Last Update : 23-April-2012, Monday

 

વીજ કંપનીઓ સાથે કોલસા પૂરવઠા માટે કોલ ઈન્ડિયાએ કરારની પ્રક્રિયા શરૃ કરી

કોલસા પૂરવઠાને લઈને ઊભી ાૃથયેલી મડાગાંઠ હવે દૂર ાૃથવાની જોવાતી શકયતા

નવી દિલ્હી, તા. ૨૧
પ્રેસિડેન્સિઅલ ડાયરેકિટવને ધ્યાનમાં રાખી કોલ ઈન્ડિયા લિમિટેડે વીજ કંપનીઓ સાથે ફ્યુઅલ સપ્લાય એગ્રિમેન્ટ (એફએસએ) સાઈન કરવાની પ્રક્રિયા શરૃ કરી દીધી છે. પોતાની સબ્સિડીઅરી કંપનીઓને તેણે નમૂનારૃપ એફએસએ દસ્તાવેજ જારી કર્યા છે જેને આધારે તેઓ વીજ ઉત્પાદક કંપનીઓ સાથે કરાર કરી શકે. આ કરારને પગલે છેલ્લા ત્રણ વર્ષથી ચાલતી કોલસા પૂરવઠાની ખેંચ દૂર થશે અને ૨૮૦૦૦ મેવો સંયુક્ત ક્ષમતા સાથેના વીજ પ્લાન્ટોને બળતણની ઉપલબ્ધતામાં વધારો કરવામાં મદદ મળશે.
જો કે માગને પહોંચી વળવા આયાત કરાશે એવી કલમનો દસ્તાવેજમાં સમાવેશ કરવાને કારણે કોલ ઈન્ડિયાની નાણાંકીય સ્થિતિ પર પ્રતિકૂળ અસર પડી શકે છે. કોલસના પૂરવઠામાં વધારો થવાથી જે વીજ કંપનીઓને લાભ થશે તેમાં રિલાયન્સ પાવર, તાતા પાવર, સ્ટરલાઈટ અને એનટીપીસીનો સમાવેશ થાય છે. વિવિધ પ્રોજેકટો મંજૂર કરવામાં ઢીલને કારણે કોલ ઈન્ડિયાના ઉત્પાદનમાં ઘટાડો થતાં માર્ચ ૨૦૦૯થી પાવર કંપનીઓ અને કોલ ઈન્ડિયા વચ્ચે કોઈપણ નવા એફએસએ થઈ શકયા નથી. નવા પાવર પ્લાન્ટોને તેમની જરૃરિયાતના પચાસ ટકા જ પૂરવઠો કરે છે. કોલસાનો પૂરતો પૂરવઠો નહીં થતા પાવર કંપનીઓના વડાઓ ફેબુ્રઆરી મહિનામાં વડાપ્રધાનને મળ્યા હતા. આ બેઠક બાદ વડાપ્રધાને માર્ચ ૨૦૦૯થી ડિસેમ્બર ૨૦૧૧ દરમિયાન શરૃ થયેલા પાવર પ્લાન્ટસ સાથે માર્ચ ૨૦૧૨ સુધીમાં એફએસએ કરવા કોલ ઈન્ડિયાને સૂચના આપી હતી.
કોલ ઈન્ડિયાએ છેવટે તેની સાત સબ્સિડીઅરીઓને એફએસએના દસ્તાવેજનો નમૂનો પાઠવી દીધો છે જે વીજ કંપનીઓ સાથે કરાર કરશે એમ કેન્દ્રના કોલ સચિવ આલોક પેરટિએ જણાવ્યું હતું. કરાર પ્રમાણે કંપનીએ નક્કી કરેલી કવોન્ટિટીના ઓછામાં ઓછા ૮૦ ટકા પૂરવઠો ફરજિયાત કરવાનો રહેશે. આ અગાઉ કોલ ઈન્ડિયા માત્ર પચાસ ટકા પૂરવઠાને ફરજિયાત રાખવા આગ્રહ કરી રાખી રહી હતી પરંતું પ્રેસિડેન્સિઅલ ડાયરેકિટવને પગલે તેણે ૮૦ ટકાની જોગવાઈ સાથેના એફએસએ કરવાની ફરજ પડી છે. કોલ ઈન્ડિયામાં કેન્દ્ર સરકાર ૯૦ ટકા ઈક્વિટી હિસ્સો ધરાવે છે. જો કોઈ કિસ્સામાં અમે પૂરવઠો ન કરી શકીએ તો અમારે બાકીનો જથ્થો આયાત દ્વારા પૂરો કરવાનો રહેશે એમ કોલ ઈન્ડિયાના એક અધિકારીએ જણાવ્યું હતું. આયાત કરાનારા કોલસા માટેનો ભાવ આયાત ખર્ચ તથા સર્વિસ ચાર્જ જે કંઈ લાગતો હશે તે સાથેનો હશે. ખરીદદાર જો આયાતી કોલસો ન ઉપાડે તો તેમને પૂરવઠામાં પડનારી ખેંચ માટે કોઈ પેનલ્ટી લાગશે નહીં એવી પણ એફએસએમાં જોગવાઈ રખાઈ હોવાનું અધિકારીએ વધુમાં જણાવ્યું હતું. કંપનીની બોર્ડે ૦.૦૧ ટકા પેનલ્ટીની કલમ મંજૂર રાખી છે.
અમે અમારી કામગીરી પૂરી કરી છે હવે વીજ કંપનીઓની જવાબદારી રહે છે. અમારી સંલગ્ન કંપનીઓ વીજ કંપનીઓને એફએસએ પૂરા પાડશે એમ અધિકારીએ ઉમેર્યું હતું. કરાર વીસ વર્ષ સુધીના પૂરવઠા માટેનો હશે. અંદાજે પચાસ જેટલી વીજ કંપનીઓ સાથે સાત કરોડ ટન કોલસાના પૂરવઠા માટે એફએસએ કરવાની કોલ ઈન્ડિયાની યોજના છે.

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
એઈડ્સગ્રસ્ત કેદીઓના ત્રાસનો મહિલા કેદીનો આક્ષેપ
ચાર ધામની યાત્રાનો પ્રારંભ ૨૪ એપ્રિલથી
સુકમાના અપહૃત કલેક્ટર સલામત
એર ઈન્ડિયાની આગામી છ વર્ષમાં દેવામાંથી બહાર નીકળવા યોજના
આગામી પ્રમુખ તરીકે બિનરાજકીય વ્યક્તિની પસંદગી કરવી જોઈએ ઃ પવાર
અમેરિકા-ફિલિપાઈન્સની સંયુક્ત કવાયત સામે ચીનની ચેતવણી

આગામી છ મહિનામાં ડીઝલના ભાવ અંકુશ મુક્ત કરાશે ઃ કૌશિક બસુ

નડાલે સતત આઠમી વખત મોન્ટે કાર્લો ટાઇટલ જીત્યું
ટેબલટેનિસમાં સૌમ્યજીત અને અંકિતાનો ઓલિમ્પિકમાં પ્રવેશ
આજથી ઓસ્ટ્રેલિયા અને વેસ્ટ ઇન્ડિઝ વચ્ચે આખરી ટેસ્ટ
ભૂતપૂર્વ વર્લ્ડ ચેમ્પિયન સેમેન્યા લંડન ઓલિમ્પિક માટે ક્વોલિફાય

આજે રાજસ્થાન સામે બેંગ્લોર પરાજયનો બદલો લેવા આતુર

દીપડા સાથે બાથભીડી ભાઈએ બચાવ્યો મોટાભાઈનો જીવ
સાસરિયાનાં ત્રાસથી કંટાળેલી યુવાન પરિણીતાનો ગળાફાંસો

અમેરિકામાં મૂકબધિરો એન્જિનિયર ડોકટર કે જજ પણ બની શકે છે

 
 

Gujarat Samachar Plus

આઈરીશ યુવાન બ્રાયન ગૌફની અનોખી ટિફિન સેવા
ફરવાના ફંડામાં લોકર શોઘતા પરિવારો
એસ.ટીના કન્સેેશન પાસની પ્રોસેસ ટ્રાન્સપરન્ટ બનાવી
જંગલની અંઘારી રાતે આકાશનો અદ્દભૂત નજારો
કેરીના રસની મીઠાસમાં સેક્રિન અને સિન્થેટિક કલરની કડવાશ
 

Gujarat Samachar glamour

‘મારા ઘણા મિત્રો હોમોસેક્સ્યુઅલ છે!’ મલ્લિકા
ઐશ્વર્યા-અમિતાભ પ્રથમવાર એક જાહેરાતમાં સાથે ચમકશે!
માઘુરીને ‘માસ્ટર દીનાનાથ વિશેષ’ એવોર્ડ અપાશે!
રજનીકાન્ત રોકાણકારોને નુકશાન ભરપાઈ કરી આપશે!
રશિયામાં બોલીવુડની ફિલ્મો ફરીથી દર્શાવાની માંગણી કરાઈ
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

એન.આર.ઈન્સીટ્યુટ ડાન્સ પાર્ટી

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved