Last Update : 22-April-2012, Sunday

 
‘રાઈટ ટુ એજ્યુકેશન’ (આરટીઈ) એટલે કે શિક્ષણ મેળવવાના અધિકારનો કાયદો હમણાં અમલમાં આવ્યો એ શું છે ?

- ગુજરાતમાં ભાજપના અને કોંગ્રેસના ઘણા નેતાઓ શિક્ષણ (શાળા)ના ધંધામાં પડ્યા છે તો એ ગુજરાતમાં આ કાયદાનો અમલ થવા દેશે ખરા ?
- કાયદાઓ તો ઘણા કડક કરેલા છે પણ એને ભ્રષ્ટાચારથી પોલા કરનારા ‘ગઠીયાઓ’ પણ બેઠા છે !
- આ કાયદાથી સ્કુલો કોઈપણ જાતની ફી લઈ શકશે નહીં અને વિદ્યાર્થીઓને પાઠ્યપુસ્તકો, યુનિફોર્મ વગેરે પણ પૈસા લીધા વિના આપવાનું રહેશે... એ બધો જ ખર્ચ સરકાર ભોગવશે (એટલે ભ્રષ્ટાચારના દરવાજા ખુલ્લા !)

 

સરકાર ગમે તેટલા સારા એટલે કે આપણને જનતાને હિત કરનારા કાયદા કે નીતિ કરે પણ એમાં લાંચ લેવાના, ભ્રષ્ટાચારના ગાબડા પાડીને એ કાયદાને નાકામિયાબ બનાવનારા ‘ગઠીયા’ઓ, રાવણો, દુર્યોધનો એવડી મોટી સંખ્યામાં છે કે... જનતા તો શું પણ સરકાર પણ લાચાર થઈ જાય છે !
દા.ત. નરેગાનો કાયદો (ગરીબોને દરરોજ ૨૦ રૂપિયા રોજી મળે જ એ રીતે કામ આપવાનો) છે તો એમાં ૨૦ રૂપિયાની રોજીમાંથી પણ કમીશન કાપનારા નીકળ્યા !
દા.ત. માહિતી મેળવવાના અધિકારનો કાયદો છે તો... એમાં માહિતી આપવામાંથી છટકવાથી માંડી માહિતી માંગનારનું ખૂન કરવા સુધીના બનાવો બનવા લાગ્યા છે !
આવું તો, રેલવે ટિકિટોનું રિઝર્વેશન હોય કે પાસપોર્ટ ઓફિસેથી પાસપોર્ટ કઢાવવાનો હોય કે આરટીઓમાંથી ડ્રાઈવીંગ લાયસન્સ કઢાવવાનું હોય કે પેન્શન ઓફિસમાંથી પેન્શન મેળવવાનું હોય કે પ્રોવિડન્ટ ઓફિસમાંથી પી.એફ. મેળવવાનું હોય કે ઇન્કમટેક્સ ઓફિસમાંથી રીફન્ડ મેળવવાનું હોય કે સ્કૂલ અથવા કોલેજમાંથી સર્ટીફીકેટ મેળવવાનું હોય... પગલે ને પગલે રૂપિયા વેરો અથવા દાદાગીરી કરો તો જ બઘું પાર પડે...
આપણે જાણીએ છીએ કે... શિક્ષણ જેવી પવિત્ર પ્રવૃત્તિ પણ પાપોની, અપવિત્રતાની ખાણ બની ગઈ છે. ક્યારેક તો એવું લાગે કે એમાં જેટલો ભ્રષ્ટાચાર જાય છે એટલો પોલિસખાતામાં, રેવન્યુ ખાતામાં, બાંધકામખાતામાં, ન્યાયખાતામાં, રેલવે ખાતામાં નહીં થતો હોય !
શિક્ષણ મેળવવાના અધિકારના આ કાયદાનો ઇતિહાસ જૂઓ !
* ૨૦૦૯ના ૨ જુલાઈએ આ કાયદાને કેન્દ્ર સરકારના પ્રધાનમંડળે મંજુર કર્યો.
* ૨૦૦૯ જુલાઈ ૨૦મીએ સંસદની રાજ્યસભાએ એને પસાર કર્યો.
* ૨૦૦૯ ઓગસ્ટ, ૪ ના રોજ સંસદની લોકસભાએ એને પસાર કર્યો.
* ૨૦૦૯ સપ્ટેમ્બર ૩ તારીખે એને કાયદા તરીકે ગેઝેટમાં પ્રકટ કર્યો.
* ૨૦૧૦ના એપ્રિલની ૧ તારીખે આપણા આખા દેશમાં (કાશ્મીર-જમ્મુ સિવાય) એનો અમલ શરૂ થયો.
આ કાયદો સારો હતો અને જે કોઈ દેશ વિકાસ અને પ્રગતિ ઇચ્છતો હોય એણે આવો કાયદો ઘણો વહેલો કરવો જોઈએ છતાં મોડું તો મોડું ! સારું કામ મોડું થતું હોય તો પણ વાંધા વચકા ન થાય... પરંતુ જે દેશમાં કણેકણમાં ભ્રષ્ટાચાર ભરેલો હોય એ દેશના ભ્રષ્ટાચારીઓને આવો કાયદો કઠે જ ! એટલે રાજસ્થાનની સોસાયટી ફોર અનએઈડેડ પ્રાઈવેટ સ્કુલ અને દેશની બીજી કેટલીક પ્રાઈવેટ સ્કુલોએ અને શૈક્ષણિક સંસ્થાઓના સંગઠનોએ આ કાયદાની કાયદેસરતા સામે સવાલ ઉઠાવ્યો. એમની મુખ્ય દલીલ એવી હતી કે... બંધારણની કલમ ૧૯ એફજી પ્રમાણે પ્રાઈવેટ સ્કુલોને મળતા હક્કો ઉપર આ કાયદો તરાપ મારે છે.
હવે, સુપ્રિમ કોર્ટના જણાવ્યા પ્રમાણે ૨૦૦૮ના આંકડા મુજબ... આપણા દેશમાં પ્રાથમિક શિક્ષણ આપતી ૧૨,૫૦,૭૧૫ સ્કુલો છે. એમાંની ૮૦.૨ ટકા સ્કુલો સરકારો ચલાવે છે જ્યારે ૫.૮ ટકા સ્કુલો (ફક્ત ૫.૮ ટકા જ) પ્રાઈવેટ સરકારી સહાય મેળવતી સ્કુલો છે અને ૧૩.૧ ટકા સ્કુલો પ્રાઈવેટ અનએઈડેડ એટલે સરકારી ગ્રાન્ટ નહીં લેનારી સ્કુલો છે. પેલી જે ૮૭.૨ ટકા સરકારી સ્કુલો છે એમાંની મોટાભાગની સ્કુલો ગ્રામ વિસ્તારની છે.
આમ છતાં આપણો દેશ શિક્ષણ અંગેની સંખ્યાબંધ યોજનાઓ ચલાવતો હોવા છતાં ૧૦૦ ટકા સાક્ષર તો નથી જ. ૨૦૧૧ની વસતિ ગણતરી મુજબ આપણા દેશમાં ૭ વર્ષ કરતાં વઘુ ઉંમરના સાક્ષરો ૭૪ ટકા છે.
વિશ્વ સાક્ષરતા સંગઠનના ‘નિરક્ષરતાની આર્થિક અને સામાજિક અસર’ નામના રિપોર્ટમાં અનુમાન કરવામાં આવ્યું છે કે... ભારતમાં નિરક્ષરતાના કારણે દર વર્ષે ૫૩,૦૦,૦૦,૦૦,૦૦૦ ડોલરનું નુકસાન થઈ રહ્યું છે. (ચીનનો આ આંકડો ૧૩૫.૬૦ અબજ ડોલર, રશિયાનો ૨૮.૪૮ અબજ ડોલર અને બ્રાઝીલનો ૨૭.૪૧ અબજ ડોલર છે.) રિપોર્ટમાં જણાવાયું છે કે નિરક્ષરોની આવક ભણેલા અને સાક્ષરો કરતાં ૩૦ થી ૪૨ ટકા ઓછી હોય છે.
જે પ્રાઈવેટ સ્કુલો દ્વારા સુપ્રિમ કોર્ટમાં કેસ દાખલ કરાયેલો એનો ૩ સભ્યોની બેન્ચે ૨૦૧૧ના ૩ ઓગસ્ટના રોજ ચુકાદો અનામત રાખેલો. અંતે ૧૨ એપ્રિલ, ૨૦૧૨ના રોજ સુપ્રિમ કોર્ટના ચીફ જસ્ટીસ એસ.એચ.કાપડિયા (આપણા ગુજરાતી પારસી), જસ્ટીસ કે.એસ.રાધાકૃષ્ણન્‌, અને જસ્ટીસ સ્વતંત્ર કુમારની બેન્ચે બહુમતિથી ફેંસલો આપ્યો કે... શિક્ષણ મેળવવાના અધિકારનો કાયદો બંધારણની એક પણ કલમનો ભંગ નથી કરતો અને સરકારી સહાયતા મેળવતી તથા સરકારી સહાયતા નહીં મેળવતી સ્કુલોને લાગુ પડે છે. એમાંથી મદરેસાઓ અને વૈદિક પાઠશાળાઓ જેવી પરંપરાગત ધાર્મિક શિક્ષણ આપતી સ્કુલોને બાકાત રાખવામાં આવી છે.
આ ‘રાઈટ ટુ એજ્યુકેશન એક્ટ’ અથવા ‘રાઈટ ટુ ચીલ્ડ્રેન ટુ ફ્રી એન્ડ કમ્પલસરી એજ્યુકેશન એક્ટ’માં જે કેટલાક મુદ્દા આવરી લેવાયા છે એમાં...
(૧) આપણા દેશના ૬ વર્ષથી ૧૪ વર્ષ સુધીના દરેક બાળકને ભણવાનો મૂળભૂત અધિકાર છે.
(૨) સરકારી સ્કુલ કે પ્રાઈવેટ સ્કુલમાં જે બાળક દાખલ થાય એને મફત શિક્ષણ, મફત ટેક્સ્ટ બુક, રાઈટીંગ મરીટીરલ્સ અને મફત યુનિફોર્મ મેળવવાનો હકદાર છે.
(૩) કોઈપણ વિદ્યાર્થી બાળકને જ્ઞાતિ, વર્ગ, ધર્મ કે જાતિ બાબતમાં શાળામાં કનડગત થાય એની ખેવના સરકાર અને સ્થાનિક સત્તાધિશો રાખશે.
(૪) સમાજના નબળા વર્ગમાંથી આવતા બાળક (વિદ્યાર્થી) શાળામાં કે વર્ગમાં કે મઘ્યાહ્ન ભોજનમાં અલગ તારવવામાં ન આવે એનો ખ્યાલ સરકાર અને સ્થાનિક સત્તાવાળાઓ રાખશે. રમતના મેદાનમાં, પીવાના પાણીની વ્યવસ્થામાં કે ટોઈલેટ ફેસેલીટીમાં પણ આવો કોઈ ભેદભાવ રાખવામાં ન આવે એ સરકાર અને સ્થાનિક સત્તાવાળા જોશે.
(૫) ૧ થી ૮ માં સુધીના વર્ગમાંથી કોઈપણ સ્કુલ બાળકને શિસ્તના નામે કાઢી મૂકી શકશે નહીં.
(૬) અમુક કે કોઈપણ પ્રકારના વિદ્યાર્થી માટે કોઈપણ સ્કુલ અલગ ક્લાસ ચલાવી નહીં શકે.
(૭) આ કાયદો દેશના ૬ થી ૧૪ વર્ષના અથવા ૧ થી ૮ વર્ગમાં ભણતા બાળકોને લાગુ પડે છે.
(૮) ઉંમરના પ્રમાણપત્ર એટલે કે બર્થ સર્ટીફિકેટ ન હોય તો એ કારણસર કોઈ પણ બાળકને શાળામાં પ્રવેશ આપવાથી બાકાત રાખી શકાશે નહીં.
(૯) કોઈપણ શિક્ષક ખાનગી ટ્યુશન અથવા ટ્યુશન ક્લાસમાં ભાગ લઈ શકશે નહીં.
(૧૦) દરેક બાળકને ઘરની નજીકના પડોશમાં જ શાળા મળી રહે એ સગવડ દરેક સરકારે કરવાની રહેશે. એમ છતાં વિદ્યાર્થી દૂરની શાળામાં પ્રવેશ મેળવી શકવા હકદાર ગણાશે.
(૧૧) દરેક પ્રાઈવેટ સ્કુલે ગરીબ કુટુંબના બાળકો માટે ૨૫ ટકા જગ્યા ફરજિયાત રાખવી પડશે.
(૧૨) કોઈપણ સ્કુલ ડોનેશન કે બીજા કોઈ બહાને કશી જ ફી, રૂપિયા, દાન, કશું જ લઈ શકશે નહીં કે પ્રવેશ આપતા પહેલાં બાળકનો કે એના માતાપિતા કે વાલી વડીલનો ઇન્ટરવ્યુ લઈ શકશે નહીં. (આ નિયમોનો ભંગ કરનાર સ્કુલને મોટી રકમના દંડથી માંડી જેલ સુધીની સજાની જોગવાઈ કરવામાં આવી છે.)
આરટીઈ કાયદાની આ તો સામાન્ય સમજણ આપવામાં આવી છે બાકી દરેક મા-બાપે આ કાયદો આખો વિગતવાર મેળવીને વાંચી સમજી જવાની જરૂર છે.
બાકી આ કાયદામાં ભ્રષ્ટાચાર કરવાનો મોટો દરવાજો અગાઉ જણાવ્યું તેમ દરેક સ્કુલોએ સરકાર પાસેથી જે રૂપિયા મેળવવાના છે એ છે. ત્યાં રૂપિયા માંગવાથી માંડી મેળવવા સુધીના ટેબલે ટેબલે રૂપિયાની લેવડદેવડ થવાની. (એને અટકાવવાની પેલા કેજરીવાલમાં કે સિસોદીયામાં હંિમત છે ? દિલ્લીમાં પત્રકારો સમક્ષ કે ‘આપકી અદાલત’ જેવા કાર્યક્રમોમાં ફડાકા મારવા કે સંસદસભ્યોને ગાળો આપવી એ એક વાત છે અને મેદાનમાં ભ્રષ્ટાચારીઓ સામે ઊભા રહેવું એ જુદી વાત છે.)
- ગુણવંત છો. શાહ

 

ટકોરી
ચા-કોફી આળસુ પણ કરે છે !
ઘણાં એવા હોય છે કે જે સાંજના ચાર-છ વાગે ચા કે કોફી પીએ તો રાતના ઊંઘ ન આવે અને ઘણા એવા હોય છે કે જે રાત્રે ચા કે કોફી પીએ કે તરત ઊંઘવા પણ લાગે!
એવું આપણા મગજમાં ઠસાવી દેવાયું છે કે ચા કે કોફી પીવાથી શરીરમાં સ્ફૂર્તિ આવે છે અને આળસ ઊડી જાય છે... પરંતુ ઉપર કહી એ વાત એને ખોટી પણ પુરવાર કરે છે.
આ વાસ્તવિકતાને હમણાં બ્રિટિશ કોલંબિયા યુનિવર્સિટીની એક સંશોધક ટુકડીએ પણ સાચી સાબિત કરી. એમને સંશોધન દ્વારા જાણ થઈ કે કોફી, ચા અને બીજા ઠંડા પીણામાં રહેલા કેફીનથી મહેનતી માણસોને આળસ પણ ચઢી શકે છે. એટલે કે કેફીન આળસુ લોકોમાં સ્ફૂર્તિ લાવવાનું કામ કેટલાક સંજોગોમાં નથી પણ કરતું.

 

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
પાકિસ્તાનની વિમાન દુર્ઘટનાના કારણ અંગે અનેક સવાલો ઉઠયા

સિયાચિનમાંથી એકપક્ષીય રીતે સેનાને હટાવવાનો પ્રમુખ ઝરદારીનો ઈનકાર

ચેન્નઇએ સાત વિકેટથી રાજસ્થાન રોયલ્સ સામે રોમાંચક જીત મેળવી
મુંબઈ ઈન્ડિયન્સને ફટકો અનફીટ મલિંગા IPLમાંથી બહાર
ચેમ્પિયન્સ લીગઃચેલ્સીએ ૧-૦થી બાર્સેલોના સામે વિજય મેળવ્યો
મોન્ટે કાર્લો માસ્ટર્સમાં સિમોંએ સોંગાને હરાવીને અપસેટ સર્જ્યો

આજે કોલકાતા નાઇટરાઇડર્સ અને ડેક્કન ચાર્જર્સ વચ્ચે મુકાબલો

અમરનાથ યાત્રાની નોંધણી સાતમી મેથી શરૃ થશે
કર્ણાટકના બે પૂર્વ મુખ્યમંત્રીઓને લોકાયુક્ત કોર્ટના સમન્સ
સોશિયલ નેટવર્કિંગ સાઈટથી અભિષેક મનુ સિંઘવી નારાજ
અણ્ણા- રામદેવ વચ્ચે સમજૂતી પહેલાં જ શરૃ થયેલા વિવાદો
નિઠારી કાંડના ભોગ બનેલી બાળકીના પિતા વિરૃદ્ધ વોરંટ
સાયબર ચીટિંગઃ મુંબઇની પેઢીના રૃા.૨૦લાખ બારોબાર સેરવી લેવાયા
ઉનાળુ મગફળીની આવકો પૂર્વે સિંગતેલમાં ફરી ઉછાળો

મલેશિયાના વિઝાના બહાને ત્રણ યુવાન પાસે રૃ।. ૭૮૦૦૦ પડાવ્યા

 
 

Gujarat Samachar Plus

આઈરીશ યુવાન બ્રાયન ગૌફની અનોખી ટિફિન સેવા
ફરવાના ફંડામાં લોકર શોઘતા પરિવારો
એસ.ટીના કન્સેેશન પાસની પ્રોસેસ ટ્રાન્સપરન્ટ બનાવી
જંગલની અંઘારી રાતે આકાશનો અદ્દભૂત નજારો
કેરીના રસની મીઠાસમાં સેક્રિન અને સિન્થેટિક કલરની કડવાશ
 

Gujarat Samachar glamour

‘મારા ઘણા મિત્રો હોમોસેક્સ્યુઅલ છે!’ મલ્લિકા
ઐશ્વર્યા-અમિતાભ પ્રથમવાર એક જાહેરાતમાં સાથે ચમકશે!
માઘુરીને ‘માસ્ટર દીનાનાથ વિશેષ’ એવોર્ડ અપાશે!
રજનીકાન્ત રોકાણકારોને નુકશાન ભરપાઈ કરી આપશે!
રશિયામાં બોલીવુડની ફિલ્મો ફરીથી દર્શાવાની માંગણી કરાઈ
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

એન.આર.ઈન્સીટ્યુટ ડાન્સ પાર્ટી

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved