Last Update : 23-April-2012, Monday

 

ભારતીય અર્થતંત્રને આકાર આપવામાં ઈલેક્ટ્રોનિક માર્કેટસ મહવની ભૂમિકા ભજવશે

 

વિકાસ અને સમૃદ્ધિના વૈશ્વિક નકશા પર છેલ્લો દસકો ચીનનો રહ્યો હતો, પણ હવે તમામ મોરચે, પછી તે કૃષિ હોય, આઈટી હોય કે સેવા ક્ષેત્ર હોય, દસકો ભારતનો હશે. ભીંત પર સ્પષ્ટ લખાણ છે કે વર્ષ ૨૦૨૫ સુધીમાં ભારતને વૈશ્વિક સુપર પાવર બનતા કોઈ રોકી શકશે નહીં અને આ ધ્યેયની સિદ્ધિમાં ઈલેક્ટ્રોનિક બજારો નોંધપાત્ર ભૂમિકા ભજવશે.
આજે ભારત ઈક્વિટી, કોમોડિટીઝ, કરન્સી કે એનર્જીના કેશ કે ડેરિવેટિવ્ઝ સેગમેન્ટમાં વિશ્વકક્ષાનું એક્સચેન્જ ઈન્ફ્રાસ્ટ્રક્ચર ધરાવે છે. કરન્સી એક્સચેન્જોના વિકાસને હજુ બે જ વર્ષ થયા છે અને બહુ જ ટૂંકાગાળામાં તેમણે ઉચ્ચ સ્તરની પ્રવાહિતા દ્વારા પોતાની ક્ષમતા પૂરવાર કરી છે. નાના પ્રમાણમાં જમીનની માલિકી અને નગણ્ય માર્કેટબર સરપ્લસ સાથે ભારતીય કૃષિ ઉદ્યોગ પર નાના અને સીમાંત ખેડૂતોના વર્ચસ્વની વાસ્તવિકતાને નજરમાં રાખતા કોમોડિટીઝમાં ઈલેક્ટ્રોનિક સ્પોટ એક્સચેન્જનો નવતર અભિગમ આ ઉદ્યોગ માટે સૌથી અનુકૂળ છે. તેમના માટે એક વ્યવસ્થિત માર્કેટનું નિર્માણ થયું છે, જે ખેડૂતોને પ્રોસેસરો અને નિકાસકારો સાથે સીધું જોડાણ કરવામાં મદદરૃપ થાય છે. એ હકીકત છે કે નવતર વિચારોમાં ભારતીય ભેજું ફળદ્રુપ છે અને પડકારો ઝીલવા ઉામ કામગીરી કરી શકે છે.એવું નેશનલ સ્પોટ એક્સચેંજના સીઇઓ અંજની સિન્હાએ જણાવ્યું હતું
ઈલેક્ટ્રોનિક માર્કેટ પારદર્શિતાનું નિર્માણ કરે છે અને ખરીદનાર તથા વેચનાર બંનેને કાઉન્ટર પાર્ટી ગેરન્ટી પૂરી પાડીને કામકાજમાં જોખમમુક્તિ અને સાતત્ય શક્ય બનાવી અર્થતંત્રનો વિકાસ કરે છે. રાષ્ટ્રને પૂરી પડાતી આ શ્રેષ્ઠામ સેવા છે, કારણ કે એક્સચેન્જો લોકોનું જોડાણ માર્કેટ સાથે કરી આપે છે અને તેમને માટે ભયમુક્ત રીતે કામકાજ કરવાનું શક્ય બનાવે છે. ઉદ્યોગો પ્રાપ્તિનો ખર્ચ ઘટાડીને પારદર્શક રીતે કાચી સામગ્રીનો પુરવઠો મેળવવા સ્પોટ કોમોડિટી એક્સચેન્જોનો લાભ લે છે, જ્યારે વાયદાના એક્સચેન્જોનો ઉપયોગ ભાવની વધઘટ સામે સલામત રહેવા કરાય છે. વેપારીઓ ઈલેક્ટ્રોનિક સ્પોટ એક્સચેન્જનો ઉપયોગ સામી પાર્ટી (કાઉન્ટર પાર્ટી)ના જોખમ વગર પોતાના સ્ટોકના વેચાણ માટે કરે છે. ખેડૂતો ઈલેક્ટ્રોનિક સ્પોટ એક્સચેન્જનો ઉપયોગ કોઈપણ દિવસે પોતાના ઉત્પાદનોના શક્ય તેટલા ઊંચા ભાવ મેળવવા કરે છે. આમ, ઈલેક્ટ્રોનિક સ્પોટ એક્સચેન્જ કૃષિ, વેપાર અને ઉદ્યોગના વિકાસમાં મદદકર્તા તરીકે કામગીરી નિભાવે છે.
સૌથી મહવની બાબત એ છે કે ઈલેક્ટ્રોનિક એક્સચેન્જ ઈન્ફ્રાસ્ટ્રક્ચર સ્વનિર્ભર બનીને કામગીરી કરે છે. તેને અંદાજપત્રીય ફાળવણીની જરૃરત હોતી નથી, જેને પ્રમોટરો અને સહભાગીઓ પોતે જ ફંડ પૂરું પાડે છે. તેમને કામગીરી હાથ ધરવા વિવિધ કાયદા હેઠળ શક્ય બનાવતી જોગવાઈઓની જ માત્ર આવશ્યક્તા રહે છે. એપીએમસી કાયદો પણ આમાં આવે છે. કેટલાંક બજારોએ પોતાના એપીએમસી ધારામાં સુધારા કર્યા છે, પણ હજુ પંજાબ, હરિયાણા અને ઉાર પ્રદેશ વગેરે જેવા રાજ્યોએ કરવાના બાકી છે. આગામી બે વર્ષમાં અમારો દ્ષ્ટિકોણ એવો છે કે ઈલેક્ટ્રોનિક સ્પોટ એક્સચેન્જો પોતાનો વિસ્તાર કરી શકે તે માટે આ તમામ રાજ્યો પણ ધારામાં સુધારા કરે, કારણ કે એ સમય સુધીમાં તેમને એ ખ્યાલ આવી જશે કે રાજ્યના નાના અને સીમાંત ખેડૂતોને મદદરૃપ થવા ઈલેક્ટ્રોનિક સ્પોટ એક્સચેન્જો શ્રેષ્ઠ સેવા આપી રહ્યા છે.
એ જ રીતે, આગામી બે-ત્રણ વર્ષમાં જીએસટીનો અમલ અખિલ ભારતીય ઈલેક્ટ્રોનિક સ્પોટ માર્કેટને વિકાસ માટે મોટી ગતિ પૂરી પાડી શકશે. આને કારણે, દેશભરમાં ફેલાયેલા ખરીદનાર અને વેચનાર ઈલેક્ટ્રોનિક સ્પોટ એક્સચેન્જ મારફત મુક્ત રીતે પરસ્પર વેપાર કરી શકે તેવું કાયદાકીય માળખું ઊભું થશે, જેને પગલે વિવિધ કોમોડિટીઝમાં બેન્ચમાર્ક હાજર ભાવની શોધ થઈ શકશે.
વર્ષ ૨૦૨૫ સુધીમાં દેશ સુસ્થાપિત વેરહાઉસિંગ અને કોલ્ડ ચેઈન ઈન્ફ્રાસ્ટ્રક્ચર ધરાવતો હશે. આથી લણણી બાદના પાકના બગાડમાં ઘટાડો થશે અને કાયમી ધોરણે આપણે અનાજની બાબતે સ્વાવલંબી બનીશું તથા વસ્તીવૃદ્ધિને કારણે વધતી માગને પણ સંતોષી શકીશું. બીજી તરફ, આવા વેરહાઉસો ઈલેક્ટ્રોનિક સ્પોટ એક્સચેન્જો સાથે જોડાયેલા હશે, જ્યાં આવા વેરહાઉસો નિગોશિયેબલ વેરહાઉસ રિસિપ્ટસ જારી કરશે અને પારદર્શકપણે તે ટ્રેડેડ હશે. અદ્યતન ટેક્નોલોજી દેશભરમાં નિગોશિયેબલ વેરહાઉસ રિસિપ્ટની ફંજિબિલિટી શક્ય બનાવશે, જેથી માલની બિનજરૃરી હેરફેર વગર સોદાની અમલબજાવણી શક્ય બનશે. વર્તમાન એપીએમસી હેઠળ કૃષિ ઉત્પાદનોનો વેપાર અનગ્રેડેડ ધોરણે થાય છે, તેને બદલે આવા વેરહાઉસો અને સિલોસમાં વૈજ્ઞાાનિક ઢબે ગ્રેડિંગ, સફાઈ, સંગ્રહ, વેરહાઉસ રસીદ ગીરવે મૂકવા સામે સંસ્થાકીય ધિરાણની પ્રાપ્તિની સુવિધા હોવા ઉપરાંત દેશભરમાં ફેલાયેલા ખરીદનાર માટે એક્સચેન્જ મારફત આવી વેરહાઉસ રસીદની ખરીદી કરવાનું શક્ય બનશે.
ઈલેક્ટ્રોનિક એક્સચેન્જોના આગામી તબક્કામાં વિદેશી ખરીદનાર અને વેચનાર વચ્ચે જોડાણ સાધવાનો સમાવેશ થાય છે, જે થકી ઈલેક્ટ્રોનિક સ્પોટ એક્સચેન્જો મારફત આયાત અને નિકાસનો મોટો વેપાર કરી શકાશે. વિદેશી ખરીદનાર ક્રેડિટના જોખમ અને ગુણવાાના જોખમને ટાળવા ભારતમાંથી કોમોડિટીની પ્રાપ્તિ કરવા માગતા ખરીદનાર ઈલેક્ટ્રોનિક સ્પોટ એક્સચેન્જ મારફત પ્રાપ્તિમાં વધુ અનુકૂળતા અનુભવશે. ઈલેક્ટ્રોનિક સ્પોટ એક્સચેન્જ ભારતના ઉત્પાદકો અને વિદેશી ખરીદનાર વચ્ચેની મજબૂત કડી બનશે. ઈલેક્ટ્રોનિક મારફતના સોદા અનેકાઅનેક ટ્રેડિંગ પ્લેટફોર્મની સુવિધા પૂરી પાડશે, જેને કારણે ભારતના ખેડૂતો આંતરરાષ્ટ્રીય ભાવની સમકક્ષના શક્ય ઊંચા ભાવ પ્રાપ્ત કરી શકશે.
ઈલેક્ટ્રોનિક સ્પોટ એક્સચેન્જોના યોગદાનને જોઈને કેટલાંક રાષ્ટ્રોએ નિયમનકારી માળખું ઘડીને કોમોડિટીનો વેપાર ઈલેક્ટ્રોનિક સ્પોટ એક્સચેન્જો મારફત ફરજિયાત બનાવ્યો છે. ઉદાહરણ તરીકે, ઈથિયોપિયાની સરકારે કોફી, તલ જેવી અમુક સંવેદનશીલ કોમોડિટીઝમાં વેપાર ઈલેક્ટ્રોનિક સ્પોટ એક્સચેન્જ મારફત ફરજિયાત બનાવ્યો છે. જે સમસ્યા ઈથિયોપિયાની છે તેવી જ સમસ્યા ભારતની પણ છે, જેમાં મધ્યસ્થી પાછળના ઊંચા ખર્ચ, માહિતીનો અભાવ, ખેડૂતો પાસેથી નીચા ભાવે ખરીદીને અને આંતરરાષ્ટ્રીય ખરીદનારને ઊંચા ભાવે વેચીને વેપારીઓ દ્વારા કરાતી મબલખ કમાણીનો સમાવેશ થાય છે.
આ જ રીતે, અન્ય રાષ્ટ્ર બેલારસની સરકારે બેલારસિયન યુનિવર્સલ કોમોડિટી એક્સચેન્જ પ્રમોટ કર્યું છે, જે કોમોડિટીઝનું સ્ટેટ-ઓફ-ધી-આર્ટ ઈલેક્ટ્રોનિક સ્પોટ એક્સચેન્જ છે. આજે બેલારસના સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય વેપારનો મોટો હિસ્સો આ એક્સચેન્જમાં થાય છે. આથી, તે પૂર્વ યુરોપ્નું સૌથી મોટું એક્સચેન્જ બની રહ્યું છે.
અમને વિશ્વાસ છે કે વર્ષ ૨૦૨૫ સુધીમાં ભારતમાં પણ આવા જ પ્રકારનો ધારો અમલી બની જશે અને સ્થાનિક તેમ જ સરહદપારના વેપારનો મહામ હિસ્સો ઈલેક્ટ્રોનિક સ્પોટ એક્સચેન્જમાં થશે.

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
એઈડ્સગ્રસ્ત કેદીઓના ત્રાસનો મહિલા કેદીનો આક્ષેપ
ચાર ધામની યાત્રાનો પ્રારંભ ૨૪ એપ્રિલથી
સુકમાના અપહૃત કલેક્ટર સલામત
એર ઈન્ડિયાની આગામી છ વર્ષમાં દેવામાંથી બહાર નીકળવા યોજના
આગામી પ્રમુખ તરીકે બિનરાજકીય વ્યક્તિની પસંદગી કરવી જોઈએ ઃ પવાર
અમેરિકા-ફિલિપાઈન્સની સંયુક્ત કવાયત સામે ચીનની ચેતવણી

આગામી છ મહિનામાં ડીઝલના ભાવ અંકુશ મુક્ત કરાશે ઃ કૌશિક બસુ

નડાલે સતત આઠમી વખત મોન્ટે કાર્લો ટાઇટલ જીત્યું
ટેબલટેનિસમાં સૌમ્યજીત અને અંકિતાનો ઓલિમ્પિકમાં પ્રવેશ
આજથી ઓસ્ટ્રેલિયા અને વેસ્ટ ઇન્ડિઝ વચ્ચે આખરી ટેસ્ટ
ભૂતપૂર્વ વર્લ્ડ ચેમ્પિયન સેમેન્યા લંડન ઓલિમ્પિક માટે ક્વોલિફાય

આજે રાજસ્થાન સામે બેંગ્લોર પરાજયનો બદલો લેવા આતુર

દીપડા સાથે બાથભીડી ભાઈએ બચાવ્યો મોટાભાઈનો જીવ
સાસરિયાનાં ત્રાસથી કંટાળેલી યુવાન પરિણીતાનો ગળાફાંસો

અમેરિકામાં મૂકબધિરો એન્જિનિયર ડોકટર કે જજ પણ બની શકે છે

 
 

Gujarat Samachar Plus

આઈરીશ યુવાન બ્રાયન ગૌફની અનોખી ટિફિન સેવા
ફરવાના ફંડામાં લોકર શોઘતા પરિવારો
એસ.ટીના કન્સેેશન પાસની પ્રોસેસ ટ્રાન્સપરન્ટ બનાવી
જંગલની અંઘારી રાતે આકાશનો અદ્દભૂત નજારો
કેરીના રસની મીઠાસમાં સેક્રિન અને સિન્થેટિક કલરની કડવાશ
 

Gujarat Samachar glamour

‘મારા ઘણા મિત્રો હોમોસેક્સ્યુઅલ છે!’ મલ્લિકા
ઐશ્વર્યા-અમિતાભ પ્રથમવાર એક જાહેરાતમાં સાથે ચમકશે!
માઘુરીને ‘માસ્ટર દીનાનાથ વિશેષ’ એવોર્ડ અપાશે!
રજનીકાન્ત રોકાણકારોને નુકશાન ભરપાઈ કરી આપશે!
રશિયામાં બોલીવુડની ફિલ્મો ફરીથી દર્શાવાની માંગણી કરાઈ
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

એન.આર.ઈન્સીટ્યુટ ડાન્સ પાર્ટી

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved