Last Update : 23-April-2012, Monday

 

એમસીએક્સ-એસએક્સ પર સપ્તાહ દરમિયાન વિવિધ કરન્સી વાયદાઓમાં રૃ.૫૦,૫૭૩ કરોડનું ટર્નઓવર

રૃપિયો ડોલર, યુરો અને પાઉન્ડ સામે એકંદરે નરમ યેન સામે મજબૂત

એમસીએક્સ સ્ટોક એક્સચેન્જ (એમસીએક્સ-એસએક્સ) પર સમીક્ષા હેઠળના (૧૩થી ૧૯ એપ્રિલ) સપ્તાહ દરમિયાન ડોલર, યુરો, બ્રિટીશ પાઉન્ડ અને યેનના કરન્સી વાયદાઓમાં ૩,૨૩,૨૦૬ સોદામાં કુલ રૃ.૫૦,૫૭૩.૯૩ કરોડનું ૯૬,૨૭,૯૨૬ લોટનું ટર્નઓવર નોંધાયું હતું. રૃપિયો ડોલર, યુરો અને પાઉન્ડ સામે નરમ હતો, જ્યારે યેન સામે મજબૂત રહ્યો હતો.
ડોલરનો એપ્રિલ વાયદો સપ્તાહના પ્રારંભે રૃ.૫૧.૪૮૦૦ ખૂલી, ઊંચામાં રૃ.૫૨.૨૫૦૦ અને નીચામાં રૃ.૫૧.૪૫૦૦ના સ્તરે રહી સપ્તાહના અંતે રૃ.૫૨.૧૪૫૦ બંધ રહ્યો હતો. રૃપિયો ડોલરના એપ્રિલ વાયદામાં ૪૫ પૈસા જેટલો નરમ હતો. ડોલરના જાન્યુઆરી-૧૩ના વાયદાને બાદ કરતાં અન્ય વાયદામાં રૃપિયો ૧૧ પૈસાથી ૪૯ પૈસા જેટલો ઘટયો હતો. ડોલરનો મે વાયદો ૪૭ પૈસા ઘટી રૃ.૫૨.૫૨૨૫, જૂન ૩૯ પૈસા ઘટી રૃ.૫૨.૭૬૨૫ અને ઓક્ટોબર સૌથી વધુ ૪૯ પૈસા ઘટી રૃ.૫૩.૮૫૦૦ રહ્યા હતા. ડોલરના વાયદાઓમાં ૨,૫૫,૧૦૩ સોદામાં રૃ.૪૭,૮૬૦.૫૬ કરોડનાં ૯૨,૪૩,૩૨૩ લોટનાં કામકાજ થયાં હતાં.
યુરોના વાયદાઓમાં જાન્યુઆરી-૧૩ના વાયદાને બાદ કરતાં અન્ય વાયદાઓમાં રૃપિયો ૧૭ પૈસાથી ૪૩ પૈસા ઘસાયો હતો. એપ્રિલ વાયદો સપ્તાહના પ્રારંભે રૃ.૬૭.૯૯૭૫ ખૂલી, સપ્તાહના અંતે રૃ.૬૮.૩૧૦૦ બંધ રહ્યો હતો. આ વાયદો સપ્તાહ દરમિયાન ઈન્ટ્રા-ડેમાં ઊપરમાં રૃ.૬૮.૩૯૦૦ અને નીચામાં રૃ.૬૭.૩૪૦૦ બોલાયો હતો. યુરોના એપ્રિલ વાયદામાં ૩૯ પૈસાનો ઘટાડો રૃપિયામાં થયો હતો. મે વાયદો ૪૦ પૈસા ઘટી રૃ.૬૮.૭૭૨૫, જૂન ૪૩ પૈસા ઘટી રૃ.૬૯.૧૦૦૦ અને જુલાઈ ૧૭ પૈસા ઘટી રૃ.૬૯.૨૨૦૦ સપ્તાહના અંતે રહ્યા હતા. યુરોના વાયદાઓમાં કામકાજ ૩૦,૯૩૮ સોદામાં રૃ.૧,૪૬૩.૮૨ કરોડનાં ૨,૧૫,૬૮૮ લોટનું થયું હતું.
બ્રિટીશ પાઉન્ડના વાયદાઓમાં રૃપિયામાં ૩૦ પૈસાથી રૃ.૧.૧૬ની નરમાઈ રહી હતી. પાઉન્ડનો એપ્રિલ વાયદો સપ્તાહના પ્રારંભે રૃ.૮૨.૧૬૦૦ ખૂલી, ઊપરમાં રૃ.૮૩.૭૨૫૦ અને નીચામાં રૃ.૮૧.૮૭૦૦ના મથાળે અથડાઈ સપ્તાહના અંતે રૃ.૮૩.૫૭૨૫ બંધમાં રહ્યો હતો. રૃપિયો પાઉન્ડના એપ્રિલ વાયદામાં રૃ.૧.૧૬ ઘટયો હતો. પાઉન્ડના વાયદાઓનું વોલ્યુમ ૧૮,૩૬૦ સોદામાં કુલ રૃ.૭૫૪.૪૧ કરોડનું ૯૧,૩૫૩ લોટનું નોંધાયું હતું.
યેનના વાયદાઓમાં ૩ પૈસાથી ૫૬ પૈસા જેટલો સુધારો રૃપિયામાં રહ્યો હતો. યેનનો એપ્રિલ વાયદો સપ્તાહના પ્રારંભે રૃ.૬૩.૬૫૦૦ ખૂલી, સપ્તાહના અંતે રૃ.૬૩.૨૧૭૫ના સ્તરે બંધ થયો હતો. આ વાયદો સપ્તાહ દરમિયાન ઈન્ટ્રા-ડેમાં ઊંચામાં રૃ.૬૪.૩૭૫૦ અને નીચામાં રૃ.૬૩.૨૧૭૫ના સ્તરને સ્પર્શ્યેે હતો. યેનના એપ્રિલ વાયદામાં રૃપિયો ૩ પૈસા વધ્યો હતો. યેનના વાયદાઓમાં ૧૮,૮૦૫ સોદામાં રૃ.૪૯૫.૧૪ કરોડનાં ૭૭,૫૬૨ લોટનાં કામ થયાં હતાં.
રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ સપ્તાહના પ્રારંભે તા.૧૩ એપ્રિલે રૃપિયાનો રેફરન્સ રેટ ડોલર સામે રૃ.૫૧.૪૧૭૫, યુરો સામે રૃ.૬૭.૬૬૮૫, બ્રિટીશ પાઉન્ડ સામે રૃ.૮૧.૯૩૩૮ અને ૧૦૦ યેન સામે રૃ.૬૩.૫૦૦૦નો ઠરાવ્યો હતો, જે સપ્તાહના અંતે તા.૧૯ એપ્રિલે રૃપિયાનો રેફરન્સ રેટ ડોલર સામે રૃ.૫૧.૮૯૩૦, યુરો સામે રૃ.૬૮.૦૬૩૦, પાઉન્ડ સામે રૃ.૮૩.૧૮૪૫ અને ૧૦૦ યેન સામે રૃ.૬૩.૬૫૦૦નો નિશ્ચિત કરાયો હતો.

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
એઈડ્સગ્રસ્ત કેદીઓના ત્રાસનો મહિલા કેદીનો આક્ષેપ
ચાર ધામની યાત્રાનો પ્રારંભ ૨૪ એપ્રિલથી
સુકમાના અપહૃત કલેક્ટર સલામત
એર ઈન્ડિયાની આગામી છ વર્ષમાં દેવામાંથી બહાર નીકળવા યોજના
આગામી પ્રમુખ તરીકે બિનરાજકીય વ્યક્તિની પસંદગી કરવી જોઈએ ઃ પવાર
અમેરિકા-ફિલિપાઈન્સની સંયુક્ત કવાયત સામે ચીનની ચેતવણી

આગામી છ મહિનામાં ડીઝલના ભાવ અંકુશ મુક્ત કરાશે ઃ કૌશિક બસુ

નડાલે સતત આઠમી વખત મોન્ટે કાર્લો ટાઇટલ જીત્યું
ટેબલટેનિસમાં સૌમ્યજીત અને અંકિતાનો ઓલિમ્પિકમાં પ્રવેશ
આજથી ઓસ્ટ્રેલિયા અને વેસ્ટ ઇન્ડિઝ વચ્ચે આખરી ટેસ્ટ
ભૂતપૂર્વ વર્લ્ડ ચેમ્પિયન સેમેન્યા લંડન ઓલિમ્પિક માટે ક્વોલિફાય

આજે રાજસ્થાન સામે બેંગ્લોર પરાજયનો બદલો લેવા આતુર

દીપડા સાથે બાથભીડી ભાઈએ બચાવ્યો મોટાભાઈનો જીવ
સાસરિયાનાં ત્રાસથી કંટાળેલી યુવાન પરિણીતાનો ગળાફાંસો

અમેરિકામાં મૂકબધિરો એન્જિનિયર ડોકટર કે જજ પણ બની શકે છે

 
 

Gujarat Samachar Plus

આઈરીશ યુવાન બ્રાયન ગૌફની અનોખી ટિફિન સેવા
ફરવાના ફંડામાં લોકર શોઘતા પરિવારો
એસ.ટીના કન્સેેશન પાસની પ્રોસેસ ટ્રાન્સપરન્ટ બનાવી
જંગલની અંઘારી રાતે આકાશનો અદ્દભૂત નજારો
કેરીના રસની મીઠાસમાં સેક્રિન અને સિન્થેટિક કલરની કડવાશ
 

Gujarat Samachar glamour

‘મારા ઘણા મિત્રો હોમોસેક્સ્યુઅલ છે!’ મલ્લિકા
ઐશ્વર્યા-અમિતાભ પ્રથમવાર એક જાહેરાતમાં સાથે ચમકશે!
માઘુરીને ‘માસ્ટર દીનાનાથ વિશેષ’ એવોર્ડ અપાશે!
રજનીકાન્ત રોકાણકારોને નુકશાન ભરપાઈ કરી આપશે!
રશિયામાં બોલીવુડની ફિલ્મો ફરીથી દર્શાવાની માંગણી કરાઈ
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

એન.આર.ઈન્સીટ્યુટ ડાન્સ પાર્ટી

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved