Last Update : 22-April-2012, Sunday

 
ફરવાના ફંડામાં લોકર શોઘતા પરિવારો

- વેકેશનમાં બહાર તો જવું છે પણ તિજોરીમાં મૂકેલાં દાગીના કોણ સાચવે ? આ માટે શહેરની ૧૦૦૦ જેટલી બેંકોમાથીંં મોટા ભાગની બેંકરમાં લોકરની શોર્ટેજ ઉભી થઈ છે.

સેટેલાઇટમાં રહેતા વિનય કાપડિયાને વેકેશન પિરિયડમાં બહાર જવું છે પણ તેમને પોતાના દાગીનાની સલામતીને લઇને ચંિતા સતાવે છે. આખી જીંદગી કમાઇને એકઠાં કરેલા ૨૦ તોલા ઉપરના દાગીના માટે તેઓ શહેરની જાણીતી બેંકમાં જઈ આવ્યા પણ લોકર ખાલી નથી તેવો જવાબ મળતાં હવે તેઓ આ દાગીના ક્યાં મૂકવાં તેની બીજી વ્યવસ્થામાં છે.
મણીનગરના પટેલ પરિવારમાં હજુ દિકરીના લગ્નને એક મહિનો બાકી છે પણ સંપૂર્ણ ખરીદી પૂર્ણ થઇ ગઇ છે. હવે એક વિક માટે તેમને બાર જવું છે પણ પાંચ-સાત લાખના ઘરેણાં ક્યાં મૂકવાં તે સવાલ છે. જે બેંકમાં તેમનું ખાતુ ચાલતું હતું તે બેંકનું લોકર પણ હવે ફુલ થઈ ગયું છે અને બીજી બેંકોમાં તપાસ કરી તો નામ નોંધાવી રાખો જયારે લોકર ખાલી થશે ત્યારે આપીશું તેવો જવાબ મળ્યો.
શહેરીજનોના સોનું ખરીદવાના મોહને કારણે તેને સિકયોર પ્લેસ પર મૂકવાની સ્પેસ ઘટી રહે છે. વાત જાણે એમ છે કે વેકેશનને લઇને બહાર જવા માંગતા કેટલાક શહેરીજનો ઘરની તિજોરીમાં મૂકેલાં દાગીનાને કારણે ટેન્શનમાં છે. બીજી તરફ શહેરની મોટાભાગની બેંકોમાં લોકરની પુષ્કળ ડિમાન્ડ છે પણ ખાલી નથી તેવો જવાબ મળે છે. દુષ્યંત ત્રિવેદી કહે છે, શહેરમાં ૬૦ જેટલા નેશનલાઇઝ અને પ્રાઇવેટ બેંકોની હજાર જેટલી બ્રાન્ચ છે. હવે જે બ્રાન્ચમાં લોકરની સગવડ હોય તેમાં લોકર ફુલ છે એટલે કોઇ કલાયન્ટ આવે તો વેઇટ એન્ડ વોચ જેવી સ્થિતિ પેદા થાય છે. એ થી એફ સુધીની કેટેગરીવાળા મોટાભાગના લોકર હાલ હાઉસફુલ છે. જયારે બીજી તરફ શહેરીજનોની સંખ્યાની સાથે સાથે તેમની મૂલ્યવાન મિલકતમાં પણ વધારો થતાં તેમને સિકયોર પ્લેસ પર સ્પેસ મળતી નથી.
શહેરના મણિનગર, નવરંગપુરા, નારણપુરા, વસ્ત્રાપુર, સેટેલાઇટ, પાલડી સહિતના એરિયામાં રેસિડેન્શિયલ પ્રોપર્ટીને કારણે આ એરિયાની કેટલીક બેંકોમાં લોકર ફુલ છે. ઘુ્રવ કહે છે, આ વિસ્તારમાં વધારે સંખ્યામાં લોકો રહે છે એટલે મોટાભાગના પરિવારો તેમની આસપાસની બેંકોમાં એકાઉન્ટ ખોલાવે ત્યારે લોકર પણ ભાડે લે છે. શહેરના ઔદ્યોગિક વિસ્તારોમાં લોકરની સમસ્યા ઓછી નડે છે. જો કે કેટલાક કિસ્સામાં એવું પણ જોવા મળે છે કે એકના લોકરમાં સાસરે રહેતી દિકરીના દાગીના પણ મૂકવાં પડે છે. ઇનશોર્ટ જયારે લોકર ખાલી ન હોય ત્યારે પરિવારનું હિત જોઇને બીજા ફેમિલી મેમ્બર્સના દાગીના પણ મૂકાય છે. જો કે ઘણાં પરિવારોએ તો પોતાના સગાઓને ત્યાં જઈને ઘરનું જોખમ પોતાના પેટ સહિત હળવું કર્યું છે.

 

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
પાકિસ્તાનની વિમાન દુર્ઘટનાના કારણ અંગે અનેક સવાલો ઉઠયા

સિયાચિનમાંથી એકપક્ષીય રીતે સેનાને હટાવવાનો પ્રમુખ ઝરદારીનો ઈનકાર

ચેન્નઇએ સાત વિકેટથી રાજસ્થાન રોયલ્સ સામે રોમાંચક જીત મેળવી
મુંબઈ ઈન્ડિયન્સને ફટકો અનફીટ મલિંગા IPLમાંથી બહાર
ચેમ્પિયન્સ લીગઃચેલ્સીએ ૧-૦થી બાર્સેલોના સામે વિજય મેળવ્યો
મોન્ટે કાર્લો માસ્ટર્સમાં સિમોંએ સોંગાને હરાવીને અપસેટ સર્જ્યો

આજે કોલકાતા નાઇટરાઇડર્સ અને ડેક્કન ચાર્જર્સ વચ્ચે મુકાબલો

અમરનાથ યાત્રાની નોંધણી સાતમી મેથી શરૃ થશે
કર્ણાટકના બે પૂર્વ મુખ્યમંત્રીઓને લોકાયુક્ત કોર્ટના સમન્સ
સોશિયલ નેટવર્કિંગ સાઈટથી અભિષેક મનુ સિંઘવી નારાજ
અણ્ણા- રામદેવ વચ્ચે સમજૂતી પહેલાં જ શરૃ થયેલા વિવાદો
નિઠારી કાંડના ભોગ બનેલી બાળકીના પિતા વિરૃદ્ધ વોરંટ
સાયબર ચીટિંગઃ મુંબઇની પેઢીના રૃા.૨૦લાખ બારોબાર સેરવી લેવાયા
ઉનાળુ મગફળીની આવકો પૂર્વે સિંગતેલમાં ફરી ઉછાળો

મલેશિયાના વિઝાના બહાને ત્રણ યુવાન પાસે રૃ।. ૭૮૦૦૦ પડાવ્યા

 
 

Gujarat Samachar Plus

આઈરીશ યુવાન બ્રાયન ગૌફની અનોખી ટિફિન સેવા
ફરવાના ફંડામાં લોકર શોઘતા પરિવારો
એસ.ટીના કન્સેેશન પાસની પ્રોસેસ ટ્રાન્સપરન્ટ બનાવી
જંગલની અંઘારી રાતે આકાશનો અદ્દભૂત નજારો
કેરીના રસની મીઠાસમાં સેક્રિન અને સિન્થેટિક કલરની કડવાશ
 

Gujarat Samachar glamour

‘મારા ઘણા મિત્રો હોમોસેક્સ્યુઅલ છે!’ મલ્લિકા
ઐશ્વર્યા-અમિતાભ પ્રથમવાર એક જાહેરાતમાં સાથે ચમકશે!
માઘુરીને ‘માસ્ટર દીનાનાથ વિશેષ’ એવોર્ડ અપાશે!
રજનીકાન્ત રોકાણકારોને નુકશાન ભરપાઈ કરી આપશે!
રશિયામાં બોલીવુડની ફિલ્મો ફરીથી દર્શાવાની માંગણી કરાઈ
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

એન.આર.ઈન્સીટ્યુટ ડાન્સ પાર્ટી

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved