Last Update : 22-April-2012, Sunday

 

એક માણસ રાજકારણમાં પડે છે ત્યારે એક સજ્જનનું મરણ થાય છે - સ્વામી આત્મચૈતન્ય

ઝાકળઝંઝા - પરાજિત પટેલ
- મારી દવા તો મારો કનૈયો છે ! દાકતર સાહેબ, લઇ આવો મારા કનૈયાને, એને જોતાં જ હું ઘોડા જેવી થઈ જઈશ !
- કનૈયા કભી ગાંવ કા ઉજાલા નહીં બન સકતા ! વોતો ઇસ ગાંવકા બદનુમા દાગ બનકર રહ જાયેગા !!

‘જુઓ, આ રહ્યો કનૈયો...’
‘ક્યાં ?’
‘ક્યાં તે છાપામાં...’
હા, છાપામાં આ જ ગામના દીકરા કનૈયાનો ફોટો છપાયો હતો. બે જણા મળે એટલે એક જ વાત હોય ઃ ‘જોયો કનૈયાનો ફોટો ?’ ને પછી વીસ વરસ પહેલાં રાત માથે લઈને ઓચંિતા જ ભાગી ગયેલા કનૈયાની વાતોનાં પતાસાં વહેંચાતાં આખાય ગામમાં એક જ વાત ચર્ચાતી ઃ ‘કનૈયાનો ફોટો છાપામાં આવ્યો છે...’
‘તે શું કર્યું છે એણે ? કોઈ ધાડપાડ પાડી છે કે શું ?’ કોક ગલઢેરો પૂછતાં.
‘હા, દાદા ! કનૈયાએ ધાડપાડી છે, પણ રાજકારણમાં !’
‘કાંઇ સમજાણું નહિ, ભિયો ?’
‘જુઓ, આપણા ગામનો કનૈયો દિલ્લી દરબારમાં મિનિસ્ટર થઈ ગયો છે...બહુ મોટો માણસ બની ગયો છે આપણો કનૈયો ! વાહ, વટ પડશે આપણા ગામનો.’
‘વટ તો પડે જ ને ! આપણા ગામનો છોકરો દિલ્લી દરબારમાં ઊંચા આસન પર વટકે સાથે બેસે, એ તો કંઈ સામાન્ય વાત છે ? જો જો ને, આપણા મુખી જેસંગજીનાં તો છાતીનાં બટન જ તડાતડ તૂટી જશે !’
બસ, એક જ વાત. જાણે આખું ય ગામ હેલકારે ચઢ્‌યું હતું. ગામના ચહેરા પર આનંદ ચિતરાઈ ગયો હતો...ઓટલા પર છાતી ફુલાવીને બેઠેલા ગામના ગલઢેરાય મૂછો આમળી આમળીને કહેતા હતા ઃ ‘છેને વટ આપણા ગામનો ! ગામનો છોકરો છેક દિલ્લી લગણ પહોંચ્યો...હવે તો ગામની સીકલ જ બદલાઇ જવાની ! લાડુમા માટે તો સોનાનો સૂરજ ઊગ્યો ! એમનો તો અવતાર ઊજળો થઈ ગયો ! વાહ, ભૈં, વાહ !’
‘લાડુમાએ ઓછું નથી વેઠ્યું !’
‘હવે વેઠવું નહિ પડે !’
‘લાડુમા તો મારો કનૈયો...મારો કનૈયા કહી કહીને જીભ જવાળતાં નહોતાં. બિચારાં ! પણ હવે વેળા વળશે...’
- વાત સાચી છે. દલા કાકા હતા ત્યાં સુધી તો વાંધો નહોતો. દલાકાકા, આમ તો છાતીકઢા માણસ. જમીન તો પાંચ વીઘાં જ હતી, પણ પાંચ વીઘાંમાંથી પાંચ શેર સોનું કેવી રીતે પકવવું, એની આવડત દલા કાકામાં હતી...વારસામાં એક માત્ર કનૈયો. દલા કાકા કહેતા ઃ ‘મારે તો મારા કનૈયાને મોટો માણસ બનાવવો છે.’
‘કેવડો મોટો ?’
‘આવડો મોટો...’ ને દલા કાકા, એક હાથ ઊંચો કરતા...આવડો મોટો. ને બધા એક સામટા હસી પડતા ઃ ‘દલા કાકા સપનાં તો બહુ મોટાં સેવે છે !’
- પણ છ મહીનામાં જ એક ગોઝારી ઘટના બની ગઈ. દલા કાકા ખેતરમાં વાવેતર કરતા હતા ત્યાં જ એક સાપણ અચાનક સરકી આવી. ખબર પણ ન પડે એ રીતે સાપણે ફેણ ફુલાવીને દલા કાકાના પગે દંશ દીધો ! દલાકાકા પડી ગયા. મોઢામાંથી ફીણ નીકળવા લાગ્યા. અડધા કલાકમાં તો શરીર લીલું છમ્મ થઈ ગયું ! ગામલોક છૂટ્યું. દલાકાકાને ગાડામાં નાખીને જોડેના શહેરના દવાખાને લઈ ગયા...એમને તપાસીને ડૉ. સાવલિયાએ કહ્યું ઃ ‘હવે કોઈ અર્થ નથી. પેશન્ટ ઇઝ નાઉ નો મોર જાવ, લઇ જાવ ડેડીબોડીને !’
પતી ગયું.
સપનાં અઘૂરાં રહી ગયાં
હવા ઓ ઊડી ગઈ.
સુગંધો રહી ગઈ.
લાડુમાનું કલ્પાંત લોકોથી જોયું જતું નહોતું...એમનાં આંસું સૂકાતાં નહોતાં, લોકો આશ્ચાસન આપતા ઃ ‘લાડુમા ! છાનાં રહો. ઇશ્વરનું ધાર્યું જ થાય છે. આયખાની દોરી તૂટી ગઈ દલાકાકાની ! બાકી, તમારે તો કનૈયો છે. બાળા એના શા દકાળા ? કાલ ઊઠીને કનૈયો સૂના ઘરને હોંકારા દેશે...છાનાં રહો !’
કનૈયો મોટો થવા લાગ્યો -
કનૈયો ગ્રેજ્યુએટ થઈ ગયો.
કનૈયા માટે નાતમાંથી માગાં આવવા લાગ્યાં. એક છોકરીનું તો લાડુમાએ નક્કી પણ કરી નાખ્યું....સગાઇની રસમનો દિવસ નક્કી થઈ ગયો. સવારે તો મહેમાનો આવવાના હતા. લાડુમાના આનંદનો પાર નહોતો..હાશ, મારો કનૈયો પરણશે...એની વહુ આવશે. આખું ય ઘર આનંદથી ભરાઇ જશે. પછી તો નાનાં નાનાં પોતરાં થશે... લાડુમાને ‘દાદી’ ‘દાદી’ કરશે ! ઘર કેવું ગોકુળ જેવું બની જશે ! ને પછી દલાકાકાના ફોટા સામે જોઈને લાડુમા બોલ્યાં હતાં ઃ ‘કનૈયાના બાપા, સાંભળો છો ? કાલે સવારે આપણા કનૈયાની સગાઈ છે...રાજીને ?’
રાત પડી.
લાડુમાં સૂઈ ગયાં...એમના જીવને ‘હાશ’ થઈ ગઈ હતી... હવે શા ભાર પડ્યા છે દુઃખના કે મને દુઃખી કરે ? આવવા દે મારા કનૈયાની વહુને..’
સવાર પડી.
લાડુમાએ બૂમ પાડી ઃ ‘બેટા, કનૈયા ! જલદી ઊઠ...મહેમાનો આવવાના છે !’
પણ કશો જ જવાબ નહિ.
ફરી બૂમ પાડી એમણે
કોઈ જવાબ નહિ.
આડે દહાડે તો લાડુમા સવારે બૂમ પાડે તો કનૈયો છલાંગ મારી ખાટલો છોડી દે, ને કહે ઃ ‘આ રહ્યો તમારો કનૈયો, માડી !’
પણ માડીની બૂમ આજે વ્યર્થ ગઈ.
ફરી બૂમ.
કોઈ જવાબ નહિ.
કોઈ અવાજ નહિ.
લાડુમાને શંકા ગઈ. તેઓ ઓરડામાં ગયાં. ખાટલા ભણી જોયું. ખાટલો ખાલી હતો. ખાટલામાં કનૈયો નહોતો. લાડુમાને થયું ઃ ‘કદાચ કનૈયો ડબલે ગયો હશે.’
વાટ જોઈ જોઈને થાક્યાં.
ન આવ્યો કનૈયો.
લાડુમા રડવા લાગ્યાં.
પાડોશીઓ એકઠાં થઈ ગયા. ખાટલા પાસે ગયા. કોકને શંકા ગઈ. ઓશીકું ઊંચું કર્યું, તો ઓશીકા નીચે એક કાગળ પડ્યો હતો. પાડોશી એ કાગળ વાંચ્યો ઃ ‘મારે સગાઈ નથી કરવી...હું જાઉં છું હરદ્વારની તીર્થભૂમિમાં સાધના કરવા...મારી તપાસ કરશો નહિ !’
આજે આ ઘટનાને પૂરાં વીસ વીસ વરસનાં વહાણાં વાઈ ગયાં છે ! બબ્બે દાયકા આંખના પલકારામાં વરી ગયાં છે ! લાડુમાની દશા બૂરી હતી...તેમની પાસે હવે સપનાં જ બચ્યાં નહોતાં...પાંસઠ વરસની કાયામાં રોગ ઊતર્યા હતા. દમ ચઢતો હતો...ચક્કર આવતા હતા...ડૉક્ટર તપાસવા આવતો ત્યારે લાડુમા કહેતાં ઃ ‘દાકતર સાહેબ, શું કામ દવા બગાડો છો ? મારી દવા તો મારો કનૈયો છે ! લઈ આવો મારા કનૈયાને...એને જોતાં જ ઘોડા જેવી થઈ જઈશ !’
કનૈયો નથી.
કનૈયો ચાલ્યો ગયો છે.
કનૈયો હરદ્વાર ગયો છે. ત્યાં ઘ્યાન કરતો હશે. યોગ કરતો હશે. સાધના કરતો હશે....!
ને ત્યાં જ અચાનક કનૈયો છાપામાં ચમક્યો...છાપામાં કનૈયાનો ફોટો આવ્યો હતો..કનૈયો દિલ્લી દરબારમાં પ્રધાન બન્યો હતો ! જંગલના દવની જેમ વાત અત્ર-તત્ર-સર્વત્ર પ્રસરી ગઈ... કેટલાંક નિયમિત મંદિરમાં દર્શન કરવા જતા માણસોએ મંદિરની ઓરડીમાં રહેતા સ્વામી આત્મચૈતન્ય મહારાજને આ વાત કરી ઃ ‘સ્વામીજી, સાંભળ્યું કાંઈ ?’
‘શું ?’
‘આપણા ગામનાં લાડુમાનો દીકરો કનૈયો દિલ્લી દરબારમાં પ્રધાન થયો છે..છાપામાં એનો ફોટો પણ આવ્યો છે !’
‘બહોત બૂરા હુઆ...’
‘કેમ સ્વામીજી ?’
‘બૂરા કેવી રીતે ?’
સ્વામીજી ગુજરાતીમાં જ બોલ્યા ઃ ‘એક માણસ રાજકારણમાં પડે છે, ત્યારે એક સજ્જનનું મરણ થાય છે ! એક માણસ સાઘુત્વને ગ્રહણ કરે છે ત્યારે સો દુર્યોધનની દુર્જનતા મરણોન્મુખી બને છે ! ને એક માણસ સેવાને સમર્પિત બની જાય છે ત્યારે હજારો નહીં, લાખ્ખો હતાશ ચહેરાઓ પર આશાનો સૂર્ય ઝળકી ઊઠે છે ! પાછા સ્વામીજી હિન્દી પર આવી ગયા ઃ’ કનૈયાકી બાતેં મુઝે અચ્છી નહીં લગી...બાત કરતા થા હરદ્વાર મૈં જા કે સાધના કરનેકી, ઔર જાકર પડા ગંદે કીચડ જૈસે પોલીટીકસમેં....યે અચ્છા નહીં હુઆ ! મૈં દેખ સકતા હૂં કનૈયા કભી ઇસ ગાંવકા ઉજાલા નહીં હો સકતા, વો તો ઇસગાંવકા બદનુમા દાગ બનકર રહ જાયેગા ! ક્યોંકિ અબ તક કેવલ જૂઠ્ઠી બાતેં હી બતાઇ હૈં ! ઐસા આદમી કભી કિસીકા નહીં હો સકતા ! મૈં સમય કે આરપાર દેખ સકતા હૂં, વો ઈસ ગાંવ કે મુંહ પર કાલિખ લગાયેગા...યે મેરા વચન હૈ !
સાંભળનારાઓની આંખો પકોડા જેવી થઈ ગઈ. સ્વામીજી તો ભાવિના ભેદ જાણે છે...કનૈયો ગામ માટે કલંક રૂપ બનશે ?
એને સન્માનવા માટે સરપંચ, મુખી અને કંચન શેઠ દિલ્લી આંટો ય મારી આવ્યા ઃ પણ એ ન મળ્યો ! ફોન કર્યો તો એક જ જવાબ ઃ ‘હમણાં તો સમય જ નથી.’ ન સજ્જનતા દાખવી, ન લાડુમાના સમાચાર પૂછ્‌યા ! વ્યર્થ આંટો મારીને પાછા આવ્યા ગામના આગેવાનો !
બબ્બે વરસ વીતી ગયાં.
ગામ લોકોએ તેને સન્માનવાની વાત જ છોડી દીધી ઃ ‘સ્વામીજીની વાત જરૂર સાચી પડશે !’
ને એ જ થયું.
એક દિવસે અખબારમાં ગામ આખાને ઘુ્રજાવી દે તેવા સમાચાર પ્રસિદ્ધ થયા હતા ઃ ‘વણઝારા યુવતી શબરી દેવી સાથેના અનૈતિક સંબંધો બદલ મિનિસ્ટર કનૈયાલાલ બામણિયાનું મંત્રી પદ આંચકી લેવાયું...’ પછી નીચે સિલસિલાબંધ હકીકતો વર્ણવવામાં આવી હતી !! એક અખબારે તો કનૈયાલાલના વતન ગલવાડાને પણ લપેટમાં લઈ લીઘું હતું ઃ કનૈયાલાલ બચપનથી જ જૂઠ્ઠો, લબાડ અને મનચલો હતો. સુમાહિતગાર સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે તે મુજબ વરસોથી સત્તા હાંસલ કરવાના ખેલખેલતા કનૈયાલાલ બામણિયાએ સંખ્યાબંધ રૂપાળી સ્ત્રીઓની જંિદગી બરબાદ કરી નાખી છે...સરકારે કનૈયાલાલનાં કદરૂપાં કૌભાંડોની તપાસ સી.બી.આઇ.ને સોંપી દીધી છે..મિ. બામણિયાએ પોતાના વતનના ગામ ગલવાડાનાં નામ પર કાળું કલંક લગાડ્યું છે !
- અને ત્યારે ગામના શિવાલયમાં સ્વામી આત્મચૈતન્ય મહારાજના આશીર્વાદ લેવા માટે ગામ લોકોની કતાર લાગી ગઈ હતી !!

Share |
 

Gujarat Samachar Plus

આઈરીશ યુવાન બ્રાયન ગૌફની અનોખી ટિફિન સેવા
ફરવાના ફંડામાં લોકર શોઘતા પરિવારો
એસ.ટીના કન્સેેશન પાસની પ્રોસેસ ટ્રાન્સપરન્ટ બનાવી
જંગલની અંઘારી રાતે આકાશનો અદ્દભૂત નજારો
કેરીના રસની મીઠાસમાં સેક્રિન અને સિન્થેટિક કલરની કડવાશ
 

Gujarat Samachar glamour

‘મારા ઘણા મિત્રો હોમોસેક્સ્યુઅલ છે!’ મલ્લિકા
ઐશ્વર્યા-અમિતાભ પ્રથમવાર એક જાહેરાતમાં સાથે ચમકશે!
માઘુરીને ‘માસ્ટર દીનાનાથ વિશેષ’ એવોર્ડ અપાશે!
રજનીકાન્ત રોકાણકારોને નુકશાન ભરપાઈ કરી આપશે!
રશિયામાં બોલીવુડની ફિલ્મો ફરીથી દર્શાવાની માંગણી કરાઈ
 
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

એન.આર.ઈન્સીટ્યુટ ડાન્સ પાર્ટી

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved