Last Update : 22-April-2012, Sunday

 

એસ.ટીના કન્સેેશન પાસની પ્રોસેસ ટ્રાન્સપરન્ટ બનાવી

- આઈટીની વિદ્યાર્થીનીએ એસ.ટીના કન્સેશન પાસની પ્રક્રિયાને ટ્રાન્સપરન્ટ બનાવવા માટે એક ખાસ સોફ્‌ટવેર બનાવ્યું છે જે એસ.ટી વિભાગનો કાર્યભાર હળવો કરશે.

 

એસ.ટીના ‘કન્સેશન પાસ’ હવે ઘરે બેઠા બેઠા કન્સેશન પાસ મેળવી શકશો અને તે પણ ઓનલાઈન. ગાંધીનગર એલ.ડી.આર.પી. કોલેજની આઈ.ટી. વિભાગની વિદ્યાર્થીની ભાર્ગવી ભટ્ટે અનોખુ ઇનોવેશન તૈયાર કર્યું છે. આ ઈનોવેશન દ્વારા આવનાર સમયમાં ગુજરાતની તમામ એન્જિનિયરીંગ કોલેજના સ્ટુડન્ટસને એસ.ટીના કન્સેશન પાસ માટે લાઇનોમાં ઉભા રહેવું નહી પડે અને ઓનલાઇન એપ્લીકેશન કરીને આ કન્સેશન પાસ મળેવી શકશે. ભાર્ગવીના આ ઇનોવેશનને જીટીયુ ઇનોવેશન કાઉન્સિલ ‘ગુજરાત સ્ટેટ એસ.ટી વિભાગ’માં લાગુ કરવામાં માટે ટાઇઅપ કરશે. જીટીયુ ઇનોવેશન કાઉન્સિલમાં હિરેન મહન્તા કહે છે કે સ્ટુડન્ટસના સારા ઇનોવેશનને લઇને અમે ગવર્મેન્ટ પાસે જવાના છીએ. જેમાં ભાર્ગવીના આ ઇનોવેશનને પણ ગુજરાત સ્ટેટ ટ્રાન્સપોર્ટ વિભાગ પાસે લઈ જઇશું. ગુજરાતના સૌથી વઘુ એન્જિનિયરીંગ સ્ટુડન્ટસ ગામડાઓમાંથી આવે છે એટલે તેમને કોલેજ પાસેથી મળતાં દસ આંકડાના યુનિક આઈડીનંબર દ્વારા ઘરે બેઠા બેઠા જ જીટીયુની ઓફિસિયલ વેબસાઇટ પરથી એસ.ટીનો પાસ મેળવી શકશે. વિશ્વમાં ઓનલાઇન કન્સેશન પાસની આઘુનિક વ્યવસ્થા ટોકિયો- જાપાનમાં છે હવે આ વ્યવસ્થા ગુજરાતમાં પણ થોડા જ દિવસમાં એપ્લાય કરવામાં આવશે. જીટીયુના રિમોર્ટ એરિયામાં આવેલા વિસ્તારોમાં આ સિસ્ટમને મૂકી શકાશે.
ભાર્ગવીએ ગાઈડ અજય ઓઝા અને સહયોગી ધવલ ઠાકોર અને રોમિલ ગાંધી સાથે મળીને આ ઇનોવેશન પર કામ કર્યું છે. હાલ જે કન્સેશન પાસ મળવાની પ્રોસેસ છે તેમાં જે તે જિલ્લાના મુખ્ય ડેપો પર જઈને પાસનું ફોર્મ મેળવું પડે છે. ત્યારબાદ કોલેજીયન સ્ટુડન્ટસને કોલેજમાં સહી સિક્કા કરાવીને, જે તે મુખ્ય ડેપો પર જઇને ચાર થી પાંચ કલાક લાઇનમાં ઉભા રહીને પાસ મેળવો પડે છે, જ્યારે પ્રાઇવેટ કંપનીમાં સર્વિસ કરતી વ્યક્તિએ જ્યાં કંપની હોય તે વિસ્તારની ટીકીટ બતાવીને પાસ કાઢી આપવામાં આવે છે. પરંતુ ભાર્ગવીનું આ ઇનોવેશન કોઇપણ સ્ટુડન્ટસ અને જોબ કરતી વ્યક્તિ ઓનલાઈન જી.એસ.આર.ટી.સી.ની વેબસાઇટ પર જઇને ફોર્મ ફિલપ કરીને, ઓનલાઈન પૈસા પેમેન્ટ કરીને ઘરે બેઠા પાસ મેળવી શકે છે, એક પ્રશ્ન એવો ઉઠે છે કે જેઓ કમ્પ્યુટર જાણતાં નથી અને ઇન્ટરનેટ વિશે અજ્ઞાન છે. તેઓ કઇ રીતે આ પાસ કઢાવી શકે છે. તો તેઓ માટે આ સાઇટ પર સરળ ગુજરાતી ભાષાની વ્યવસ્થા કરવામાં આવી છે, જેથી અશિક્ષિત વ્યક્તિ પણ સરળતાથી સમજી શકે છે અને સાથે સાથે તેઓને પૈસાનું પેમેન્ટ કુરિયરથી કે બેન્કમાં ડ્રાફટ ભરીને ઘર જ પાસ કુરિયર દ્વારા મેળવી શકશે.

 

 

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
પાકિસ્તાનની વિમાન દુર્ઘટનાના કારણ અંગે અનેક સવાલો ઉઠયા

સિયાચિનમાંથી એકપક્ષીય રીતે સેનાને હટાવવાનો પ્રમુખ ઝરદારીનો ઈનકાર

ચેન્નઇએ સાત વિકેટથી રાજસ્થાન રોયલ્સ સામે રોમાંચક જીત મેળવી
મુંબઈ ઈન્ડિયન્સને ફટકો અનફીટ મલિંગા IPLમાંથી બહાર
ચેમ્પિયન્સ લીગઃચેલ્સીએ ૧-૦થી બાર્સેલોના સામે વિજય મેળવ્યો
મોન્ટે કાર્લો માસ્ટર્સમાં સિમોંએ સોંગાને હરાવીને અપસેટ સર્જ્યો

આજે કોલકાતા નાઇટરાઇડર્સ અને ડેક્કન ચાર્જર્સ વચ્ચે મુકાબલો

અમરનાથ યાત્રાની નોંધણી સાતમી મેથી શરૃ થશે
કર્ણાટકના બે પૂર્વ મુખ્યમંત્રીઓને લોકાયુક્ત કોર્ટના સમન્સ
સોશિયલ નેટવર્કિંગ સાઈટથી અભિષેક મનુ સિંઘવી નારાજ
અણ્ણા- રામદેવ વચ્ચે સમજૂતી પહેલાં જ શરૃ થયેલા વિવાદો
નિઠારી કાંડના ભોગ બનેલી બાળકીના પિતા વિરૃદ્ધ વોરંટ
સાયબર ચીટિંગઃ મુંબઇની પેઢીના રૃા.૨૦લાખ બારોબાર સેરવી લેવાયા
ઉનાળુ મગફળીની આવકો પૂર્વે સિંગતેલમાં ફરી ઉછાળો

મલેશિયાના વિઝાના બહાને ત્રણ યુવાન પાસે રૃ।. ૭૮૦૦૦ પડાવ્યા

 
 

Gujarat Samachar Plus

આઈરીશ યુવાન બ્રાયન ગૌફની અનોખી ટિફિન સેવા
ફરવાના ફંડામાં લોકર શોઘતા પરિવારો
એસ.ટીના કન્સેેશન પાસની પ્રોસેસ ટ્રાન્સપરન્ટ બનાવી
જંગલની અંઘારી રાતે આકાશનો અદ્દભૂત નજારો
કેરીના રસની મીઠાસમાં સેક્રિન અને સિન્થેટિક કલરની કડવાશ
 

Gujarat Samachar glamour

‘મારા ઘણા મિત્રો હોમોસેક્સ્યુઅલ છે!’ મલ્લિકા
ઐશ્વર્યા-અમિતાભ પ્રથમવાર એક જાહેરાતમાં સાથે ચમકશે!
માઘુરીને ‘માસ્ટર દીનાનાથ વિશેષ’ એવોર્ડ અપાશે!
રજનીકાન્ત રોકાણકારોને નુકશાન ભરપાઈ કરી આપશે!
રશિયામાં બોલીવુડની ફિલ્મો ફરીથી દર્શાવાની માંગણી કરાઈ
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

એન.આર.ઈન્સીટ્યુટ ડાન્સ પાર્ટી

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved