ ૬૬થી ૬૯ પોઈન્ટ ઉછળ્યાના સમાચારો હતા. બ્રાઝીલ દ્વારા નિકાસ અંકુશો મુકાવાની શક્યતાએ શિકાગો વાયદો ઉંચકાયો હતો. જોકે બ્રાઝીલ સરકારે આવી કોઈ દરખાસ્ત ન હોવાનું જણાવ્યું છે! દરમિયાન ઈન્દોર સોયાતેલ વાયદો રૃ.૭૬૫.૬૦ વાળો આજે ઉંચામાં રૃ.૭૭૪.૨૦ થઈ છેલ્લે રૃ.૭૭૩.૭૦ રહ્યો હતો. ત્યાં સોયાબીનની આવકો આજે ૧૫ હજાર ગુણી આવી હતી મથકોએ સોયાબીનના ભાવો રૃ.૩૧૩૦થી ૩૨૦૦ રહ્યા હતા જ્યારે સોયાતેલના હાજર ભાવો ત્યાં રૃ.૬૮૮થી ૬૯૨ તથા રિફાઈન્ડના રૃ.૭૨૫થી ૭૩૦ રહ્યા હતા. રાજકોટ બાજુ આજે સિંગતેલના ભાવો રૃ.૧૨૩૦થી ૧૨૪૦ જ્યારે ૧૫ કિલોના ભાવો રૃ.૧૮૮૫ વાળા રૃ.૧૯૦૦ રહ્યા હતા. ત્યાં કોટન વોશ્ડના ભાવો રૃ.૬૫૫થી ૬૫૮ રહ્યા હતા. મુંબઈમાં હાજર ભાવો સિંગતેલના રૃ.૧૨૧૫ વાળા રૃ.૧૨૨૫ થઈ છેલ્લે રૃ.૧૨૨૦ રહ્યા હતા. મુંબઈ હાજર પામતેલના ભાવો ઉછળી છેલ્લે રૃ.૬૬૪ રહ્યા હતા જ્યારે સીપીઓના ભાવો વધી રૃ.૬૨૨ રહ્યા હતા. માંગ જોકે પાંખી રહી હતી. મુંબઈ હાજર સોયાતેલના ભાવો ડિગમના રૃ.૬૯૦થી ૬૯૨ તથા રિફાઈન્ડના રૃ.૭૨૫ રહ્યા હતા. કપાસિયા તેલના ભાવો છેલ્લે રૃ.૬૯૫થી ૬૯૬, મસ્ટર્ડના રૃ.૭૮૦, સનફલાવરના રૃ.૬૬૫ તથા રિફાઈન્ડના રૃ.૭૪૦ રહ્યા હતા. મુંબઈ ખોળબજારમાં આજે ભાવો ટકેલા રહ્યા હતા.
 

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
એઈડ્સગ્રસ્ત કેદીઓના ત્રાસનો મહિલા કેદીનો આક્ષેપ
ચાર ધામની યાત્રાનો પ્રારંભ ૨૪ એપ્રિલથી
સુકમાના અપહૃત કલેક્ટર સલામત
એર ઈન્ડિયાની આગામી છ વર્ષમાં દેવામાંથી બહાર નીકળવા યોજના
આગામી પ્રમુખ તરીકે બિનરાજકીય વ્યક્તિની પસંદગી કરવી જોઈએ ઃ પવાર
અમેરિકા-ફિલિપાઈન્સની સંયુક્ત કવાયત સામે ચીનની ચેતવણી

આગામી છ મહિનામાં ડીઝલના ભાવ અંકુશ મુક્ત કરાશે ઃ કૌશિક બસુ

નડાલે સતત આઠમી વખત મોન્ટે કાર્લો ટાઇટલ જીત્યું
ટેબલટેનિસમાં સૌમ્યજીત અને અંકિતાનો ઓલિમ્પિકમાં પ્રવેશ
આજથી ઓસ્ટ્રેલિયા અને વેસ્ટ ઇન્ડિઝ વચ્ચે આખરી ટેસ્ટ
ભૂતપૂર્વ વર્લ્ડ ચેમ્પિયન સેમેન્યા લંડન ઓલિમ્પિક માટે ક્વોલિફાય

આજે રાજસ્થાન સામે બેંગ્લોર પરાજયનો બદલો લેવા આતુર

દીપડા સાથે બાથભીડી ભાઈએ બચાવ્યો મોટાભાઈનો જીવ
સાસરિયાનાં ત્રાસથી કંટાળેલી યુવાન પરિણીતાનો ગળાફાંસો

અમેરિકામાં મૂકબધિરો એન્જિનિયર ડોકટર કે જજ પણ બની શકે છે

 
 

Gujarat Samachar Plus

આઈરીશ યુવાન બ્રાયન ગૌફની અનોખી ટિફિન સેવા
ફરવાના ફંડામાં લોકર શોઘતા પરિવારો
એસ.ટીના કન્સેેશન પાસની પ્રોસેસ ટ્રાન્સપરન્ટ બનાવી
જંગલની અંઘારી રાતે આકાશનો અદ્દભૂત નજારો
કેરીના રસની મીઠાસમાં સેક્રિન અને સિન્થેટિક કલરની કડવાશ
 

Gujarat Samachar glamour

‘મારા ઘણા મિત્રો હોમોસેક્સ્યુઅલ છે!’ મલ્લિકા
ઐશ્વર્યા-અમિતાભ પ્રથમવાર એક જાહેરાતમાં સાથે ચમકશે!
માઘુરીને ‘માસ્ટર દીનાનાથ વિશેષ’ એવોર્ડ અપાશે!
રજનીકાન્ત રોકાણકારોને નુકશાન ભરપાઈ કરી આપશે!
રશિયામાં બોલીવુડની ફિલ્મો ફરીથી દર્શાવાની માંગણી કરાઈ
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

એન.આર.ઈન્સીટ્યુટ ડાન્સ પાર્ટી

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved