Last Update : 23-April-2012, Monday

 

સોનામાં અખાત્રીજ પૂર્વે આગળ ધપતી તેજીઃ બિસ્કીટ વધુ રૃ.૫૦૦ વધ્યા

ચાંદીમાં જોકે તેજીના વળતા પાણીઃ સોનામાં મંગળવારે ફિઝીકલ ખરીદી ઉપરાંત એક્સચેન્જ ટ્રેડેડ ફંડ (ઈટીએફ) મારફત પણ ખરીદી વધવાની શક્યતા

(ગુજરાત સમાચાર કાર્યાલય) મુંબઈ, શનિવાર
મુંબઈ સોના-ચાંદી બજારમાં આજે સોનામાં તેજી આગળ વધી હતી સામે ચાંદીના ભાવો વધતા અટકી પ્રત્યાઘાતી ઘટાડા પર રહ્યા હતા. સોનાના ભાવો આજે ૧૦ ગ્રામના વધુ રૃ.૩૫થી ૪૫ ઉછળ્યા હતા. સોનાના ભાવો ૯૯.૫૦ના રૃ.૨૮૫૯૫ વાળા રૃ.૨૮૬૪૦ તથા ૯૯.૯૦ના રૃ.૨૮૭૩૫ વાળા રૃ.૨૮૭૭૦ રહ્યા હતા. અખાત્રીજનો તહેવાર નજીક આવ્યો છે અને તેને અનુલક્ષીને ઝવેરીબજારમાં આજે ખાસ કરીને સોનામાં મોસમી માંગ સારી રહ્યાના નિર્દેશો હતા. વિશ્વબજારમાં સોનાના ભાવો જોકે ૧૬૪૫.૪૦થી ૧૬૪૫.૫૦ ડોલરવાળા ઘટીને ૧૬૪૩ ડોલર રહ્યાના સમાચારો હતા. વિશ્વ બજાર ઉંચેથી નરમ રહેવા છતાં ઘરઆંગણે અખાત્રીજ પૂર્વે વેપારો સારા રહેતાં ભાવોમાં તેજી આગળ વધ્યાનું જાણકારોએ જણાવ્યું હતું.
મુંબઈમાં મોડી સાંજે સોનાના ભાવો ૯૯.૫૦ના રૃ.૨૮૬૫૦, ૯૯.૯૦ના રૃ.૨૮૮૦૦ તથા ૧૦ તોલાના બિસ્કીટના ભાવો રૃ.૫૦૦ વધી રૃ.૩૩૬૫૦૦ બોલાઈ રહ્યા હતા. દરમિયાન, મુંબઈમાં આજે ચાંદીના ભાવો કિલોના ૯૯૯ના રૃ.૫૭૨૦૦ વાળા રૃ.૮૦ ઘટી રૃ.૫૭૧૨૦ બંધ રહ્યા હતા. મોડી સાંજે ભાવો રૃ.૫૭૧૦૦ તથા કેશમાં ભાવો રૃ.૫૬૯૦૦થી ૫૬૯૫૦ બોલાઈ રહ્યા હતા. વિશ્વબજારમાં ચાંદીના ભાવો ૩૧.૮૪થી ૩૧.૯૫ ડોલરવાળા આજે ઘટીને ૩૧.૭૨ ડોલર રહ્યાના સમાચારો હતા. વિશ્વબજાર ઘટીને આવતાં તથા ઘરઆંગણે ચાંદીમાં ઉંચા ભાવોએ ઈન્ડસ્ટ્રીયલ વપરાશકારોની નવી ખરીદી ધીમા પડતાં હાજર ચાંદીમાં આજે ઉછાળે નફારૃપી વેચવાલી વધ્યાની ચર્ચા હતી. મુંબઈમાં સોનાના ભાવો બે દિવસમાં ૧૦ ગ્રામના રૃ.૧૭૦ વધ્યા છે જ્યારે બિસ્કીટના ભાવો બે દિવસમાં રૃ.૧૫૦૦થી ૨૦૦૦ વધી આવ્યા છે. દરમિયાન, સોનાના વિશ્વ વેપારનું પ્રતિનિધિત્વ કરતી વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલના જણાવ્યા મુજબ ભારતમાં મંગળવારે અખાત્રીજના દિવસે સોનાની માંગ વધવાની આશા છે. આના પગલે ભારતમાં વર્લ્ડ ગોલ્ડ કાઉન્સીલે પોસ્ટ વિભાગના સહયોગમાં આશરે ૯૮૦ પોસ્ટ ઓફીસો મારફત સોનાના સિક્કાનું વેંચાણ કરવાની યોજના બનાવાઈ છે.
વિશ્વબજારમાં હવે પછી જી-૨૦ના દેશો તથા ઈન્ટરનેશનલ મોનીટરી ફંડ (આઈએમએફ)ની મળનારી મિટિંગમાં યુરોપના વિવિધ સંકરગ્રસ્ત દેશોને ઉગારવા કેવા પગલા નક્કી કરાય છે. તેના પર નજર રહી છે. જર્મનીનો બીઝનેસ કોન્ફીડન્સ ઈન્ડેક્સ વધ્યો છે. વિશ્વબજારમાં યુરો મજબુત બન્યો છે અને સામે ડોલર ઘટતાં સોનામાં ઘટાડે હેજ ફંડોની ખરીદી આવતી રહેવાની શક્યતા જાણકારો બતાવતા હતા. વિશ્વમાં એક્સચેન્જ ટ્રેડેડ ફંડમાં સોનાનો જથ્થો વધી ૨૪૦૦ ટન નજીક પહોંચ્યો છે. ભારતમાં મંગળવારે અખાત્રીજ નિમિત્તે સોના-ચાંદીમાં ફિઝીકલ ખરીદી ઉપરાંત એક્સચેન્જ ટ્રેડડ ફંડ (ઈટીએફ) મારફત પણ કિંમતી ધાતુઓની ખરીદી વધવાની આશા વ્યક્ત કરાઈ છે. નેશનલ સ્ટોક એક્સચેન્જ (એનએસઈ) આ અખાત્રીજ માટે ગોલ્ડ એક્સચેન્જ ટ્રેડેડ ફંડ (ઈટીએફ)ના સોદાનું ટ્રેડિંગ સત્ર રાતના ૮ વાગ્યા સુધી ચાલુ રાખવાનો નિર્ણય કર્યો છે.
ગોલ્ડ ઈટીએફમાં ૨૦૧૦માં અખાત્રીજના દિવસે રૃ.૩૪૫ કરોડનું ટ્રેડિંગ થયું હતું તો ૨૦૧૧માં ઝડપી વધીને રૃ.૮૪૬ કરોડ થયું હતું. હવે મંગળવારે અખાત્રીજના દિવસે આ આંકડો રૃ.૧૦૦૦ કરોડને પાર કરે એવી શક્યતા બતાવાઈ રહી છે.

કોપરમાં ફરી તેજીનો પવનઃ જર્મનીમાં બિઝનેસ કોન્ફીડન્સ ઈન્ડેક્સ ઉંચકાયો
મુંબઈ ધાતુબજારમાં આજે કોપર, જસત તથા સીસાના ભાવો ઉછળ્યા હતા જ્યારે ટીનના ભાવો વધતા અટકી ફરી નરમ રહ્યા હતા. અન્ય ધાતુઓ અથડાતી રહી હતી. હાજર બજારમાં આજે કિવ. દીઠ ભાવો કોપર વાયર બારના રૃ.૨૦૦ વધી રૃ.૫૦૯૦૦ રહ્યા હતા જ્યારે કોપર સ્ક્રેપના ભાવો જાતવાર રૃ.૨૦૦થી ૫૦૦ ઉંચા બોલાઈ રહ્યા હતા. લંડન મેટલ એક્સચેન્જમાં શુક્રવારે છેલ્લે કોપરના ત્રણ મહિનાના ભાવો ૮૦૮૦થી ૮૦૮૫ ડોલર રહ્યાના સમાચારો હતા. તાજેતરમાં ત્યાં કોપરમાં ૭૮૮૫ ડોલર જેવી ત્રણ મહિનાની નીચી સપાટી દેખાઈ હતી અને ત્યાર પછી ભાવો ઉછળતા રહ્યા છે. યુરોપના દેશોને ઉગારવા હવે આઈએફએફ તથા જી-૨૦ના દેશો કેવો વ્યુહ અપનાવે છે તેના પર નજર રહી છે. જર્મનીનો બિઝનેસ કોન્ફીડન્સ ઈન્ડેક્સ જોકે વધ્યો છે. દરમિયાન, મુંબઈમાં આજે હાજર ભાવો કિવ. દીઠ ટીનના રૃ.૫૦૦ ઘટી રૃ.૧૩૪૦૦૦ રહ્યા હતા જ્યારે નિકલના ભાવો રૃ.૧૧૦૦૦૦ના મથાળે શાંત રહ્યા હતા. જસતના ભાવો રૃ.૧૦૦ વધી રૃ.૧૩૨૦૦ જ્યારે સીસાના ભાવો રૃ.૧૦૦ વધી રૃ.૧૨૨૦૦ રહ્યા હતા. એલ્યુમિનિયમમાં વધઘટ સંકડાઈ ગઈ હતી. લંડન એક્સચેન્જમાં શુક્રવારે છેલ્લે ત્રણ મહિનાના ભાવો નિકલના ઘટતા અટકી પ્રત્યાઘાતી વધી ૧૭૮૦૦ ડોલર રહ્યા હતા જ્યારે ટીનના ભાવો ઘટી ૨૧૩૫૦ ડોલર રહ્યા હતા. જસતના ભાવો ૨૦૧૨.૫૦ ડોલર, સીસાના ૨૧૦૪ ડોલર તથા એલ્યુમિનિયમના ૨૦૭૬ ડોલર રહ્યા હતા.

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
એઈડ્સગ્રસ્ત કેદીઓના ત્રાસનો મહિલા કેદીનો આક્ષેપ
ચાર ધામની યાત્રાનો પ્રારંભ ૨૪ એપ્રિલથી
સુકમાના અપહૃત કલેક્ટર સલામત
એર ઈન્ડિયાની આગામી છ વર્ષમાં દેવામાંથી બહાર નીકળવા યોજના
આગામી પ્રમુખ તરીકે બિનરાજકીય વ્યક્તિની પસંદગી કરવી જોઈએ ઃ પવાર
અમેરિકા-ફિલિપાઈન્સની સંયુક્ત કવાયત સામે ચીનની ચેતવણી

આગામી છ મહિનામાં ડીઝલના ભાવ અંકુશ મુક્ત કરાશે ઃ કૌશિક બસુ

નડાલે સતત આઠમી વખત મોન્ટે કાર્લો ટાઇટલ જીત્યું
ટેબલટેનિસમાં સૌમ્યજીત અને અંકિતાનો ઓલિમ્પિકમાં પ્રવેશ
આજથી ઓસ્ટ્રેલિયા અને વેસ્ટ ઇન્ડિઝ વચ્ચે આખરી ટેસ્ટ
ભૂતપૂર્વ વર્લ્ડ ચેમ્પિયન સેમેન્યા લંડન ઓલિમ્પિક માટે ક્વોલિફાય

આજે રાજસ્થાન સામે બેંગ્લોર પરાજયનો બદલો લેવા આતુર

દીપડા સાથે બાથભીડી ભાઈએ બચાવ્યો મોટાભાઈનો જીવ
સાસરિયાનાં ત્રાસથી કંટાળેલી યુવાન પરિણીતાનો ગળાફાંસો

અમેરિકામાં મૂકબધિરો એન્જિનિયર ડોકટર કે જજ પણ બની શકે છે

 
 

Gujarat Samachar Plus

આઈરીશ યુવાન બ્રાયન ગૌફની અનોખી ટિફિન સેવા
ફરવાના ફંડામાં લોકર શોઘતા પરિવારો
એસ.ટીના કન્સેેશન પાસની પ્રોસેસ ટ્રાન્સપરન્ટ બનાવી
જંગલની અંઘારી રાતે આકાશનો અદ્દભૂત નજારો
કેરીના રસની મીઠાસમાં સેક્રિન અને સિન્થેટિક કલરની કડવાશ
 

Gujarat Samachar glamour

‘મારા ઘણા મિત્રો હોમોસેક્સ્યુઅલ છે!’ મલ્લિકા
ઐશ્વર્યા-અમિતાભ પ્રથમવાર એક જાહેરાતમાં સાથે ચમકશે!
માઘુરીને ‘માસ્ટર દીનાનાથ વિશેષ’ એવોર્ડ અપાશે!
રજનીકાન્ત રોકાણકારોને નુકશાન ભરપાઈ કરી આપશે!
રશિયામાં બોલીવુડની ફિલ્મો ફરીથી દર્શાવાની માંગણી કરાઈ
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

એન.આર.ઈન્સીટ્યુટ ડાન્સ પાર્ટી

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved